(Y. M. KHANDALA BLOG) �� મારા બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે.�� "उधोगो नऱ -भूषणम्"... (ઉધમ્ પુરૂષનું આભૂષણ છે.)
રવિવાર, 19 ઑગસ્ટ, 2018
♠ ભારતીય સંસ્કૃતિ ♠
*************************************
ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકાર
હોઈશું પણ તેની માહિતી મેળવવી જરૂરી છે.
*************************************
♥ આપણા કુલ 4 વેદો છે.
1] ઋગ્વેદ
2] સામવેદ
3] અથર્વવેદ
4] યજુર્વેદ
*************************************
♥કુલ 6 શાસ્ત્ર છે.
1] વેદાંગ
2] સાંખ્ય
3] નિરૂક્ત
4] વ્યાકરણ
5]યોગ
6] છંદ
*************************************
♥આપણી 7 નદીઓ
1] ગંગા
2] યમુના
3] ગોદાવરી
4]સરસ્વતી
5] નર્મદા
6] સિંધુ
7]કાવેરી
*************************************
♥આપણા 18 પુરાણો
1]. મત્સ્ય પુરાણ
2] માર્કન્ડેય પુરાણ
3]. ભવિષ્ય પુરાણ
4]. ભગવત પુરાણ
5]. બ્રહ્માંડ પુરાણ
6]. બ્રહમવૈવર્ત પુરાણ
7]. બ્રહ્મપુરાણ
8]. વામન પુરાણ
9] વરાહ પુરાણ
10]. વિષ્ણુ પુરાણ
11]. વાયુ પુરાણ
12]. અગ્નિ પુરાણ
13]. નારદ પુરાણ
14]. પદ્મ પુરાણ
15]. લિંગ પુરાણ
16]. ગરુડ પુરાણ
17]. કૂર્મ પુરાણ
18]. સ્કંધ પુરાણ
*************************************
♥પંચામૃત
1]દૂધ,
2]દહીં,
3]ઘી,
4]મધ,
5]ખાંડ
*************************************
♥પંચતત્વ
1]પૃથ્વી,
2]જળ,
3]વાયુ,
4]આકાશ,
5] અગ્નિ
*************************************
♥ત્રણ ગુણ
સત્વ, રજ અને તમસ
*************************************
♥ત્રણ દોષ
વાત, પિત્ત, કફ
*************************************
♥ત્રણ લોક
આકાશ, મૃત્યુલોક, પાતાળ
*************************************
♥સાત મહાસાગર
1] ક્ષીરસાગર
2] દૂધસાગર
3] ધૃતસાગર
4] પથાનસાગર
5] મધુસાગર
6] મદિરાસાગર
7] લડુસાગર
*************************************
♥સાત દ્વીપ
1] જમ્બુદ્વીપ,
2] પલક્ષદ્વીપ,
3] કુશદ્વીપ,
4] પુષ્કરદ્વીપ,
5] શંકરદ્વીપ,
6] કાંચદ્વીપ,
7] શાલમાલીદ્વીપ
*************************************
♥ત્રણ દેવ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ
*************************************
♥ત્રણ જીવ
જલચર, નભચર, થલચર
*************************************
♥ત્રણ વાયુ
શીતલ, મંદ, સુગંધ
*************************************
♥ચાર વર્ણ
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ક્ષુદ્ર
*************************************
♥ચાર ફળ
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
*************************************
♥ચાર શત્રુ
કામ, ક્રોધ, મોહ, લોભ
*************************************
♥ચાર આશ્રમ
બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ
*************************************
♥અષ્ટધાતુ
સોનું, ચાંદી, તાબું, લોખંડ, સીસુ, કાંસુ,
પિત્તળ, રાંગુ
*************************************
♥પંચદેવ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, સૂર્ય
*************************************
♥ચૌદ રત્ન
1] અમૃત,
2] ઐરાવત હાથી,
3] કલ્પવૃક્ષ,
4] કૌસ્તુભમણિ
5] ઉચ્ચૈશ્રવા ઘોડો,
6] પાંચજન્ય
7] શંખ,
8] ચન્દ્રમા,
9] ધનુષ,
10] કામધેનુ,
11] ધનવન્તરિ.
12]રંભા અપ્સરા,
13] લક્ષ્મીજી,
14] વારુણી, વૃષ.
*************************************
♥નવધા ભક્તિ
1] શ્રવણ,
2] કીર્તન,
3] સ્મરણ,
4] પાદસેવન,
5] અર્ચના,
6] વંદના,
7] મિત્ર,
8] દાસ્ય,
9] આત્મનિવેદન.
*************************************
♥ચૌદભુવન
1] તલ,
2] અતલ,
3] વિતલ,
4] સુતલ,
5] સસાતલ,
6] પાતાલ,
7] ભુવલોક,
8] ભુલૌકા,
9] સ્વર્ગ,
10] મૃત્યુલોક,
11] યમલોક,
12] વરૂણલોક,
13] સત્યલોક,
14] બ્રહ્મલોક.
♥ ૧૦૮ અંકનું ધાર્મિક મહત્વ ♥
♠માળાની અંદર 108 મણકા હોય છે.
ઉપનિષદોની સંખ્યા પણ 108 છે.
♠બ્રહ્માના 9 અને આદિત્યના 12 આ રીતે
તેમનો ગુણાકાર 108 થાય છે.
♠જૈન મતાનુસાર અક્ષ માળામાં 108
મણકા રાખવાનું વિધાન છે. આ વિધાન
ગુણો પર આધારિત છે.
♠આપણા ધર્મની અંદર 108ની સંખ્યાને
મહત્વપુર્ણ માનવામાં આવે છે.ઈશ્વરના નામનો જપ, મંત્ર જપ, પૂજા સ્થળ કે આરાધ્યની પરિક્રમા, દાન વગેરેમાં આ ગણનાને મહત્વ આપવામાં આવે છે. જપમાળામાં એટલા માટે 108 મણકાઓ
હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે.
વિશિષ્ટ ધર્મગુરૂઓનાં નામની સાથે આ સંખ્યાને લખવાની પરંપરા છે. તંત્રની અંદર ઉલ્લેખાયેલ દેવીના અનુષ્ટાન પણ આટલા છે.
♠પરંપરા અનુસાર સંખ્યાનો પ્રયોગ તો બધા જ કરે છે પરંતુ તેના રહસ્યથી મોટા ભાગના લોકો અજાણ છે. આ ઉદેશ્ય હેતું તેના વિશે થોડીક જાણકારી અહીં આપી છે-
♠જાગૃત અવસ્થાની અંદર શરીરની કુલ 10
હજાર 800 શ્વસનની કલ્પના કરવામાં આવી છે.
તેથી સમાધિ અને જપ દરમિયાન પણ
આટલા જ આરાધ્યમાં સ્મરણ અપેક્ષિત છે.
જો આટલું કરવામાં સમર્થ ન હોય તો છેલ્લાં બે શુન્ય દૂર કરીને 108 જપ તો કરવા જ જોઈએ.
♠108ની સંખ્યાને પરબ્રહ્મની પ્રતિક
માનવામાં આવે છે. 9 નો અંક બ્રહ્માનો પ્રતિક છે. વિષ્ણુ અને સુર્યની એકાત્મકતા માનવામાં આવે છે
જેથી કરીને વિષ્ણુ સહિત 12 સૂર્ય કે આદિત્ય
છે. બ્રહ્મના 9 અને આદિત્યના 12 આ રીતે
તેમનો ગુણાકાર 108 થાય છે. એટલા માટે
પરબ્રહ્મની પર્યાય આ સંખ્યાને પવિત્ર માનવામાં આવે છે.
♠માનવ જીવનની 12 રાશિઓ છે. આ રાશીઓ 9 ગ્રહોથી પ્રભાવિત છે. આ બંને સંખ્યાનો ગુણાકાર પણ 108 થાય છે.
♠આકાશમાં 27 નક્ષત્ર છે. આના 4-4 પાદ કે
ચરણ છે. 27 નો 4 સાથે ગુણાકાર કરવાથી 108 થાય છે. જ્યોતિષમાં પણ તેમના ગુણાકાર અનુસાર ઉત્પન્ન થયેલ 108 મહાદશાઓની ચર્ચા કરાઈ છે.
♠ઋગ્વેદમાં ઋચાઓની સંખ્યા 10 હજાર 800
છે અને બે શુન્યને દૂર કરવા પર 108 થાય છે.
♠શાંડિલ્ય વિદ્યાનુસાર યજ્ઞ વેદોમાં 10
હજાર 800 ઈંટોની જરૂરિયાત માનવામાં આવે છે. બે શુન્યને ઓછા કરીએ તો તેમાં પણ 108 જ બચે છે.
♠જૈન મતાનુસાર પણ અક્ષ માળામાં 108
મણકાને રખવાનું જ વિધાન છે. આ વિધાન
ગુણો પર આધારિત છે. અર્હંતના 12, સિદ્ધના 8, આચાર્યના 36, ઉપાધ્યાયના 25 તેમજ સાધુના 27 આ રીતે પંચ પરમિષ્ઠના કુલ 108 ગુણ હોય.
શનિવાર, 18 ઑગસ્ટ, 2018
સામાન્ય જ્ઞાન : GK in Gujarati and current affair in Gujarati: Current Affairs July 2018
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં સેનાની
(By Y M Khandala)
વીર સાવરકર
· વીર સાવરકર દુનિયાનાં એકલાં એવાં સ્વાતંત્ર્ય યોદ્ધા હતાં કે જેમને બે-બે આજીવન કારાવાસની સજા મળી, સજાને પૂરી કરીને ફરીથી રાષ્ટ્ર જીવનમાં સક્રિય થઈ ગયાં.
· તે વિશ્વનાં પહેલાં એવાં લેખક હતાં કે જેમની કૃતિ ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતાના બે-બે દેશોએ પ્રકાશનથી પહેલાં જ પ્રતિબંધિત કરી દીધી.
· તે પહેલાં એવાં ભારતીય રાજનીતિજ્ઞ હતાં જે સર્વપ્રથમ વિદેશી વસ્ત્રોની હોળી કરી હતી.

· તે પહેલાં સ્નાતક હતાં જેમની સ્નાતક ઉપાધિને સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેવાના કારણે અંગ્રેજ સરકારે વાપસ લઈ લીધો.
· તે એવાં પહેલાં ભારતીય વિદ્યાર્થી હતાં, જે ઇંગ્લેન્ડના રાજા પ્રત્યે વફાદારીની શપથ લેવાની મનાઈ કરી દીધી. ફળસ્વરૂપે તેમને વકીલાત કરવાં રોકાવી દીધાં.
· વીર સાવરકરે રાષ્ટ્રધ્વજ તિરંગાની વચ્ચે ધર્મચક્ર લગાવાનો સુઝાવ સર્વપ્રથમ આપ્યો, જેમને રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે માન્યો.
· તેમણે સૌથી પહેલાં પૂર્ણ સ્વતંત્રતાને ભારતના સ્વતંત્રતા આંદોલનનું લક્ષ્ય ઘોષિત કર્યું.
· તે એવાં પ્રથમ રાજનૈતિક બંદી હતાં કે જેમને વિદેશી ભૂમિ પર બંદી બનાવવાના કારણે હેગનાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં મામલો પહોચ્યો.
· તે પહેલાં ક્રાંતિકારી હતાં જેમણે રાષ્ટ્રનાં સર્વાગીણ વિકાસનું ચિંતન કર્યું તથા બંદી જીવન સમાપ્ત થતાં જ અસ્પુશ્યતા વગેરે કુરીતિઓ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું.
· દુનિયાનાં એવાં પહેલાં કવિ હતાં જેમણે અંદામાનના એકાંત કારાવાસમાં જેલની દીવાલ પર કિલ અને કોયલાથી કવિતા લખી અને પછી તેમને યાદ કરી. આ પ્રકારે યાદ કરેલ દસ હજાર પંક્તિઓને તે જેલથી છૂટ્યા બાદ ફરી લખી.
આઝાદીમાં જન્મયો છું અને છેલ્લા શ્વાસ સુધી આઝાદ જ રહીશ
૨૩ જુલાઈ ૧૯૦૬ના જન્મેલ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં સેનાનીનાં અગ્રણી ચંદ્રશેખર આઝાદનું બાળપણથી જ અંગ્રેજોનાં અત્યાચાર જોઈ મન સળગી ઉઠતું. કિશોરાવસ્થામાં તે ભાગીને પોતાની ફઈ પાસે બનારસ આવીને સંસ્કૃત વિદ્યાપીઠમાં ભણવા લાગ્યાં.

બનારસમાં પહેલી વાર વિદેશી સામાન વેચતી દુકાન સામે ધરના દેતા પકડાઈ ગયા. થાણામાં પુછતાછમાં પોતાનું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા અને ઘરનું સરનામું જેલખાનું બતાવ્યું ત્યારથી જ તેમનું નામ ‘આઝાદ’ પ્રચલિત થઇ ગયું. આગળ ચાલીને તે સશસ્ત્ર ક્રાંતિનાં માધ્યમથી દેશને આઝાદ કરાવનાર યુવકોનું દળ બનાવી લીધું.
આઝાદ અને તેનાં સહયોગીએ ૯ ઓગસ્ટ ૧૯૨૫નાં લખનઉથી સહારનપુર જવાવાળી રેલ કાકોરી સ્ટેશન પાસે રોકી સરકારી ખજાનો લુટી લીધો. આ અંગ્રેજ શાસનને ખુલ્લી ચુનોતી હતી પરંતુ આઝાદને પકડવું એટલું આસાન ન હતું.
૧૭ ડિસેમ્બર ૧૯૨૮નાં તેમની પ્રેરણાથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે લાહોરમાં પુલિસ અધિક્ષક કાર્યાલયની ઠીક સામે સાંડર્સને યમલોક પહોચાડી દીધો. થોડા સમયબાદ ક્રાંતિકારીઓ લાહોર વિધાનભવનમાં બોમ ફેક્યો છતાંય તેમનો ઉદ્દેશ કોઈને નુકશાન પહોચાડવાનો ન હતો. બોમ ફેકી ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે આત્મસમર્પણ કરી દીધું. બીજી તરફ અનેક ક્રાંતિકારી પકડાઈ ગયાં. આથી ક્રાંતિકારી દળ કમજોર પાડવા લાગ્યું.
જે ૨૭ ફેબ્રુઆરી, ૧૯૩૧નો દિવસ હતો. પુલિસને સમાચાર મળેલ કે આજ પ્રયાગનાં અલ્ફ્રેડ પાર્કમાં ચંદ્રશેખર કોઈને મળવાનાર છે, તેથી પુલિસ પણ સમય બગડ્યા વગર પાર્કને ઘેરી લીધો. જેવી તેમની નજર પુલિસ પર પડી તો તે પિસ્તોલ નિકળી ઝાડ પાછળ છુપાઈ ગયાં. થોડી જ વારમાં બંને તરફ ગોળી ચાલવા લાગી. જયારે આઝાદની પિસ્તોલમાં એક જ ગોળી વધી ત્યારે તે દેશની માટી પોતાનાં માથા પર લગાવીને અંતિમ ગોળી પોતાની કાનપટ્ટીમાં મારી દીધી.
તેમનો સંકલ્પ હતો કે તે આઝાદ જ જન્મયા છે અને છેલ્લાં શ્વાસ સુધી આઝાદ જ રહેશે. આ પ્રકારે તે જીવતે જીવે પણ પુલિસનાં હાથે ના આવ્યાં.
CCC
ગુજરાત યુનિવર્સિટી માં સીસીસી. (CCC) ફોર્મ ભરવાની પક્રિયા ચાલુ થઈ ગઈ છે.
સરકારી કર્મચારી જેવા ક્લાસ 3 અને ૪ ઉપરાંત સરકારી તામમ કર્મચારીઓ પોતાના ફોર્મ ઓનલાઇન ભરી શકશે
નીચે ની વેબસાઇટ
http://www.gujaratccc.co.in
શુક્રવાર, 17 ઑગસ્ટ, 2018
ગાંધીનગર જિલ્લા વિશે જાણો...........
(By Y M Khandala )
ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે.
ગાંધીનગર અને ચંડીગઢ એ બન્ને ભારતના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. ગાંધીનગર શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ હતી. ઇ.સ. ૧૯૭૧થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઈ હતા. શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચીફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.
અનુક્રમણિકા
૧ ગાંધીનગર શહેર
૨ જોવાલાયક સ્થળો
૩ સંદર્ભ
૪ બાહ્ય કડીઓ
ગાંધીનગર શહેર
ગાંધીનગર શહેરને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક, ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, જ્યારે અંકોમાં નિર્દિષ્ટ રસ્તાઓની દિશા પૂર્વ-પશ્ચિમ છે. ઊભા અને આડા રસ્તાઓ દર એક કિલોમિટરનાં અંતરે એકબીજાને છેદે છે. રોડ કેટલાક ભાગમાં પૂર્વ-પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર-દક્ષિણ છે. ગાંધીનગર શહેરની રચનામાં સિંધુ સંસ્કૃતિની એક અનોખી ઝલક જાવા મળે છે. સુ-વ્યવસ્થિત નગર નિયોજન જોવા મળે છે.
જોવાલાયક સ્થળો
ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની પેનોરમા તસવીર
ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની પેનોરમા તસવીર
ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર ૨૮ નો બગીચો, બાલક્રિડાંગણ, અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ ધામ (ઇન્ફોસિટીની સામે) છે, જે ગાંધીનગરમાં સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ પર મહુડી ઘંટાકરણ મહાવીર નું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ (મૂળ અમરનાથની પ્રતિકૃતિ) પણ જોવા લાયક છે.
અક્ષરધામ (ગાંધીનગર)
સેક્ટર ૨૮ નો બગીચો (ગાંધીનગર)
ગુજરાત વિધાનસભા
ઇન્ફોસિટી (ગાંધીનગર)
મહાત્મા મંદિર (ગાંધીનગર)
સ્વર્ણિમ પાર્ક ( ગાંધીનગર)
સરિતા ઉદ્યાન (ગાંધીનગર)
હરણ ઉદ્યાન (ગાંધીનગર)
સચિવાલય (ગુજરાત)
સ્વપ્ન સૃષ્ટિ જળ ઉદ્યાન (વોટર પાર્ક)
અમરનાથ મંદિર
સાબરમતી નદીના કિનારે ચીમનભાઇ પટેલ ની સમાધિ 'ર્નમદા ઘાટ' આવેલ છે.
કચ્છ જિલ્લા વિશે જાણો............
(By Y M Khandala)
કચ્છ જિલ્લો
કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે.
૪૫,૬પ૨ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે. એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે. પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે, તે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખડીર પ્રદેશમાં આવેલ છે. અહીં અન્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અશ્મીઓ મળી આવેલ છે, જેનું સંશોધન કાર્ય ચાલુ છે
ભૂગોળ
કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન, પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં કચ્છનો અખાત આવેલો છે, જે કચ્છને કાઠિયાવાડથી જુદું પાડે છે. કચ્છના ઉત્તર તથા પૂર્વ ભાગમાં અનુક્રમે કચ્છનું નાનું અને મોટું રણ છે. કચ્છની પૂર્વ દિશામાં આ રણ વિસ્તાર પછી બનાસકાંઠા જિલ્લો આવે છે. જિલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર ૪પ,૬પર ચો.કી.મી. છે. જે પૈકી ૩,૮પપ ચો.કી.મી. ના વિસ્તારમાં કચ્છનું રણ આવેલું છે. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો ર૩.ર૮ ટકા જેટલો વિસ્તાર ધરાવે છે. જિલ્લામાં કુલ ૧૦ તાલુકા, ૧૦ શહેરો અને ૯૫૦ ગામડા છે
વહીવટી તાલુકાઓ
કચ્છમાં આવેલા તાલુકાઓની યાદી નીચે મુજબ છે:
અબડાસા
નખત્રાણા
ભચાઉ
અંજાર
ગાંધીધામ
માંડવી
મુન્દ્રા
રાપર
લખપત
ભુજ
વિધાનસભા બેઠકો
ગુજરાત વિધાનસભાની અબડાસા, માંડવી, ભુજ, ગાંધીધામ, અંજાર અને રાપર એમ છ બેઠકો કચ્છ જિલ્લામાં આવેલી છે.
ભાષા
કચ્છ જિલ્લો, ગુજરાત રાજ્ય
કચ્છમાં કચ્છી તથા ગુજરાતી ભાષાઓ બોલાય છે. આ ઉપરાંત સિંધી, હિન્દી, અંગ્રેજી, મરાઠી વગેરે ભાષાના લોકોની પણ મોટી વસ્તી કચ્છમાં વસવાટ કરે છે.
ઇતિહાસ
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: કચ્છનો ઇતિહાસ
કચ્છ રાજ્યનું પ્રતિક ઈ. સ. ૧૮૯૩
મળી આવેલા અવષેશોને આધારે કચ્છ, પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ મનાય છે. ઇ.સ. ૧૨૭૦માં સ્થપાયેલ કચ્છ એક સ્વત્રંત્ર પ્રદેશ હતો. ઇ.સ. ૧૮૧૫માં કચ્છ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ આવ્યું અને રજવાડા તરીકે કચ્છના મહારાવશ્રીએ બ્રિટિશ સત્તા સ્વીકારી. ઇ.સ. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, કચ્છ ભારતના તત્કાલીન 'મહાગુજરાત' રાજ્યનો એક જિલ્લો બન્યું. ૧૯૫૦માં કચ્છ ભારતનું એક રાજ્ય બન્યું. ૧ નવેમ્બર ૧૯૫૬ના રોજ કચ્છ મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ૧૯૬૦માં ભાષાના આધારે મુંબઇ રાજ્યનું મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વિભાજન થયું અને કચ્છ ગુજરાતનો એક ભાગ બન્યું.
૧૯૪૭માં ભારતનાં ભાગલા પછી, સિંધ અને કરાચીનું બંદર પાકિસ્તાન હેઠળ ગયું. સ્વતંત્ર ભારત સરકારે કંડલામાં અધ્યતન બંદરનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો. કંડલા બંદર પશ્ચિમ ભારતનું જ એક મહત્વનું બંદર નથી પરંતુ, વિશ્વનું પણ પ્રથમ હરોળનું બંદર છે. ભૌગોલિક સ્થિતિની નજરે હાલ તે એશિયાનાં શ્રેષ્ઠ બંદરોમાં સ્થાન ધરાવે છે.
ઇતિહાસમાં ૧૬ જૂન ૧૮૧૯ના દિવસે કચ્છમાં ધરતીકંપ નોંધાયો છે જેનાથી અલ્લાહ બંધનું ર્સજન થતાં , સિંધુ નદીના પાણી કચ્છના લખપત વિસ્તારમાં આવતા બંધ થયા હતાં અને કચ્છને ત્યારથી પાણીની અછતનો સામનો કરવાની શરૂઆત કરવી પડી હતી. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં ૬.૯ મેગ્નીટ્યુડના આવેલ પ્રચંડ ધરતીકંપનું કેન્દ્ર કચ્છના ભુજ અને ભચાઉ વચ્ચેના લોડાઇ-ધ્રંગ વિસ્તારમાં આવેલું હતું. કચ્છનાં ૧૮૫ વર્ષના નોંધાયેલા ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસમાં આ સૌથી તીવ્ર ધરતીકંપ હતો જેમાં ૧૮,૦૦૦ ઉપરાંતના લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હજારો ઘર નાશ પામ્યા હતાં અને અબજો રૂપિયાની જાનમાલની નુકસાની થયેલ હતી.
કચ્છના અભયારણ્યો અને આરક્ષિત જીવાવરણો
કચ્છના જિલ્લા મથક ભુજથી ઘણાં સમૃધ્ધ એવા જીવાવરણો અને અભયારણ્યો તરફ જઈ શકાય છે. જેમ કે ઘુડખર અભયારણ્ય, કચ્છ રણ અભયારણ્ય, કચ્છ ઘોરાડ અભયારણ્ય, નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, બન્ની ઘાસભૂમિ આરક્ષિત ક્ષેત્ર અને છારીઢંઢ કળણ સંવર્ધન આરક્ષિત ક્ષેત્ર
ઉદ્યોગો
કચ્છ જિલ્લો વિવિધ પ્રકારની કુદરતી સંપતિ - ખનીજો ધરાવે છે. જેમાં લિગ્નાઇટ, બોકસાઇટ, ચુનો, બેન્ટોનાઇટ, જીપ્સમ જેવી ખનીજ સંપતિ, દરીયાઇ સંપતિ, પશુપાલન સંપતિ, ખેતીવાડી સંપતિ, ઇત્યાદીની સમાવેશ થાય છે. જિલ્લામાં ખનીજ સંપતિ વિપુલ જથ્થામાં ઉપલબ્ધ છે. જે ઔધોગિક દ્રષ્ટિએ જિલ્લાનું મુખ્ય જમા પાસુ છે. નવી ઔદ્યોગિક નીતિમાં મધ્યમ અને મોટા કદના એકમો અન્ય નવા પ્રતિષ્ઠીત અને પ્રથમ સ્થપાતા ઉદ્યોગો તથા ઇલેકટ્રોનિકસ ઉદ્યોગો અંગેની નવી યોજનાઓ તથા અન્ય સવલનો અને લાભો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.કચ્છમાં મુખ્યત્વે મીઠા ઉદ્યોગ સૌથી મોટો છે. રાજ્યનું ૭૦% મીઠું કચ્છમાં પાકે છે અને તેની નિકાસ કરવામાં આવે છે. ગાંધીધામ, કંડલા વગેરે શહેરોમાં શિપિંગ ઉદ્યોગ વિકસ્યો છે. ગાંધીધામમાં ઉદ્યોગો માટે ફ્રીટ્રેડ ઝોન આવેલ છે, જે કંડલા ફ્રીટ્રેડ ઝોન તરીકે પણ ઓળખાતું રહેલ છે અને નવી નીતિ અનુસાર હવે તેને કંડલા સ્પેશીયલ ઇકોનોમી ઝોન તરીકે પીછાનવામાં આવે છે. બંદરોના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ વિકસ્યો છે. ઉપરાંત કચ્છમાં પાનધ્રો, માતાના મઢ, ઉંમરસર ખાતે લિગ્નાઇટ વગેરે ખાણો આવેલી હોવાથી પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પોષણ મળે છે. બન્ની વિસ્તારમાં પશુપાલન ઉદ્યોગ મુખ્ય છે. બન્ની નસલની ભેંસને સરકાર દ્વારા માન્યતા મળી છે. ઉપરાંત ખેતી, પ્રવાસન વગેરે ઉદ્યોગો પણ કચ્છમાં વિકસ્યા છે.
મીઠાનું ઉત્પાદન
કચ્છના રણમાં મીઠું પકવતા મજૂર જિલ્લાની ભૌતિક સંપતિમાં પશુધન, વનસંપતિને મત્સ્યઉઘોગ ખનીજ સંપતિ ઉપરાંત દરીયાઇ સંપતિ પણ મુખ્ય છે. જિલ્લાની અગત્યની દરીયાઇ સંપતિ મીઠું છે. મીઠાનું ઉત્પાદન એ કચ્છનો મુખ્ય ઉઘોગ છે. ગુજારત રાજયમાં ઉત્પાદન થતા કુલ મીઠાના ઉત્પાદનમાંથી ૬૦ ટકા જેટલુ ઉત્પાદન માત્ર કચ્છમાં જ થાય છે. જિલ્લાનું અંદાજીત ર્વાર્ષિક ઉત્પાદન રપ લાખ ટન છે. જિલ્લામાં મીઠા ઉઘોગનો વિકાસ અંજાર, ગાંધીધામ, મુન્દ્રા, ભચાઉ અને રાપર તાલુકામાં સારા એવાપ્રમાણમાં થયો છે. જિલ્લામાં ૧પ૯ જેટલા લાયસન્સ મેળવેલ મીઠાના કારખાના આવેલ છે.
બંદરો
ગુજરાત રાજયને ૧૬૦૦ કી.મી. નો દરીયા કીનારો પ્રાપ્ત છે. જે પૈકી ૩૬૦ કી.મી.નો દરીયા કિનારો કચ્છ જિલ્લાને કુદરતી રીતે પ્રાપ્ત થયેલ છે.જિલ્લાના નાના મોટા કુલ્લ - પ બંદરો આવેલા છે. જે અનુક્રમે માંડવી, મુન્દ્રરા, જખૌ, તુણા અને કંડલા છે. તેમાં જિલ્લામાં આવેલુ કંડલા ગુજરાત રાજયનું એક માત્ર સૌથી મોટુ આંતરરાષ્ટ્રીય બંદર છે. આ પ્રદેશ સાથે મીટર ગેજ, બ્રોડગેજ રેલ્વે લાઇનથી તથા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર - ૮-એ સહિત બારમાસી રસ્તાઓની સારી રીતે સાંકળાવવામાં આવેલ છે. માંડવીમાં જહાજવાડો આવેલ છે. જેથી લાકડાના નવા જહાજો ખરીદી તેમજ સમારકામ થાય છે તેમજ નવી જેટી બાંધવાનું કામ શરુ થયુ છે. આવનારા સમયમાં કચ્છ ખાતે ખાતે શીપ બ્રેકીંગ યાર્ડ, શીપ મેન્ટનન્સ યાર્ડ બનાવવાની મહત્વકાંક્ષી યોજના આગળ વધી રહી છે.
જોવાલાયક સ્થળો
*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*
*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી* કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...
-
છોટાઉદેપુર જિલ્લો ગુજરાતનો જિલ્લો છોટાઉદેપુર જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે, જેની રચના ઇ.સ. ૨૦૧૩માં કરવામાં આવી હતી. છોટાઉદેપુર...
-
કિલ્લા અને મહેલો કિલ્લા અને મહેલો ગુજરાતમાં આવેલા કિલ્લાઓ અને મહેલો તેના સ્થાપત્ય કળા અ...
-
ભાવનગર જિલ્લો ગુજરાતનો જિલ્લો ભાવનગર જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલ છે. જિલ્લાનું મુખ્યમથક ભાવનગર શહેર છે....













































