રવિવાર, 23 સપ્ટેમ્બર, 2018

દાહોદ જિલ્લો

દાહોદ જિલ્લો

ગુજરાતનો જિલ્લો

દાહોદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની પૂર્વ તરફે આવેલો જિલ્લો છે. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક દાહોદ છે. ગુજરાત રાજયની પૂર્વ સરહદ પર આવેલા પંચમહાલ જિલ્લામાંથી વિભાજન કરીને ર ઓક્ટોબર ૧૯૯૭થી દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. દાહોદને ગુજરાતનો પૂર્વ દરવાજો કહેવાય છે.

દાહોદ જિલ્લોજિલ્લો
ગુજરાતમાં દાહોદ જિલ્લાનું સ્થાનદેશ ભારતરાજ્યગુજરાતમુખ્યમથકદાહોદવસ્તી (૨૦૧૧[૧]) • કુલ૨૧,૨૬,૫૫૮ • ગીચતા૩૫૯સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)

દાહોદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતરાજ્યના દાહોદ જિલ્લાના મહત્વના દાહોદ તાલુકાનું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. દાહોદ જિલ્લા તેમ જ શહેરમાંથી ગાંધીનગરથી ઈંદોર જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ પસાર થાય છે.

દાહોદ
—  નગર  —
દાહોદનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ22°31′N 74°09′E / 22.52°N 74.15°E
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોદાહોદ
વસ્તી૯૪,૫૭૮ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)

ઇતિહાસફેરફાર કરો

દાહોદ નામ દધિચિ ઋષિ પરથી પડ્યું હોવાનું મનાય છે, જેમનો આશ્રમ દુધમતી નદીના કિનારે આવેલો હતો.

મુઘલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં ઇ.સ. ૧૬૧૮માં જહાંગીરના શાસન દરમિયાન થયો હતો.[૨][૩]

પરિવહનફેરફાર કરો

GSRTC બસ સ્ટેશન, દાહોદ

દાહોદ ગુજરાતના બધા મુખ્ય શહેરો સાથે ધોરીમાર્ગો અને રેલ્વે વડે જોડાયેલું છે.

દાહોદ જિલ્લા પંચાયત ભવન

મધ્ય ગુજરાતના જિલ્લાઓ

આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈચણાઅડદ તેમ જ અન્ય શાકભાજીના પાક લેવામાં આવે છે.

આરોગ્ય ક્ષેત્રે દાહોદ ખાતે આવેલી સીવીલ હોસ્પીટલ ઉપરાંત ૧ર સામુહિક આરોગ્ય કેન્દ્રો (રેફરલ હેલ્થ સેન્ટર), ૬૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પ્રાયમરી હેલ્થ સેન્ટર), ૩૩૨ પેટા આરોગ્ય કેન્દ્રો તેમ જ ર,૪૭૩ આંગણવાડીઓ વગેરે આ જિલ્લામાં ઉપલબ્ધ છે.

ભૂગોળ

દાહોદ જીલ્લો ગુજરાતની સરહદ પર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ એમ બે રાજ્યોને અડીને આવેલો છે. જિલ્લાની મોટાભાગની જમીન ડુંગરાળ અને પથરાળ છે તેમ જ ખેતી પણ ચોમાસા પર આધારીત છે. જિલ્લાનું ભૌગોલીક સ્થાન ૭૩.૪પ થી ૭૪.૩૦ અક્ષાંશ અને રર.૩૦ થી ર૩.૩૦ રેખાંશ વચ્ચે આવેલું છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૩,૮ર,૦૪,ર૦૪ હેકટર છે. આબોહવા ગરમ છે. જમીન ઢોળાવવાળી, ડુંગરાળ અને હલકા પ્રકારની છે. આ જિલ્લાની નદીઓમાં દુધમતી નદીપાનમ નદીમાછણ નદીહડફ નદીકાળી નદીખાન નદીનોસમાવેશ થાય છે.

વસ્તી

આ જિલ્લાના કુલ ગામોની સંખ્યા ૬૯૬ છે. આ જિલ્લાની કુલ વસ્તી ગણતરી (ઇ. સ. ર૦૧૧ મુજબ) ૨૧,૨૬,૫૫૮ જેટલી થાય છે.[૧] આ પૈકી અનુસુચિત જનજાતી એટલે કે આદિવાસીઓની વસ્તી ૧૧,૮ર,પ૦૯ તેમ જ અનુસુચિત જાતિની વસ્તી ૩ર,૮૮૪ જયારે અન્ય વસ્તી ૪,૧૮,૯૮૦ છે. આ જિલ્લામાં ૭ર.ર૮% આદિજાતી વસ્તી હોવાને લીધે આદિજાતી વસ્તી ધરાવતો પછાત જિલ્લો છે. દાહોદ જિલ્લાનો લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે, જે તાલુકામાં આવેલાં ગામો પૈકી ર૬ ગામો રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય વિકાસ થાય તે હેતુથી દત્તક લીધેલ છે. આ જિલ્લામાં ગ્રામ્ય વસ્તી ૧૪.૮૦ લાખ અને શહેરી વસ્તી ૧.પ૬ લાખ છે. વસ્તીનો ગીચતા દર પ્રતિ ચોરસ કી. મી. દીઠ ૩પ૯ જેટલો છે. સાક્ષરતાનું પ્રમાણ ૪પ.૪૬ ટકા જેટલું છે.

તાલુકાઓ

આ જિલ્લામાં કુલ ૮ તાલુકા આવેલા છે.

ગરબાડાઝાલોદદાહોદદેવગઢબારિયાધાનપુરફતેપુરાલીમખેડાસંજેલી

રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય

રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પૂર્વ મધ્ય ભાગમાં આવેલા દાહોદ જિલ્લામાં આવેલું એક અભયારણ્ય છે.[૧]આ અભયારણ્યનો વિસ્તાર આઝાદી પહેલાં ચાંપાનેર રાજ્યની હકુમત હેઠળ આવતો હતો. ઇ. સ. ૧૯૮૨ના વર્ષમાંઓગણીસમી માર્ચના દિવસે રતનમહાલને વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ અભયારણ્ય કુલ ૫૫.૬૮ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે

રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન)
Lippenbaer-24.jpg
Lua error in વિભાગ:Location_map at line 501: Unable to find the specified location map definition. Neither "Module:Location map/data/Map_Guj_Nat_Parks_Sanctuary.png" nor "Template:Location map Map_Guj_Nat_Parks_Sanctuary.png" exists.
સ્થળદાહોદ જિલ્લોગુજરાતભારત
નજીકનું શહેરઅમદાવાદ
વિસ્તાર૫૫.૬૮ ચો કિમી
સ્થાપિત૧૯ માર્ચ ૧૯૮૨
નિયામક સંસ્થાForest Department of Gujarat

વનસ્પતિઓફેરફાર કરો

આ અભયારણ્યના વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર વનસ્પતિની કેટલીય પ્રજાતિઓ મળે છે. અહીં સાગસીસમમહુડો, ગરમાળો, બીલી, શીમળો તથા અનેક વન્ય વનસ્પતિઓની પ્રજાતિઓ જોવા મળે છે.

પ્રાણી વૈવિધ્યફેરફાર કરો

ભારતીય રીંછનો ફેલાવો દર્શાવતો નક્શો

આ અભયારણ્ય ખાતે સસ્તન પ્રાણીઓ તથા સરીસૃપ પ્રાણીઓ તેમજ પક્ષીઓની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. આ જંગલમાં રીંછ, દીપડોજંગલી બિલાડીઝરખશિયાળમાકડાં, સસલાં, નોળિયો, શાહુડી જેવાં સસ્તન પ્રાણીઓ ઉપરાંત સરીસૃપ વર્ગમાં આવતાં સાપ, અજગર, ધામણ, ઘો, નાગ, કાચીંડા પણ જોવા મળે છે.

આ સિવાય અહીં ભાતભાતનાં રંગબેરંગી પક્ષીઓ પણ જોવા મળે છે. જેમાં લક્કડખોદ, ભીમરાજ, તેતર, ઘુવડ, હરિયાલ, બાજ, સમડી અને બીજાં ઘણાં પક્ષીઓ જોવા મળે છે

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...