બુધવાર, 12 સપ્ટેમ્બર, 2018

અરવલ્લી જિલ્લો

અરવલ્લી જિલ્લો

ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો

અરવલ્લી જિલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે.

અરવલ્લી જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
Coordinates: 24°01′42″N 73°02′29″E / 24.0283°N 73.0414°E
મુખ્યમથકમોડાસા
સ્થાપના૧૫ ઓગસ્ટ ૨૦૧૩
નામ વ્યુત્પત્તિઅરવલ્લી
વિસ્તાર
 • કુલ૩,૩૦૮
વસ્તી (૨૦૧૧)
 • કુલ૯,૦૮,૭૯૭
વેબસાઇટarvalli.gujarat.gov.in

ગુજરાત સરકારે ૨૬ જાન્યુઆરી ૨૦૧૩ના દિવસે સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો બનવાની ઘોષણા કરી હતી. અરવલ્લી જિલ્લો ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના દિવસથી રાજ્યના ર૯મા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. નવરચિત અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થાય છે.[૧]અરવલ્લી જિલ્લાનું વહીવટી મુખ્યમથક મોડાસા છે.

નામફેરફાર કરો

આ જિલ્લાનું નામ અરવલ્લી પર્વતમાળા પરથી પડ્યું છે ગુજરાત અને રાજસ્થાનમાં આવેલી છે.[૨] અરવલ્લીની આરાસુર પર્વતમાળા શાખા બનાસકાંઠા જિલ્લાના દાંતા, મોડાસા અને શામળાજી પ્રદેશોમાંથી પસાર થાય છે.[૩]

ઇતિહાસફેરફાર કરો

૨૦૧૩માં ગુજરાત સરકાર દ્વારા નવા રચવામાં આવેલા ૭ જિલ્લાઓમાંનો આ એક જિલ્લો હતો.[૪] આ જિલ્લો મોટાભાગે આદિવાસી વસતી ધરાવે છે અને તેની રચનાની ઘોષણા ૨૦૧૨ની ગુજરાત ચૂંટણી પહેલા કરવામાં આવી હતી.[૫]

ભૂગોળ અને વસ્તીફેરફાર કરો

અરવલ્લી જિલ્લો મોડાસામાલપુરધનસુરામેઘરજ,ભિલોડા અને બાયડ તાલુકાઓનો સમાવેશ કરે છે.[૬]આમાંથી મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકાઓમાં આદિવાસી વસ્તી બહુમતીમાં છે.[૩] આ જિલ્લો ૬૭૬ ગામો અને ૩૦૬ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરે છે અને કુલ વસતી ૧૨.૭ લાખની છે. આ જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો છે.[૬]

તાલુકાઓફેરફાર કરો

નદીઓફેરફાર કરો

અરવલ્લી વિશે

સરકારશ્રીના મહેસુલ વિભાગનાં Notification No. GHM/ 2013/ 69/ M/ PFR/ 102013/ 139/ 2-1, Dated 13/08/2013 થી તા. ૧૫/૦૮/૨૦૧૩ ની અસરથી સાબરકાંઠા જિલ્લામાંથી વિભાજીત થઈ, નવિન અરવલ્લી જિલ્લો અસ્તિત્વમાં આવેલ છે અને તેનુ મુખ્યમથક મોડાસા રાખેલ છે (ગુજરાત લે.રે.કોડ ૧૮૭૯ ની કલમ-૭ હેઠળ).

ઉકત જહેરનામા મુજબ અરવલ્લી જિલ્લામાં કુલ ૦૬ તાલુકાનો સમાવેશ થાય છે. મોડાસા, બાયડ, ધનસુરા, ભિલોડા, માલપુર અને મેઘરજ.

ત્યારબાદ સરકારશ્રીના મહેસુલ વિભાગનાં Notification No. GHM/ 2013/ 77/ 2013/ PFR/ 102013/ 139/ 2-1, Dated 15/08/2013 થી તેમાં જાહેર કરેલ યાદિ મુજબ ભિલોડા તાલુકાના કુલ ૧૭ ગામોનો હિંમતનગર તાલુકામાં (સાબરકાંઠા જિલ્લો) સમાવેશ કરેલ છે. તથા ત્યારબાદ જુમસર અને મુનાઈ બે ગામોનો ઈડર તાલુકામાં સમાવેશ થતા ભિલોડા તાલુકામાં ૧૪૫ ગામો રહેલ છે.

જિલ્લાનું દર્શન

અરવલ્લી જિલ્લો અરવલ્લી ગિરિમાળાઓની ગોદમાં આવેલો વનસમૃધ્ધિ અને વનસંપતિ તથા પ્રાકૃતિક સૌંદર્યનાં કારણે દૈદિપ્યમાન છે. તેમજ પ્રાચીન સ્થાપત્ય અને ઐતિહાસિક સ્મારકો, મેશ્વો નદીનાં કાંઠે આવેલ તિર્થધામ શામળાજી જેવા યાત્રાધામો આવેલા છે.

શામળાજી એટલે કાળીયા ઠાકોરનું તીર્થધામ. અરવલ્લી જિલ્લાનાં ભિલોડા તાલુકામાં ગુજરાતની સરહદને અડીને આવેલુ શામળાજી અરવલ્લીની ગિરિમાળામાં લીલી વનરાજી વચ્ચે કુદરતી સુંદરતા ધરાવતુ અનોખું તીર્થધામ છે. શામળાજીમાં દર વર્ષે કાર્તિકી પૂનમ / દેવ દિવાળીએ ભવ્ય લોકમેળો ભરાય છે. આ ભવ્ય મેળામાં સમગ્ર આદિવાસી સમાજનું આગવું પ્રતિબિંબ પડે છે.

રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન વર્ષ ૨૦૦૮-૦૯ ની ઉજવણીનાં ભાગરૂપે હાથ ધરેલ પ્રવાસન સ્થળ વિકાસન યોજના હેઠળ પ્રસિધ્ધ શામળાજી વિષ્ણું મંદિર અને તેની આસપાસનાં વિકાસ માટે રૂ. ૫૬૦.૧૨ લાખની ફાળવણી કરવામાં આવેલ છે અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રસિધ્ધ યાત્રાધામને આકર્ષક યાત્રાધામ તરીકે વિકસાવવા માટે કાર્યવાહિ કરવામાં આવેલ છે. બાયડ તાલુકામાં ઝાંઝરીનો ધોધ નૈસર્ગિક સૌંદર્યધામ તરીકે આગવી ઓળખ ધરાવે છે.

આ જિલ્લામાં ધનસુરા તથા બાયડ તાલુકામાં ખનીજોનાં મોટા ભંડાર આવેલા છે. જેથી મુખ્યત્વે ક્વોરી ઉદ્યોગનો વિકાસ થયેલો છે તેમજ કપાસનો વિશેષ પાક થતો હોવાથી સહકારી જીનનો પણ ઉદ્દ્ભવ થયો છે. સુંદર પર્યટન સ્થળો અને વિશેષતાઓથી ભરપુર એવો આ જિલ્લો મહદ્દઅંશે આદિજાતી વસતી ધરાવે છે સવિશેષ ભિલોડા તથા મેઘરજ તાલુકામાં. જંગલો , નદીઓ, પર્વતો, તળાવ તેમજ પૌરાણિક સ્થાપત્ય વગેરે બહુમૂલ્ય વારસા સમાન છે. 

જિલ્લાનાં કુદરતી ખોળે વસતા વનવાસી આદિજાતી લોકોની આગવી સંસ્કૃતિ, રીત-રિવાજ, આભૂષણો અને ઉત્સવો આગવી ઓળખ ધરાવે છે. સરકારશ્રીએ આદિજાતી વિસ્તાર તથા આદિજાતી લોકોનાં નબળા આર્થિક, સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસ તરફ ડગ માંડી રહ્યા છે.

વિદ્યાપુરુષ ઉમાશંકર જોષીનો જન્મ પણ ભિલોડા તાલુકાનાં બામણા ગામમાં થયો હતો અને તેઓએ સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપેલ છે. 

રેકર્ડ પ્રમોલગેશનની શરૂઆત અરવલ્લી જિલ્લાએ કરી છે જે સમગ્ર રાજ્યમાં પ્રથમ છે. મોડાસા તાલુકાનાં ખંભીસર ગામે જિલ્લાનાં મુખ્ય સ્ટોનને લગતી માહિતી સાથે વિકસાવવામાં આવતા આ રી-સર્વેની કામગીરીને લગતું નમૂનારૂપ કેન્દ્ર બને છે.

જિલ્લાના મોડાસા તાલુકાનાં ખડોદા તેમજ ભાટકોટા ખાતે સોલાર પાર્ક ઉભો કરાયો છે. આ સોલાર પાર્ક થકી આસ-પાસનાં ગામોનાં ૨૦૦ થી વધુ લોકોને રોજગારીની તકો ઉભી થઈ છે. તેમજ અંદાજે ૨૦,૦૦૦ ઘરોને વિજળી પૂરી પાડી શકાય તેમ છે. આ સોલાર પાર્કનો લાભ ૧૫૦ થી વધુ ગામોને મળશે.

જિલ્લાની વિશેષતાઓ

  • જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.
  • મહત્વની ખેતપેદાશોમાં મકાઈ, ઘઉં, ચણા, એરંડા, બાજરી, કપાસ વગેરે છે.
  • જિલ્લામાં કુલ ૦૬ તાલુકાનો સમાવેશ થયેલ છે. (મોડાસા, બાયડ, ધનસુરા, ભિલોડા, માલપુર અને મેઘરજ)
  • કુલ ગામો ૬૭૬ તથા કુલ વસતી ૯,૦૮,૭૯૭ છે.
  • મહત્વનાં ખનીજોમાં ગ્રીટ, કપચી, મેટલ છે.
  • જિલ્લામાંથી વાત્રક, મેશ્વો, માઝુમ, શેઢી, ઈન્દ્રાસી, સાકરી વગેરે નદીઓ પસાર થાય છે.
  • મોડાસા અને બાયડ શહેરી વિસ્તાર છે તથા આ બન્ને શહેરોમાં નગરપાલિકા અસ્તિત્વમાં છે.
  • જિલ્લાનાં ધનસુરા મુકામે જવાહર નવોદય વિદ્યાલય આવેલ છે.
  • ધનસુરા તાલુકાનાં વડાગામ તેમજ જશવંતપુરા, સીમલી, રાજપુર, આકરૂન્દ વિસ્તાર ક્વોરી ઉદ્યોગ તરીકે વિકસેલ છે.
  • બાયડ તાલુકાનો સાઠંબા, પગીયાના મુવાડા, બોરડી, વાત્રક વિસ્તાર ક્વોરી ઉદ્યોગ તરીકે વિકસેલ છે.
  • જિલ્લો શૈક્ષણિક ક્ષેત્રે અગ્ર હરોળમાં છે.8

અરવલ્લી

અરવલ્લી[૧][૨] પશ્ચિમ ભારતમાં સ્થિત એક પર્વતમાળા છે. તેની લંબાઈ લગભગ 692 km (430 mi) છે. તે મુખ્યત્વેરાજસ્થાન પ્રદેશમાં છે, પણ તેનો પૂર્વ છેડો હરિયાણા પ્રદેશ સુધી ખેંચાઇ ને દિલ્લી નજીક અંત પામે છે.[૩][૪][૫]

અરવલ્લી પર્વતમાળા

રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળા

સૌથી ઉંચું શિખરશિખરગુરૂ શિખરમાઉન્ટ આબુઉંચાઇ1,722 m (5,650 ft)અક્ષાંસ-રેખાંશ24°35′33″N 74°42′30″E / 24.59250°N 74.70833°E પરિમાણોલંબાઇ692 km (430 mi)નામઉચ્ચારહિંદુસ્તાની ઉચ્ચાર: [ aa ra vli]ભૂગોળ

પર્વતમાળા દર્શાવતો ભારતનો નકશો

દેશ Indiaરાજ્યોરાજસ્થાનહરિયાણાદિલ્હીand ગુજરાતવિસ્તારઉત્તર ભારત, પશ્ચિમ ભારતરહેણાંકદિલ્હી, ગુરગાંવ, માઉન્ટ આબુવિસ્તાર રેખાંશો25°00′N 73°30′E / 25°N 73.5°Eનદીઓબનાસ નદીલુણી નદી, સખી and સાબરમતી નદી

માઉન્ટ આબુમાં આવેલ ગુરૂ શિખર આ પર્વતમાળાનો સૌથી ઊંચો પર્વત છે. તેની ઊંચાઈ ૫૬૫૩ ફૂટ છે.

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...