મંગળવાર, 21 ઑગસ્ટ, 2018

ગુજરાત આંદોલન


મહાગુજરાત આંદોલન

મહાગુજરાત આંદોલન દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગગુજરાત રાજ્ય માટે ૧૯૫૬માં શરૂ થયેલું રાજકીય આંદોલન હતું. તે ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના તેમજ મરાઠી ભાષા બોલતા મહારાષ્ટ્રરાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું.[૧]

મહાગુજરાત આંદોલનતારીખ૮ ઓગસ્ટ ૧૯૫૬ - ૧ મે ૧૯૬૦સ્થળમુંબઈ રાજ્ય, ભારતધ્યેયોદ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યવિરોધની રીતોદેખાવો, શેરી દેખાવો, ભૂખ હડતાલ, હડતાલ, તોફાનોપરિણામ૧ મે ૧૯૬૦ ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યોની સ્થાપનાઆંદોલનમાં સામેલ પક્ષો

મહાગુજરાત જનતા પરિષદ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

મુખ્ય વ્યક્તિઓ

ઇન્દુલાલ યાજ્ઞિક

મોરારજી દેસાઈ

નામ

પાશ્વભૂમિ

બોમ્બે પ્રેસિડેન્સી, ઉત્તર વિભાગ, ૧૯૦૯

બોમ્બે પ્રેસિડેન્સી, દક્ષિણ વિભાગ, ૧૯૦૯

૧૯૫૧માં રાજ્યોના પુન:ગઠન પહેલાના સંચાલન વિભાગો.

બોમ્બે સ્ટેટ, ૧૯૫૬-૧૯૬૦

બ્રિટિશ શાસન દરમિયાન ભારતનો પશ્ચિમ તટનો મોટો ભાગ બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. ૧૯૩૭માં બોમ્બે પ્રેસિડેન્સી બ્રિટિશ ભારતના ભાગ તરીકે ઉમેરવામાં આવ્યું.[૬][૭] ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી ભાષાવાર રાજ્યોની માંગણી સામે આવી. ૧૭ જુન ૧૯૪૮ના દિવસે, રાજેન્દ્ર પ્રસાદે રાજ્યોની પુન:રચના ભાષા પ્રમાણે કરવી જોઇએ કે નહી તે નક્કી કરવા માટેની સમિતિ રચી. આ સમિતિમાં એસ.કે. દાર (અલ્હાબાદ હાઇ કોર્ટના નિવૃત ન્યાયાધીશ), જે.એન. લાલ (વકીલ) અને પન્ના લાલ (નિવૃત ભારતીય સનદી અધિકારી) હતા, એટલે તેને દાર કમિશન કહેવાયું. તેના ૧૦ ડિસેમ્બર ૧૯૪૮ના અહેવાલમાં સમિતિએ સૂચન આપ્યું કે "ભાષાવાર રાજ્યોની પુન:રચના ભારત દેશના હિતમાં નથી".[૭][૮]

૧૯૪૮માં ગુજરાતી બોલતા લોકોના એક નેતૃત્વ હેઠળ મહાગુજરાત સંમેલન યોજાયું હતું જે ગુજરાત રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું.[૨][૩]

ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા મુજબ મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી બી.જી ખેર અને ગૃહમંત્રી મોરારજી દેસાઈએ મે ૧૯૪૯માં ડાંગની મુલાકાત લીધી હતી. બી. જી. ખેરે કહ્યું કે ડાંગના આદિવાસીઓ મરાઠી ભાષા બોલે છે અને તેમનું ધ્યેય એ જ હોવું જોઇએ. ઇન્દુલાલ યાજ્ઞિક અને અન્ય લોકોએ આ ચકાસવા માટે ડાંગની મુલાકાત લીધી. ગુજરાતી સભાએ ચકાસણી માટે સમિતિ રચી અને સરકારની અાલોચના કરી.[૧]

૧૯૫૨ સુધીમાં મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષાની બહુમતી ધરાવતા પ્રદેશોનું અલગ આંધ્ર રાજ્ય અલગ કરવાની માંગણી આવી. ૧૬ ડિસેમ્બર ૧૯૫૨ના દિવસે આંધ્ર રાજ્યની માંગણી કરતા ચળવળકારોમાંનો એક વ્યક્તિ પોટ્ટી શ્રેરામુલુ આમરણાંત ઉપવાસ દરમિયાન મૃત્યુ પામ્યો. ૧૯૫૩માં આંધ્ર પ્રદેશની સ્થાપના કરવામાં આવી. આને લીધો સમગ્ર દેશમાં ભાષાકીય અલગ રાજ્યોની માંગણીનો તણખો ઝર્યો.[૭][૯]

ડિસેમ્બર ૧૯૫૩માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભાષાવાર રાજ્યોની રચના માટે સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન કમિશન[૭] (SRC)ની રચના કરી. આ સમિતિ ન્યાયાધીશ ફઝલ અલીના વડપણ હેઠળ હતી એટલે તેને ફઝલ અલી કમિશનકહેવાયું. ૧૯૫૫માં આ સમિતિએ ભારતના રાજ્યોની પુન:રચના માટેનો તેનો અહેવાલ રજૂ કર્યો.

આંદોલન

SRC એ ભાષાવાર રાજ્યો રચવાનું ધ્યાનમાં લીધું પણ મુંબઈ રાજ્યને દ્વિભાષી જ રાખવાનું સૂચન કર્યું. વધુમાં તેમાં સૌરાષ્ટ્ર રાજ્ય, કચ્છ રાજ્ય અને મધ્ય પ્રદેશના નાગપુર વિભાગના મરાઠી ભાષી વિસ્તારો તેમજ હૈદરાબાદના મરાઠાવાડાને ઉમેરવાનું સૂચન કર્યું. મુંબઈ રાજ્યના સૌથી દક્ષિણના વિસ્તારો મૈસુર રાજ્યમાં ઉમેરવામાં આવ્યા. એટલે તેમાં ગુજરાતી ભાષા બોલતા લોકો ઉત્તરમાં અને મરાઠી ભાષા બોલતા લોકો દક્ષિણમાં હતા.[૭]

ગુજરાતી અને મરાઠી બંને લોકોએ SRCના સૂચનોનો વિરોધ કર્યો અને અલગ ભાષાવાર રાજ્યોની જલદ માગણી કરી. સ્થિતિ ગૂંચવાડા ભરી બની કારણ કે, બંનેને તેમના રાજ્યમાં આર્થિક રીતે સક્ષમ અને પંચરંગી એવા મુંબઈ (તે વખતે બોમ્બે)નો સમાવેશ પોતાના રાજ્યમાં કરવો હતો. જવાહરલાલ નહેરુએ આ પરિસ્થિતિ નીવારવા માટે ત્રણ રાજ્યોની રચના કરવાનું સૂચન કર્યું: મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રીય રીતે સંચાલિત શહેર - મુંબઈ રાજ્ય.[૭]

મોરારજી દેસાઈ

મુંબઈ અને અન્ય મરાઠી બોલતા જિલ્લાઓમાં અલગ મરાઠી રાજ્ય માટેની માગણી સાથે વિરોધ ફાટી નીકળ્યો જે પછીથી સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન તરીકે ઓળખાયો.[૭] ત્યારના મુંબઈના મુખ્યમંત્રી તેના વિરોધમાં હતા. ૮ ઓગસ્ટ ૧૯૫૬ ના દિવસે[૧૦] જ્યારે અમદાવાદમાં કોલેજના કેટલાંક વિદ્યાર્થીઓ લાલ દરવાજા ખાતે આવેલ કોંગ્રેસના સ્થાનિક કાર્યાલયમાં અલગ રાજ્યની માગણી લઇને ગયા ત્યારે મોરારજી દેસાઈએ તેમને સાંભળ્યા નહી અને પોલીસની કાર્યવાહીને કારણે પાંચથી આઠ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા.[૬][૧૧] તેને કારણે સમગ્ર ગુજરાતમાં દેખાવોની શરૂઆત થઇ. ઇન્દુલાલ યાજ્ઞિક નિવૃત્તિમાંથી બહાર આવ્યા[૬] અને આંદોલનને દિશા આપવા માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. ઇન્દુલાલ યાજ્ઞિક અને દિનકર મહેતા જેવા ઘણાં આંદોલનકારીઓની ધરપકડ થઇ અને તેમને અમદાવાદમાં ગાયકવાડ હવેલી ખાતે રાખવામાં આવ્યા અને પછીથી સાડા ત્રણ મહિના સુધી સાબરમતી જેલમાં બંધ રાખવામાં આવ્યા.[૧૨] દેખાવો ગુજરાતના ઘણાં ભાગોમાં પ્રસર્યા અને મોરારજી દેસાઈ અઠવાડિયાના ઉપવાસ પર ઉતરી ગયા. લોકો તેમને સમર્થન આપવા માટે આગળ ન આવ્યા અને સ્વંયભૂ સંચારબંધીનો અમલ કર્યો જેને જનતા સંચારબંધી કહેવાઇ. નહેરુએ સૂચવ્યા પ્રમાણે ૩ રાજ્યોની ઘોષણા કરતાં થોડા સમય જ પહેલાં ૧૮૦ જેટલા સંસદસભ્યોએ દ્રિભાષી મુંબઈ રાજ્ય જાળવી રાખવાનું સૂચન કર્યું હતું. મુંબઈ અને ડાંગની સમસ્યાઓ મંત્રણાઓ દ્વારા ઉકેલી શકાઇ. ગાંધીવાદી ચળવળકાર ઘેલુભાઈ નાયકેડાંગને ગુજરાતમાં સમાવી લેવાની ભારે તરફેણ કરી હતી.[૧૩][૧૪][૧૫] છેવટે મુંબઈ મહારાષ્ટ્રને જ્યારે ડાંગ ગુજરાતના ફાળે ગયું.[૧૬]

પરિણામ

રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનઅને જવાહરલાલ નહેરુ છેવટે બે અલગ ભાષાવાર રાજ્યોની રચના માટે આંદોલનને કારણે સંમત થયા. ૧ મે, ૧૯૬૦ના રોજ નવા બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર બનાવવામાં આવ્યા.[૩] આંદોલનની સફળતા પછી મહાગુજરાત જનતા પરિષદને વિખેરી નાખવામાં આવી.[૧૭] નવી સરકારની રચના થઇ અને જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીબન્યા.[૧૮]

સ્મારકો

ઇન્દુલાલ યાજ્ઞિકની મૂર્તિ

શહીદ સ્મારક અથવા ખાંભી (શહીદ સ્મારક) લાલ દરવાજા, ભદ્ર, અમદાવાદ ખાતે બનાવવામાં આવ્યું; આ સ્મારક કોંગ્રેસ હાઉસ નજીક અલગ રાજ્યની માંગણી કરતા વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું. આ સ્મારક યુવકના હાથમાં બત્તી ધરાવતી મૂર્તિ ધરાવે છે.[૧૧]ઇન્દુલાલ યાજ્ઞિકની મૂર્તિ નહેરુ બ્રિજના અંતમાં પૂર્વમાં એક નાના બગીચામાં ઊભી કરવામાં આવી અને બગીચાને તેમનું નામ આપવામાં આવ્યું હતું.[૧૯]

આંદોલનકારીઓ

આ આંદોલનમાં ભાગ લેનારા મહત્વના વ્યક્તિઓ નીચે પ્રમાણે હતા:

ઇન્દુલાલ યાજ્ઞિક, આંદોલનના નેતા[૧]સનત મહેતા[૨૦]દિનકર મહેતા[૬]વિદ્યાગૌરી નિલકંઠ[૬]શારદા મહેતા[૬]અશોક ભટ્ટબુદ્ધિબેન ધ્રુવ[૧][૧૦][૧૧]રવિશંકર મહારાજ[૧]બ્રહ્મકુમાર ભટ્ટ[૧]પ્રબોધ રાવલ[૧]હરિહર ખંભોળિયા[૧][૧૭]દિનકર અમીન[૧૦][૧૧]રમણિકલાલ મણિયાર[૧૨]રણજીતરાય શાસ્ત્રી[૧૨]માર્કંડ શાસ્ત્રી[૧૨]

આંદોલનના ઘણા નેતાઓ લેખકો, કવિઓ અને ચિત્રપટ નિર્માતાઓ પણ હતા. ઇન્દુલાલ યાજ્ઞિકની નવલકથા માયા આંદોલનની પાશ્વભૂમિકા ધરાવે છે. જયંતિ દલાલ, યશવંત શુક્લા, વિનોદિની નીલકંઠઇશ્વર પેટલીકર,ઉશનસ્ વગેરેએ પણ આંદોલન પરથી પ્રેરણા લઇને સર્જન કર્યું હતું.[૫]

સલમાન રશ્દીની નવલકથા, મિડનાઇટ્સ ચિલ્ડ્રન, જેને બૂકર પુરસ્કાર મળ્યો હતો, મહાગુજરાત અને સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન બંનેની પાશ્વભૂમિકા ધરાવે છે.[૫]

ઇન્દુલાલ યાજ્ઞિકનવનિર્માણ આંદોલન

ઇન્દુલાલ યાજ્ઞિક

યાજ્ઞિક ઇન્દુલાલ કનૈયાલાલ, ‘પામદત્ત’, (ઈન્દુચાચા)(૨૨-૨-૧૮૯૨, ૧૭-૭-૧૯૭૨) એ એક સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર હતા. તેમનો જન્મ નડીઆદમાં થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પણ તેમણે ત્યાં જ મેળવ્યું હતું. તેઓ ૧૯૦૬માં મૅટ્રિક, ૧૯૧૦માં પદાર્થવિજ્ઞાન-રસાયણશાસ્ત્ર વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૧૨માં એલએલ.બી. થયા હતા. તેમણે ૧૯૧૩ થી ૧૯૧૫ સુધી વકીલાત કરી હતી તે દરમિયાન ‘હિંદુસ્તાન’ દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત. પણ તેમણે કરેલી. ૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય કર્યો હતો. ‘નવજીવન અને સત્ય’ માસિકના તંત્રી તરીકે તેમણે સેવા આપી હતી અને ૧૯૨૨માં ‘યુગધર્મ’ની શરૂઆત પણ કરી હતી. દેશસેવાનું કામ છોડી થોડા વખત ફિલ્મક્ષેત્રમાં પણ તેમણે જંપલાવ્યું હતું. ‘પાવાગઢનું પતન’ ફિલ્મનું નિર્માણ તેમના દ્વારા કરાયું હતું. બીજી ફિલ્મ ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પણ અધૂરો રહ્યો હતો.. ૧૯૩૦ થી ૧૯૩૫ સુધી વિદેશમાં વસવાટ કર્યો હતો. ૧૯૩૬માં ભારત પાછા આવી વિવિધ રાજકીય આંદલનોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ૧૯૪૨માં ‘નૂતન ગુજરાત’ના તંત્રી તરીકે જોડાયા હતા. બાદમાં ૧૯૪૪માં નેનપુરમાં આશ્રમ ખોલીને રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી હતી. તેમને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી મહાગુજરાત આંદોલનનાસેનાની તરીકે પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. ઘણાં વર્ષ સુધી લોક સભાના સભ્ય રહ્યા હતા. અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું.
ઈન્દુલાલ યાજ્ઞિક
Indulal Yagnik Statue.jpg
નહેરુ બ્રિજ, અમદાવાદ નજીક આવેલા બગીચામાં મૂર્તિ
જન્મ નામઈન્દુલાલ યાજ્ઞિક
જન્મ22 ફેબ્રુઆરી 1892
નડીઆદખેડા, ગુજરાત
મૃત્યુ17 જુલાઈ 1972(80ની વયે)
અમદાવાદ
સ્મારકોનહેરુ બ્રિજ, અમદાવાદ નજીક આવેલા નાના બગીચામાં મૂર્તિ
અન્ય નામોઇન્દુચાચા
શિક્ષણબી.એ.,એલએલ.બી.
અભ્યાસ સ્થળગુજરાત કોલેજ, અમદાવાદ; સેંટ ઝેવિયર્સ કોલેજ, મુંબઇ
વ્યવસાયસ્વાતંત્ર્ય સેનાની, રાજકારણી, લેખક, સંપાદક, ચલચિત્ર નિર્માતા
સક્રિય વર્ષો૧૯૧૫-૧૯૭૨
નોકરી આપનારમુંબઇ સમાચાર
સંસ્થાગુજરાત કિશાન પરિષદ, મહાગુજરાત જનતા પરિષદ, નુતન મહાગુજરાત જનતા પરિષદ
આ કારણે જાણીતામહાગુજરાત આંદોલનના નેતા
નોંધપાત્ર કામઆત્મકથા
માતા-પિતાકનૈયાલાલ યાજ્ઞિક
પુરસ્કારોનર્મદ સુવર્ણચંદ્રક

સર્જનફેરફાર કરો

‘જીવનવિકાસ’ ‘ગુજરાતમાં નવજીવન’, ‘કારાવાસ’, ‘જીવનસંગ્રામ’, ‘કિસાનકથા’ અને (મરણોત્તર) ‘છેલ્લાં વહેણ’ નામક પેટાશીર્ષકો નીચે પ્રગટ થયેલા ‘આત્મકથા’ના છ ભાગ (૧૯૫૫, ૧૯૫૫, ૧૯૫૬, ૧૯૬૯, ૧૯૭૧, ૧૯૭૩) એમનું ગુજરાતી સાહિત્યને મહત્વનું પ્રદાન છે. આત્મકથાકારનું ભાવનાશાળી, બુદ્ધિવાદી, પુરુષાર્થી, નિખાલસ, નીડર, સ્વમાની, અધીર ને તરવરિયા સ્વભાવવાળું વ્યક્તિત્વ એમાંથી સુપેરે પ્રગટ થાય છે. લેખકનું સમગ્ર જીવન જાહેર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોવાને લીધે સિત્તેરેક વર્ષના ગુજરાત અને ભારતના રાજ્કીય-સામાજિક જીવનમાં ઉદભવેલાં સંચલનોનું જે ચિત્ર એમાં ઊપસી આવે છે તે દ્રષ્ટિએ આ ગ્રંથનું દસ્તાવેજી મૂલ્ય પણ ઘણું છે.

‘આશા-નિરાશા’ (૧૯૩૨), ‘રણસંગ્રામ’ (૧૯૩૮), ‘શોભારામની સરદારી’ (૧૯૩૮), ‘વરઘોડો’ (૧૯૪૩), ‘અક્કલના દુશ્મન’ (૧૯૫૪), ‘ભોળાશેઠનું ભૂદાન’ (૧૯૫૪) વગેરે રાજ્કીય વિષયવાળાં ભાવનાલક્ષી અને પ્રચારલક્ષી નાટકો એમણે લખ્યાં છે; તો એમની નવલકથા ‘માયા’ (૧૯૬૫) એક સ્ત્રીની મહાગુજરાતના રાજ્કીય આંદોલનની પૃષ્ઠભૂમાં આકાર લેતી પ્રણયકથા છે.

‘મહાત્મા ગાંધીજીના સહવાસમાં’- પુ. ૧, ૨ (૧૯૩૩, ૧૯૩૪), ‘સત્યાગ્રહ : નિષ્ફળ ને નકામું શસ્ત્ર’ (૧૯૩૩), ‘યરોડા આશ્રમ’ (૧૯૫૨) એ ગાંધીજીના સહવાસના ફળરૂપે રચાયેલા ગ્રંથોમાં ગાંધીજીનાં જીવન, સિદ્ધાંતો અને પ્રવૃત્તિઓની ટીકાત્મક દ્રષ્ટિએ થયેલી આલોચના છે.

‘કુમારનાં સ્ત્રીરત્નો’ (૧૯૨૬) રેખાચિત્ર કે વાર્તાના પ્રકારમાં ન મૂકી શકાય એવાં અનુભવચિત્રોની માળાનું પુસ્તક છે. કુમાર નામના વકીલે પોતાના સંસ્કારઘડતરમાં ભાગ ભજવ્યો હોય તેવી છ સ્ત્રીઓનાં અનુભવચિત્રો એમાં આલેખ્યાં છે. આ સર્વ ચિત્રોમાં સૂત્રરૂપે આવતા કુમારનું નોખું વ્યક્તિત્વ પણ એમાં ઊપસે છે.

‘શહીદનો સંદેશ’ (૧૯૩૬) એમનો ચરિત્રગ્રંથ છે. ‘નાગપુર મહાસભા’ (૧૯૨૧), ‘ગામડાનું સ્વરાજ્ય’ (૧૯૩૩), ‘કિસાન જાહેરનામું’ (૧૯૩૯), ‘સ્વદેશી શા માટે ?’ (૧૯૫૪), ‘સોવિયેત દેશ’ (૧૯૭૨) વગેરે એમની પરિચય-પુસ્તિકાઓ છે. ‘રાષ્ટ્રગીત’ (૧૯૨૨), ‘મુકુલ’ (૧૯૨૪) વગેરે એમનાં સંપાદિત પુસ્તકો છે. એમણે અંગ્રેજીમાં પણ ‘મિ. ગાંધી ઍઝ આઈ નો હિમ’ અને ‘શ્યામજી કૃષ્ણવર્મા’ જેવાં ચરિત્રપુસ્તકો લખ્યાં છે.



નવનિર્માણ આંદોલન

૧૯૭૪ દરમિયાન ગુજરાતનું સામાજીક-રાજકીય આંદોલન

નવનિર્માણ આંદોલન ૧૯૭૪માં ગુજરાતના વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકો દ્વારા સમાજમાં નાણાંકીય સમસ્યાઓ અને ભષ્ટ્રાચારના વિરોધમાં શરૂ કરાયેલી સામાજીક-રાજકીય ચળવળ હતી. આ આંદોલન આઝાદી પછી ભારતના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારને વિખેરી નાખવામાં એક માત્ર સફળ આંદોલન હતું.[૧][૨][૩]

નવનિર્માણ આંદોલન
તારીખ20 ડિસેમ્બર 1973 - 16 માર્ચ 1974
સ્થળગુજરાત, ભારત
કારણોજાહેરજીવનમાં મોંઘવારી અને ભષ્ટ્રાચાર
ધ્યેયોમુખ્યમંત્રીનું રાજીનામું અને વિધાનસભાની વિખેરી નાખવી
વિરોધની રીતોવિરોધ કૂચ, શેરી વિરોધ, રમખાણ, ભૂખ હડતાલ, હડતાલ
પરિણામવિધાનસભાને વિખેરી નખાઇ અને નવી ચૂંટણીઓ
આંદોલનમાં સામેલ પક્ષો
નવનિર્માણ યુવક સમિતિ
કોંગ્રેસ (ઓ),
ભારતીય જન સંઘ
મુખ્ય વ્યક્તિઓ
બિન કેન્દ્રીત નેતાગીરી
હિંસા અને કાર્યવાહી
મૃત્યુઓઓછામાં ઓછાં ૧૦૦[૧][૨]
ઇજાગ્રસ્તો૧૦૦૦-૩૦૦૦[૧][૨]
ધરપકડો૮૦૦૦[૧][૨]

ઘટનાઓફેરફાર કરો

જુલાઇ ૧૯૭૩માં ઘનશ્યામભાઈ ઓઝાની જગ્યાએચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. તેમની સામે ભષ્ટ્રાચારના આરોપો હતા.[૧] ખાદ્ય પદાર્થોના ભાવોમાં વધારો થવાથી શહેરી મધ્યમ વર્ગ નાણાંકીય કટોકટીનો સામનો કરી રહ્યો હતો.[૧][૨][૩]

પ્રારંભિક વિદ્યાર્થી વિરોધફેરફાર કરો

૨૦ ડિસેમ્બર ૧૯૭૩ ના દિવસે અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ છાત્રાલયના ભોજન શુલ્કમાં ૨૦ ટકાનો વધારો થવાથી હડતાલ પર ઉતરી આવ્યા.[૪][૫]આ પ્રકારની હડતાલ ૩ જાન્યુઆરી ૧૯૭૪ના રોજ ગુજરાત યુનિવર્સિટીમાં પણ થઇ જેમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણો થઇ જેનાથી સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી આંદોલનો શરૂ થયા. શૈક્ષણિક સંસ્થાનોમાં ૭ જાન્યુઆરીથી અચોક્કસ મુદ્તની હડતાલ શરૂ થઇ. તેમની માંગણી ભોજન અને શિક્ષણ સંબંધી હતી.[૩] અમદાવાદમાં મધ્યમ વર્ગ અને કેટલાક શ્રમિકો પણ આ વિરોધમાં જોડાયા અને તેમણે કેટલીક રેશનની દુકાનો પર હુમલોકર્યો.[૧] વિદ્યાર્થીઓ, વકીલો અને અધ્યાપકોએ અન્યાય સામે અવાજ ઉઠાવવા અને આંદોલનને માર્ગદર્શન આપવા માટે એક સમિતિની રચના કરી, જે પાછળથી નવનિર્માણ યુવક સમિતિ તરીકે ઓળખાઇ.[૧][૩]

આંદોલનકારીઓએ ચીમનભાઇ પટેલના રાજીનામાની માંગણી કરી. ૧૦ જાન્યુઆરી એ અમદાવાદ અને વડોદરામાં હડતાલ બે દિવસ માટે હિંસક બની.[૩] ૨૫ જાન્યુઆરી ૧૯૭૪ના રોજ આયોજીત રાજ્યવ્યાપી હડતાલમાં ૩૩ શહેરોમાં પોલીસ અને લોકો વચ્ચે અથડામણોની ઘટનાઓ બની.[૧] સરકારે ૪૪ શહેરોમાં સંચારબંધી લાગુ કરી અને તેનાથી આંદોલન સમગ્ર ગુજરાતમાં વ્યાપ્યું.[૩]૨૮ જાન્યુઆરી ૧૯૭૪ના રોજ અમદાવાદમાં લશ્કરને બોલાવવામાં આવ્યું.[૧][૬]

રાજકીય ઘટનાઓફેરફાર કરો

આંદોલનના દબાણને કારણે ઈન્દિરા ગાંધીએ ચીમનભાઇ પટેલને રાજીનામું આપવાનું કહ્યું. તેમણે ૯ ફેબ્રુઆરીના રોજ રાજીનામું આપ્યું.[૨][૩]રાજ્યપાલે વિધાનસભા સ્થગિત કરી નાખી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. વિરોધ પક્ષે વિધાનસભાને વિખેરી નાખવાની માગણી કરી.[૧] કોંગ્રેસ વિધાનસભામાં ૧૪૦ સભ્યો ધરાવતી હતી. કોંગ્રેસ (ઓ)ના ૧૫ સભ્યોએ ૧૬ ફેબ્રુઆરીના રોજ રાજીનામાં આપ્યા[૧] જેણે કારણે આંદોલને વેગ પકડ્યો. જન સંઘના ૩ ધારાસભ્યોએ પણ રાજીનામાં આપ્યા. માર્ચ સુધીમાં વિદ્યાર્થીઓએ ૧૬૭ માંથી ૯૫ રાજીનામાંઓ મેળવ્યા. કોંગ્રેસ (ઓ)ના પ્રમુખ, મોરારજી દેસાઈ, ૧૨ માર્ચથી અચોક્કસ મુદ્તની ભૂખ હડતાલ પર ઉતરી આવ્યા. ૧૬ માર્ચના રોજ વિધાનસભાને વિખેરી નાખવામાં આવી અને આંદોલનનો અંત આવ્યો.[૧][૨][૩]

આ આંદોલનમાં ઓછામાં ઓછા ૧૦૦ લોકો મૃત્યુ પામ્યા, ૧૦૦૦ થી ૩૦૦૦ લોકો ઇજાગ્રસ્ત થયા અને ૮૦૦૦ લોકોથી ધરપકડ કરવામાં આવી હતી.[૧][૨]

પરિણામોફેરફાર કરો

નવનિર્માણ યુવક સમિતિએ નવી ચૂંટણીઓ કરવાની માગણી કરી અને વિરોધપક્ષે તેનું સમર્થ કર્યું હતું. મોરારજી દેસાઈ આ માંગણીના ટેકામાં ૬ એપ્રિલ ૧૯૭૫ના રોજ અચોક્કસ મુદ્તની ભૂખ હડતાલ પર ઉતરી ગયા.[૧] છેવટે ઇન્દિરા ગાંધીએ ચૂંટણીની જાહેરાત કરી જે ૧૦ જૂનના રોજ યોજવામાં આવી અને પરિણામો ૧૨ જૂન ૧૯૭૫ના રોજ જાહેર થયા. ઇન્દિરા ગાંધીની ચૂંટણીમાં ગોલમાલનો ચુકાદો પણ તે જ દિવસે આવ્યો જે પછીથી દેશમાં કટોકટીમાં પરિણમ્યો.[૧] આ દરમિયાન ચીમનભાઇ પટેલે પોતાના પક્ષ કિશાન મજદૂર લોકપક્ષની સ્થાપના કરી અને અલગથી ચૂંટણી લડ્યા. કોંગ્રેસે ચૂંટણીમાં હાર મેળવી અને માત્ર ૭૫ બેઠકો જીતી. કોંગ્રેસ (ઓ), જન સંઘ, PSP અને લોક દળનું સંગઠન જે જનતા મોર્ચા તરીકે જાણીતું હતું, તેમણે ૮૮ બેઠકો મેળવી અને બાબુભાઈ જશભાઈ પટેલમુખ્યમંત્રી બન્યા. આ સરકાર ૯ મહિના ચાલી અને પછી માર્ચ ૧૯૭૬માં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યું.[૨] ડિસેમ્બર ૧૯૭૬માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે વિજય મેળવ્યો અને માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા.[૧][૨]

પછીની ઘટનાઓફેરફાર કરો

જયપ્રકાશ નારાયણે ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૪ના રોજ ચીમનભાઇ પટેલના રાજીનામા પછી ગુજરાતની મુલાકાત લીધી, જોકે તેઓ આંદોલન સાથે સંકળાયેલા નહોતા. બિહારમાં તે વખતે બિહાર આંદોલન શરૂ થઇ ગયું હતું. નવનિમાર્ણ આંદોલને તેમને સંપૂર્ણ ક્રાંતિનો ખ્યાલ આપ્યો જે કટોકટીમાં પરિણમ્યો.[૧][૩] ત્યારબાદ જનતા મોર્ચો એ જનતા પક્ષમાં પરિવર્તિત થયો અને ૧૯૭૭માં ભારતની સામાન્ય ચૂંટણી પછી સૌ પ્રથમ બિન-કોંગ્રેસ સરકારની રચના થઇ અને મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા.[૨][૭][૮]

કોંગ્રેસે રાજકારણમાં મજબૂત બનવા માટે નવા જાતિ આધારિત ચૂંટણી વ્યૂહની રચના કરી જે KHAM (ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ) તરીકે જાણીતી બની. આનાથી ઉચ્ચ વર્ગે પોતાની રાજકીય પકડ અને મહત્વ પર ભય અનુભવ્યો અને તેમણે ૧૯૮૧માં લાગુ પડાયેલા આરક્ષણો સામે જલદ પ્રક્રિયાઓ આપી.[૪] આ પ્રક્રિયાઓ ૧૯૮૫માં મંડલ-વિરોધી રમખાણોમાં પરિણમી, જે પછીથી મુસ્લિમ વિરોધી બન્યા. ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનો ઉદય આ સમયગાળા દરમિયાન થયો.[૯]

ચીમનભાઇ પટેલ ભાજપના ટેકાથી ૧૯૯૦માં ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા.[૧]

આ આંદોલને રાષ્ટ્રિય સ્વંયસેવક સંઘ અને તેના વિદ્યાર્થી પાંખ એબીવીપીના નેતાઓને રાજકારણમાં સ્થાપિત કરવામાં મદદ કરી. નરેન્દ્ર મોદી, જેઓ ૨૦૦૧થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ૨૦૧૪માં ભારતના વડા પ્રધાન બન્યા તેઓ તેમાનાં એક હતા.

મહત્વફેરફાર કરો

નવનિર્માણ આંદોલને મધ્યમ વર્ગના લોકો અને વિદ્યાર્થીઓનો નાણાંકીય કટોકટી અને સરકારના ભષ્ટ્રાચાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આંદોલને સરકારને રાજીનામું આપવાની ફરજ પાડીને લોકશક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.[૧]






ફેરફાર કરો




ફેરફાર





*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...