શનિવાર, 8 સપ્ટેમ્બર, 2018

બનાસકાંઠા જિલ્લો

બનાસકાંઠા જિલ્લો

ગુજરાતનો સૌથી ઉત્તરી જિલ્લો

બનાસકાંઠા ગુજરાતનો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે.પાલનપુર તેનું મુખ્યમથક છે. બનાસકાંઠા જિલ્લો અંબાજી(યાત્રાધામ), ડીસા (બટાકા માટે પ્રખ્યાત, વેપારી મથક), પાલનપુર (મુખ્ય મથક, હીરા ઉધોગનું કેન્દ્ર) માટે પ્રખ્યાત છે.બનાસ નદી ઉપરથી આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડેલ છે.

બનાસકાંઠા જિલ્લોજિલ્લો
ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું સ્થાનદેશ ભારતરાજ્યગુજરાતસ્થાપના૧ મે, ૧૯૬૦મુખ્યમથકપાલનપુરસરકાર • જિલ્લા કલેક્ટરસંદીપ જે. સગાલે[૧]વિસ્તાર • કુલ૧૨,૭૦૩વસ્તી (૨૦૧૧)[૨] • કુલ૩૧,૨૦,૫૦૬ • ગીચતા૨૩૩ભાષાઓ • અધિકૃતગુજરાતીહિન્દીઅંગ્રેજીસમય વિસ્તારસમયવિસ્તાર (UTC+૫:૩૦)વાહન નોંધણીGJ-08વેબસાઇટbanaskantha.gujarat.gov.in

ભૂગોળ

જિલ્લાનો કુલ વિસ્તાર ૧૨,૭૦૩ ચોરસ કિલોમીટર છે અને તે રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે.

મુખ્ય નદીઓ

બનાસસીપુસરસ્વતીઅર્જૂનીઉમરદાશીલુણી (રણમાં)લડબી

પર્વતો

અરવલ્લીજેસોરની ટેકરીઓ

હવામાન

બનાસકાંઠા વિષમ હવામાન ધરાવે છે. આબોહવા એકંદરે સૂકી છે. ઉનાળામાં સખત ગરમી અને ઉત્તરે આવેલા રણને કારણે શિયાળામાં સખત ઠંડી પડે છે.[૩] ભૌગોલિક રીતે બનાસકાંઠાનો ઉતર પૂર્વ ભાગ પહાડી પ્રદેશ છે. જયારે મઘ્ય ભાગ સપાટ અને રેતાળ છે. પશ્ચિમનો ભાગ કચ્છના રણનોવિસ્તાર છે તે ખારો પ્રદેશ છે.

વન્યજીવન

બનાસકાંઠામાં બે અભયારણ્યો બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય અને જેસોર રીંછ અભયારણ્ય આવેલા છે.

તાલુકાઓ

બનાસકાંઠા જિલ્લો ૧૪ તાલુકાઓમાં વિભાજીત કરવામાં આવ્યો છે.

ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓ

અમીરગઢકાંકરેજડીસાથરાદદાંતાદાંતીવાડાદિયોદરધાનેરાપાલનપુરભાભરવડગામવાવલાખણીસુઈગામ

વસ્તી

બનાસકાંઠા જિલ્લાની વસ્તીધર્મટકાહિંદુ

  

92.62%ઇસ્લામ

  

06.84%

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાની વસ્તી ૩૧,૧૬,૦૪૫[૨] વ્યક્તિઓની છે, જે મંગોલિયા દેશની વસ્તી સમાન છે[૪] અથવા અમેરિકાના આયોવા રાજ્ય જેટલી છે.[૫] દેશના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી વસ્તીની દ્રષ્ટિએ તેનો ક્રમ ૧૧૧મો આવે છે.[૨] ૨૦૦૧-૧૧ના દાયકા દરમિયાન વસ્તી વધારાનો દર ૨૪.૪૩% રહ્યો હતો.[૨]બનાસકાંઠા જિલ્લામાં જાતિ પ્રમાણ ૯૩૬ અને સાક્ષરતા દર ૬૬.૩૯% છે.[૨]

જાણીતા વ્યક્તિઓ

ચંદ્રકાંત બક્ષી - ગુજરાતી લેખક.હરીભાઇ પરથીભાઇ ચૌધરી - રાજ્ય કક્ષાના ગૃહમંત્રી અને સંસદ સભ્યશંકર ચૌધરી - ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી, બનાસ ડેરીના ચેરમેનહરિસિંહ ચાવડા - ભૂતપૂર્વ સંસદબી. કે. ગઢવી - ભૂતપૂર્વ સંસદમુકેશ ગઢવી - ભૂતપૂર્વ સંસદપ્રણવ મિસ્ત્રી - સંશોધક, સેમસંગ રીસર્ચ અમેરિકાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટરણછોડદાસ પગી - ભારતીય સૈન્યના પગી

જોવાલાયક સ્થળો

અંબાજી - યાત્રાધામ.બાલારામ - બાલારામ નદીના કિનારે આવેલું રમણીય સૌંદર્યધામ.[૬] અહીં બાલારામ પેલેસ આવેલો છે, જે નવાબના મહેલમાંથી હોટેલમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. બાલારામની નજીક બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય આવેલું છે.વિશ્વેશ્વર - મહાદેવ મંદિર અને પર્યટન સ્થળ.નડાબેટ- નડેશ્વરી માતાનું મંદિર.[૭]ઢીમા - ધરણીધર મંદિરઆનંદ ધામ - એટાશેણલમાતા મંદીર - માંગરોળતુલસી ધામ - નારોલીકુંભારિયાના દેરા - કુંભારિયા

બનાસકાંઠા જીલ્લો

  • બનાસકાંઠા જીલ્લો

બનાસકાંઠા જીલ્લો બનાસ નદીના કાંઠાની આસપાસમાં વસેલા પ્રદેશનો બનેલો છે. જીલ્લો ર૩-૩૩°  થી ર૪-૪પ° ઉત્તર અક્ષાંશ અને ૭૧-૦૩° થી ૭૩-૦ર° પૂર્વ રેખાંશ પર પથરાયેલો છે. આ રીતે આ જીલ્લો ગુજરાતની ઉત્તર-પશ્ચિમ બાજુ પરના ભાગોમાં પથરાયેલો છે.  જીલ્લાની ઉત્તર બાજુ રાજસ્થાન રાજ્યના મારવાડ તથા સિરોહીના પ્રદેશો, પૂર્વમાં સાબરકાંઠા જીલ્લો  તથા જીલ્લાના પશ્ચિમ ભાગમાં પાટણ જીલ્લો આવેલો છે.
બનાસકાંઠા જીલ્લાની સરહદો જોતાં વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ જીલ્લાનું ઘણું મહત્વ છે. ગુજરાત રાજ્યનો આ સરહદી જીલ્લો  હોઇ તેના પ્રશ્નો લશ્કરી  દ્રષ્ટિએ મહત્વના અને તાકીદના બની રહે છે.

કાંકરેજ તાલુકો –    બનાસ દર્શન પુસ્તકના આધારે બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરેજ તાલુકો જગપ્રસિઘ્ધ ગાયો અને બળદો ધરાવતો પ્રાચીન સમયમાં એક વિશાળ રાજય ધરાવતો હતો આગળ આ તાલુકો મહીકાંઠા એજન્સીમાં હતો . ૫ણ ૧૮૪૪ માં વહીવટની સગવડતા ખાતર આ તાલુકાને પાલનપુર એજન્સીમાં મુકવામાં આવ્યો. વર્તમાન સમયમાં આ તાલુકાનું ક્ષેત્રફળ ૩રર ચો.માઈલ છે અને તેમાં ૧૦૫ ગામો આવેલ છે. ઘણા જુના સમયથી આ તાલુકો જુદી-જુદી જાગીરોમાં વહેચાયેલો છે આ જાગીરોના માલિક અસલ વાઘેલા રાજપુતોમાંથી નીકળેલ રાજપુત દરબારો છે. આ તાલુકામાં ૩૪ તાલુકદારો છે. આ તાલુકામાં મોટા ભાગના જાગીરદારો વાઘેલા દરબારો છે. એક માન્યતા પ્રમાણે અહીના દરબારો રાણકદેવજી નામના વાઘેલા રાજપુતના વંશમાંથી ઉતરી આવેલા છે.
વાઘેલા રાણકદેવજી જે દિયોદરના હતા તેમના મોટા ભાઈ માણેક દેવજી દિયોદરની ગાદી ઉ૫ર રાજય કરતા હતા. તે રાણકદેવજીના વંશમાંથી ઉતરી આવેલા વંશજો વાઘેલા દરબારો કહેવાયા. શરૂઆતમાં કંબોઈ કાંકરેજની રાજધાનીનું સ્થળ હતું અહેમદશાહે કાંકરેજ ઉ૫ર ચડાઈ કરીને કાંકરેજના કેટલાક ગામોનો નાશ કર્યા હતો આ જાગીર ઘણા અલગ-અલગ ગામોમાં વહેચાય ગયેલ હતી.તેમાંની બે મોટી જાગીરો દેવ – દરબાર અને થળી છે. થળી કાંકરેજ તાલુકામાં મહત્વ ધરાવતી બીજી જાગીર છે . આના સ્થા૫ક ૫ણ શ્રી ઓગડ મહારાજ છે.
કાંકરેજ તાલુકાનું વડું મથક શિહોરી છે. શિહોરી એમ કહેવાય છે કે શિવા રબારીના નામ ઉ૫રથી આ ગામનું નામ શિહોરી ૫ડયું છે. અત્યારે ૫ણ ગામમાં રબારી , લોહાણા અને દરબારો ની મુખ્ય વસ્તી છે. કાંકરેજી ૫શુધન રાષ્ટ્રીય કક્ષાએ ,૫ણ વખણાય છે .ગામમાં પ્રવેશતાં ૫શ્રિમે દરબારવાસનો રસ્તો ૫સાર કરીએ એટલે સામે એક નાનકડો વડલો દેખાય છે. તેના બીલકુલ પાસે કોટ છે. અંદરના ભાગમાં નાની દેરીના ઘુમટ ઉ૫ર લીલા રંગની અડધી ધજા ફરકે છે આ ગૌરી માતાનું મંદિર છે. ગુજરાત ભરમાં ગાયમાતાનું આ એક માત્ર મંદિર છે અને ધર્મશાળા ૫ણ છે. આ નાનકડી દેરીને ત્રણ બાજુ ત્રણ દરવાજા છે. દેરીની જાળીમાં જોતાં આરસ ૫હાણની ગાયમાતાની મૂર્તિ છે.

 

આબોહવા –

ભૌગોલિક રીતે બનસાકાંઠાનો ઉતર પૂર્વ ભાગ પહાડી પ્રદેશ છે. જયારે મઘ્ય ભાગ સપાટ અને રેતાળ છે. પશ્ચિમનો ભાગ કચ્છના રણનો વિસ્તાર છે તે ખારો પ્રદેશ છે. આ જીલ્લામાં મુખ્ય પાકમાં બાજરી અને એરંડા છે. રવિ પાકોમાં ઘઉં, જીરુ, રાયડો, સરસવ, ઈસબગુલ વગેરે છે. પહાડી પ્રદેશમાં મુખ્ય પાક મકાઈ છે. આ જીલ્લાનો તમાકુનો પાક નહિવત છે. જીલ્લા વિસ્તારમાં બે પ્રકારની મોસમ છે ગરમ અને સુકી. ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી પડે છે. જીલ્લાના પૂર્વ ભાગમાં અરવલ્લીના ડુંગરોનો ભાગ જંગલો બની રહે છે અને તેમા પાલનપુર અને તેમા દાંતા તાલુકાના અમુક ભાગનો સમાવેશ થાય છે.
બનાસકાંઠા જીલ્લો બનાસ નદીના કાંઠાની ઉપર આસપાસમાં વસેલા પ્રદેશનો બનેલો છે. જીલ્લો ર૩-૩૩° થી ર૪-૪પ° ઉતર અક્ષાંશ અને ૭૧-૦૩° થી ૭૩-૦ર° પૂર્વ રેખાંશ પર પથરાયેલો છે. આ રીતે આ જીલ્લો ગુજરાતની ઉતર-પશ્ચિમ બાજુ પરના ભાગોમાં પથરાયેલો છે. જીલ્લોની ઉત્તર બાજુ રાજસ્થાન રાજયના મારવાડ તથા સિરોહીના પ્રદેશો , પૂર્વમાં સાબરકાંઠા જીલ્લો તથા જીલ્લાના પશ્વિમ ભાગમાં પાટણ જીલ્લો આવેલો છે.
બનાસ અને સીપુ એ જીલ્લાની મોટામાં મોટી નદી છે. આ બંને નદીઓ ઉપર ડેમ બાંધવામાં આવેલ છે. તે સિવાય સીપુ અને બાલારામ નદીઓ તેની શાખાઓ છે. અર્જુની નદી કે જે હિન્દુ જનતા માટે પુજનીય છે. તે દાંતા અને અંબાજીની ટેકરીઓમાંથી નીકળી સરસ્વતી નદીને વડગામ તાલુકાના મોરીયા ગામે મળ્યા બાદ સરસ્વતી નામ ધારણ કરેલ છે.
બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ, સીપુ નદી ઉપર સીપુ ડેમ અને સરસ્વતી નદી ઉપર મુકતેશ્વર ડેમ બાંધવામાં આવેલ છે.  બનાસ અને સીપુ નદી ડીસા તાલુકાના ભડથ ગામે એક થઈ સીપુ નદી બનાસ નદીમાં સમાઈ જાય છે.

      જીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા
તાલુકા:વડગામ, દિયોદર, પાલનપુર, ભાભર, કાંકરેજ, થરાદ, દાંતા, વાવ, અમીરગઢ, ધાનેરા, દાંતીવાડા, ડીસા.
કુલ ગામોની સંખ્યા:૧રપ૦
શહેરોની સંખ્યા: ૬પાલનપુર , ધાનેરા ,ડીસા, થરાદ ,થરા , ભાભર
વસ્તી:

પુરુષ

સ્ત્રી

કુલ

૧ર૮૭૩૭૪

૧ર૦૭૧૩૩

રપ૦ર૮૪૩

અક્ષરજ્ઞાન:

પુરુષ

સ્ત્રી

કુલ

૬૬.૯૧

૩૪.૫૧

પ૧.ર૯

ભૌગોલિક સ્થાન:અક્ષાંશ :ર૩-૩૩° થી ર૪-૪પ°

રેખાંશ : ૭૧-૦૩° થી ૭૩-૦ર°

રેલ્વે: બ્રોડગેજ લબાઈ ૧૪૦ કી.મી.નેરોગેજ ૧૯૩ કી.મી.
રસ્તા: રાજય ધોરી માર્ગો: ૯રપ

પંચાયત માર્ગો : પ૩૮૬.૪૩ર

નદીઓબનાસ, સીપુ, સરસ્વતી, અર્જૂની, ઉમરદશી, લુણી, લડબી

પર્વતો :

અરવલ્લી, જાસોર

વરસાદ :

૬૧૪ મી.મી.

હવામાન:

ગરમ અને ઠંડી

પાક:

ધઉ, ચોખા, કુલ ધાન્ય, કુલ કઠોળ, કુલ અનાજ, મગફળી, કુલ તેલીબીયા, કપાસ

પ્રાણી :

વાધ, રીંછ, ચિતો, રોજ, નિલ ગાય

પહેરવેશ:

પુરુષ: પાધડી, ધોતી, ખમીશ

સ્ત્રી: સાડી, ચણીયો, કાપડું, ભરવાડનો

ખનીજો :

પ્લાસ્ટીક, સીલીકા સેન્ડ ગ્લાસ સેન્ડ, કેલસાઈડ, ચુનાનો પથ્થર, બેઈઝ મેટલ

વિસ્તાર:

ભોગોલીક વિસ્તાર – ૧૦૪૪૮૪૧ હેકટર

જંગલ વિસ્તાર – ૧૧૦૬પપ હેકટર

ખેતીની જમીન – ૭૪૪૦૮૭ હેકટર

સિંચાઈ વિસ્તાર – ૪૭ર૧૦૦ હેકટટર

ગ્રેઝીંગ લેન્ડ – (ગોચર) – ૬પ૧૩૦ હેકટર

ઉદ્યોગ:

લધુ ઉદ્યોગ: ૧૦૧     મોટા ઉદ્યોગ: ૪
શિક્ષણ સંસ્થાઓ:ડીગ્રી અભ્યાસક્રમ: ૭ . ટેકનીકલ હાઈસ્કુલ: ૨  ,  માઘ્યમિક શાળાઓ: ૩૩૮  , ઉચ્ચ કોલેજો: ૧૭ આઈ.ટી.આઈ: ૮ . પ્રાથમિક શાળાઓ: ૨૨૨૭ .ઉચ્ચતર મા.શાળાઓ: ૯૭  .ઉ.બુનીયાદી શાળાઓ: ૨

 

  • જગપ્રસિધ્ધ શકિતપીઠઅંબાજીમંદિરતા.દાંતા,જિ.બનાસકાંઠા

અરવલ્લીની ગિરિમાળાઓને સવિશેષ પવિત્રતા અને સુંદરતા બક્ષતું આ તીર્થસ્થાન કરોડો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. એકાવન શકિતપીઠો પૈકીનું અંબાજી શકિતપીઠને સરસ્વતીના મુખસ્થાનનું સામીપ્ય પ્રાપ્ત છે. પાલનપુરથી ૬૩ કી.મી.દુર સ્થિત આ તીર્થ સ્થાનનો વિકાસ પ્રવાસીઓને, શ્રધ્ધાળુઓને ત્યાં આવવા આકર્ષે છે.

પ્રતિદિન ભકતોથી ઉભરાતા આ મંદિરમાં દર પુનમે માનવભરી આવે છે. તો દર ભાદરવી પુનમે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ છલકાય છે. ભવ્ય મંદિર શકિતધ્વાર, ગબ્બર વગેરેની ભવ્યતા રમણીય છે. ભગવત પુરાણ આધારિત એક કથાનુંસાર પ્રજાપતિ દક્ષે બૃહસ્પતિસક” નામના યજ્ઞનું આયોજન કર્યુ હતું, દક્ષે બધાજ દેવોને આમંત્રણ આપ્યુ હતું. પરંતુ પોતાના જમાઇ ભગવાન શંકરને નહોતા બોલાવ્યા. પિતાને ત્યાં યજ્ઞ છે એવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં સતી પાર્વતી પિતાને ધેર પહોંચી ગયા અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળતા જ તે યજ્ઞકુંડમાં પડી પોતાનો પ્રાણ ત્યજી દીધો. ભગવાન શિવ પાર્વતીના દેહને ખભે ઉપાડી ત્રણે લોકમાં ધુમવા લાગ્યા. તેથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા. આરાસુરમાં માતાજીના હદયનો ભાગ પડયો હોવાનું મનાય છે. આથી આરાસુરી શકિતપીઠનું શ્રધ્ધાળુઓમાં વધુ મહત્વ છે. અંબાજીમાં કોઇ મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પુજા થાય છે. શુધ્ધ સોનામાંથી બનાવેલ આ યંત્રમાં ૫૧ અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રના સ્થાનમાં નજરથી જોવાનું નિષેધ હોઇ પુજારી આંખે પાટા બાંધીને પુજા કરે છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે. અંબાજીમાં વિશ્રામગૃહ હોલીડે હોમ, અંબિકા વિશ્રામગૃહ તેમજ જુદા જુદા સમાજની ધર્મશાળાઓમાં રહેવાની તથા જમવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અધ્યતન હોટલો પણ આવેલી છે.

ભાદરવી પૂનમે ભવ્ય મેળો ભરાય છે. દર પુનમે અહીંઆ મોટો પ્રમાણ૫માં માનવ મહેરામણ આવે છે. પાલનપુરથી દાંતા થઈને અંબાજી જવાય છે. મહેસાણાથી ખેરાલુ થઈ અંબાજી જઈ શકાય.હિંમતનગરથી ઈડર થઈને ૫ણ અંબાજી જઈ શકાય છે.

 

 

 

 

  • કુંભારીયા જૈન દેરાસરઅંબાજી તા. દાંતાજિ.બનાસકાંઠા

ભગવાન નેમિનાથ, ભગવાન મહાવીર સ્વામી, ભગવાન પ્રાર્શ્વનાથ,ભગવાના શાંતિનાથ અને ભગવાન સંભવનાથના પાંચ દેરાસરોના સમુહ ધરાવતાં કુંભારીયાજી માટે એવી દંતકથાઓ છે કે, ભીમદેવ સોલંકીના વખતમાં ચંદ્રાવતીના દંડનાયક જૈન વણિક વિમળશાહએ

પોતે બધે વિજય અને સફળતા મેળવ્યા પછી તેની યાદ કાયમી  કરવા સફેદ આરસના સુંદર દેરાસરોનો સમુહ બાંધવાનો વિચાર કર્યા અને એ માટે ચિત્તોડના રાણા કુંભાજીએ આરાસુરમાં માતાજીના મંદિર નજીક વસાવેલ કુંભારીયા ગામની જગા ઉપર પસંદગી ઉતારી વિમળશાની પત્ની સુમંગલા અંબાજી માતાજીના પરમ ભકત હોઇ આ કામમાં માતાજીના કૃપા માટે પ્રાર્થના કરી એક દિવસ માતાજીએ સ્વપ્નમાં આવી કહયું કે, તારી બધી ઇચ્છા પુરી થશે, નાણાની ખોટ નહી પડે. વિમળશાએ સફેદ આરસના સુંદર કલાકૃતિવાળા ૩૬૦ જૈન દેરાસરો બંધાવ્યા. કામગીરી પુર્ણ થતાં વિમળશા હર્ષવિભોર બની ગયા ત્યારે બાલિકા સ્વરૂપે માતાજીએ તેમની પાસે જઇ પુછયું કે, કોની કૃપાથી આ મંદિરો બનાવ્યા. વિમળશા માતાને ઓળખી શકયા નહિ અને બોલ્યા મારા ધર્મગુરૂના પ્રતાપે. માતાજીએ ફરી ફરી પુછતાં આ જ જવાબ મળતાં માતાજી ક્રોધિત થયા અને વિમળશાને કહયું વિમળ હવે તમે અહીં ના રોકાશો, નાસી છુટો વિમળશા અને સુમંગલા નાસીને આબુ જતા રહયા. ત્યાં ભયાનક આગે દેખા દીધી પાંચ દેરાસરો સિવાયના બાકીના નષ્ટ થઇ ગયાં આ પાંચ દેરાસરોમાં પાંચ તીર્થ શ્રી પ્રાર્શ્વનાથ ભગવાન, શ્રી મહાવીર સ્વામી, ભગવાનશ્રી નેમિનાથ,  ભગવાન શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રી સંભવનાથ ભગવાનની તિમાજી પ્રસ્થાપિત કરેલી છે. અહી શેઠ આનંદજી કલ્યાણજીની પેઢી તરફથી ધર્મશાળા, ભોજનશાળા તેમજ પૂજાવિધી માટે વ્યવસ્થા છે.૫લનપુરથી દાંતા થઈને અંબાજી જવાય છે. મહેસાણાથી ખેરાલુ થઈ અંબાજી જઈ શકાય.હિંમતનગરથી ઈડર થઈને ૫ણ અંબાજી જઈ શકાય છે. ભાદરવી પુનમે ભવ્ય મેળો ભરાય છે. દર પુનમે અહીંઆ મોટો પ્રમાણ૫માં માનવ મહેરામણ આવે છે.                                            

                        પ્રાચીન અને પવિત્રધામ કોટેશ્વરમંદિર(અંબાજી)

અંબાજીથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ કોટેશ્વર મહાદેવનું મંદિર નજીક આવેલી ટેકરી પવિત્ર સરસ્વતી નદીનું ઉદગમ સ્થળ હોવાથી ભગવાન શંકરના આ મંદિરનું મહાત્મય ધણું
વધી જાય છે.મંદિરની નજીકમાં આવેલ કુંડ અતિપવિત્ર ગણાય છે. પથ્થરને કોતરીને

બનાવવામાં આવેલ આ કુંડમાં નજીકની ટેકરીઓમાંથી ગૌમુખ ધ્વારા નદીનું પવિત્ર પાણી બારેમાસ સતત વહયા કરે છે. ભાવિક આત્માઓ આ કુંડમાં સ્નાન કરવા તેમજ આ પાણીનો ચરણસ્પર્શ કરવા કુંડના પગથિયાં ઉતરી સ્નાન તેમજ ચરણસ્પર્શ કરી ધન્યતા અનુભવે છે. ૧૮૫૭ ના રાષ્ટ્રિય ક્રાંતિકારી નેતા નાના સાહેબ ફડનવીસે બળવા પછીનો એમની જિંદગીનો શેષકાળ આ મંદિરની બાજુની ગુફામાં રહી ભગવાન શંકરની ધર્મ આરાધના કરતા આ મંદિરમાં ગાળયો હતો. તેમની સમાધિ મંદિર પાસે ઉંચા ઓટલા પર આવેલ છે. આ મંદિર નજીક વાલ્મિકી આશ્રમ આવેલ છે. જયાં ઋષિ વાલ્મિકીએ લવ અને કુશને શિક્ષણ-તાલીમ આપી હોવાનું મનાય છે.

  • કીર્તિસ્તંભ – પાલનપુર બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં નવાબી શાસનકાળ દરમ્યાન નવાબી શાસનની ઐતિહાસિક તવારીખો દર્શાવતો, રેલ્વે સ્ટેશનથી નગરમાં પ્રવેશતાં પ્રાચીન ભવ્યતાની યાદ આપતા સ્મારક રૂપે કીર્તિસ્તંભ ઉભો છે. નવાબી શાસનની યાદગીરીના નમુના રૂપે તૈયાર કરેલ કીર્તિસ્તંભની ડીઝાઇન પણ પોતે   નવાબ શ્રી તાલેમહંમદખાને કરેલી અને તેમના રાજકામના અઢારમા વર્ષે તા.૬-૩-૧૯૩૬ માં સ્વ.નવાબ શેર મહંમદખાન બહાદુરની સ્મૃતિમાં આ સ્મારક બંધાવેલ હતો. હાલમાં આ સ્મારક ને નવીન રંગરોગાન સાથે રંગપુરણી ધ્વારા ભવ્ય સજાવટ ધ્વારા શોભાયમાન કરવામાં આવેલ છે.
  • ધરણીધર ભગવાના ઢીમા તા.વાવ

વાવ તાલુકાના ઢીમા ગામે ધરણીધર ભગવાનનું પ્રાચીન મંદિર લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. પ્રજામાં ભારતના ચાર ધામો જેટલું મહત્વ ધરાવતું આ તીર્થસ્થાન પાલનપુરથી ૯૦ કી.મી.ના અંતરે આવેલું છે. આ મંદિરમાં પ્રસ્થાપિત ધરણીધર ભગવાન વિષ્ણુની મુર્તિ રાજસ્થાનની અરવલ્લીની પર્વતમાળામાંથી મળી આવેલી હતી. પ્રતિ વર્ષ ભાદરવા સુદ-૧૧ ના દિવસે મંદિરની બાજુમાં સ્થિત માદેળા તળાવમાં હજારો લોકો સ્નાન કરી ભગવાનની પુજા કરે છે. દર પુનમે અહી મેળો ભરાય છે. જેતપુરના રાજાએ આ તેજોમય મુર્તિ માટે જેતપુરમાં મંદિર બંધાવી ભગવાનની પધરામણી કરવાનું કહેતાં ગદાધરજીએ ના પાડી. રાજાએ ક્રોધિત થઇ ગદાધરજીને જેલમાં મોકલી દીધા. મધ્યરાત્રીએ રાજાના સ્વપ્નમાં આવી ભકતને હેરાન ન કરવા તથા ઢીમા પહોચાડવા મદદ કરવા જણાવતાં રાજાએ કારાવાસમાંથી ગદાધરજીને મુકત કરી ગાડે જોડી ભગવાનને ઢીમા પધરાવ્યા. ભગવાનની પ્રતિષ્ઠા વિ.સ.૧૪૭૭ ના જયેષ્ઠ સુદ ૧૧ નિર્જલા એકાદશીને મંગળવારના રોજ સેવક ગદાધર દલપતરામના હસ્તે થયેલ. તે દિવસ પરમાત્માનો પટોત્સવ દિવસ ગણી મોટો મેળો ભરાય છે અને લોકો દર્શનનો લહાવો લે છે.

 

 

 

 

 

 

 

 

 

 

  • પ્રાકૃતિક ધામ બાલારામ –

 

        ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખાતુ

રમણીય સૌંદર્યધામ બાલારામ પાલનપુરથી

૧૫ કીલોમીટરના અંતરે આવેલું છે. પ્રકૃતિના

પાલવમાં ગણાતુ આ સ્થાન યાત્રિકો માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર છે.
બાલારામની દંતકથા મુજબ પોતાના બાળકને ભગવાન શંકરના સાનિધ્યમાં મહાદેવના ખોળે મુકીને ગયેલી માતા પાછા ફરતાં પોતાનુ બાળક હેમખેમ મળતાં આ સ્થળ બાલારામ તરીકે પસિધ્ધિ પામ્યુ હોવાનું મનાય છે.અહી બાલારામ નદીના કાંઠે ગીચ ઝાડીની રમણીયતા વચ્ચે શ્વેત આરસ પહાણમાંથી કંડારેલા આ મંદિર પાસે ડુંગરમાં થી વહેતા મીઠા પાણીના ઝરણામાંથી એક ઝરણું આ મંદિરમાં ગૌમુખ વાટે અહર્નિશ (સતત) શિવલિંગને જળાભિષેક કરી રહયુ છે. આ સ્થળે આજે મહાદેવનું ભવ્ય નવીન મંદિર બાંધવામાં આવ્યુ છે.શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શ્રધ્ધાળુઓ અહીં મહાદેવના દર્શન કરી ધન્યતા અને આનંદ અનુભવે છે. શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે અહીં ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટે છે. તેમાં છેલ્લા સોમવારે અહી મોટો મેળો ભરાય છે. ઝાડી, પાણીનો ધરો અને અવિરત સતત વહેતા ધીમા ધીમા ઝરણાના
કારણે અહી ભાવિકો મોટી ઉજાણી અર્થે પર્યટકો મોટી સંખ્યામાં આવે છે. આ ઉપરાંત અહીં ધર્મશાળા અને નજીકમાં ધારમાતા તથા ગંગાસાગર તળાવ પણ આવેલા છે. શ્રાવસ માસ દરમ્યાન આ જગ્યા ઉ૫ર મોટો મેળો ભરાય છે.પાલંપુરથી અમીરગઢ જતાં રસ્તામાં આવે છે.

 

 

 

 

       નડેશ્વરી માતાનું મંદિરનડાબેટ તા.વાવ

રણનો વિશાળ પટ માભોમને રક્ષતા સૈનિકો અને શ્રધ્ધાળુઓથી ઉભરાતો આ રણધ્વિપ ભકિત અને શકિતનો સુભગ સમન્વય છે. વાવ તાલુકાના સુઇગામથી ૨૦ કી.મી. દુર જલોયા ગામની પાસે સૈનિક છાવણીનું સ્થળ નડાબેટ લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. દર વર્ષ ચૈત્ર નોમના દિવસે ભરાતા આ મેળામાં હજારો યાત્રિકો નડેશ્વરી માતાના દર્શને ઉમટી પડે છે. નડાબેટ નજીક આવેલા બી.એસ.એફ.કેમ્પના જવાનો પણ શ્રધ્ધાથી માતાજીની પુજા-આરાધના કરે છે. એક દંતકથા મુજબ જુનાગઢના રાજા
નવધણે પોતાના વિશાળ લશ્કરી કાફલા સાથે પોતાની બહેન જાસલને સિંધના મુસલમાન રાજાની કેદમાંથી છોડાવવા આક્રમણ કરેલ ત્યારે અહીંથી પસાર થતાં નડાબેટ મુકામે મુકામ કરેલ તે વખતે ચારણ કન્યાએ લશ્કરી કાફલાને જમાડી રણનો સલામત રસ્તો બતાવી વિજયના આશીર્વાદ આપેલા. આ ચારણ કન્યા શ્રી નડેશ્વરી માતાજી તરીકે પુજાય છે. નડાબેટ એક ઐતિહાસિક પ્રાચીન બેટ છે. આઝાદી પહેલાં નડાબેટની ખુબજ જાહોજલાલી હતી. પુષ્કળ ખડીધાસ થતું. જાગીરદારો તથા માલધારીઓ અહીં રહેતા. કુદરતી ઝરણાં વહયા કરતા હતા. દુષ્કાળના વખતમાં લોકો સિંધ પ્રદેશ તરફ મજુરી માટે જતા ત્યારે નડેશ્વરી
માતાને વંદન કરીને પ્રસાદી ચડાવીને જતાં. નડેશ્વરી માતાજીના મંદિરની બાજુએ ગૌશાળા આવેલ છે. ડાબી બાજુ જતાં બી.એસ.એફ.નો કેમ્પ આવેલો છે. મંદિરમાં ઉત્તર દિશામાં હનુમાનજીની મુર્તિનુ મંદિર આવેલું છે. આ ભુમિ ઉપર ધણા સંતોએ તપ કરેલ છે. માટે પવિત્ર પયોભુમિ કહેવામાં આવે છે.

કટાવ ધામ તા.વાવ

આ ધામમાં શ્રી રાધવેન્દ્ર ભગવાનનું મંદિર મુખ્ય પ્રાચીન મંદિર છે. બાજુમાં સદગુરુ મંદિરમાં ખાખીજી મહારાજની ચાખડીઓ, તુલસીની હજારીની માળા તથા સીતારામ મહારાજની પ્રતિમા છે. પૂજયશ્રી ખાખીજી મહારાજે આંબલીને જટા બાંધીને રાત્રે ભજન કરતા અને આંબલીને વધવા ન દેતા. બાળ સ્વરૂપે
એ ચમત્કારી આંબલી હાલમાં હયાત છે. શ્રી રામમંત્ર મંદિરમાં પાંચ અરબ શ્રી રામનામ મંત્ર લખીને તેની સ્થાપના કરવામાં આવી છે. આમા શ્રી રામનામના પરમ ઉપાસક ભકતોના રામાયણના સુંદર મનોહર ચિત્રોના દર્શન થાય છે. બાજુમાં શ્રી વિશ્વકર્મા મંદિર તથા પરમપુજય આચાર્ય શ્રી ખાખીજી મહારાજ તથા પુજય સદગુરુ શ્રી મથુરદાસની પાવન સમાધિ છે.દર વર્ષે પોષ સુદ પુનમથી ત્રીજ સુધી અને ચૈત્ર માસમાં રામનવમીથી તેરસ સુધી મોટો ઉત્સવ થાય છે. તેમા અખંડ સંકિર્તન અને પ્રવચનો થાય છે. આ ગામ ભાભરથી બાર કી.મી.ના અંતરે આવેલ છે. તથા રહેવા માટે અને ભોજન માટે સુવિધા છે.

પ્રાચીન જૈન તીર્થ ભીલડીયાજી મંદિરભીલડી

બનાસકાંઠાના મહત્વના જૈન તીર્થમાં જેની ગણના થાય છે તે ભીલડીયાજી જૈન તીર્થ પાલનપુરથી ૪૫ કી.મી.દુર ડીસા તાલુકામાં આવેલ છે. જમીનમાંથી નીકળેલા જૈનોના તેવીસમા તીર્થકર પ્રાર્શ્વનાથ ભગવાની ઇ.સ.૧૩૩૪ ના

સમયની અતિપ્રાચીન પ્રતિમા અહી મૂળ નાયક તરીકે બિરાજમાનછે. એક સમયે આ સ્થળ ત્રંબાવટી નગરી તરીકે જાણીતું હતુ અહી બાર ગાઉનું ભોયરુ હતુ.દહેરાસરમાં મુળનાયક પ્રાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા અને ભમતી દર્શનીય છે.બાજુમાં દર્શનીય પટ તેમજ ભવ્ય રચનાનું આયોજન કરવામાં આવ્યુ છે. અહી અઢુમ તપ અને ચૈત્ર માસમાં ઓળી કરવાનું વિશેષ મહત્વ છે. નજીકમાં એક બાજુ નુતન દહેરાસર આકાર પામ્યુ છે. અધ્યતન અને વિશાળ ધર્મશાળા તેમજ ભોજનશાળાની તથા ભાતીની વ્યવસ્થા છે. રેસ્વે રસ્તે ભીલડી-રાણીવાડા રેલ્વે ધ્વારા અને પાલનપુરથી રાધનપુર-થરા વગેરેની બસ ધ્વારા ભીલડીયાજી તીર્થે જવાય છે.

   નાનાઅંબાજીમંદિર

ખીમાણાથી દિયોદર હાઇવે રોડ ઉપર ખીમાણાથી ૧૫ કી.મી.ના અંતરે અને સણાદર હાઇવેથી ૪૦૦ મીટર અંતરે આ અતિ પ્રાચીન મંદિર આવેલ છે. આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ૧૦૦૦ વર્ષ પહેલાં બ્રહમભટટ સમાજની એક કુમારિકા ધ્વારા કરવામાં આવેલ. આ મંદિર બનાસકાંઠા જીલ્લામાં અંબાજી પછી બીજા

નંબરનું અતિ પ્રાચીન માતાજીનું મંદિર છે. લગભગ ૧૫ એકર જમીનમાં ફેલાયેલા આ સ્થળમાં અંબાજીમાતા, વિશ્વકર્મા ભગવાન, હનુમાનજી, નાગદેવતા, પાતાળેશ્વર મહાદેવ, શ્રી કૃષ્ણના મંદિરો આવેલા છે. તથા બાજુમાં આવેલ માન સરોવરમાં ધ્વારકાધિશનું મંદિર આવેલ છે. દર પુનમે માતાજીનો મેળો ભરાતો હોઇ હજારો લોકો દર્શનાર્થે આવે છે. નવરાત્રિ દરમ્યાન ધણી મોટી સંખ્યામાં લોકો પગપાળા
તથા વાહનો મારફત નવરાત્રિ જોવા આવે છે. મંદિરથી સંસ્કૃત પાઠશાળા, ગૌશાળા તથા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. દિયોદરથી ખીમાણા હાઈવે ઉ૫રથી ૧૫ કી.મી.ની અંતરે આવેલું છે.

 

 

  • ગોગ મહારાજનું મંદિર : સેંભર તા.વડગામ

બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના સેંભર ગામે ગોગ મહારાજનું એક અદભુત મંદિર આવેલુ છે. ગુજરાત સરકારે ચાલુ વર્ષને પ્રવાસન જાહેર કર્યા પછી આ સ્થળને વિકસાવવામાં ગુજરાત સરકારે સેંભરનો સમાવેશ કર્યો છે. સેંભર ગામ ઐતિહાસિક અને પૌરાણિક છે. આ મંદિરની દંતકથા મુજબ હજારો વર્ષો પહેલા સેંભર નગરી

આવેલી હતી. જયાં રાજપુત રાજા રાજય કરતા હતા. જે નગરીનો નાશ થતાં આ મંદિરની જે મુર્તિ હતી તે સરસ્વતી નદીમાં પડેલી. તે સમયે ચાણસોલ ગામના પટેલો બળદગાડામાં આવતા હતા. તેમની બળદગાડીને મુર્તિનો સ્પર્શ થતાં બળદગાડી આગળ ચાલી શકેલ ન હતી. જેથી આ મુર્તિ બળદગાડામાં આગળ લઇ જતાં પટેલને પવન આવતા આ મુર્તિને તેની હયાત મંદિરની જગ્યામાં પોતાનું સ્થાન હોઇ ત્યા મુર્તિ સ્થાપિત કરવા જણાવતાં મુર્તિની સ્થાપના તે જગ્યાએ કરેલી આ મંદિર આશરે બે હજાર વર્ષ જુનું છે. હાલ આ મંદિરનો વહીવટ જય સેંભર ગોગ મહારાજ ટ્રસ્ટ ધ્વારા થાય છે. આ મંદિર સેંભરીયા ગોગ મહારાજ તરીકે ઓળખાય છે. બાજુમાં પર્વત ઉપર ચામુંડા માતાનું મંદિર આવેલ છે. દર સુદ-પાંચમના દિવસે શ્રધ્ધાળુઓ-યાત્રિકો દર્શનાર્થે આવે છે. અહીં લાખો નાગદેવતાની પત્થર ઉપરની કોતરણી ખરેખર મનને હરી લે એવી છે. અહી બસ અને વાહનો ધ્વારા આવી શકાય છે. પાલનપુર થી વડગામ થઈ જઈ શકાય છે.

   શ્રી ઓધડનાથજી (દેવ દરબાર) કાંકરેજ

સમગ્ર ભારત વર્ષમાં પ્રખ્યાત કાંકરેજી ઓલાદોની ગાયોના વિસ્તાર સમા કાંકરેજ તાલુકામાં આ પંથકના આરાધ્ય દેવ સમા શ્રી ઓધડનાથજી મહારાજે તથા તપ તેમજ ભજનનું તેજ સમગ્ર પંથકમાં પ્રસરાવેલ તેઓ પોતેજ દેવ દરબારના મૂળ નકળંગ ભગવાનના મંદિરના સ્થાપક તરીકે ગણાય છે. મૂળ નેપાળ નરેશના રાજવી કુંટુબમાં જન્મેલા આ બાળકે

બાર વર્ષની ઉંમરે ધર સંસાર છોડી ભગવાનમાં મન પરોવવા ચાલી નીકળેલા ફરતાં ફરતાં જુનાગઢ આવી ચડેલ જયાં તેનો ભેટો ગુરુ સદાનંદ સાથે થઇ ગયેલ .જાણે ભગવાનની શોધનો અંત આવ્યો તેમ માની તેમણે સદાનંદજી તેજ ગુરુ માની તેમના શિષ્ય બની ણૂબંહમગીરીજીણૂ અંગીકાર કર્યુ. જે બંહમગીરીજી પાછળથી ઓધડનાથજી તરીકે પ્રખ્યાત થયા. ઓધડનાથજી મહારાજ આ પંથકમાઁ જ નહી પણ પાટણમાં ધુધરાવાળી જગ્યામાં ઓધડનાથજીની વળીમાં સિધ્ધપુર(શ્રી સ્થલ) માં વળીની જગ્યાએ તેમજ ધાયણોજમાંની જગ્યામાં પણ પુજાય છે. ઓધડનાથજીની વળી (તા.કાંકરેજ) ની જગ્યાએ અષાઢ વદ અમાસે તેમ દેવ દરબારની જગ્યામાં મુળ ગાદીપતિનો વારસો નવ નાથ સુધી ચમત્કારીક રીતે થયેલ. આ સ્થળ થરાથી દિયોદર તરફ જતાં ૧૦ કી.મી. અંતરે આવેલું એક રળીયામણું તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ છે.

   સુગંધ અને શાયરીઓનું શહેરઃ પાલનપુર

સુગંધ અને શાયરીઓથી મધમધતું પાલનપુર શહેર ચંદ્રાવતીના પરમાર પ્રહલાદનદેવ ધ્વારા સ્થાપિત આ નગર એક જમાનામાં બગીચા અને અંતરની સુગંધથી મધમધતું હતુ. આજે પણ વિદેશમાં પાલનપુરનું અંતર પ્રખ્યાત છે.
પાલનપુરના પ્રકૃતિ પ્રેમને વાચા આપતો શશીવન-જહાંનઆરા બાગ આજે પુનઃ નવપલ્લીત કરી શહેરીજનો માટે એક અનોખી ભેટ ધરી છે.  પાલનપુરી સાહિત્યકારોએ વિશેષ કરીને ગઝલ, શેરો-શાયરીમાં અનોખી નામનાઓ મેળવી છે. પ્રહલાદનદેવ, હીરવિજયસુરીથી શરૂ થયેલી સર્જક પરંપરાએ શુન્ય પાલનપુરી, મુસાફીર પાલનપુરી, અમર પાલનપુરી જેવી પ્રતિભાઓ આપણને ભેટ આપી છે.

 

 

 

  • દાંતીવાડા જળાશય

પાલનપુરથી ૩૦ કી.મી.દુર રાજસ્થાન સરહદથી નજીક દાંતીવાડા ગામ પાસે બનાસ નદી પર આ બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધની કુલ સંગ્રહશકિત ૪૬૪.૭૧ ધનમીટર છે. બંધનુ પુર્ણ લેવલ ૧૮૪.૧૫ મીટર છે. આ બંધને કુલ ૧૧ દરવાજા છે. બનાસકાંઠા તથા પાટણ જીલ્લાના ૧૧૦ ગામોને આ બંધના પાણીનો લાભ મળે છે. બંધ તેમજ તેની આજુબાજુનો વિસ્તાર રમણીય છે. બંધની જમણી બાજુના માટીના બંધ પાસે ભગવાન શંકરનું જુનુ પુરાણુ મંદિર છે. તેમજ નજીક બીજમાસર માતાનું પુરાણુ મંદિર પણ આવેલ હોવાથી અહી હજારો દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે.

  • · રીંછ અભયારણ જાસોર હીલ તા.અમીરગઢ

 

 

 

 

 

પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યાવરણવિદોને આકર્ષતો આ ૧૮૦,૬૬ ચો.કી. પર્વતીય વિસ્તાર ભારત સરકાર ધ્વારા રીંછોના અભયારણ તરીકે જાહેર થયેલ છે. અરવલ્લીની ગિરીમાળાઓમાં આવેલા આ વિસ્તારમાં કેદારનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલુ છે. જે પાલનપુરથી ૩૫ કી.મી.ના અંતરે ઇકબાલગઢ હાઇવે રોડથી ૮ કી.મી.ના અંતરે આવેલ છે. ડુકકરની પીઠ આકારનો જાસોર પર્વત ૧૦૬૭ મીટરની ઉંચાઇ ધરાવે છે. જે ગુજરાતમાં ગિરનાર પર્વત પછીની વધુ ઉંચાઇ ધરાવતો પર્વત છે. જેમાં ૭ પર્વતધારો આવેલ છે. જે સાતપઠો તરીકે ઓળખાય છે. પર્વત પર આવેલા કેદારનાથ મહાદેવના મંદિર પાસેના પર્વતમાંથી સતત પાણી વહે છે.મંદિર પાસે ગંગા-જમના નામના બે કુંડ આવેલા છે. જેમાં બારે માસ પાણી રહે છે. ૧૫૦૦ ફુટની ઉંચાઇએ આવેલ આ કેદારનાથ મહાદેવનું મંદિર મહાભારત યુગનું છે.ર્ડા.બી.એમ.વિશ્વનાથના અહેવાલમાં નોંધ્યા મુજબ આ મંદિરનો ઇતિહાસ પાંચ હજારથી સાત હજાર વર્ષ પુરાણો છે. આ રમણીય પ્રાકૃતિક સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકસી રહયું છે. જાસોરની નજીક અમીરગઢની હદ પુરી થયે ચંદ્રાવતી નામે પૌરાણિક નગરી હતી.જેના ખંડેર આજે પણ જોઇ શકાય છે. સદેવંત-સાળવીંગા નામે જાણીતા પ્રખ્યાત પ્રેમીઓની છત્રી બાજુના સરોત્રા ગામમાં છે. ત્યા બાવન ધજા નામે જાણીતું પ્રખ્યાત જૈન મંદિર પણ આવેલ છે. જાસોર પર્વત ઉપર આશરે ૨૦૦૦ ફુટની ઉંચાઇએ મુનીજીની કુટીર અને શિવમંદિર આવેલ છે. જાસોરના રસ્તે બાલુન્દ્રા પાસે બનાસનદીના કિનારે આવેલ વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. અને શિવરાત્રિના રોજ પ્રતિવર્ષ અહીં લોકમેળો ભરાય છે. આ સ્થળે રહેવાની તથા જમવાની વનવિભાગ તરફથી સગવડ ઉપલબ્ધ છે.આવી વિપુલ વનસમાદા વચ્ચે અહીંયા રીંછ, દીપડા,જંગલી બીલાડી,વરુ,ઝરખ, શહુડી,વાંદરા,સસલાં, લોમડી,શિયાળ, નાર, નીલગાય જેવા વન્ય પ્રાણી તેમજ અનેક સરીસૃપ અને લગભગ ૨૦૦ જેટલી જાતના પક્ષીઓ

મુકતપણે વિચરણ કરે છે.

બનાસ દર્શન પુસ્તકના આધારે બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરેજ તાલુકો જગપ્રસિઘ્ધ ગાયો અને બળદો ધરાવતો પ્રાચીન સમયમાં એક વિશાળ રાજય ધરાવતો હતો આગળ આ તાલુકો મહીકાંઠા એજન્સીમાં હતો . ૫ણ ૧૮૪૪ માં વહીવટની સગવડતા ખાતર આ તાલુકાને પાલનપુર એજન્સીમાં મુકવામાં આવ્યો. વર્તમાન સમયમાં આ તાલુકાનું ક્ષેત્રફળ ૩રર ચો.માઈલ છે અને તેમાં ૧૦૫ ગામો આવેલ છે.

ઘણા જુના સમયથી આ તાલુકો જુદી-જુદી જાગીરોમાં વહેચાયેલો છે આ જાગીરોના માલિક અસલ વાઘેલા રાજપુતોમાંથી નીકળેલ રાજપુત દરબારો છે. આ તાલુકામાં ૩૪ તાલુકદારો છે. આ તાલુકામાં મોટા ભાગના જાગીરદારો વાઘેલા દરબારો છે. એક માન્યતા પ્રમાણે અહીના દરબારો રાણકદેવજી નામના વાઘેલા રાજપુતના વંશમાંથી ઉતરી આવેલા છે. 

વાઘેલા રાણકદેવજી જે દિયોદરના હતા તેમના મોટા ભાઈ માણેક દેવજી દિયોદરની ગાદી ઉ૫ર રાજય કરતા હતા. તે રાણકદેવજીના વંશમાંથી ઉતરી આવેલા વંશજો વાઘેલા દરબારો કહેવાયા. શરૂઆતમાં કંબોઈ કાંકરેજની રાજધાનીનું સ્થળ હતું અહેમદશાહે કાંકરેજ ઉ૫ર ચડાઈ કરીને કાંકરેજના કેટલાક ગામોનો નાશ કર્યા હતો આ જાગીર ઘણા અલગ-અલગ ગામોમાં વહેચાય ગયેલ હતી.તેમાંની બે મોટી જાગીરો દેવ - દરબાર અને થળી છે. થળી કાંકરેજ તાલુકામાં મહત્વ ધરાવતી બીજી જાગીર છે . આના સ્થા૫ક ૫ણ શ્રી ઓગડ મહારાજ છે. 

કાંકરેજ તાલુકાનું વડું મથક શિહોરી છે. શિહોરી એમ કહેવાય છે કે શિવા રબારીના નામ ઉ૫રથી આ ગામનું નામ શિહોરી ૫ડયું છે. અત્યારે ૫ણ ગામમાં રબારી , લોહાણા અને દરબારો ની મુખ્ય વસ્તી છે. કાંકરેજી ૫શુધન રાષ્ટ્રીય કક્ષાએ ,૫ણ વખણાય છે .ગામમાં પ્રવેશતાં ૫શ્રિમે દરબારવાસનો રસ્તો ૫સાર કરીએ એટલે સામે એક નાનકડો વડલો દેખાય છે. તેના બીલકુલ પાસે કોટ છે. અંદરના ભાગમાં નાની દેરીના ઘુમટ ઉ૫ર લીલા રંગની અડધી ધજા ફરકે છે આ ગૌરી માતાનું મંદિર છે. ગુજરાત ભરમાં ગાયમાતાનું આ એક માત્ર મંદિર છે અને ધર્મશાળા ૫ણ છે. આ નાનકડી દેરીને ત્રણ બાજુ ત્રણ દરવાજા છે. દેરીની જાળીમાં જોતાં આરસ ૫હાણની ગાયમાતાની મૂર્તિ છે. 

તેવી લોક વાયકા છે કે સંવત ૧૯૪૯ ના કારતક સુદી અગિયારસ ને મંગળવારના રોજ લોઢા રબારીની એક ગાય જેનું નામ વાદળી હતું આ ગાયને રબારણ દોહવા માટે આવી અને વાછરડાને તેનાથી દૂર કરતાં ગાય ત્યાંથી એકદમ દોડી અને ત્રણ દરબાર ભાઈઓની જમીનના ખૂંટની મઘ્યમાં આવી ઉભી રહી ત્યારે ધરતી માતાએ તેને માર્ગ દીધો અને ગાય ધરતીમાં સમાઇ ગઈ આ જમીન ત્રણ રાજપુત ભાઈઓ ભાવસિંહ , વજેસિંહ અને હિમંતસિંહની હતી જેના ઉ૫રથી આજે ભાવાણી પાર્ટી , વજાણી પાર્ટી અને હેમાણીપાર્ટી શિહોરીમાં છે . 

જોવાલાયક સ્‍થળો

જોવાલાયક સ્‍થળો

 
 જગપ્રસિધ્ધ શકિતપીઠ, અંબાજીમંદિર, તા.દાંતા, જિ.બનાસકાંઠા શ્રધ્ધાનું પ્રતિકઃ મોકેશ્વર મહાદેવ
 કુંભારીયા જૈન દેરાસર, અંબાજીતા.દાંતા, જિ.બનાસકાંઠા મણિભદ્ર વીરનું સ્થાનકઃ મગરવાડા તા.વડગામ
 પ્રાચીન અને પવિત્રધામ કોટેશ્વરમંદિર(અંબાજી) ગોગ મહારાજનું મંદિરઃ સેંભર તા.વડગામ
 માનસરોવર, અંબાજી ગંગેશ્વર મહાદેવઃ હાથીદ્રા તા.પાલનપુર
 કામાક્ષી મંદિર, અંબાજી ઐતિહાસિક મોરચોઃ હસનપુર તા.પાલનપુર
 રીંછડીયામહાદેવ, અંબાજી દાંતીવાડા જળાશય
 પ્રાચીન શકિતધામ ખુણીયા અંબાજી મંદિર, તા.અમીરગઢપાસે સુગંધ અને શાયરીઓનું શહેરઃ પાલનપુર
 ધરણીધર ભગવાના ઢીમા તા.વાવ કીર્તિસ્તંભ- પાલનપુર
 શ્રીઅમીઝરા પ્રાર્શ્વનાથ જૈનતીર્થ મંદિર, ડુવા તા.થરાદ પાતાળેશ્વર મંદિરઃ પાલનપુર
 પ્રાચીન જૈન તીર્થ ભીલડીયાજી મંદિર, ભીલડીતા.ડીસા મુરશદબાવાની દરગાહઃપાલનપુર
 ભવ્ય જૈન તીર્થ મંદિર, ભોરોલ શ્રીપલ્લવીયા પાર્શ્વનાથ જૈન મોટા દેરાસરઃ પાલનપુર
 નાના અંબાજી મંદિર, સણાદર તા.દિયોદર રામદેવપીરનું ભવ્ય મંદિરઃ મજાદરતા.વડગામ
 સિધ્ધામ્બિકા માતાજી, જુનાડીસા તા.ડીસા જૈન તીર્થઃ ઋણી(રૂણી) તા.કાંકરેજ
 ખેતલા બાપજી ધામ ભાકોદરા, તા.દાંતીવાડા અતિપ્રાચીન મુળેશ્વર મહાદેવઃ પાડણ તા.વાવ
 કટાવ ધામ, તા.વાવ કપિલેશ્વર મહાદેવનું મંદિર
 રીંછ અભયારણ જાસોર હીલ તા.અમીરગઢ જૈન તીર્થ મંદિરઃ રામસણ તા.ડીસા
 નડેશ્વરી માતાનું મંદિર નડાબેટ, તા.વાવ શ્રીઓધડનાથજી(દેવદરબાર) કાંકરેજ
 પ્રાકૃતિક ધામ બાલારામ ગુરુ ધુધળીનાથ જલોત્રા તા.વડગામ
 બાજોઠીયા મહાદેવ, તા.પાલનપુર  
 અદભૂત અને મનોરમ્ય સ્થળ કૈલાશ ટેકરી અંબાજી  
 રસાલેશ્વર પટલન મંદિર ડીસા  
 પવિત્ર અને રમણીયસ્થળ વિશ્વેશ્વર જુની સરોત્રી, તા.અમીરગઢ

 
 
 
 
  
 
  
 
  
 



 


 


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 


 


 


 

1 ટિપ્પણી:

  1. બનાસકાંઠામાં વિસ્તાર ની દ્રષ્ટિએ સૌથીનોનો અને મોટો તાલુકો કયો?

    જવાબ આપોકાઢી નાખો

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...