સોમવાર, 10 સપ્ટેમ્બર, 2018

સાબરકાંઠા જિલ્લો

સાબરકાંઠા જિલ્લો

ગુજરાતમાં સૌથી ઉત્તર-પૂર્વે આવેલો જિલ્લો

સાબરકાંઠા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલાગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર શહેર ખાતે આવેલું છે. આ શહેરમાં સાબર ડેરી જાણીતી છે, જ્યાં આખા જિલ્લાનું દૂધ ટૅન્કરો મારફતે જમા થાય છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૭,૩૯૦ ચોરસ કિમી છે.

સાબરકાંઠા જિલ્લોજિલ્લો
જિલ્લાનું ગુજરાતમાં સ્થાનદેશ ભારતરાજ્યગુજરાતમુખ્યમથકહિંમતનગરવિસ્તાર • કુલ૭,૩૯૦સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)વાહન નોંધણીGJ-9

હિંમતનગર

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું મુખ્યમથક

હિંમતનગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતરાજ્યના સાબરકાંઠા જિલ્લાનું શહેર છે. હિંમતનગર તાલુકાનું તેમ જ સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે.

હિંમતનગર
—  નગર  —
હિંમતનગરનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ23°36′N 72°57′E / 23.6°N 72.95°E
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોસાબરકાંઠા
વસ્તી૮૧,૧૩૭[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 127 metres (417 ft)

હિંમતનગર પુસ્તકાલય અને ટાવર ઘડિયાળ

ઇતિહાસફેરફાર કરો

હિંમતનગરની સ્થાપના ઇ.સ. ૧૪૨૬માં ગુજરાત સલ્તનતના સુલતાન અહમદ શાહ પ્રથમે અહમદનગર તરીકે કરી હતી.ઇડરના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાને આ નગરની સ્થાપના કરી હતી. એવું કહેવાય છે કે તેને આ નગર અત્યંત પસંદ હતું અને અમદાવાદની જગ્યાએ હિંમતનગરને ગુજરાતનું પાટનગર બનાવવું વિચારેલું. ઇ.સ. ૧૭૨૮માં જ્યારે ઇડર રાવ વંશના હાથમાં ગયું પછી તરત જ અહમદનગર તેમના શાસન હેઠળ આવ્યું. ૧૭૯૨માં મહારાજા શિવસિંહના મૃત્યુ પછી તેમના ભાઇ સંગ્રામસિંહે અહમદનગર અને તેની આજુ-બાજુના પ્રદેશો પર કબ્જો જમાવ્યો અને તેના ભત્રીજા ગંભીરસિંહના પ્રયત્નો છતાં સ્વતંત્ર રાજા બન્યો. સંગ્રામસિંહ પછી તેનો પુત્ર કરણસિંહ સત્તા પર આવ્યો. ૧૮૩૫માં તેનું મૃત્યુ થયું અને તેની રાણીને સતી થતી રોકવા માટે બ્રિટિશ એજન્ટે સૈન્યની મદદ લીધી. રાજાના પુત્રોએ પોતાની પ્રથામાં વચ્ચે ન પડવા માટે બ્રિટિશ એજન્ટને યાચના કરી. બ્રિટિશ એજન્ટ સાથે સતી પ્રથા અટકાવવા અને મંત્રણા કરવાની સાથે તેમણે ભીલ અને અન્ય આદિવાસીઓને રાત્રે બોલાવ્યા અને કિલ્લાની નદી તરફની દિવાલો ખૂલ્લી મૂકીને રાણીઓ ત્યાં સતી થઇ. મહારાજાના પુત્રો નાસી છૂટ્યા, પરંતુ છેવટે બ્રિટિશરો સાથે સંમતિ દર્શાવી અને તખ્તસિંહ ગાદી પર આવ્યા. થોડા સમય પછી તેઓએ જોધપુર રજવાડાની બિન વારસ પડેલી ગાદી સંભાળી. તેમણે અહમદનગર પર સત્તા રાખવાનો પ્રયત્ન કર્યો પણ ૧૮૪૮માં લાંબી મંત્રણાઓ પછી અહમદનગર ઇડર રાજ્યમાં આવ્યું. ૧૯૧૨માં શહેરનું નામ ઇડરના મહારાજા સર પ્રતાપ સિંહ દ્વારા તેમના પુત્ર કુંવર હિંમત સિંહ પરથી હિંમતનગર રાખવામાં આવ્યું. બ્રિટિશ શાસન દરમિયાન હિંમતનગર મહી કાંઠા એજન્સીમાં હતું, જે પછીથી પશ્ચિમ ભારત સ્ટેટ્સ એજન્સી બન્યું.[૨]

૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી ઇડર રાજ્ય ભારતમાં ભળી ગયું. ૧૯૪૭થી ૧૯૫૬ સુધી હિંમતનગર ઇડર જિલ્લામાં હતું. ૧૯૫૬ થી ૧૯૬૦ સુધી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનું તે સૌથી મોટું શહેર અને વડું મથક હતું. ૧૯૬૧થી તે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનો ભાગ બન્યું.

ધાર્મિક સ્થળોફેરફાર કરો

ટાવર ચોક પાસેનુ હનુમાનજી મંદિર, દિવાળી - 2016
હરસિધ્ધ માતાનું મંદિર

શહેરમાં ર દિગંબર અને ૩ શ્વેતામ્બર એમ પાંચ અગત્યના જૈન મંદિર છે. ભોલેશ્વર મહાદેવ, ઝરણેશ્વર મહાદેવ, જૂની દરગાહ પાસેનું મહામંદિર અને સ્વામીનારાયણ મંદિર અગત્યનાં સ્થળો છે. શહેરમાં ત્રણ વાવ છે, તેમજ બાજુની દિવાલ પર લેખવાઈ સૌથી જૂની વાવ 'કાઝીની વાવ' તરીકે પ્રખ્યાત છે, જે રેલ્વે પુલ અને રસ્તાના પુલ વચ્ચે આવેલી છે.

વસતીફેરફાર કરો

૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે,[૧] હિંમતનગરની વસતી ૮૧,૧૩૭ વ્યક્તિઓની હતી. હિંમતનગરનો સરેરાશ સાક્ષરતા દર ૮૭.૧૫% હતો, જે રાજ્યના સાક્ષરતા દર ૭૮.૦૩% કરતાં વધુ હતો. પુરુષોમાં સાક્ષરતા દર ૯૧.૮૯% અને સ્ત્રીઓમાં ૮૨.૦૯% હતો. હિંમતનગરમાં વસતીના ૧૧.૬૦%ની વય ૬ વર્ષ કરતા નાની હતી.

હિંમતનગરમાં ધર્મો
ધર્મટકા
હિંદુ
  
75.34%
મુસ્લિમ
  
20.66%
જૈન
  
3.22%
અન્ય†
  
0.78%
ધર્મ આધારિત વસતી
શીખ (૦.૩૧%), બૌદ્ધ (<૦.૦૧%) અને અન્યોનો સમાવેશ કરે છે.

શિક્ષણફેરફાર કરો

હિંમતનગર માધ્યમિક શાળાનું જૂનું મકાન
હિંમતનગર માધ્યમિક શાળાનું નવું મકાન

હિંમતનગરમાં ઘણી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ જેવી કે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટિ, કોલેજ ઓફ ફાર્માસ્યુટીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ આવેલી છે. હિંમતનગર મેડિકલ કોલેજનું ઉદ્ધાટન સપ્ટેમ્બર ૨૦૧૫માં થયું હતું.[૩]

જૈન આનંદગુણસુરી વિદ્યાલય, મદ્રેસા હાઇસ્કૂલ, રુમિ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ અને હિંમત હાઇસ્કૂલ (૧ અને ૨) વગેરે શાળાઓ અહીં આવેલી છે. હિંમતનગરમાં કેન્દ્રીય શાળા પણ આવેલી છે.[૪]

પરિવહનફેરફાર કરો

હિંમતનગર બસ સ્ટેશન

હિંમતનગરમાં રેલ્વે સ્ટેશન (મીટર ગેજ લાઇન)[૫] અને બસ સ્ટેન્ડ (ડેપો) આવેલા છે.[૬]હિંમતનગર મુંબઈથી દિલ્હીનેજોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮ પર આવેલું છે

ઉત્તર ગુજરાતના જિલ્લાઓ

સામાન્ય રુપ રેખા

જિલ્લાની સામાન્ય રુપરેખા:

ભૌગોલિક સ્થાન: ૨૩.૦૩૦ થી ૨૪.૩૦ ઉ.અક્ષાંશ અને ૭૨.૪૩ થી ૭૩.૩૯ પૂ. રેખાંશઆબોહવા: શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ૯o સે., ઉનાળામાં મહત્તમ તાપમાન ૪૯o સે., સામાન્ય રીતે વિષમ આબોહવાજમીન: ગોરાડું, કાળી, ખડકાળ, પથ્થરીયાળ, રેતાળ, ડુંગરાળ તેમજ ખડકોવાળીનદીઓ: સાબરમતીખારીમેશ્વોહાથમતીહરણાવ,વાત્રક, માઝમ નદીપાક: ડાંગરબાજરીકપાસઘઉંજુવારતમાકુમગફળી,એરંડારાયડોકુલ ગામ: ૧,૩૮૯ગ્રામ પંચાયતની સંખ્યા: ગ્રામ પંચાયત - ૭૧૪, જૂથ ગ્રામ પંચાયત - ૩૨૫નગરપાલિકા: ૭રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૮ અહીંથી પસાર થાય છે.

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...