બુધવાર, 8 જુલાઈ, 2015

કલા અને સંસ્કૂતિ

                                   કલા અને સંસ્કૂતિ

કળા
http://gujaratindia.com/images/spacer.gif
કળા અને સૌંદર્યમાં રૂચિ ધરાવતા ગુજરાતમાં ઉતસવોની ઉજવણી સાથે તેની કળાનું પ્રદર્શન માણવાનો અવસર અનેરો બને છે. ગુજરાતમાં તેની કળા કારીગરીની અનેરી છાપ ચિત્રો, શિલ્‍પકૃતિઓ અને અન્‍ય કળાઓમાં જોવા મળે છે. કળા ગુજરાતની સમજ અને જીવનશૈલીને ઉજાગર કરે છે. વણાટ, છાપકામ, કોતરણી, કાચકામ જેવી કળામાં ગુજરાતે તેની આગવી ઓળખ અને અવર્ણનીય છાપ ઊભી કરી છે. પરંપરાગત અને ભાતીગળ પહેરવેશ અને રહેણીકરણીમાં કળા અને કૌશલ્‍યની આગવી શૈલી ગુજરાતમાં જોવા મળે છે. જેનો અનુભવ અવિસ્‍મરણીય છે.

ભવ્‍ય કળા અને કારીગરીનો વારસો ગુજરાતને મળેલો છે. સાંપ્રત સમયમાં તેના નાવીન્‍યપૂર્ણ સ્‍વરૂપો જોવા મળે છે. ભરતગૂંથણ કળા, વાંસ-લાકડાકામ, પથ્‍થરકામ અને ઘરેણાં કામમાં આગવી ભારતની કલા કારીગરી ગુજરાતે ઊભી કરી છે. આમ ગુજરાતની કલા-કારીગરીનું કેન્‍દ્ર બની ઊભરી આવ્‍યું છે.

રંગ-રસાયણ, કાચપરનું કલરકામ, કલમકારી જેવા ગ્રામિણ કલા કારીગરી બહુવિધ રંગો અને સૌંદર્યની ચરમસીમાનો અનુભવ કરાવે છે.



ગુજરાતની કળાની આ આગવી શૈલી છે. માટીકામ દ્વારા બનાવાતી કલાકૃતિઓ અને બહુવિધ પ્રકારની હસ્‍તકળા દ્વારા સ્‍થાપત્‍યની બેનમૂન કૃતિઓ એ ગુજરાતની ઓળખ છે.

રાજ્યમાં કળા કારીગરો બેનમૂન જમાવડો છે અને નવી પેઢીમાં કળા-કૌશલને ઓળખનાર, તેઓમાં રસ લેનાર અને તેને સંવર્ધિત કરનાર પણ છે. વિશ્વફલક પર પોતાની કળાનો કસબ બનાવનારા ગુજરાતીઓ રાજ્યભરમાં તેમના કૌવતથી ચિરપરિયત છે. રાજ્ય સરકાર અકાદમીના માધ્‍યમ દ્વારા વિવિધ કળામાં નિપૂણ અને આગવી શૈલી ધરાવનાર કળાકારોની કૃતિઓનું પ્રદર્શન, મેળવડા કરવામાં જૂથમાં પ્રદર્શન યોજાય તેવા પ્રયત્‍નો કરે છે.
ગુજરાત રાજ્ય સરકાર હસ્‍તક ગુર્જરી અને ગરબીની કામગીરી ગુર્જરી
(
ગુજરાત રાજ્ય હસ્‍તકલા વિકાસ નિગમ)
ગરવી
(
ગુજરાત રાજ્ય હાથસાળ વિકાસ નિગમ)
બંને નિગમોનો ગુજરાતમાં હસ્‍તકળા કારીગરી અને હાથસાળની પ્રવૃત્તિના વિકાસ, પ્રચાર અને પ્રસારનો મુખ્‍ય હેતુ છે. કારીગરોએ બનાવેલી ચીજવસ્‍તુઓને ખરીદનાર મળી રહે તેવી તકો ઊભી કરવી ઉપરાંત સ્‍થાનિક તેમજ વૈશ્વિક બજારમાં આ ચીજવસ્‍તુઓનું વેચાણ વધે તેવા પ્રયત્‍નો નિગમ દ્વારા કરવામાં આવે છે. ખાસ હાથશાળની કૃતિઓમાં પટોડા, બાંધણી, ચામડાની ચીજવસ્‍તુઓ, હાથછાપ, ભરતકામ તેમજ શિવણ-ગૂંથણના કલાત્‍મક અને વૈવિધ્‍ય વસ્‍ત્રોને ઉપભોક્તા સુધી પહોંચાડવામાં આ નિગમ કાર્યરત છે.





તહેવારો
http://gujaratindia.com/images/spacer.gif

http://gujaratindia.com/images/quote-left-t.gifવિશ્વફલક પર આપણા ઉત્‍સવો અને તહેવારોએ ગુજરાતની ઓળખ ઊભી કરી. http://gujaratindia.com/images/quote-right-t.gif

ગુજરાતના ઉત્‍સવો અને તહેવારો ઘણા લોકપ્રિય બન્‍યા જેમાં તમામ ધર્મો, વ્‍યવસાયીક સ્‍પર્શ અભિગમ અને આનંદ-પ્રમોદ સામે ઉજવણી મેળાઓ અને પ્રવાસન પ્રવૃત્તિઓમાં પણ જોવા મળે છે.

ગુજરાતમાં તહેવારો સામાજિક - સાંસ્‍કૃતિક - ધાર્મિક ના ત્રિવેણી સંગમે ઉજવાય છે, જેમાં રાજ્યની પ્રજાને આર્થિક દ્રષ્‍ટિએ પણ પ્રોત્‍સાહક બળ પુરૂં પાડે છે. વાયબ્રન્‍ટ ગુજરાત પતંગ મહોત્‍સવે ધાર્મિક રીત-રિવાજોની ઉજવણી સાથે આર્થિક પાસાને મજબૂત બનાવી સિમાચિહ્ન સ્‍થાપી આપ્‍યું છે. તહેવારો અને મેળાઓ થકી રાજ્યમાં એકતા, અસ્‍મિતાની સ્‍વયંશિસ્‍ત અને સદાચાર અને પ્રજાએ એકે કર્યો. સાથે સાથે ચેતનવંતા ઉત્‍સવોને માણતા થયા.

ગુજરાતમાં ઉજવાતા મુખ્‍ય ઉત્‍સવો - તહેવારો

http://gujaratindia.com/images/nav-icon.jpg
Deepavali
Kite Festival






Shivratri
Holi
Janmastmi






Ganesh Chaturthi
Mohorram



વર્ષ દરમિયાન ગુજરાતની પ્રજા ૩૫૦૦ થી વધુ મેળાઓ અને ઉત્‍સવોની ઉજવણી કરે છે. પરંપરાગત વર્ણોની સંસ્‍કૃતિ અને રીતરિવાજો સાથે ઉજવાતા ઉત્‍સવો અને તહેવારો ધર્મ, સંસ્‍કૃતિ અને રીતરિવાજોને જીવંત રાખે છે.

ઉત્‍સવોની ભૂમિતરીકે ઓળખાતું ગુજરાત તેની પરંપરાગત મૂલ્‍યોને જીવંત રાખી બદલાતી મોસમને જોડતા સમયમાં ગરબે ઘૂમતા, ગુજરાતમાં નવરાત્રી ઉત્‍સવનો આનંદ માણતા, ખેતરોમાં અનાજરૂપી સોનાની લાગણીના સમયે સમગ્ર ભારતમાં મોટા પાયે ઉજવાતો અને ઉત્‍સવ તેની ઉચ્‍ચતમ ધાર્મિક પરંપરાને ગુજરાત ઉજાગર કરે છે.


નૃત્‍ય અને સંગીત
http://gujaratindia.com/images/spacer.gif
http://gujaratindia.com/images/quote-left-t.gifગુજરાતમાં સંગીત દેવદૂતોના શબ્‍દ સમાન હોય છે.  
ગુજરાત તેના પારંપરિક સંગીત અને નૃત્‍ય માટે ખાસ્‍સું જાણીતું છે. ગરબા, ગરબી, રાસ જેવા નૃત્‍ય અને સંગીત ગુજરાતની ઓળખાણ છે અને જે પ્રવાસીઓને આકર્ષે છે. રાસ અને ગરબા ભગવાન કૃષ્‍ણની પરંપરાના પ્રતીક છે. જે ગોકુલમાં વાંસળી વગાડતા અને તેની ચારેબાજુ ગોપીઓ નૃત્‍ય કરતી હતી.

ગુજરાતના ગીતા, સંગીત અને તેના પ્રકારોમાં ખાસી વિવિધતા અને સર્જનાત્‍મકતા જોવા મળે છે.

જુદા - જુદા ભક્તિ ગીતો વૈષ્‍ણવ સંપ્રદાયના ગુજરાતમાં ખાસ્‍સાં પ્રખ્‍યાત છે. ચારણ અને ગઢવી સમાજના ગીતો પણ ગુજરાતમાં પ્રખ્‍યાત છે. જે ગુજરાતની સંસ્‍કૃતિ અને પરંપરાની ઓળખાણ કરાવે છે.
ગુજરાતમાં લગ્‍ન ગીતો, જન્‍મગીતો, મરણગીતો, ઉત્‍સવના ગીતો વગેરે પ્રકારના ગીતો ગવાય છે.

ગુજરાત પાસે પોતાનું વાદ્ય છે અને તેના દ્વારા ગુજરાત પોતાની ઓળખાણ ઊભી કરે છે. તુરી, બુંગલ, પાવા અને જેવા બીજા હવાના વાદ્યો ગુજરાતમાં આવેલ છે. વળી રવન હાથો, એકતારો, જંતર જેવા તારના વાદ્યો તથા મંજીરા અને તબલા પણ ગુજરાતના વાદ્યો છે. ટોડી, બીલાવલ (વેરાવળ), સોરઠી (સોરઠ), ખંભાવતી (ખંભાત કૅમ્‍બે), આહીરી અને લાટી વગેરે જુદા જુદા રાગે ગુજરાતમાં લોકગીતો ગવાય છે. જે ભારતીય પરંપરામાં ગુજરાતની ઓળખાણ ઊભી કરે છે.





http://gujaratindia.com/images/bhavai-ic.jpg


http://gujaratindia.com/images/dance-ic.jpg


http://gujaratindia.com/images/garba-ic.jpg


http://gujaratindia.com/images/hallisaka-ic.jpg

દોહા, સોરઠા, ચાંદ, બિલાડ જેવા સંગીતો મુખ્‍યત્‍વે સૌરાષ્‍ટ્રના વિસ્‍તારોમાં જોવા મળે છે.

ભજન અને હવેલી સંગીત ગુજરાતના ધાર્મિક ગીતો છે.

ફેકટોપેડિયા
મહારાજા સયાજીરાવ ગાયકવાડ જેમણે વડોદરા પર ૧૯૪૭ સુધી શાસન કર્યું, તેમણે ગુજરાતી સંગીતને વધારો આપવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતાં અને તેમણે આર્ટ અને સંગીત શિક્ષા માટે પણ કામ કર્યું હતું. મધ્‍ય ગુજરાતમાં ૧૮૭૯ થી ઉસ્‍તાદમૌલા બક્ષ અને ભારતીય સંગીત શીખવા માટે અકાદમી બનાવી હતી. આ અકાદમી પાછળથી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનો ભાગ બની જે વડોરદામાં આવેલ છે. ભારતીય શાસ્‍ત્રીય સંગીત (તબલા)નો વિભાગ સૌથી મોટો વિભાગ છે. જે જ્ઞાન શાળા કહેવાય છે. ૧૮૮૬ માં બરોડના મહારાજાએ તેમને ભારતીય શાસ્‍ત્રીય સંગીત (તબલા) ના કળા કેન્‍દ્રમાં બદલ્‍યું.
ઉસ્‍તાદ અબ્‍દુલ કરીમખાન, ઉસ્‍તાદ હઝરત ઇનાયત ખાન, ઉસ્‍તાદ ફૈયાઝખાન, પંડીત ઓમકારનાથ ઠાકુર અને તેમના જેવા બીજા મહાન સંગીતકારોને વડોદરાના દરબારમાં સ્‍થાન હતું. ઇ.સ. ૧૯૧૪ માં વડોદરરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે અખિલ ભારતીય સંગીત સંમેલન યોજ્યું હતું.
ગુજરાતમાં નવરાત્રી તહેવાર ધાર્મિક ભાવના સાથે ઉજવવામાં આવે છે. જેની નોંધ સમગ્ર વિશ્વ લે છે. નવ દિવસ ચાલતો આ તહેવાર દરેક જાતિ, ઉમર, રંગના લોકો સાથે મળીને ગુજરાતમાં ઉજવે છે. ગુજરાતમાં રહેતા અને બિન રહેવાસી ગુજરાતીઓ પણ આ તહેવાર માણે છે. તહેવારનું સંગીત અને નૃત્‍ય ગુજરાતની સાંસ્‍કૃતિ વારસાની ઝાંખી આપે છે. તહેવાર દરમિયાન ગવાતા ગીતો ભગવાન કૃષ્‍ણ કે માંદુર્ગાના માનમાં ગવાય છે.

નવાયુગમાં પોપ સંસ્‍કૃતિ ગુજરાતના યુવાનોને ખૂબ જ આકર્ષિત કરે છે. ક્રિસમસ અને નવાવર્ષે પણ ગુજરાતમાં ઉત્‍સાહભેર મનાવાય છે. પશ્ચિમી સંગીત, પોપ, હિપ-હોપ અને ઝાઝ સંગીત અહીં ઇન્‍ડિપોપ, હીપહોપ, પંજાબી ભાંગડા વગેરે યુવાનો વચ્‍ચે આકર્ષણ જમાવે છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કેટલાય કલાકારોના જીવંત કાર્યક્રમ થાય છે.

ગુજરાતનો સમૃદ્ધ પરંપરા અને સંસ્‍કૃતિ આજે પણ જીવંત છે.
મેળાઓ
http://gujaratindia.com/images/spacer.gif
આદીકાળથી મેળાઓ અને ઉત્સવોની ઉજવણી માનવી કરતો આવ્યો છે. પ્રચલિત મેળાઓ અને તહેવારો ધાર્મિક માન્‍યતાઓ અને પરંપરાગત રીતરિવોજો જોડાયેલા છે.

ગુજરાત તેના પરંપરાગત મેળાઓ અને તહેવારોના કારણે જગ પ્રસિદ્ધ છે. વર્ષ દરમિયાન રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે. નાણાકીય, ઉદ્યોગિક, કૃષિલક્ષી, કલાત્‍મક, ધાર્મિક, પરંપરા અને અનેકવિધ વિષયોને લગતા મેળાઓ ગુજરાતમાં વર્ષ દરમિયાન જુદા - જુદા સ્‍થળો અને સમયે ઉજવવામાં આવે છે. સમૃદ્ધ સાંસ્‍કૃતિક વારસાના કારણે ગુજરાત તહેવારોનો આનંદ માણે છે. ભવ્ય ઇતિહાસ, વૈભવી પરંપરા અને સમૃદ્ધ સંસ્‍કૃતિના કારણે મેળાઓની સમાજમાં એક અમીટ છાપ કાયમી રહે છે.
ગુજરાતના મેળાઓ સામાજીક સંસ્‍કૃતિ અને ધાર્મિક પરંપરાઓનું પ્રતિક છે. ગુજરાતના તહેવારો, મેળાઓ અને તેની ઉજવણીને લીધે તે વૈશ્વિક ફલક ઉપર પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. વાઇબ્રન્‍ટ ગુજરાત પતંગ મહોત્‍સવ દ્વારા અનેક વિદેશી પ્રવાસીને ગુજરાત તરફ આકર્ષી ઉધોગ ક્ષેત્રે નવા ઉધોગ ગુજરાતમાં સ્‍થાપવા માટે આકર્ષી શકતું. જેના કારણે ઉધોગ મેળા, વેપાર મેળા જેવા કેટલાય આર્થિક મેળાના આયોજન કરી ગુજરાત પોતાની ઓળખ વિશ્વ સમક્ષ કરી રહ્યું છે. ગુજરાત તેની આગવી બાંધકામ-શૈલી, જીવન-શૈલી, ફેશન, કળા, રસોઇ-કળા, ટેકનોલોજી વગેરે વિશ્વ સમક્ષ મૂકવા લાગ્‍યું છે.

ગુજરાતે પોતાની નવી ઓળખ કચ્‍છ મહોત્સવ દ્વારા નવા વિકસતા ગુજરાતની છાપ મેળવી છે. જે પ્રવાસીઓને સાંસ્‍કૃતિક તહેવારો, લેસર શો, નૃત્યો, હસ્તકળા-કારીગરી દ્વારા પોતાની તરફ આકર્ષી રહ્યું છે. કચ્‍છ તેમના ભવ્ય સાંસ્‍કૃતિક વારસાને લીધે 'The Cradle of Craftsmanship' તરીકે પણ ઓળખાય છે.

તરણેતરના મેળાનો પોતાનો એક અલગ અંદાજ-આનંદ છે. તરણેતરના મેળામાં ગ્રામ્ય ઓલમ્‍પિક રમતો દ્વારા ગ્રામ્યજનો ઉત્સાહપૂર્વક ભાગ વઇ જીવનનો આનંદ માણે છે. તરણેતરનો હાથથી બનાવેલ કલાત્‍મક ચીજ વસ્‍તુઓ, પરંપરાગત નૃત્‍યો, સંગીત, તેમજ લગ્‍નોત્સુક .યુવાન-યુવતીઓ માટે મિલન-ઉત્સવ ગોઠવવા માટેના સ્‍થળ તરીકે જાણીતું છે. આ મેળો ત્રણ દિવસ ચાલે છે. જે ત્રીનેતેશ્વર મહાદેવની પાસેના વિસ્‍તારમાં ઉજવવામાં આવે છે. જે રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય પ્રવાસીઓનું ખાસ આકર્ષણ કેન્દ્ર છે.

ગુજરાતના મેળાઓ તેની ઉજ્જ્વળ પરંપરા, ગૌરંવવંતા મૂલ્‍યો, સાંસ્‍કૃતિક વારસા, શાખ અને સાહસિકતા જેવા ગુજરાતના લોકોની વાતને વૈશ્વિક ફલક ઉપર પ્રતિબિંબિત કરે છે. આર્થિક મેળાઓને કારણે ગુજરાતના વિકાસ માટે નવા વૈશ્વિક ભાગીદારો મળે છે.

ગુજરાતના કેટલાક મેળાઓ, તહેવારોની ઝાંખી :
http://gujaratindia.com/images/spacer.gif

http://gujaratindia.com/images/bullet-new.gif
http://gujaratindia.com/images/bullet-new.gif

http://gujaratindia.com/images/bullet-new.gif
http://gujaratindia.com/images/bullet-new.gif

http://gujaratindia.com/images/bullet-new.gif
http://gujaratindia.com/images/bullet-new.gif

http://gujaratindia.com/images/bullet-new.gif
http://gujaratindia.com/images/bullet-new.gif

http://gujaratindia.com/images/bullet-new.gif



http://gujaratindia.com/images/bullet-new.gif



સંસ્‍કૃતિ અને જીવનશૈલી
http://gujaratindia.com/images/spacer.gif
સંસ્‍કૃતિથી સમૃદ્ધ ગુજરાત વૈભવશાળી પ્રદેશ છે. ગુજરાત રાજ્ય તેના ભવ્‍ય વારસા, ઉચ્‍ચતમ જીવનશૈલી અને સમૃદ્ધ પરંપરા દ્વારા હડપ્‍પન સંસ્‍કૃતિના ઇતિહાસ વારસો ધરાવે છે. રાજ્યમાં બહુવિધ ધર્મો, જેમાં હિન્‍દુ, ઇસ્‍લામ, જૈન, બુદ્ધ પ્રચલિત છે. ગુજરાતની સંસ્‍કૃતિ તેની કળા, આદર-આતિથ્‍ય શૈલી, પરંપરા, સમાજ, ખૂબીઓ ભાલા-બોલી અને તકનિકી મૂલ્‍યો દ્વારા મૂઠી ઉંચેરું બન્‍યું છે.

ગુજરાત એક પ્રભાવશાળી જીવંત જીવનશૈલી જીવનારી પ્રજા ધરાવે છે. જે પેઢી દર પેઢી તેના સંસ્‍કારોને દ્રઢ કરે છે. અસામાન્‍ય પ્રણાલી સામાન્‍ય માણસના અનુભવ અને સમજણ દ્વારા ગુજરાતની સાંસ્‍કૃતિક પરંપરા અને જીવનશૈલી જોવા મળે છે. હસ્‍તધનૂન દ્વારા અથવા માન-આદર માટે એકબીજા પ્રત્‍યે અહોભાવ જોવા મળે છે.

સામાજીક જીવનની શિક્ષા, ધાર્મિક વ્‍યવહારો અને કળા-કારીગરીના ઉત્તમ અભિગમો દ્વારા ગુજરાત રાજ્યની પ્રજાએ સદભાવ, સમભાવ દ્વારા સર્વધર્મને આદર-માન આપી સીમાડા પાર દરિયાઇ ક્ષેત્રો ઓળંગી તેની સંસ્‍કૃતિની જ્યોત પ્રગટાવી છે.

ભારત વર્ષના હૃદયસ્‍થ થયેલા ગુજરાતમાં બહુવિધ સાંસ્‍કૃતિક વૈભવનો મેળાવડો જોવા મળે છે. અહીં જનસમૂહ બીજાના ધર્મ-જાતિ પ્રત્‍યે આદર આપી આત્‍મગૌરવ પર સન્‍માન અને ઠોસ વિશ્વાસ સાથેની સંસ્‍કૃતિ ઊભી કરી છે. વૈશ્વિક સ્‍તરના પડકારો સામે વિશ્વાસ અને સ્‍ફૂર્તિથી અહીંનો જન-સમૂહ અન્‍ય રાષ્‍ટ્રો સાથે પોતાનું સાંસ્‍કૃતિક જોડાણ જાળવી રાખે છે.

મૂળ ગુર્જરથી ઓળખાતી ગુજરાતી પ્રજા તેની પરંપરાગત સંસ્‍કૃતિ કળા-મૂલ્‍યો દ્વારા ઓખળ ઊભી કરી છે. ગુજરાત સાંસ્‍કૃતિ આર્થિક, સામાજીક અને રાજકીય ઇતિહાસનો ભવ્‍ય વારસો ધરાવે છે. ગુજરાતે ભારતીય રાજકીય ઇતિહાસમાં અદ્વીતીય પ્રભાવ ઊભો કર્યોં છે. પૂ. મહાત્‍મા ગાંધીજીનું જન્‍મસ્‍થળ પોરબંદર ગુજરાત રહ્યું છે. આ ઉપરાંત અહિંસા - સદ્દભાવની ભાવના અહીંની પ્રજાની જીવનશૈલી બની રહી છે.

તહેવારો અને મેળાઓ, કળા અને કારીગરી, લોકનૃત્‍યો, સંગીત, પોશાક અને અહીંની જીવનશૈલીમાં ગુજરરાતની પરંપરાગત સંસ્‍કૃતિની અસર જોવા મળે છે. જીવનના મૂલ્‍યો અને સામાજીક પ્રણાલી અને ચારિત્ર્ય વાળી અહીંની સંસ્‍કૃતિ પોતીકાપણુંનો અનુભવ કરાવે છે.

ભાષા
સ્‍થાનિય પ્રજા ગુજરાતી ભાષા દ્વારા લોક વ્‍યવહાર કરે છે. "ગુજરાતની" માતૃભાષા ગુજરાતી છે. વિશ્વમમાં જ્યાં જ્યાં ગુજરાતી વસ્‍યો છે તેં ગુજરાતની ભાષા બોલે છે. પ્રાદેશિક બોલીમાં ગુજરાતમાં ચરોતરી, કાઠીયાવાડી, કચ્‍છી, સૂરતી અને ઉ. ગુજરાતની બોલી બોલાય છે ઉપરાંત ગુજરાતમાં ઘણા વિસ્‍તારોમાં મરાઠી, સિંધી, પંજાબી વગેરે ભાષા-બોલી બોલાય છે.
પહેરવેશ - પોશાક
રાજ્યમાં શહેરી અને ગ્રામીણ પ્રજા તેની રહેણી-કરણી અને રીત-રિવાજો અને પહેરવેશમાં સામ્‍યપણું જોવા મળે છે. સામાન્‍યપત્રો પુરુષ પેન્‍ટ અને શર્ટ અથવા ટી-શર્ટ પહેરે છે અને રાજ્યની યુવા પેઢીમાં પશ્ચિમી અસર નીચે આવી હોવાથી સ્‍કર્ટ, ડ્રેસ, જીન્‍સ વગેરે પહેરે છે. ગૃહીણીઓ સામાન્‍ય રીતે સાડી અથવા સલવાર કમિઝ પહેરે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં પુરુષો ધોતી-ઝભ્‍ભો, બંડી અને ટોપી પહેરે છે. સ્‍ત્રીઓ મહદઅંશે ચણિયા-ચોરી અને પુરુષો કેડિયું-ધોતી ઉત્‍સવ - તહેવારના પ્રસંગોમાં પહેરે છે.
ભોજન
મોટા ભાગના ગુજરાતીઓ શાકાહારી છે. પરંપરાગત ગુજરાતી થાળીતરીકે ઓળખાતા ભોજનમાં દાળ, ભાત, રોટલી અને શાકભાજી, ફરસાણ, મીઠાઇ હોય છે. આ સવારનું ખાણું હોય છે. જ્યારે સાંજની વેળાનું વાળું ભાખરી-શાક, અથવા ખીચડી-કઢી મુખ્‍ય હોય છે. આ ઉપરાંત સામાન્‍યપણે ચટણી, અથાણાં, કચૂંબર, પાપડ, દૂધ-ઘી, છાસ તે અહીંના રોજીંદા ખોરાકમાં લેવાતા હોય છે. રોજીંદા ભોજન ઉપરાંત ગુજરાતની ગૃહિણીઓ અન્‍ય વાનગીઓ બનાવવામાં ઉત્‍સાહી હોય છે. તેમના રસોડામાં અનેકવિધ અથાણા અને અન્‍ય પ્રદેશો જેવા કે દક્ષિણ ભારતની ભોજન-થાળ, કોન્‍ટિનેન્‍ટલ અને ચાઇનીઝ ભોજન બનાવવાનું શીખી ગઇ છે અને તે બનાવે પણ છે.
ઘર : રહેઠાણ
શહેરી જનોમાં તેમની જીવનશૈલી વૈભવી બની છે. હવા ઉજાશની મોકળાશ, રાચ-રચીલાથી સમૃદ્ધ દરેક ખંડો, ગ્‍લેઇઝ ટાઇલ્‍સ અને આરસપહાણથી સુશોભિત દિવાનખંડ સાથે ગુજરાતીઓ મકાન અથવા ફલેટમાં રહે છે. ગ્રામીણ જનોના રહેઠાણોમાં વિકાસ થયો છે. છતાં પણ આજે પણ તેમમના રહેઠાણોમમાં પરંપરાગત લાકડા અને ભાતિગળ શૈલીના મકાન-વસાહત જોવા મળે છે. લાકડામાં નકશીકામવાળા ઘરો ગુજરાતની આગવી ઓળખ છે. તે ઉપરાંત માનવ વસાહત સાથે પક્ષીઓને ચણ નાખવા માટેના કલાત્‍મક બનાવેલા ચબૂતરા ગુજરાતની આગવી ઓળખ છે.
કાર્યશૈલી
મોટા ભાગના ગુજરાતીઓ વ્‍યવસાય અને ધંધા સાથેની પ્રવૃત્તિઓમાં જોતરાયેલાં છે. ગુજરાત ઔદ્યોગિક કામકાજોમાં અગ્રેસર રહેતું રાજ્ય છે અને રાજ્યની કાપડ ઉધોગનું શહેર અને આર્થિક રાજધાની અમદાવાદ ભારતમાં સાતમું સ્‍થાન ધરાવે છે. વિશ્વસ્‍તરે હવાઇ માર્ગથી જોડાયેલા ગુજરાતમાં અન્‍ય રાજ્યો સાથેની હવાઇજોડાણ સુવિધાઓ વધું છે. અહીં ધંધા-વ્‍યવસાયીક તકો ઘણી છે. જે વાયબ્રન્‍ટ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રો દ્વારા જોઇ શકાય છે.
શ્રદ્ધા અને આસ્‍થા
ગુજરાતમાં બહુવિધ ધર્મ અને સંપ્રદાયો જવા મળે છે. અહીં શ્રદ્ધા અને આસ્‍થાના મૂળ તેમના ધર્મ અને સંપ્રદાય મુજ દ્રઢ બનેલા છે. મુખ્‍ય ધર્મોમાં હિન્‍દુ, જૈન અને બૌદ્ધ છે. સંપ્રદાયોમાં બોહરા, અને મોરસલામ ગરાસિયા, જે કચ્‍છમાં પ્રચલિત છે. જેઓ ઇસ્‍લામમાંથી પરિવર્તીત થયેલા. તેઓની જીવનશૈલી ભાતીગળ ગુજરાતી રહી છે. સુન્‍ની મુસ્‍લિમ તેમાનાં બીજા મોટા સમૂહ તરીકે આવે છે. જૈન, ઇરાનના પારસી, દક્ષિણ ગુજરાતમાંથી આવેલા અને ખ્રિસ્‍તીઓ છે. ગુજરાતની પ્રજા ઇશ્‍વરી સત્તાને સ્‍વીકારનારી, સહિષ્‍ણુ અને સ્‍વભાવે ઉદાર છે. તેઓ સર્વધર્મને સ્‍વીકારી પર સન્‍માન, આત્‍મગૌરવ અને ઠોસ વિશ્વાસની આસ્‍થા સાથે જીવન જીવે છે. ગુજરાતીઓ દરેક ધર્મના તહેવારો, ઉત્‍સવો સાથે મળી ઉજવે છે.
http://gujaratindia.com/images/quote-left.jpg
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્‍યાં ત્‍યાં વસે સઘળું ગુજરાત. http://gujaratindia.com/images/quote-right.jpg
(
અર્થ: રાજ્યની પ્રજા કઇ ભાષા બોલે છે)

 
સાહિત્‍ય
http://gujaratindia.com/images/spacer.gif
સાહિત્‍ય માનવીય અનુભવોનો નિચોડ છે. તે સમાજનું દર્પણ અને સાંસ્‍કૃતિક મૂલ્‍યોનો દસ્તાવેજ છે. ગુજરાતનું સાહિત્‍ય સ્‍વતંત્રતા, પરંપરા, સંસ્‍કૃતિ, નૃત્ય, સંગીત, લેખો, વાર્તાઓ, નાટ્યના રચયિતાઓનું પ્રતીક છે. વિતેલાં યુગોમાં બનેલી ઘટના કે માન્‍યતાઓની અસર સાહિત્‍યમાં જોવા મળે છે.
http://gujaratindia.com/images/spacer.gif
૧૧મી સદીના સાહિત્‍યમાં હિન્‍દુ અને જૈન ધર્મની અસર જોવા મળે છે. તે પહેલાં સંસ્‍કૃત કે પ્રાકૃત ભાષામાં સાહિત્‍ય લખાતું હતું. હેમચંદ્રાચાર્યનું વ્‍યાકરણ, ‘‘સિદ્ધ હેમ શબ્‍દાનુશાસન’’ આવ્‍યા બાદ ગુજરાતી સાહિત્‍યનો નવો યુગ શરૂ થયો.
http://gujaratindia.com/images/spacer.gif
ભાષા દ્વારા ઇતિહાસનું વર્ગીકરણ ત્રણ ભાગમાં :
http://gujaratindia.com/images/bullet-new.gif
૧૦ અને ૧૧ મી સદીથી ૧૪મી સદી ‘‘અપબ્રહ્મકે જૂનો ગુજરાતી સમય
http://gujaratindia.com/images/bullet-new.gif
૧૫મી થી ૧૭મી સદી મધ્‍ય ગુજરાતી સમય
http://gujaratindia.com/images/bullet-new.gif
૧૭મી સદીથી આધુનિક ગુજરાતી સમય

ગુજરાતમાં ભક્તિ આંદોલન જે ભારતમાં ૧૨મી અને ૧૭મી સદી દરમિયાન થયેલું. તેની શરૂઆત નરસિંહ મહેતા (૧૪૧૪-૧૪૮૧) દ્વારા થઇ હતી. ત્યારબાદ નરસિંહ મહેતા ગુજરાતી સાહિત્‍યના પિતામહ તરીકે ઓળખાયા. તેમના જીવન દરમિયાન તેમની સામે સામાજીક વિરોધ હોવા છતાં તેમણે પોતાનું સાહિત્ય દ્વારા ગુજરાતી ભાષામાં ભક્તિ આંદોલન ચાલુ રાખ્‍યું.

૧૨મી સદીમાં આચાર્ય પ્રથા શરુ થતા ધાર્મિક આંદોલનમાં રામાનુજાચાર્ય, માધવાચાર્ય, શંકરાચાર્યના વિચારોનો પ્રભાવ જોવા મળે છે. ઇ. સ. ૧૩૪૨-૧૮૦૦ના સમયગાળામાં સાહિત્‍યમાં જૈન પ્રભાવ જોવા મળે છે. આ સમય દરમિયાન મીરાંબાઇએ પણ ભગવાન શ્રીકૃષ્‍ણની કિર્તન-ભક્તિમાં અસંખ્ય ભક્તિ-પદો અને ભજનો રચ્‍યા. ઉપરાંત તત્કાલિન સમયમાં ઘણા સંત-કવિ-ભક્તોએ ભગવાની કિર્તન-આરાધનામાં સંગીત અને સાહિત્‍યની બેજોડ રચનાઓ કરી સમાજને ઉત્કૃષ્ઠ સાહિત્‍ય પ્રદાન કર્યું.

ઇ. સ. ૧૨૯૮-૧૪૨૦ના સમયગાળામાં જ્યારે મોગલ સલ્તનતના શાસન દરમિયાન સોમનાથ, જુનાગઢ, ઇડર અને અમદાવાદ જેવા ક્ષેત્રેમાં ભાષા-સાહિત્યમાં ધાર્મિક સંસ્‍કૃતિ અને પ્રકૃતિની અસર જોવા મળી હતી.

‘‘આખ્‍યાન’’ જે સાહિત્યનો રસમધુર પ્રકાર છે તે પ્રેમાનંદ દ્વારા (ઇ. સ. ૧૬૩૬-૧૭૩૪) પ્રચલિત કરવામાં આવ્‍યું હતું. તેઓ તાંબાના ઘડાને વાદ્ય તરીકે ઉપયોગ કરીને કાવ્‍યરૂપે વાર્તા ગાતા અને સંભળાવતા હતાં.

ઇ. સ. ૧૨મી સદીમાં આચાર્ય પ્રથા, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, શંકરાચાર્યના વિચારોનો પ્રભાવ જોવા મળી.

ઇ. સ ૧૯મી સદી કવિ નર્મદે (ઇ. સ. ૧૮૩૩-૮૬) સામાજીક બદલાવની કવિતા અને પદો રચ્‍યા હતાં. તેઓ એક રાષ્‍ટ્ર, એક ભાષા અને સ્‍વતંત્રતા વિષે લખતા હતાં. તેઓ ધાર્મિક અંધશ્રદ્ધાના પ્રખર વિરોધી હતાં. પાછળથી તેમણે ‘‘દાંડીયો’’ નામે સામાયિક પ્રકાશિત કરતાં, જેનું કામ લોકોને બ્રિટિશ હકૂમત સામે જાગ્રત કરવાનું હતું. સ્વતંત્રતા સામે સમાજને પ્રતિબદ્ધ કરવાનો તેમનો અભિગમ હતો તે પોતાના વિચારો પોતાની રચના દ્વારા દાંડીયાંમાં પ્રકાશિત કરતા હતાં.

સને ૧૮૮૬-૧૯૦૭માં ગોવર્ધનરામ ત્રિપાઠી જેઓએ નરસિંહ મહેતા અને મીરાંબાઇની પરંપરા આગળ વધારી. પાછળથી તેમણે સામાજીક બદલાવ અને સામાજીક અસમજતા વિષે ‘‘સરસ્‍વતીચંદ્ર’’ નામની મહા નવલકથા લખી. જે ગુજરાતી ભાષાનું ઉચ્‍ચ શ્રેણીનું પ્રભાવી સાહિત્ય ગણી શકાય છે.

કવિ ગિરધરે ઇ.સ. ૧૮૧૫માં રામાયણ લખી. તુલસી વિવાહ, ભગવાન કૃષ્‍ણના તુલસી જોડેના લગ્‍નના ગીતો બન્‍યા. રણછોડ ભક્ત (૧૮૦૫), રણછોડજી દીવાન, હરિ ભટ્ટ જેવા સાહિત્યકારો અને રચનાકારો સને ૧૮૦૦-૧૯૦૦ સમયગાળા દરમિયાન થઇ ગયા.

કનૈયાલાલ મુનશીએ સોલંકી સામ્રાજ્યના ઇતિહાસની વાત કરી (૧૮૮૭-૧૯૭૧), ઝવરેચંદ મેઘાણીએ સૌરાષ્‍ટ્રના સમૃદ્ધ વારસા અને પરંપરાની વાત કરી (૧૮૯૭-૧૯૪૭). પન્‍નાલાલ પટેલ ગુજરાતના શાસકોની વાત કરી. સુંદરમે ગરીબોની વાત કરી, ઊમાશંકર જોષી (૧૯૧૧-૧૯૮૮) વૈવિધ્‍ય સભર રચના દ્વારા ગુજરાતી સાહિત્‍યમાં પોતાની આગવી અસર છોડી.

પહેલા વિશ્વ યુદ્ધની શરૂઆતમાં (૧૯૧૫-૪૫) ગાંધીયુગ અસર ગુજરાતી સાહિત્‍યમાં જોવા મળે છે. તેના દ્વારા દેશભક્તિ, માનવતા, સ્‍વતંત્રતા, સ્‍વચ્‍છતાની વાતનો સમાવેશ થાય છે.

ગાંધી યુગમાં કનૈયાલાલ મુનશી, મેઘાણી, રસિકલાલ પરીખ, કાકા કાલેલકર, નગીનદાસ પરીખ મનુભાઇ પંચોલી (દર્શક) મનસુખલાલ ઝવેરી, અનંતરાય રાવલ, ઝીણાભાઇ દેસાઇ (સ્નેહરશ્‍મિ) વગેરે જેવા સાહિત્‍યકારોએ પોતાની ગુજરાતી સાહિત્યમાં પોતાની આગવી શૈલી બનાવી હતી. જયંતી દલાલ, ચુનિલાલ મડિયા, ગુલાબદાસ બ્રોકર જેવા શિષ્ટ સાહિત્‍ય વિવેચકોએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન આપ્યું. ગાંધીયુગ દરમિયાન નિરંજન ભગત જેવા કવિ પણ થઇ ગયા. યશવંત શુકલ, ધીરૂભાઇ ઠક્કર, રમણલાલ જોષી, ચંદ્રકાંત શેઠ, સુરેશ દલાલ પણ ગુજરાતી સાહિત્‍યની સમૃદ્ધિમાં વધારો કર્યો.

ગૂજરાત વિદ્યાપીઠ ગુજરાતની સાહિત્‍ય પ્રવૃત્તિનું કેન્‍દ્ર બન્‍યું. ગુજરાતી સાહિત્‍યમાં નવલિકા, નવલકથા, લઘુકથા, ડાયરી, પત્રો, નિબંધ, વિવેચન, આત્‍મકથા, પ્રવાસ નિબંધોનો સમાવેશ થાય છે.

બ્રિટિશ સરકાર આપણે ત્યાં તત્કાલિન નવી ટૅકનોલોજીના છાપખાના તથા મુદ્રણવિદ્યા છોડતા ગયા. શિક્ષણની ભાષામાં અંગ્રેજી ભાષાનો પ્રભાવ મજબૂત બન્યો. આ સમયગાળામાં અંગ્રેજી સામાયિક, દૈનિક સમાચારપત્રોનો સમાવેશ થયો. જે સમાજને માહિતી પૂરી પાડે છે. નવા સાહિત્‍યમાં નવા સમયના વિચારો, સામાજીક કલ્‍યાણ, વિવેચન, રમત, રાજનીતિ, આધ્‍યાત્‍મિકતા, વ્યવસાયિક ચલનો, ધારણાઓ અને હકીકતો જોવા મળી.

આજે અંગ્રેજીનો પ્રભાવ વધતો હોવાને લીધે ગુજરાતી સાહિત્‍યની સીમા બંધાઇ ગઇ છે. ગુજરાતી સાહિત્‍યમાં અંગ્રેજી સાહિત્‍યનું રૂપાંતર કરવામાં આવી રહ્યું છે. ધાત યોલ ડોઇલ્‍ટોની નવું પુસ્‍તક તે સ્‍થાનિક ભાષામાં ભાષાંતરિત કરવામાં આવે છે. બાળ સાહિત્‍ય, કળા સાહિત્‍ય, સ્‍ત્રી સાહિત્‍ય વગેરેનું રૂપાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ગુજરાતી સાહિત્‍ય અકબંધ છે.

નવા સમયમાં લેખકો, વિચારકો મળે છે, ચર્ચા કરે છે, નવા પુસ્‍તકો પ્રકાશિત કરે છે અને - જ્ઞાન એ જ શક્તિ છે - ના સિદ્ધાંતને પ્રોત્‍સાહિત કરે છે.

પુસ્‍તક નિર્માણ હવે ઉદ્યોગ બની ચૂક્યું છે. ઇન્‍ટરનેટ દ્વારા પણ પુસ્‍તકોનું વિવેચન કરવામાં આવે છે. ગૂગલ ઓપન બુક, ઇ-બુક દ્વારા ગુજરાતી સાહિત્‍ય, સમૃદ્ધ બની રહ્યું છે. લેખકો પોતાની POD (પ્રિન્‍ટ ઓન ડીમાન્‍ડ સર્વિસ) બનાવી રહ્યાં છે. જેને લીધે ગુજરાતી સાહિત્‍યને વિશ્વભરમાં ફેલાઇ રહ્યું છે.

http://gujaratindia.com/images/quote-left.jpg
વાચન એ મગજની કસરત છે શરીરની નહીં. http://gujaratindia.com/images/quote-right.jpg

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...