મંગળવાર, 7 જુલાઈ, 2015

ગુજરાત પ્રવાસન

                                        ગુજરાત પ્રવાસન

હેરિટેજ હોટલ્‍સ
http://gujaratindia.com/images/quote-left.jpgગુજરાતમાં - તમારા સ્‍વપ્‍નોને હકીકતમાં બદલો....
ગુજરાતમાં સમૃદ્ધ સાંસ્‍કૃતિક વારસો, પરંપરાગત અને સર્વકાલિન ઇતિહાસની ભવ્‍યતા તેના કિલ્‍લાઓ મહેલો અને ઇમારતોમાં જોવા મળે છે. જેનું નિર્માણ વિતેલા યુગના શાસનકર્તાઓએ કર્યું હતું. આજે તે ઇમારતમાંથી ઘણી ઇમારતો સાંસ્‍કૃતિક વારસાની જાળવણી રૂપે હેરિટેજ હોટલમાં રૂપાંતરિત થઇ છે. જેમાં તેનું આતિથ્‍ય માણી સાંસ્‍કૃતિક ભવ્‍યતાની અનુભૂતિ કરવાની તક મેળવી શકાય છે.

ગુજરાતમાં આ પ્રકારની વૈભવી હોટલો ઘણી છે. આ દેરક હોટલ્‍સ શહેરના મુખ્‍ય મથકો તેમજ પ્રવાસન સ્‍થળોની નજીક આવેલી અથવા આ હોટલો જ પ્રવાસન કેન્દ્ર બની ચૂક્યા છે. ગુજરાતમાં પોતાના સ્‍વપ્‍નોને હકીકતમાં જોવા આ હોટલો પોતાના દ્વાર પ્રવાસીઓ માટે હરહંમેશા ખુલ્‍લા રાખે છે.

અહીં જીવનશૈલીને અનુરૂપ તમામ સુખસુવિધા, રુચિ મુજબની આગતાસ્‍વાગતા સાથે પોતાની આગવી ઓળખ ઊભી કરી ગુજરાતના ભવ્‍ય ઇતિહાસની પ્રતીતિ કરાવે છે.

ગુજરાત હેરિટેજ હોટેલ્‍સ સામાન્‍ય દરોથી લઇ રાજવી લકઝુરીયસ સુવિધા સાથેના દરોમાં પરંપરાગત શાસકોના ઠાઠનો અનુભવ કરાવે છે. આધુનિક સુવિધાઓથી સજ્જ ભાતીગળ રહેણી સાથે વૈશ્વિક જીવનશૈલીને અનુરૂપ આતિથ્‍ય સેવા પ્રદાન કરતી હેરિટેજ હોટેલ્‍સનું આતિથ્‍ય અનેરો અને અલ્‍હાદક અનુભવ કરાવે છે. રાજવી પરિવારોએ તેમના મહેલો અને ઇમારતોને હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરી એ જ ભવ્‍યતાની અનુભૂતિ કરાવે છે. જે રાજા-મહારાજાઓની જીવનશૈલી હતી. હેરિટેજ હોટલમાં આતિથ્‍ય માણવાની અનુભૂતિ એટલે નૈસર્ગિક સૌંદર્ય સાથે પક્ષીઓના કલરવનો ધ્‍વનિ અને પરંપરાગત રાજવી વૈભવ સાથેનો વસવાટ.

ગુજરાતમાં પ્રવાસીઓ પરંપરાગત જીવનશૈલી, ભવ્‍ય ઇતિહાસ, શિલ્‍પ-સ્‍થાપત્‍ય અને સમભાવ વિચારધારાનો અહેસાસ રાજવી સુખ-સુવિધા, સૌંદર્ય અને સરળતાથી થાય છે.

હિલ સ્‍ટેશન અને પ્રવાસન ક્ષેત્રો
http://gujaratindia.com/images/spacer.gif
http://gujaratindia.com/images/quote-left.jpgગુજરાત પ્રવાસન ક્ષેત્ર પશ્ચિમનું ઘરેણું છે. http://gujaratindia.com/images/quote-right.jpg
ગુજરાત તેના સમૃદ્ધ ઇતિહાસ, ભવ્ય પરંપરા, ગૌરવપૂર્ણ વારસો , ઉજ્જ્વળ સંસ્‍કૃતિમાટે જગપ્રસિદ્ધ છે. ગુજરાતમાં હિન્‍દુ, ઇસ્‍લામ અને યુરોપિયન સંસ્‍કૃતિની ઝાંખી જોવા મળે છે. દુનિયા સાથે તાલમેલ બેસાડતું ગુજરાત પ્રવાસન ક્ષેત્રે વિશ્વ પ્રવાસીઓને આકર્ષીને વિકાસની હરણફાળ ભરી શકે છે.

ગુજરાત સરકારે સાપુતારાને એક હરિયાણું પ્રવાસન ક્ષેત્ર બનાવીને પોતાની ઇચ્‍છા શક્તિ બતાવી છે.

સાપુતારાનો વિસ્‍તાર ૧૦૦૦ મી. છે અને તે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્‍લામાં આવેલો છે. જે સુરત શહેરથી નજીક છે. અહીં શ્‍યારી પર્વત શૃંખલા સૌથી ઊંચી છે અને તે ઠંડક અને પ્રાકૃતિક આનંદ આપે છે.

http://gujaratindia.com/images/spacer.gif

સાપુતારાના ગીચ જંગલોમાં રહેતા આદિવાસીઓ તેમના વિશિષ્‍ટ નૃત્‍ય માટે ખાસ જાણીતા છે. સાપુતારાને એક ગિરીમથક તરીકે તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં હોટલો, બગીચા, સ્‍વીમિંગ પુલો, બોટ કલબ, નાટ્યગૃહો અને સંગ્રહાલયનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. તે રજાઓના દિવસો માટે એક સુંદર અને આહલાદક પ્રાકૃતિક અનુભૂતિ કરાવતું પ્રવાસનક્ષેત્ર બની રહે છે.

ગુજરાતના દરિયા કિનારે ઘણા હિલ સ્‍ટેશન આવેલા છે. તિથલ, ભુલેશ્વર, સુરત, ચોરવાડ, જુનાગઢ જીલ્‍લાને ગુજરાત સરકાર દ્વારા પર્યટન સ્‍થળો બનાવવા માટેની યોજના છે. પાવાગઢની શૃંખલા અને તુલસી-શ્‍યામ તેના ગરમ પાણીના ઝરણા અને ગીર તેના જંગલોને કારણે પ્રખ્‍યાત છે.

મુખ્‍ય પ્રવાસન ક્ષેત્ર તરીકે ઉદયવાડા, વલસાડને વિશ્વ શાંતિ અને સહિષ્‍ણુતાનું પ્રતીક બનાવવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં ઘણા પ્રવાસન ક્ષેત્રો આવેલા છે. અમદાવાદમાં આવેલો ગાંધી આશ્રમ વિશ્વ પ્રવાસીઓનું મુખ્‍ય આકર્ષણ છે. જે ઘણા પ્રવાસીઓને તેની તરફ ખેંચી લાવે છે.

ગુજરાતના કેટલાક પ્રવાસન ક્ષેત્રો :http://gujaratindia.com/images/spacer.gif
ધાર્મિક ક્ષેત્રો જેવા કે દ્વારકા, સોમનાથ, પાવાગઢ, અંબાજી, ભદ્રેશ્વર, શામળાજી અને તારંગા પાલિતાણાના જૈન મંદિર અને ગીરનારના જૈન મંદિરો
સ્‍થાપત્‍ય કળાના નમૂના પાટણ, સિદ્ધપુર, ધુમલી, દભોઇ, વડનગર, મોઢેરા, લોથલ અને અમદાવાદમાં આવેલા છે.
દરિયાકિનારા અમદાવાદ, માંડવી, ચોરવાડ તથા તિથલમા આવેલા છે.
સાપુતારા ગિરી મથક
ગીરમાં સિંહનું અભ્‍યારણ અને કચ્‍છમાં ઘુડખરનું અભ્‍યારણ
ગાંધીજીનું જન્‍મ સ્‍થાન પોરબંદરમાં કિર્તિ મંદીર અને તેમનો હરિજન આશ્રમ તથા હ્યદયકુંજ અમદાવાદમાં આવેલ છે.

સંગ્રહાલયો
http://gujaratindia.com/images/spacer.gif
ગુજરાતના ભવ્‍ય સંગ્રહાલયો તેના ગૌરવપૂર્ણ સાંસ્‍કૃતિક વારસા અને ઐતિહાસિક પરંપરાની ભવ્‍યતાને વાચા આપે છે. આ સંગ્રહાલયો ગુજરાતને સમગ્ર ભારતમાં દ્વિતીય ક્રમાંકે લાવે છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓના દિલ જીતી લેતા આ ભવ્‍ય સાંસ્‍કૃતિક વારસાના સંગ્રહમાં ગુજરાતની પરંપરાગત જીવનશૈલી પ્રતિબિંબિત થાય છે.

રાષ્‍ટ્રપિતા પૂ. મહાત્‍મા ગાંધીની જન્‍મભૂમિ તેમજ કર્મભૂમિ ગુજરાત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે. તેમાં અમદાવાદ ખાતે ૧૯૫૧માં સ્‍થપાયેલ ગાંધી સ્‍મારક સંગ્રહાલય મુખ્‍ય છે. જે ૧૯૬૩માં નવા સ્‍વરૂપે નવા અદાયલા સ્‍થળે બનાવવામાં આવ્‍યું. આ સંગ્રહાલયમાં ગાંધીજીની રોજીંદી ક્રિયાઓમાં વપરાશમાં આવતી ચીજવસ્‍તુઓને પ્રદર્શન માટે મૂકી છે. ઉપરાંત સંગ્રહાલયમાં રજૂ કરાયેલા ચિત્રો આબેહૂબ વાસ્‍તવિક ઘટનાઓની અનુભૂતિ કરાવે છે. અહીં પુસ્‍તકો, ઉપરાંત ગાંધીજીના લખાણોની હસ્‍તપત્રો, ગાંધીજીએ કરેલા પત્રવ્‍યવહારોની નકલો, ફોટોગ્રાફ્સ ઉપરાંત આશ્રમવાસીઓ સાથેના ચિત્રો જેવી ચીજવસ્‍તુઓ ભારતીય સ્વાતંત્ર ઇતિહાસની અનુભૂતિ કરીવે છે. ખાસ તો ગાંધીજીનો ચરખો અને તેમણે વાપરેલું ટેબલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બની રહ્યું છે.
કેટલીક કળાની હકીકતો :
http://gujaratindia.com/images/calico-museum.jpg
કેલિકો ટેક્ષ્‍ટાઇલ સંગ્રહાલય
ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ તેની સદીઓ પુરાણી હાથ-શાળ, વણાટ કામ માટે જગમશહૂર છે. કોટન કાપડના ઉત્‍પાદનમાં ભારતનું મોખરાનું સ્‍થાન રહી ચૂકેલ અમદાવાદમાં કેલિકો ટેક્ષ્‍ટાઇલ સંગ્રહાલય આવેલું છે. જેમાં હાથશાળ, વણાટકામ ઉપરાંત કાપડના કલરકામ સાથે કોટન, રેશમ અને સૂવર્ણ પર થયેલી કળા-કારીગરીનાં ઉત્તમ નમૂનાઓનો સંગ્રહ છે. સત્તરમી સદીનાં હાથશાળની કારીગરીને પ્રતિબિંબિત કરતું લાકડાના નકશીકામની સજાવટવાળું આ સંગ્રહાલય તેની આગવી ગોઠવણી અને નમૂનાની રજૂઆતોમાં વિખ્‍યાત બનેલું છે.

http://gujaratindia.com/images/sardar-patel-museum.jpg
સરદાર વલ્‍લભભાઇ પટેલ રાષ્‍ટ્રીય સ્‍મારક :
સાબરમતી નદી કિનારે શાહીબાગ ખાતે સરદાર વલ્‍લભભાઇ પટેલ રાષ્‍ટ્રીય સ્‍મારક આવેલું છે. ભારતની આઝાદીના જંગમાં લોહપુરુષ સરદાર વલ્‍લભભાઇ પટેલનો ફાળો અને તેમની નેતાગીરીના સંસ્‍મરણો આ સંગ્રહાલયમાં જળવાયેલા છે. તેમના જીવન અને કાર્યોની નોંધનો સંપૂર્ણ ઇતિહાસ આ સંગ્રહાલયમાં સાચવવામાં આવેલો છે. અગાઉ રાજભવન તરીકે ઓળખાતી આ ઇમારત તેની ભવ્‍યતા અને સ્‍થાપત્‍ય કળામાં બેનમૂન છે.

http://gujaratindia.com/images/Kite-Museum-1.jpg
પતંગ સંગ્રહાલય :
પતંગ ઉત્‍સવગુજરાતની આગવી ઓળખ છે. વિશ્વ ફલક પર પતંગના શોખને ઉત્‍સવમાં પરિવર્તિત કરી વિશ્વભરમાં ફેલાયેલા પતંગ રસિયાઓ ગુજરાતના મહેમાન બની ચૂક્યા છે. પતંગ સંસ્‍કૃતિને ઉજાગર કરતું પતંગ સંગ્રહાલયપતંગનો એક હજાર વર્ષ જૂનો ઇતિહાસ દર્શાવે છે. પતંગના વિવિધ નમૂના અને ઐતિહાસિક દસ્‍તાવેજો સાથે તેની પ્રતિકૃતિઓ જોવા-માણવા માટે વિશ્વના પ્રવાસીઓ માટે પતંગ સંગ્રહાલયઆકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે.

http://gujaratindia.com/images/vadodara-museum.jpg
વડોદરા સંગ્રહાલય :
કળા અને શિલ્‍પ સ્‍થાપત્‍યના બેનમૂન અને આકર્ષક નમૂનાનો સંગ્રહ અહીં જોવા મળે છે. ઇતિહાસ, ભૂસ્‍તરશાસ્‍ત્ર અને જુદી જુદી માનવ સંસ્‍કૃતિના સ્‍વરૂપને આલેખતું આ ભવ્‍ય સંગ્રહાલય ગાયકવાડી, યુરોપીય અને મુઘલ સામ્રાજ્યના અમૂલ્‍ય નમૂનાને રજૂ કરે છે.

http://gujaratindia.com/images/Ethnology-Museum.jpg
માનવ સંસ્‍કૃતિનું સંગ્રહાલય :
ભારતીય સંસ્‍કૃતિ દર્શનનામે પ્રખ્‍યાત માનવ-સંસ્‍કૃતિના પૂર્ણ દરજ્જાને તાદ્રશ્‍ય કરતું આ સંગ્રહાલય ભૂજ ખાતે આવેલું છે. કચ્‍છની ગ્રામીણ સંસ્‍કૃતના ૪૫૦૦થી વધુ નમૂના દર્શાવતા સંગ્રહાલયમાં સંસ્‍કૃતિ કળાના પુસ્‍તકો, અને અન્‍ય સામગ્રી ઉપલબ્‍ધ છે. કુલ મુખ્‍ય પાંચ વિભાગોમાં વહેંચાયેલું છે. મધ્‍યખંડમાં સાહિત્‍ય ચિત્ર વિભાગમાં અલભ્‍ય સાહિત્‍યનો ખજાનો છે. ખૂબ જ કલાત્‍મક ચર્મકામ, સંગીતકળાના વાદ્યોના નમૂના ખૂબજ આકર્ષક અને ભવ્‍ય રીતે રજૂ કરાયેલા છે. જે તે સમયની કિંમતી ચીજ વસ્‍તુઓ, ઉપરાંત સોનું - ચલણી નાણું વગેરેને સુરક્ષિત રીતે સંગ્રહવા માટે કોઠારનું નિર્માણ અને તેની બનાવટ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે.

http://gujaratindia.com/images/bhuj2.jpg
કચ્‍છ મ્‍યુઝિયમ :
ગુજરાતનું સૌથી પુરાણું સંગ્રહાલય છે. ઇ.સ. ૧૮૭૭માં નિર્માણ પામેલું આ સંગ્રહાલય ફર્ગ્‍યુસન સંગ્રહાલય નામે પ્રચલિત છે. બ્રિટીશ હકુમત સમયે સર જેમ્‍સ ફર્ગ્‍યુસને આ સંગ્રહાલયની વ્‍યવસ્‍થા કરી હતી. આ સંગ્રહાલયમાં સોના-ચાંદીના ઘરેણાંના નમૂના તેના ડિઝાઇન, શાળકામ, યુદ્ધ શસ્‍ત્રોના નમૂના, પુરાતત્‍વીય ઇતિહાસના નમૂના, પ્રાણીના અવશેષો અને અન્‍ય સાધનસામગ્રી ઉપરાંત વહાણ-વ્‍યવહાર સાથે જોડાયેલ સંસ્‍કૃતિ અને સભ્‍યતાની રજૂઆત અહીં કરવામાં આવી છે.

ગ્રંથાલયો
http://gujaratindia.com/images/spacer.gifમાનવીનાં અંતઃમનને જોવા માટેનું સાધન પુસ્‍તક છે. વિવેક અને દક્ષતા કેળવવાની ચાવી પુસ્‍તક છે. જ્ઞાન એ ઊર્જા છે.મનની ફળદ્રુપતા માટે વાચન જરૂરી છે. વાચન વ્‍યક્તિને સમૃદ્ધ બનાવે છે.
પુસ્‍તકનું વાચન વિચારોની ભૂખ ઉઘાડે છે. પુસ્‍તક થકી તમે ઇચ્‍છિત વસ્‍તુ મેળવી શકો છો. જ્ઞાનની ઊર્જાના પર્યાય એવા પુસ્‍તકને તમે તમારી સાથે રાખી ગમે ત્‍યાં જઇ શકો છો. સામાજીક વિકાસમાં ગ્રંથાલયોનો સિંહ ફાળો હોય છે. સમાજના વિકાસ માટે પુસ્‍તકોનું વાચન સમાજ માટે અગત્યનું છે.
http://gujaratindia.com/images/spacer.gif
માહિતીના સ્‍ત્રોત રૂપે ગ્રંથાલયો :
ગ્રંથાલયો ગુજરાતમાં પાયાનું કામ કરે છે. આપણા વૈભવપૂર્ણ વારસાને અક્ષરદેહે પુસ્‍તકમાં પરિવર્તિત કરવામાં આવ્યો અને તે પુસ્‍તક ગ્રંથાલયોમાં આવે છે. આ પુસ્તકો સૌ કોઇ માટે ગ્રંથાલયોમાં ઉપલબ્‍ધ બને છે. પુસ્‍તકો ભૂતકાળ અને વર્તમાનકાળની માહિતી એકઠી કરી ભવિષ્‍ય માટે યોજના તૈયાર કરે છે. ગુજરાતનો ભવ્‍ય અને ગૌરવપૂર્ણ ઇતિહાસ પુસ્‍તકાલયોમાંથી મળી આવે છે. પુસ્‍તકો, સંદર્ભ સામગ્રી, ભાષાના પુસ્‍તકો, સંચાલનના પુસ્‍તકો વગેરે સામગ્રીથી સમૃદ્ધ એવા ગુજરાતના સુસજ્જ પુસ્‍તકાલયો માહિતીની સમૃદ્ધિ ફેલાવે છે.

માહિતીના સ્‍ત્રોત એવી પત્રિકા, પુસ્‍તકો, અખબારો, ચિત્રપટ, ફોટોગ્રાફસ અને નકશા ઉ૫રાંત ઓડિયો - વીડિયો ઉપકરણો, કમ્‍પ્‍યુટર અને ઇન્‍ટરનેટ સાધનો દ્વારા આજના સમયની માંગ મુજબ માહિતીનો વ્‍યાપ પુસ્‍તકાલયો દ્વારા થઇ રહ્યો છે. પુસ્‍તકાલયો દેશના નાગરિકને તેની સંસ્‍કૃતિથી પરિચિત તો કરાવે છે. સાથે સાથે વિશ્વની સભ્‍યતાથી માહિતગાર કરે છે.
http://gujaratindia.com/images/spacer.gif
સંસ્‍કૃતિના વિકાસમાં સાક્ષરતાનો ફાળો :
છેલ્‍લાં ઘણા વર્ષોથી ગુજરાતમાં સામાજીક ચેતના ઊભી કરવાનો અભિગમ સ્‍વીકારાયો છે. જેમાં વાચન મહત્‍વનું પરિબળ છે. શિક્ષણનું સ્‍તર ઊંચું લાવવામાં તેમજ અવકાશના સમયગાળામાં વાચનની અમાપ તકો પુસ્‍તકાલયો પુરી પાડે છે.

નવી તકનિકીમાં આવેલી ક્રાંતિ, પુસ્‍તકોની બાંધણીમાં તથા મોટાપાયે છપાતા પુસ્‍તકોએ વાચન ભૂખ ઉઘાડી અને સમાજના મોટા વર્ગમાં સાક્ષરતા અને જાગૃતતા ઊભી કરી. ખાસ કિસ્‍સામાં ગ્રામિણ વિસ્‍તારોમાં જાહેર પુસ્‍તકાલયોએ પુસ્‍તકોના વાચનની સાથે પ્રવૃત્તિનો વ્‍યાપ વધાર્યો છે. પુસ્‍તકાલયોના માધ્‍યમથી માહિતી દ્વારા સાંસ્‍કૃતિક બળ ચેતનવંતુ બન્‍યું છે. પ્રાદેશિક પુસ્‍તકાલયો ગ્રામિણ સ્‍તરે કાર્યરત બનતા રાજ્યમાં સાક્ષરતાનો વિકાસ વધ્‍યો.
http://gujaratindia.com/images/spacer.gif
શિક્ષણમાં પુસ્‍તકાલયનો ફાળો :
વાચન પ્રવૃત્તિ આનંદપ્રમોદ માટે હોઇ શકે અથવા શિક્ષણ અને માહિતી જ્ઞાનના આદાન-પ્રદાન માટે હોઇ શકે. ગુજરાતમાં જ્ઞાનએક શક્તિ છે. પુસ્‍તકાલયોમાં વાચકને સભ્‍યપદ આપવામાં આવે છે. તથા નિઃશૂલ્‍ક વાચન સગવડો ઊભી કરવામાં આવી છે. પુસ્‍તકાલયો સમાજમાં સાંસ્‍કૃતિક આયોજનના ભાગરૂપે વિચાર-વિમર્શ, વાચન સામગ્રી, શિક્ષણ હરિફાઇ તેમજ દ્રશ્‍ય-શ્રાવ્‍ય માધ્‍યમ દ્વારા શિક્ષણ અને જ્ઞાનનો વ્‍યાપ વધારે છે. પુસ્‍તકાલયોમાં લેખન, કવિ તથા વિવેચકોના મેળાવડા યોજી આ પ્રવૃત્તિને વેગ આપવાનો અભિગમ ગુજરાતે અપનાવ્‍યો છે.
http://gujaratindia.com/images/spacer.gif
ગુજરાતમાં ગ્રંથાલયો :
ઇ.સ. ૧૯૩૯માં ગુજરાત પુસ્‍તકાલય મંડળની સ્‍થાપના થઇ. મંડળ પાસે બે ગ્રંથાલયો હતા તેમાંનું એક ગ્રંથાલય અમદાવાદ ખાતે મધ્‍યસ્‍થ લાયબ્રેરી ગૂજરાત વિદ્યાપીઠ ખાતે આવેલી છે. જે સ્‍વાયત સંસ્‍થા દ્વારા તેનું સંચાલન થાય છે, બીજું પુસ્‍તકાલય વડોદરા સ્‍થિત વડોદરા મધ્‍યસ્‍થ પુસ્‍તકાલય જેનું સંચાલન ગુજરાત રાજ્યના પુસ્‍તકાલય નિયામક દ્વારા છે. ગુજરાતમાં રાજ્ય સ્‍તરના અને પ્રાદેશિક કક્ષાના ઘણા પુસ્‍તકાલયો આવેલા છે. જેમાં કેટલાક પુસ્‍તકાલયો સંસ્‍થાકીય તો કેટલાક ખાનગી પુસ્‍તકાલયો છે. પુસ્‍તકાલયો દ્વારા સમાજમાં સાક્ષરતા દર વધારવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
http://gujaratindia.com/images/spacer.gif
ઇ-લાયબ્રેરી
રાજ્યમાં મુખ્‍ય શહેરોના ગ્રંથાલયો ઇ-લાયબ્રેરીની સવલતો સાથે સુસજ્જ બનાવાઇ છે. ઇ-લાયબ્રેરી સંદર્ભગ્રંથો, સીડી-ડીવીડી, શૈક્ષણિક પુસ્‍તકો, સામાયીકો, ઇન્‍ટરનેટ સર્ફિંગની સવલતો સાથે સાથે સંદર્ભ સાહિત્‍ય ઇન્‍ટરનેટ મારફતે એકત્રિત કરી શકાય તેવા પ્રકારની સગવડો ઉપલબ્‍ધ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ, બાળકો અને મહિલાઓ માટે ઇ-લાયબ્રેરીમાં ખાસ સવલતો ઉપલબ્‍ધ કરવામાં આવી છે. ઉપરાંત સંશોધન માટેની પણ વ્‍યવસ્‍થા ઇ-લાયબ્રેરીમાં કરવામાં આવી છે.
http://gujaratindia.com/images/spacer.gif
http://gujaratindia.com/images/spacer.gif
ગુજરાતમાં આવેલા પુસ્‍તકાલયોનું વર્ગીકરણ
http://gujaratindia.com/images/bullet-new.gif
રાજ્ય / સરકારી પુસ્‍તકાલયો
http://gujaratindia.com/images/bullet-new.gif
પ્રાદેશિક પુસ્‍તકાલયો
http://gujaratindia.com/images/bullet-new.gif
નગરપાલિકા પુસ્‍તકાલયો
http://gujaratindia.com/images/bullet-new.gif
ગ્રામ્‍ય પુસ્‍તકાલયો
http://gujaratindia.com/images/bullet-new.gif
બાળ પુસ્‍તકાલયો
http://gujaratindia.com/images/bullet-new.gif
મહિલા પુસ્‍તકાલયો
http://gujaratindia.com/images/spacer.gif
અમદાવાદ સ્‍થિત નામાંકીત પુસ્‍તકાલયો ગુજરાત યુનિવર્સિટી
http://gujaratindia.com/images/bullet-new.gif
એમ. જે. ગ્રંથાલય
http://gujaratindia.com/images/bullet-new.gif
બ્રિટિશ પુસ્‍તકાલય
http://gujaratindia.com/images/bullet-new.gif
ગુજરાત યુનિ. પુસ્‍તકાલય
http://gujaratindia.com/images/bullet-new.gif
આઇ. આઇ. એમ. લાયબ્રેરી
http://gujaratindia.com/images/bullet-new.gif
ગુજરાત વિદ્યાપીઠ
http://gujaratindia.com/images/bullet-new.gif
મધ્‍યસ્‍થ ગ્રંથાલય (આઇ.આઇ.એમ., એ.એમ.એ. પુસ્‍તકાલય)
http://gujaratindia.com/images/spacer.gif
મેપ : ગુગલ
http://gujaratindia.com/images/spacer.gif
Border
http://gujaratindia.com/images/spacer.gif
Border
Border
Border
રાજ્યમાં વિભિન્‍ન પુસ્‍તકાલયોમાંથી વાચકોને ઇસ્‍યુ કરેલા પુસ્‍તકોની વિગત
http://gujaratindia.com/images/spacer.gif
૨૦૦૫
ગુજરાત યુનિવર્સિટીઃ ૫૪૨૬ પુસ્‍તકો, ગૂજરાત વિદ્યાપીઠઃ ૫૧૦૬૦ પુસ્‍તકો, એમ. જે. પુસ્‍તકાલયઃ ૧૭૫૦૦૦ પુસ્‍તકો

૨૦૦૬
ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયઃ ૫૫૮૮ પુસ્‍તકો, ગુજરાત વિદ્યાપીઠઃ ૫૦૫૮૪ પુસ્‍તકો, એમ. જે. પુસ્‍તકાલયઃ ૧૭૫૦૦૦

૨૦૦૭ - ૦૮
ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયઃ ૫૬૦૦, ગુજરાત વિદ્યાપીઠઃ ૫૪૬૪૪ એમ. જે. પુસ્‍તકાલયઃ ૧૭૫૦૦૦
ગ્રંથાલયોની કામગીરી :
http://gujaratindia.com/images/spacer.gif
http://gujaratindia.com/images/bullet-new.gif
જ્ઞાન અને કૌશલ્‍યનો વિકાસ કરવો
http://gujaratindia.com/images/bullet-new.gif
બાળકોને જીવનના પાઠ શિખવવાની તકો અને સંભાવના
http://gujaratindia.com/images/bullet-new.gif
શિક્ષણમાં સહયોગ
http://gujaratindia.com/images/bullet-new.gif
સુયોગ્‍ય અને સુનિશ્ચિત માળખામાં માહિતીનું આદાનપ્રદાન
http://gujaratindia.com/images/bullet-new.gif
સ્‍વાસ્‍થ્‍ય સુખાકારી અને માનવકલ્‍યાણ માટે સહયોગ
http://gujaratindia.com/images/bullet-new.gif
ઇન્‍ટરનેટ સુવિધા, તમામ ક્ષેત્રો માટે સલાહ-સૂચન
http://gujaratindia.com/images/bullet-new.gif
મહિલાઓ માટે સહયોગ

ગુજરાતમાં પુસ્‍તકાલયોનો પ્રારંભ
૧૮૫૦
સૂરત ખાતે જિલ્‍લા ગ્રંથાલય ટાઉનહોલમાં સ્‍થપાયું
૧૮૫૫
ભરૂચ ખાતે રાયચંદ દીપચંદ ગ્રંથાલયની સ્‍થાપના
૧૮૫૬
રાજકોટ ખાતે ગ્રંથાલયની સ્‍થાપના
૧૮૫૮
ટ્રસ્‍ટ હાઉસ, ભરૂચ ખાતે જિલ્‍લા ગ્રંથાલયની સ્‍થાપના
૧૮૬૬
પંચમહાલ, ગોધરા ખાતે જિલ્‍લા ગ્રંથાલય
૧૮૬૭
જૂનાગઢમાં સરકારી ગ્રંથાલયનો પ્રારંભ
૧૮૬૮
નગર ગ્રંથાલય, રાજકોટ ખાતે
૧૮૭૦
આપારાવ ભોલાનાથ ગ્રંથાલય, અમદાવાદ
૧૮૭૨
ઓલ્‍ડ હાઉસ ખાતે જિલ્‍લા ગ્રંથાલય, અમદાવાદ
૧૮૭૩
અમરેલીમાં જૂના મકાનમાં પુસ્‍તકાલયની સુવિધા
૧૮૮૨
ભાવનગર ખાતે બારટોન પુસ્‍તકાલય
૧૮૯૨
નડિયાદ ખાતે દેહી લક્ષ્‍મી એ પુસ્‍તકાલયની સ્‍થાપના કરી.
૧૯૦૫
ખેડા જિલ્‍લામાં જૂના મકાનમાં પુસ્‍તકાલયનો પાયો નંખાયો.
૧૯૧૦
વડોદરા જિલ્‍લામાં જૂના મકાનમાં પુસ્‍તકાલયની સ્‍થાપના થઇ.
૧૯૧૩
મેડૂન પુસ્‍તકાલય જિલ્‍લા પુસ્‍તકાલય
૧૯૪૨
સાબરકાંઠા, હિમ્‍મતનગર ખાતે ભાડાના મકાનમાં પુસ્‍તકાલયની શરૂઆત
૧૯૫૬
જામનગર અને રાજકોટ જિલ્‍લામાં મકાન ખરીદી પુસ્‍તકાલયની શરૂઆત થઇ.
૧૯૫૮
જૂનાગઢ અને સુરેન્‍દ્રનગર ખાતે મકાન ખરીદી પુસ્‍તકાલયની શરૂઆત થઇ
૧૯૫૯
ભાવનગર ખાતે મકાન ખરીદી પુસ્‍તકાલયની શરૂઆત થઇ.

સંગ્રહાલયો
http://gujaratindia.com/images/spacer.gif
ગુજરાતના ભવ્‍ય સંગ્રહાલયો તેના ગૌરવપૂર્ણ સાંસ્‍કૃતિક વારસા અને ઐતિહાસિક પરંપરાની ભવ્‍યતાને વાચા આપે છે. આ સંગ્રહાલયો ગુજરાતને સમગ્ર ભારતમાં દ્વિતીય ક્રમાંકે લાવે છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓના દિલ જીતી લેતા આ ભવ્‍ય સાંસ્‍કૃતિક વારસાના સંગ્રહમાં ગુજરાતની પરંપરાગત જીવનશૈલી પ્રતિબિંબિત થાય છે.

રાષ્‍ટ્રપિતા પૂ. મહાત્‍મા ગાંધીની જન્‍મભૂમિ તેમજ કર્મભૂમિ ગુજરાત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે. તેમાં અમદાવાદ ખાતે ૧૯૫૧માં સ્‍થપાયેલ ગાંધી સ્‍મારક સંગ્રહાલય મુખ્‍ય છે. જે ૧૯૬૩માં નવા સ્‍વરૂપે નવા અદાયલા સ્‍થળે બનાવવામાં આવ્‍યું. આ સંગ્રહાલયમાં ગાંધીજીની રોજીંદી ક્રિયાઓમાં વપરાશમાં આવતી ચીજવસ્‍તુઓને પ્રદર્શન માટે મૂકી છે. ઉપરાંત સંગ્રહાલયમાં રજૂ કરાયેલા ચિત્રો આબેહૂબ વાસ્‍તવિક ઘટનાઓની અનુભૂતિ કરાવે છે. અહીં પુસ્‍તકો, ઉપરાંત ગાંધીજીના લખાણોની હસ્‍તપત્રો, ગાંધીજીએ કરેલા પત્રવ્‍યવહારોની નકલો, ફોટોગ્રાફ્સ ઉપરાંત આશ્રમવાસીઓ સાથેના ચિત્રો જેવી ચીજવસ્‍તુઓ ભારતીય સ્વાતંત્ર ઇતિહાસની અનુભૂતિ કરીવે છે. ખાસ તો ગાંધીજીનો ચરખો અને તેમણે વાપરેલું ટેબલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બની રહ્યું છે.
કેટલીક કળાની હકીકતો :
http://gujaratindia.com/images/calico-museum.jpg
કેલિકો ટેક્ષ્‍ટાઇલ સંગ્રહાલય
ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ તેની સદીઓ પુરાણી હાથ-શાળ, વણાટ કામ માટે જગમશહૂર છે. કોટન કાપડના ઉત્‍પાદનમાં ભારતનું મોખરાનું સ્‍થાન રહી ચૂકેલ અમદાવાદમાં કેલિકો ટેક્ષ્‍ટાઇલ સંગ્રહાલય આવેલું છે. જેમાં હાથશાળ, વણાટકામ ઉપરાંત કાપડના કલરકામ સાથે કોટન, રેશમ અને સૂવર્ણ પર થયેલી કળા-કારીગરીનાં ઉત્તમ નમૂનાઓનો સંગ્રહ છે. સત્તરમી સદીનાં હાથશાળની કારીગરીને પ્રતિબિંબિત કરતું લાકડાના નકશીકામની સજાવટવાળું આ સંગ્રહાલય તેની આગવી ગોઠવણી અને નમૂનાની રજૂઆતોમાં વિખ્‍યાત બનેલું છે.

http://gujaratindia.com/images/sardar-patel-museum.jpg
સરદાર વલ્‍લભભાઇ પટેલ રાષ્‍ટ્રીય સ્‍મારક :
સાબરમતી નદી કિનારે શાહીબાગ ખાતે સરદાર વલ્‍લભભાઇ પટેલ રાષ્‍ટ્રીય સ્‍મારક આવેલું છે. ભારતની આઝાદીના જંગમાં લોહપુરુષ સરદાર વલ્‍લભભાઇ પટેલનો ફાળો અને તેમની નેતાગીરીના સંસ્‍મરણો આ સંગ્રહાલયમાં જળવાયેલા છે. તેમના જીવન અને કાર્યોની નોંધનો સંપૂર્ણ ઇતિહાસ આ સંગ્રહાલયમાં સાચવવામાં આવેલો છે. અગાઉ રાજભવન તરીકે ઓળખાતી આ ઇમારત તેની ભવ્‍યતા અને સ્‍થાપત્‍ય કળામાં બેનમૂન છે.

http://gujaratindia.com/images/Kite-Museum-1.jpg
પતંગ સંગ્રહાલય :
પતંગ ઉત્‍સવગુજરાતની આગવી ઓળખ છે. વિશ્વ ફલક પર પતંગના શોખને ઉત્‍સવમાં પરિવર્તિત કરી વિશ્વભરમાં ફેલાયેલા પતંગ રસિયાઓ ગુજરાતના મહેમાન બની ચૂક્યા છે. પતંગ સંસ્‍કૃતિને ઉજાગર કરતું પતંગ સંગ્રહાલયપતંગનો એક હજાર વર્ષ જૂનો ઇતિહાસ દર્શાવે છે. પતંગના વિવિધ નમૂના અને ઐતિહાસિક દસ્‍તાવેજો સાથે તેની પ્રતિકૃતિઓ જોવા-માણવા માટે વિશ્વના પ્રવાસીઓ માટે પતંગ સંગ્રહાલયઆકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે.

http://gujaratindia.com/images/vadodara-museum.jpg
વડોદરા સંગ્રહાલય :
કળા અને શિલ્‍પ સ્‍થાપત્‍યના બેનમૂન અને આકર્ષક નમૂનાનો સંગ્રહ અહીં જોવા મળે છે. ઇતિહાસ, ભૂસ્‍તરશાસ્‍ત્ર અને જુદી જુદી માનવ સંસ્‍કૃતિના સ્‍વરૂપને આલેખતું આ ભવ્‍ય સંગ્રહાલય ગાયકવાડી, યુરોપીય અને મુઘલ સામ્રાજ્યના અમૂલ્‍ય નમૂનાને રજૂ કરે છે.

http://gujaratindia.com/images/Ethnology-Museum.jpg
માનવ સંસ્‍કૃતિનું સંગ્રહાલય :
ભારતીય સંસ્‍કૃતિ દર્શનનામે પ્રખ્‍યાત માનવ-સંસ્‍કૃતિના પૂર્ણ દરજ્જાને તાદ્રશ્‍ય કરતું આ સંગ્રહાલય ભૂજ ખાતે આવેલું છે. કચ્‍છની ગ્રામીણ સંસ્‍કૃતના ૪૫૦૦થી વધુ નમૂના દર્શાવતા સંગ્રહાલયમાં સંસ્‍કૃતિ કળાના પુસ્‍તકો, અને અન્‍ય સામગ્રી ઉપલબ્‍ધ છે. કુલ મુખ્‍ય પાંચ વિભાગોમાં વહેંચાયેલું છે. મધ્‍યખંડમાં સાહિત્‍ય ચિત્ર વિભાગમાં અલભ્‍ય સાહિત્‍યનો ખજાનો છે. ખૂબ જ કલાત્‍મક ચર્મકામ, સંગીતકળાના વાદ્યોના નમૂના ખૂબજ આકર્ષક અને ભવ્‍ય રીતે રજૂ કરાયેલા છે. જે તે સમયની કિંમતી ચીજ વસ્‍તુઓ, ઉપરાંત સોનું - ચલણી નાણું વગેરેને સુરક્ષિત રીતે સંગ્રહવા માટે કોઠારનું નિર્માણ અને તેની બનાવટ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે.

http://gujaratindia.com/images/bhuj2.jpg
કચ્‍છ મ્‍યુઝિયમ :
ગુજરાતનું સૌથી પુરાણું સંગ્રહાલય છે. ઇ.સ. ૧૮૭૭માં નિર્માણ પામેલું આ સંગ્રહાલય ફર્ગ્‍યુસન સંગ્રહાલય નામે પ્રચલિત છે. બ્રિટીશ હકુમત સમયે સર જેમ્‍સ ફર્ગ્‍યુસને આ સંગ્રહાલયની વ્‍યવસ્‍થા કરી હતી. આ સંગ્રહાલયમાં સોના-ચાંદીના ઘરેણાંના નમૂના તેના ડિઝાઇન, શાળકામ, યુદ્ધ શસ્‍ત્રોના નમૂના, પુરાતત્‍વીય ઇતિહાસના નમૂના, પ્રાણીના અવશેષો અને અન્‍ય સાધનસામગ્રી ઉપરાંત વહાણ-વ્‍યવહાર સાથે જોડાયેલ સંસ્‍કૃતિ અને સભ્‍યતાની રજૂઆત અહીં કરવામાં આવી છે.
 
ઐતિહાસિક સ્‍થળો
ગુજરાત તેના ભવ્‍ય સાંસ્‍કૃતિક અને ઐતિહાસિક વારસાથી વિશ્વભરમાં પ્રખ્‍યાત છે. આ ભવ્‍ય સાંસ્‍કૃતિક અને ઐતિહાસિક વારસાની અનુભૂતિ કરવી જીવનનો લાહવો છે અને તેનો અનુભવ ચીરસ્‍મરણીય બની રહે છે. પ્રવાસીઓ ગુજરાતના પરંપરાગત નૃત્‍ય, કળા અને સંગીતને મનભરી માણે છે. સાથે સાથે તેના ઐતિહાસિક સ્‍થાનોની મુલાકાત લઇ દિવ્‍ય આનંદ પામે છે. ગુજરાતનો ઐતિહાસિક અને સાંસ્‍કૃતિક વારસો અને તેની સાથે સંકળાયેલ ઇતિહાસ વેદકાળ અને મહાભારતના સમયગાળાથી ચાલ્‍યો આવે છે.

ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામના વીર સપૂતો મહાત્‍મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્‍લભભાઇ પટેલની જન્‍મભૂમિ ગુજરાત પાસે સ્‍વાતંત્રના ઇતિહાસની સાથે સાથે વિવિધ ધર્મો અને સંસ્‍કૃતિના અમૂલ્‍ય ઐતિહાસિક સ્‍મારકો અગણિત સંખ્‍યામાં આવેલાં છે.

ગુજરાતમાં પ્રાચીન અને અર્વાચીન સમયના સ્‍થાપત્‍યનો સંગમ જોવા મળે છે. ગુજરાતમાં વિશ્વફલક પર પ્રભાવ પાડી શકે તેવા સ્‍થાપત્‍યોનું નિર્માણ થયેલું છે. જે વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે. ગુજરાત પાસે સાંસ્‍કૃતિક વારસાનો બહુમૂલ્‍ય ખજાનો છે. જેના થકી તે દેશ-વિદેશમાં તેની ભવ્‍યતાના દર્શન કરાવે છે.

માનવ સંસ્‍કૃતિ અને સભ્‍યતામાં પાણીનું મહત્‍વ ઘણું છે. માનવ સભ્‍યતા પાણીના સંગ્રહ માટે અનેકવિધ પ્રયાસો કરતી આવી છે. ગુજરાતમાં પણ ભૂમીગત જળસંગ્રહનો વિચાર સદીઓ પહેલાં અહીંના શાસકોને આવેલો. પાણીના સંગ્રહની આ વિશિષ્‍ટ પદ્ધતિ દુનિયાભરમાં અજોડ છે. ગુજરાતમાં આવેલી વિવિધ વાવતેનું અદ્વિતીય ઉદાહરણ છે. વાસ્‍તુકલા, સ્‍થાપત્‍ય અને કળા કારીગરી એમ ત્રિવેણી સંગમના અદ્દભુત નમૂનામાં અલૌકીક અડાલજની વાવ અને દાદા હરિની વાવ જે અમદાવાદ જિલ્‍લામાં આવેલી છે. પાટણમાં રાણકીવાવઆવેલી છે.

ગુજરાતમાં ઐતિહાસિક અને પુરાતત્‍વીય સ્‍થળો
http://gujaratindia.com/images/hariday-kunj.jpg
હૃદયકુંજ :
ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીની મુખ્‍ય કર્મભૂમિ અમદાવાદ રહી હતી. સાબરમતી આશ્રમ ખાતેના નાના ઓરડામાં ગાંધીજી તેમના વસવાટ દરમિયાન અહીંસાનું આંદોલન અને સ્‍વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ ચલાવતા હતાં. હૃદયકુંજ તરીકે પ્રચલિત સાબરમતી આશ્રમના આ સ્‍મારકો તેનાં મૂળ બાંધણી મુજબ સચવાયેલું છે. જેમાં ગાંધીજીના દૈનિક કાર્યોની ચીજવસ્‍તુઓ તેમજ તેમની અંગત જીવનોપયોગી વસ્‍તુઓનો સંગ્રહ કરવામાં આવ્‍યો છે જે તેની મૂળ સ્‍થિતિમાં આજની તારીખે પણ સચવાયેલાં છે.

હૃદયકુંજવિશ્વ પ્રવાસીઓ માટેનું મુખ્‍ય કેન્‍દ્ર છે. અહીં પ્રવાસીઓ પુસ્‍તકાલય, ગાંધીજીના હસ્‍તલિખિત પત્રો, સ્‍વાતંત્ર્ય સંગ્રામના મૂળ દસ્‍તાવેજો ઉપરાંત ધ્‍વનિ અને પ્રકાશના આયોજનથી સ્‍વાતંત્ર્ય સંગ્રામની હુબહુ ઝાંખી કરાવતો કાર્યક્રમ પ્રવાસીઓ માટે રજૂ કરાય છે. ગાંધીજી દ્વારા નિયમિતપણે કરાતી હૃદયકુંજની પ્રાર્થના આશ્રમના ઇતિહાસનું બેનમૂન સંભારણું છે. આમ સ્‍વાતંત્ર્ય સંગ્રામનું આ પ્રમુખ સ્‍મારક ગાંધીજીએ સ્‍થાપેલા મૂલ્‍યોને સંવર્ધિત અને તેનો પ્રચાર કરતું આઝાદીના જંગનું મૂક સાક્ષી છે.

http://gujaratindia.com/images/lothal-1.jpg
લોથલ:
લોથલ એક પુરાતત્‍વીય સ્‍થળ છે. ભૂસ્તર ખોદકામ દરમિયાન લોથલ ખાતેથી જે અવશેષો મળી આવ્‍યા તે સિંધુ સભ્‍યતાની ઓળખ ઊભી કરે છે. ઇ.સ. પૂર્વે ૧૮૦૦-૨૦૦૦ ના સમયગાળા દરમિયાનની સિંધુ સંસ્‍કૃતિની સભ્‍યતા લોથલમાં જોવા મળે છે.

અહીં સિંધુની ખીણના અન્‍ય સ્‍થાપત્‍યો ઉપરાંત શ્રેષ્‍ઠ નગર રચના જોવા મળી છે. વિશ્વની સૌથી જૂની સંસ્‍કૃતિ લોથલની ગણી શકાય. લોથલ ખાતે મળી આવેલા માનવ સભ્‍યતાના અવશેષોમાં રોજીંદા ઘરવપરાશના વાસણો, આભૂષણો ઉપરાંત ઘર-ઉપયોગી ચીજવસ્‍તુઓની રચના તેમજ રહેણાંકોની સ્‍થાપત્‍ય કળા બેનમૂન અને વિસ્‍મયકારક છે. લોથલના રસ્‍તાઓ અને જાહેર સુવિધા-સગવડોનું બાંધકામ બેજોડ છે. આવા પુરાતત્‍વીય મહત્‍વ ધરાવતા સ્‍થળ લોથલ વિશ્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્‍થાન બન્‍યું છે.

http://gujaratindia.com/images/kirti-mandir.jpg
કિર્તિ મંદિર:
પોરબંદર ખાતે આવેલું કિર્તિ મંદિર રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીનું જન્‍મસ્‍થાન છે. રાષ્‍ટ્રીય સ્‍મારક તરીકે જાહેર કરાયેલ કિર્તિ મંદિરનું રાષ્‍ટ્રીય મહત્‍વ જેટલું છે તેટલું ધાર્મિક મહત્‍વ પણ છે. ભગવાન શ્રીકૃષ્‍ણના પરમ સખા સુદામાનું જન્‍મ સ્‍થાન તરીકે આ શહેરનું ધાર્મિક મહત્‍વ પણ છે.

http://gujaratindia.com/images/vadanagar.jpg
વડનગર:
વડનગર તેના સ્‍થાપત્‍યો અને ઐતિહાસિક સ્‍થાનકો માટે જાણીતું છે.

સ્‍થાપત્‍યોમાં વડનગરનું તોરણઅને ધાર્મિક સ્‍થાનકમાં હાટકેશ્વર મહાદેવ પ્રખ્યાત છે. વડનગરના શર્મિષ્‍ઠા તળાવના કિનારે શહેરની ઉત્તરે આવેલુંતોરણસ્‍થાપત્‍ય અંદાજે ૧૨ મી સદીમાં નિર્માણ પામ્‍યું હતું. તેના નિર્માણમાં લાલ અને પીળા પત્‍થરોનો ઉપયોગ થયો હતો. ૪૦ ફૂટ ઊંચુ અને કોતરણીમાં બેનમૂન એવું આ તોરણસ્‍થાપત્‍ય શહેરના પ્રવેશદ્વારની ઇમારત છે. સોલંકી યુગના શાસન દરમિયાન ગુજરાતના પ્રવેશદ્વાર તરીકે આ સ્‍થાપત્‍ય પ્રચલિત હતું. સિદ્ધપુર ખાતે આવેલા રૂદ્રમહાલય સ્‍થાપત્‍યની કોતરણી - નકશીકામ આ સ્‍મારકને મળતી આવે છે.

૧૭મી સદીમાં શહેરના પ્રવેશની જગા પર હાટકેશ્વર મહાદેવનું સ્‍થાનક નિર્માણ પામ્‍યું હતું. નાગર બ્રાહ્મણોના કુળદેવતા એવા ભગવાન શીવજી સ્‍વયંભૂ અહીં પ્રગટ થયા જે મંદિરના ગર્ભગૃહમાં લીંગસ્‍વરૂપે પ્રતિષ્‍ઠિત કરવામાં આવ્‍યાં. મંદિર ત્રણ ઘુમ્‍મટો ધરાવે છે. દિવાલો અને થાંભલાઓમાં કોતરણી દ્વારા નવગ્રહો, સંગીતકારો અને નૃત્‍યાંગનાઓની પ્રતિકૃતિ કંડારવામાં આવી છે. શિલ્‍પકૃતિઓમાં રામાયણ-મહાભારતના કથાનકની પ્રસ્‍તુતિ કરાઇ છે. ઉપરાંત વન્‍યજીવો અને વન્‍યસૃષ્‍ટિની પ્રતિકૃતિઓ કંડારાઇ છે. આ જગા પર કાશી વિશ્વેશ્વર મહાદેવ પણ આવેલું છે. શહેરમાં સ્‍વામિનારાયણ મંદિર તેમજ જૈન દેરાસરો પણ આવેલાં છે.

http://gujaratindia.com/images/dhoravira.jpg
ધોળાવીરા:
ભારતની પૌરાણિક સાત અજાયબીમાંની એક અજાયબી એટલે ધોળાવીરા. ગુજરાતનું પ્રાચીનતમ સમૃદ્ધ નગર એટલે ધોળાવીરા. ગુજરાતના કચ્‍છ જિલ્‍લામાં ધોળાવીરા આવેલું છે. સિંધુ સભ્‍યતાનું પ્રમુખ શહેર કે જેનું સ્‍થાપત્‍ય અને રચના બેનમૂન છે. તેનું નિર્માણ અંદાજે ઇ.સ. પૂર્વે ૨૯૦૦ ના સમયગાળામાં થયું હતું. નગર રચનામાં ઇંટોનો ઉપયોગ કરાયો હતો. ઉપરાંત માનવ જરૂરિયાતની તમામ સુવિધાઓની રરચના આયોજનપૂર્વક કરવામાં આવી હતી. પાણીના સંગ્રહ અને વિતરણની બેનમૂન ગોઠવણ તત્‍કાલિન સમયની દુનિયાની શ્રેષ્‍ઠ રચના-વ્‍યવસ્‍થા ગણાઇ છે.

http://gujaratindia.com/images/champaner.jpg
ચાંપાનેર - પાવાગઢ:
વિશ્વ વારસા કાર્યક્રમ અન્‍વયે ચાંપાનેર - પાવાગઢને વિશ્વના અજોડ પુરાતત્‍વીય ઇમારત-સ્‍મારક તરીકે યુનેસ્‍કોએ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે ચાંપાનેર - પાવાગઢને પ્રવાસીઓના આકર્ષણના મુખ્‍ય કેન્‍દ્ર તરીકે વિકસીત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. પ્રવાસના અન્‍ય આકર્ષણોમાં નિમેટાબાગ, આજવા તળાવ, જાંબુઘોડા અભયારણ્ય અને ડભોઇ ને પણ વિકસીત કરવામાં આવ્‍યું છે.

યુનેસ્‍કોના વિશ્વ વારસા કાર્યક્રમ હેઠળ પાવાગઢ સાથે ચાંપાનેર અને માંચીને પુરાતત્‍વીય શ્રેણીને સ્‍થળો-ઇમારતો તરીકે જાહેર કરી છે. આ સ્‍થળનું ઐતિહાસિક મહત્‍વ તે અંદાજે ૧૨૦૦ વર્ષનો ઇતિહાસ અને તેથી પણ વધુ સમયની સંસ્‍કૃતિ બેજોડ છે. પૌરાણિક યુગ રાજપૂત શાસન, મરાઠા ઉપરાંત ઇસ્‍લામની અને બ્રિટિશ શાસનની અસરો અહીંના સ્‍થાપત્‍યો અને ઇમારતોમાં દેખાઇ આવે છે. ૧૫મી સદીમાં રાજા પતઇને હરાવી મુસ્‍લીમ શાસક મહંમદ બેગડાએ આ પ્રદેશ પર પોતાની શાસન ધરા સંભાળી હતી. મહંમદ બેગડાએ તેના શાસનની રાજધાની અમદાવાદથી ખસેડી ચાંપાનેરને બનાવી હતી. ચાંપાનેર પંચમહાલ જવાના મુખ્‍ય પ્રવેશદ્વાર જે વડોદરાથી ૪૬ કિ.મી. ના અંતરે આવેલું છે. આદિવાસી વિસ્‍તાર તરીકે જાહેર થયેલો આ પ્રદેશમાં મુખ્‍ય ભીલજાતિના લોકો વસવાટ કરે છે. આ પ્રદેશના વિકાસ માટે રાજ્ય સરકાર ઉધોગોને રાહત દરે આર્થિક, તકનિકી અને અન્‍ય સુવિધાઓ પુરી પાડે છે.

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...