સોમવાર, 27 ઑગસ્ટ, 2018

અમરેલી જિલ્લો

અમરેલી જિલ્લો

ગુજરાતનો જિલ્લો
અમરેલી જિલ્લો ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. સીંગ, કપાસ તેમજ ઘઉંની ખેતી માટે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પણ આખા ભારત દેશમાં મશહુર છે અને આ જિલ્‍લામાં પીપાવાવબંદર આવેલું છે. રાજુલામાં ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે.
અમરેલી
જિલ્લો
ગુજરાતમાં અમરેલીનું સ્થાન
ગુજરાતમાં અમરેલીનું સ્થાન
રાજ્યગુજરાત
મુખ્ય મથકઅમરેલી
વિસ્તાર
 • કુલ૭,૩૯૭
વસ્તી (૨૦૧૧)[૧]
 • કુલ૧૫,૧૪,૧૯૦

ઇતિહાસફેરફાર કરો

રાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો વડોદરા રાજ્યનો ભાગ હતો. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું. આશરે ૧૭૩૦ માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યા તે સમયે, અમરેલી પર ત્રણ પક્ષોનો, જાલિયા જાતિના કાઠીઓ, દિલ્હીના બાદશાહ પાસેથી મેળવેલી જમીનની સનદ ધરાવતા કેટલાક સૈયદો અને અમદાવાદના સૂબાના તાબેદાર જૂનાગઢના ફોજદારનો કબ્‍જો હતો. દામાજીરાવે એ તમામ પર ખંડણી નાખી. આમ મરાઠા સરદાર દામાજીરાવ ગાયકવાડે ઈ.સ.૧૭૪ર-૪૩ માં આરેલી અને લાઠી ખાતે લશ્કરી થાણા સ્થાપ્યાં. ૧૮ર૦ સુધી ગાયવાડના સ્રબા વિઠલરાવ દેવાજીનું કાઠીયાવાડ પર નિયંત્રણ રહયુ, જેઓ ગાયકવાડે મેળવેલા મુલકના પાટનગર અમરેલી ખાતે રહેતા હતા. ક્રમમાં આવતા તે પછીના સંપાદન કરેલ, અગાઉ છાભરિયા તરીકે ઓળખતા દામનગર અને છ ગામો હતા, જે લાઠીના લાખાજીએ પોતાની પુત્રીના દામાજીરાવ ગાયકવાડ સાથેના લગ્નપ્રસંગે દહેજમાં આપ્યા હતા. બાબરાના કાઠીઓ અને બીદૃઓએ લઈ લીધેલા કેટલાક ગામો પાછા મેળવીને વિઠલરાવ દેવાજીએ આમા વધારો કર્યો. આ સંપાદનથી ર૬ ગામોનો દામનગર મહાલ બન્યો. પાછળની આ મહાલ લાઠી તાલુકામાં ભેળવવામાં આવ્યો.
જિલ્લાની પુનઃરચનાની યોજના હેઠળ આ જિલ્લાને તબદીલ કરવામાં આવેલ હતો. છેલ્લા સૈકા દરમિયાન ધારીનો કિલ્લો, સરસીયાના થેબાની કાઠીના કબ્જામાં હતો. જે તેમણે રાણીંગવાલા નામના પ્રખ્યાત બહારવટીયાને મફત સોંપી દીધો. રાણીંગવાલા બહારવટા માટે બહાર ગયો હતો ત્યારે ગાયકવાડે ધારી તાલુકો પોતાના પ્રદેશમાં ભેળવી દીધો. ગાયકવાડે સૌ પ્રથમ કોડિનારમાં કયારે પ્રવેશ કર્યો તે ચોકકસ નથી, પરંતુ તેનું એક થાણું મૂળ દ્વારકામાં હતું, જેના નિભાવ માટે જૂનાગઢના નવાબે કોડિનારની અર્ધી મહેસૂલી જૂનાગઢના નવાબે કોડિનારની અર્ધી મહેસૂલી રકમ સૂપ્રત કરી દીધી હતી.[૨]

અમરેલી જિલ્લાનો ઈતિહાસ

આ જિલ્લો ભૂતપૂર્વ વડોદરા રાજયનો ભાગ બન્યો તે પહેલાની ઐતિહાસિક પૂર્વ ભૂમિકા વિષે બહુ જાજી માહિતી ઉપ્લબ્ધ છે. અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલી નરેશનું પ્રાચીન નામ અમરવલ્લી હતું.

આશરે ૧૭૩૦ માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યા તે સમયે, અમરેલી પર ત્રણ પક્ષોનો, જાલિયા જાતિના કાઠીઓ, દિલ્હીના બાદશાહ પાસેથી મેળવેલી જમીનની સનદ ધરાવતા કેટલાક સૈયદો અને અમદાવાદના સૂબાના તાબેદાર જૂનાગઢના ફોજદારનો કબ્‍જો હતો. દામાજીરાવે એ તમામ પર ખંડણી નાખી. આમ મરાઠા સરદાર દામાજીરાવ ગાયકવાડે ઈ.સ.૧૭૪ર-૪૩ માં આરેલી અને લાઠી ખાતે લશ્કરી થાણા સ્થાપ્યાં. ૧૮ર૦ સુધી ગાયવાડના સ્રબા વિઠલરાવ દેવાજીનું કાઠીયાવાડ પર નિયંત્રણ રહયુ, જેઓ ગાયકવાડે મેળવેલા મુલકના પાટનગર અમરેલી ખાતે રહેતા હતા. ક્રમમાં આવતા તે પછીના સંપાદન કરેલ, અગાઉ છાભરિયા તરીકે ઓળખતા દામનગર અને છ ગામો હતા, જે લાઠીના લાખાજીએ પોતાની પુત્રીના દામાજીરાવ ગાયકવાડ સાથેના લગ્નપ્રસંગે દહેજમાં આપ્યા હતા. બાબરાના કાઠીઓ અને બીદૃઓએ લઈ લીધેલા કેટલાક ગામો પાછા મેળવીને વિઠલરાવ દેવાજીએ આમા વધારો કર્યો. આ સંપાદનથી ર૬ ગામોનો દામનગર મહાલ બન્યો. પાછળની આ મહાલ લાઠી તાલુકામાં ભેળવવામાં આવ્યો.

જિલ્લાની પુનઃરચનાની યોજના હેઠળ આ જિલ્લાને તબદીલ કરવામાં આવેલ હતો. છેલ્લા સૈકા દરમિયાન ધારીનો કિલ્લો, સરસીયાના થેબાની કાઠીના કબ્જામાં હતો. જે તેમણે રાણીંગવાલા નામના પ્રખ્યાત બહારવટીયાને મફત સોંપી દીધો. રાણીંગવાલા બહારવટા માટે બહાર ગયો હતો ત્યારે ગાકવાડે ધારી તાલુકો પોતાના પ્રદેશમાં ભેળવી દીધો. ગાયકવાડે સૌ પ્રથમ કોડિનારમાં કયારે પ્રવેશ કર્યો તે ચોકકસ નથી, પરંતુ તેનું એક થાણું મૂળ દ્વારકામાં હતું, જેના નિભાવ માટે જૂનાગઢના નવાબે કોડિનારની અર્ધી મહેસૂલી જૂનાગઢના નવાબે કોડિનારની અર્ધી મહેસૂલી રકમ સૂપ્રત કરી દીધી હતી..


મુખપૃષ્ઠજિલ્લા વિષેઈતિહાસ

અમરેલી જિલ્લાનો ઈતિહાસ

૧૮૧૧ માં નવાબ હમીદખાનના અવસાન પછી જૂનાગઢની ગાદી પરનો પોતાનો દાવો સ્થાપિત કરવામાં જેમને ગાયકવાડે સહાય કરી હતી તે બહાદુરખાન સાથે થયેલા કરાર અનુસાર નવાબનો બાકીનો હિસ્સો ગાયકવાડે મેળવ્યો હતો. વડોદરા રાજય હેઠળના ભૂતપૂર્વ અમરેલી પ્રાન્ત ઉપરાંત, હાલના જિલ્લામાં બીજા કેટલાય વિસ્તારોનો સમાવેશ થાય છે. રાજુલા વિસ્તાર અસરલમાં બાબરિયા ધારના બાબરિયાઓનો હતો અને તે પછી જૂનાગઢના નવાબના કબજામાં હતો, જેમની પાસેથી ૧૭૮૬-૮૭માં મેળવીને ભાવનગરના રાજાએ પોતાના પ્રદેશમાં ભેળવી દીધો. બાબરા અને ચિતલ કાઠી રાજવીઓ અને નાના સરદારોના હાથમાં હતા. મૂળમાં જાફરાબાદ દંડા રાજપૂતોનું રાજય હતું. ગુજરાત અને દ્વિપકલપમાં મોગલ સૂર્ય અસ્તાચલે જતો હતો ત્યારે સ્વતંત્ર થઈ જનાર ઝંઝીરાના સીદી હિલાલને આ પ્રદેશનો હાકેમ નીમવામાં આવ્યો અને આ વિસ્તાર ઝંઝીરા રાજયનો ખંડિયો બન્યો.
દુન્‍યવી જીવનની નિરર્થકતાને લક્ષ બનાવતા અને પોતાના સમયના ધાર્મિક આગેવાનોના ઢોંગીપણાને ઉધાડા પાડતી પોતાની વ્યંગપૂર્ણ કવિતાઓ (ચાબખાઓ) લખવા માટે જાણીતા ભોજા ભગત અમરેલી તાલુકાના ફતેહપુર ગામના હતા. ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત રાજ કવિ ઠાકોર સાહેબ સુરસિંહજી, જેઓ કલાપી તરીકે પણ ઓળખાય છે, જેઓ અગાઉના લાઠી રાજયના રાજવી હતા અને હાલ તે રાજય અમરેલી જિલ્લાનો ભાગ છે.

મે ૧૯૪૯ માં રાજયનું મુંબઈ રાજય સાથે વિલીનીકરણ થતાં, આ જિલ્લો અગાઉના મુંબઈ રાજયનો એક ભાગ બન્યો, તેમાં અગાઉના વડોદરા રાજયના અમરેલી અને ઓખામંડળ જિલ્લાઓ તથા અમદાવાદ જિલ્લાના ધોધા મહાલનો સમાવેશ કરાયો હતો. ધોધા મહાલ અને ઓખામંડળ અનંક્રમે ભાવનગર અને જામનગર જિલ્લામાં ભેળવી દેવાયા જયારે ભાવનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્‍તારો અમરેલી જિલ્લામાં તબદીલ કરવામાં આવ્યા. હાલ રચાયેલો અમરેલી જિલ્લો બહુ તાજેતરમાં રચાયેલો છે. પરંતુ તેમાં સમાવિષ્ટ વિસ્તારોનો વહીવટી ઇતિહાસ બહુ અગત્યનો છે.

હાલના અમરેલી પ્રાંતના કેટલાક હાલના પ્રદેશોમાં અમરેલી, દામનગર, ભીમકટા (પેટા), ધારી, ખાંભા(પેટા), કોડિનાર અને રતનપુર(પેટા) મહાલનો સમાવેશ થાય છે, જે બધા ૧૯૪૯માં વડોદરા રાજયના ભાગ હતા. ૧૯૪૯માં વડોદરા રાજયના બીજા ભાગો સાથે અમરેલી પ્રાંત મુંબઈ રાજયમાં ભેળવી દેવામાં આવ્યો. આમ, હાલનો અમરેલી જિલ્લો જુદા-જુદા દરજજાના અને કદના કેટલાય દેશી રાજયોમાંથી બનાવવામાં આવ્યો છે. ભૂતપૂર્વ વડોદરા રાજયના અમરેલી પ્રાંત ઉપરાંત આ જિલ્લામાં ભૂતપૂર્વ ભાવનગર અને જુનાગઢ રાજયોના કેટલાક પ્રદેશો, જાફરાબાદ, લાઠી, ડેડાણ, બગસરા, ચરખા, લાખાપાદર, વાંકિયા, કોટડાપીઠા, ગરમલી નાની - મોટી, જામકા, વડિયા, થાણાદેવળી, અમરાપુર, અને બાબરાની જાગીરોનો સમાવેશ થાય છે. બિલખા, જેતપુર અને ભેંસાણ જેવા પડોશના ભૂતપૂર્વ રાજયોના કેટલાક ગામો પણ આ જિલ્લામાં ભેળવવામાં આવ્યા છે.

૧૯પ૬ નવેમ્બરમાં રાજયોનો પુર્નરચના થઈ અને વિદર્ભ, મરાઠાવાડા, સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશો સાથે બુહદ દ્વિભાષી રાજયનો એક ભાગ બન્યો. ૧૯પ૯માં કટલાયે પ્રાદેશિક ફેરફારો કરીને આ જિલ્લાની પુર્નરચના કરાઈ હતી. છેલ્લે 1 લી મે ૧૯૬૦ ના રોજ મુંબઈ રાજયનું વિભાજન થયું અને ગુજરાત તથા મહારાષ્ટ્રના અલગ રાજયો રચવામાં આવ્યા તે તારીખથી અમરેલી જિલ્લો ગુજરાત રાજયનો એક ભાગ બન્યો.

અમરેલી

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
અમરેલી શહેર તથા નગરપાલિકા, ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્રભાગમાં આવેલા અમરેલી જિલ્લામાં સ્થિત છે. આ શહેર ખાતે અમરેલી જિલ્લાનું મુખ્ય મથક તેમ જ અમરેલી તાલુકાનું મથક છે.
અમરેલી
—  શહેર  —
અમરેલીનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ21°36′11″N 71°13′19″E / 21.603177°N 71.222083°E
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોઅમરેલી
વસ્તી. (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)
વિસ્તાર
• ઉંચાઇ

વેબસાઇટcollectoramreli.gujarat.gov.in/
અમરેલીનો અૈતિહાસીક ટાવર

ઇતિહાસફેરફાર કરો

એમ માનવામાં આવે છે કે સન ૫૩૪માં અનુમાનજીના નામે આ જગ્યા ઓળખાતી હતી. ત્યાર બાદ અમલીક અને પછી અમરાવતીનાં નામો પણ આ જગ્યા માટે વપરાતાં હતાં. અમરેલીનું પૌરાણીક સંસ્કૃત નામ અમરાવલી હતું.[૨][૩]પછીથી ગાયકવાડી શાસન સમયમાં ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવે આ ગામની આબાદી રામજી વિરડિયાને સોંપતા તેમણે આ ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હોવાની નોંધ મળે છે.[૪] વડોદરાના ગાયકવાડની રીયાસતનાં ભાગ રુપે અમરેલીમાં સન ૧૮૮૬માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવેલું.[૨][૩]
અમરેલી શહેરના ભવ્ય ઇતિહાસના કેટલાક અવશેષો ગિરધરભાઈ સંગ્રહાલયમાં સચવાયેલા છે. ગોરધનભાઈ સોરઠીયાએ અમરેલીના ઇતિહાસના પુસ્તકો લખ્યાં છે.

જાણીતાં વ્યક્તિઓફેરફાર કરો

ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા, કવિ રમેશ પારેખ, મહાત્મા મૂળદાસના નામો અમરેલી સાથે સંકળાયેલા છે

ડૉ. જીવરાજ મહેતા

ભારતિય રાજકારણી
ડો. જીવરાજ નારાયણ મહેતા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. એમનો જન્મ ૨૯ ઓગસ્ટ, ૧૮૮૭ના દિનેઅમરેલી ખાતે થયો હતો.
ડૉ. જીવરાજ મહેતા
Jivraj Mehta.jpg
ડૉ. જીવરાજ મહેતા, ઓક્ટોબર ૧૯૪૭.
પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી
Preceded byપ્રથમ મુખ્યમંત્રી
Succeeded byબળવંતરાય મહેતા
In office
૧ મે, ૧૯૬૦ – ૧૮ સપ્ટેમ્બર, ૧૯૬૩
અંગત વિગતો
જન્મ૨૯ ઓગસ્ટ ૧૮૮૭
અમરેલી, (ત્યારની મુંબઈ પ્રેસિડેન્સીનો ભાગ)
મૃત્યુ૭ નવેમ્બર ૧૯૭૮
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવન સાથી(ઓ)હંસા જીવરાજ મહેતા

જીવનફેરફાર કરો

ડૉ. જીવરાજ મહેતાનું નિવાસસ્થાન, અમરેલી.
આર્થિક રીતે નબળા કુટુંબમાં જન્મેલા ડો. જીવરાજ મહેતાનું બાળપણ તેમ જ તેમનો અભ્યાસકાળ ખુબ જ સંઘર્ષમય રહ્યો હતો. ભણવાનો ખર્ચ મેળવવા માટે તેઓએ શિષ્યવૃત્તિઓ મેળવી, ફી માફી મેળવી અને પોતે ટ્યૂશનો કરી આવક ઉભી કરી હતી. ઈ. સ. ૧૯૩૦ના વર્ષમાં તેઓએ મેટ્રિકની પરીક્ષામાં બહુ જ સારી સફળતા મેળવી હતી અને ત્યારબાદ દાક્તરી અભ્યાસક્રમ માટે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.

રમેશ પારેખ

રમેશ પારેખ ગુજરાતી ભાષાના કવિ અને ગીતકાર હતા. તેઓ આધુનિક ગુજરાતી કવિતાના સૌથી વધુ લોકપ્રિય કવિ હતા.[૨] વ્યવસાયે સરકારી કર્મચારી હોવા છતાં તેમને સાહિત્ય અને સંગીતમાં ઊંડો રસ હતો. ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોમાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે વાર્તાઓ અને ગુજરાતી બાળ સાહિત્યનું પણ સર્જન કર્યું હતું.
રમેશ પારેખ
જન્મ27 નવેમ્બર 1940
અમરેલી, ગુજરાત, ભારત
મૃત્યુ17 મે 2006 (65ની વયે)
રાજકોટ, ગુજરાત
વ્યવસાયકવિ, વાર્તા લેખક, બાળ સાહિત્યકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
સમયગાળોઆધુનિક ગુજરાતી સાહિત્ય
મુખ્ય રચના(ઓ)વિતાન સુદ બીજ (૧૯૮૯)
મુખ્ય પુરસ્કારો
જીવનસાથીરસિલાબેન (લ. 1972–સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "૨" નો ઉપયોગ.)
સંતાનોનેહા, નિરજ
સંબંધીઓનર્મદાબેન, મોહનલાલ (માતા-પિતા)[૧]

સહી

જીવનફેરફાર કરો

રમેશ પારેખનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૪૦ના રોજ અમરેલીખાતે કપોળ વણિક કુટુંબમાં મોહનલાલ અને નર્મદાબેનને ત્યાં થયો હતો. તેમણે પારેખ મહેતા વિદ્યાલય ખાતે અભ્યાસ કર્યો હતો. તેમની પ્રથમ વાર્તા પ્રિતની દુનિયા ચાંદની વાર્તાના સામાયિકમાં તેઓ જ્યારે શાળામાં હતા ત્યારે પ્રગટ થઇ હતી. ૧૯૫૮માં પ્રથમ વર્ગ સાથે તેમણે એસ.એસ.સી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી. તેમણે શિષ્યવૃત્તિ મેળવી હતી. તેમને ચિત્રકળામાં રસ હતો અને તેઓ સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હતા પરંતુ નાણાંકીય ભીડને કારણે તેમ કરી ન શક્યા. ૧૯૬૦માં તેઓ અમરેલી જિલ્લા પંચાયત કચેરીમાં જોડાયા. ચિત્રકળા અને સંગીતનો શોખ તેમણે જાળવી રાખ્યો. ૧૯૬૨ સુધી તેમણે વાર્તાઓ લખવાનું ચાલુ રાખ્યું અને સંગીત ક્લબની સ્થાપના કરી. ૧૯૬૭માં તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. ૧૯૬૮માં તેમની મુલાકાત અનિલ જોશી સાથે થઇ અને તેમણે વધુ કવિતાઓ લખવાની પ્રેરણા આપી. તેમની કવિતાઓ સાહિત્યના વિવિધ સામાયિકોમાં પ્રગટ થવાની શરૂઆત થઇ.[૩][૪][૫] ૧૯૮૮માં તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા અને સમગ્ર જીવન સાહિત્યિક કારકિર્દી પર કેન્દ્રિત કર્યું. ૧૯૯૭માં તેઓ અમરેલીથી રાજકોટ સ્થાયી થયા. ૧૭ મે ૨૦૦૬ના રોજ રાજકોટ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.[૬][૨][૧]

સર્જનફેરફાર કરો

રમેશ પારેખ તેમના ગીતો માટે જાણીતા છે પણ તેમણે અછાંદસ કવિતાઓ અને ગઝલોમાં પણ મોટું યોગદાન આપ્યું છે. સોનલ અને મીરાંબાઇને સંબોધીને લખાયેલ તેમની કવિતાઓ અને ગીતો સોનલ સૌથી વધુ જાણીતા છે. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ક્યાં (૧૯૭૦) ની પ્રશંસા થઇ હતી. ખડિંગ(૧૯૭૯) તેમનો બીજો કાવ્ય સંગ્રહ છે જેણે અનેક પુરસ્કારો મળ્યા હતા. તેમના અન્ય કાવ્ય સંગ્રહો; ત્વ (૧૯૮૦), સનનન(૧૯૮૧), ખમ્મા, આલા બાપુને! (૧૯૮૫), મીરાં સામે પાર(૧૯૮૬) અને વિતાન સુદ બીજ (૧૯૮૯) છે. તેમની બધી કવિતાઓ છ અક્ષરનું નામ સંગ્રહમાં ૧૯૯૧માં પ્રગટ થઇ હતી. આ સંગ્રહ અત્યંત લોકપ્રિય બન્યો હતો અને પાંચ વર્ષમાં તેની ચાર આવૃત્તિઓ પ્રગટ થઇ હતી. લે, તિમિર! સૂર્ય(૧૯૯૫), છાતીમાં બારસાખ (૧૯૯૮‌), ચશ્માંના કાચ પર(૧૯૯૯) અને સ્વગતપર્વ (૨૦૦૨) સંગ્રહો ત્યાર પછી પ્રગટ થયા હતા. કાલ સાચવજે પગલા (૨૦૦૯) તેમના મિત્ર નિતિન વડગામા વડે સંપાદિત અને પ્રકાશિત મરણોત્તર કાવ્ય સંગ્રહ છે.[૨][૧]
સ્તનપૂર્વક (૧૯૮૩) તેમનો વાર્તા સંગ્રહ છે. તેમણે ત્રિ-અંકી નાટકો પણ લખ્યા છે, જેમાં સગપણ એક ઉખાણું (૧૯૯૨),સૂરજને પડછાયો હોય (૨૦૦૨) અને રમૂજી નાટક તરખાટનો સમાવેશ થાય છે. તેમના નિબંધ સંગ્રહો હોંકારો આપો તો કહું(૧૯૯૪), ચાલો એકબીજાને ગમીએ (૨૦૦૧), સર્જકના શબ્દને સલામ (૨૦૦૨) છે. તેમણે ગિરા નદીને તીર (૧૯૮૯) કાવ્ય સંગ્રહ અને આ પડખું ફર્યો લે! (૧૯૮૯) ગઝલ સંગ્રહનું સંપાદન કર્યું હતું.[૨][૧]
બાળ સાહિત્યમાં તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમના બાળ કવિતા સંગ્રહો હાઉક (૧૯૭૯), ચીં (૧૯૮૦), દરિયો ઝુલ્લમ ઝુલ્લા, હસીએ ખુલ્લમ ખુલ્લા (૧૯૮૮, સચિત્ર), ચપટી વગાડતા આવડી ગઇ (૧૯૯૭) છે. તેમના બાળ વાર્તા સંગ્રહોહફરફ લફરફ (૧૯૮૬), દે તાલ્લી (૧૯૭૯), ગોર અને ચોર(૧૯૮૦), કુવામા પાણીનું ઝાડ (૧૯૮૬) અને જંતર મંતર છુ(૧૯૯૦) છે. તેમની બાળ નવલકથાઓ જાદુઇ દીવો અનેઅજબ ગજબનો ખજાનો છે.[૨][૧]

પારિતોષિકોફેરફાર કરો

૧૯૭૦માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક, ૧૯૮૩માં ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક, ૧૯૮૬માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૯માં કલા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ખડિંગ પુસ્તક માટે તેમને ૧૯૭૮માં નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૭૮-૭૯નો ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૭][૮] મીરા સામે પાર માટે તેમને ગિજુભાઇ બધેકા સુવર્ણ ચંદ્રક (૧૯૮૮) અને શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક, રાજ્ય ક્ક્ષાનો ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૯) મળ્યો હતો. તેમના કાવ્ય સંગ્રહવિતાન સુદ બીજ માટે ૧૯૯૪માં તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ જ પુસ્તક માટે તેમને રાજકુમાર ભુવલ્કા પુરસ્કાર પણ મળ્યો હતો. તેમના સમગ્ર સર્જન તેમને ૧૯૮૮માં સંસ્કાર પુરસ્કાર અને અમરેલી જિલ્લા પંચાયત કચેરી તરફથી કલાગૌરવ સુવર્ણ ચંદ્રક (૧૯૮૯) મળ્યો હતો. ૨૦૦૪માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર એનાયત થયો હતો.[૬][૨][૧]
૧૯૮૨-૮૩માં નસીબની બલિહારી ચલચિત્ર અને ૧૯૯૩-૯૪માં માનવીની ભવાઇ ચલચિત્ર માટે તેમને શ્રેષ્ઠ ગીતરચનાકારનો પુરસ્કાર ગુજરાત સ્ટેટ ફિલ્મ એવોર્ડમાં મળ્યો હતો.[૨]

અંગત જીવનફેરફાર કરો

૧૯૭૨માં તેમના લગ્ન રસિલાબેન સાથે થયા હતા. તેમની પુત્રી નેહાનો જન્મ ૧૯૭૪માં અને પુત્ર નિરજનો જન્મ ૧૯૭૫માં થયો હતો

અમરેલી જિલ્લામાં આવેલા તાલુકાઓફેરફાર કરો

આ જિલ્‍લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે:
  • અમરેલી
  • ધારી
  • ધારી ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશનાઅમરેલી જિલ્લાના ધારી તાલુકાનું વહીવટી મથક છે. તે ગીરની સરહદ પર આવેલું ગામ છે, ગ્રામ પંચાયત દ્વારા સંચાલન થાય છે. ધારી ગીર પૂર્વની વહીવટી કચેરીઓ અત્રે અાવેલી છે. અેશિયાટીક સિંહ, દીપડા સહિતના વન્યપ્રાણીઓની વસતી અને ગીરનો રક્ષિત જંગલ વિસ્તાર ધરાવે .
  • બાબરા
  • બગસરા
  • બગસરા

    ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
    બગસરા ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશનાઅમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું વહીવટી મથક છે. આ નગર સતલડી નદીના ઉત્તર કાંઠે આવેલું છે.[૧][૨]બગસરા લોકસાહિત્ય તેમ જ શૌર્યગીતોના રચયિતા ઝવેરચંદ મેઘાણી, કે જેમને રાષ્ટ્રીય શાયરનું સન્માન મળ્યું છે, એમની કર્મભૂમિ ગણવામાં આવે છે.
    બગસરા
    —  શહેર  —
    બગસરાનુ
    ગુજરાત અને ભારતમાં સ્થાન
    અક્ષાંશ-રેખાંશ21°29′00″N 70°57′00″E / 21.483333°N 70.95°E
    દેશ ભારત
    રાજ્યગુજરાત
    જિલ્લોઅમરેલી
    વસ્તી૩૧,૭૮૯ (૨૦૦૧)
    અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
    સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)

    ઇતિહાસફેરફાર કરો

    બગસરાને ઇ.સ. ૧૫૨૫માં દેવગામ દેવલીના વાળા મંછા ભૈયાએ જીતી લીધું હતું. વાળા મંછા પછી તેનો પુત્ર ભૈયા ગાદીએ આવ્યો જેના પરથી બગસરાના કાઠીઓ ભૈયાણી કહેવાય છે. બ્રિટિશ શાસન દરમિયાન નગર વાળા કાઠીઓ હસ્તગત હતું અને કાઠિયાવાડ એજન્સી હેઠળનું થાણું હતું.[૧]

    વસતીફેરફાર કરો

    ૨૦૦૧ની ભારતની વસતી ગણતરી પ્રમાણે[૩] બગસરાની વસતી ૩૧,૭૮૯ વ્યક્તિઓની હતી. આ વસતીમાં પુરુષો ૫૨% અને સ્ત્રીઓ ૪૮% હતી. બગસરાનો સરેરાશ સાક્ષરતા દર ૭૦% હતો જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫% કરતાં વધુ હતો. પુરુષોમાં સાક્ષરતા દર ૫૬% અને સ્ત્રીઓમાં ૪૪% હતો. વસતીના ૧૨% ની વય ૬ વર્ષથી નીચે હતી.

    વ્યવસાયફેરફાર કરો

    બગસરા સોનાનો ઢોળ ચડાવેલ દાગીના (ગોલ્ડ પ્લેટેડ) અને અરી ભરતના વસ્ત્રો માટે જાણીતું છે. ચોરસ કાપડના ટુકડાઓ ચોપાલ અને સ્ત્રીઓના સ્કાર્ફ સદલા અહીં સ્થાનિક રીતે બનાવાય છે. ગીર ટિંબર લાકડાનો પણ અહીં વ્યવસાય છે.[૧]

    જોવાલાયક સ્થળોફેરફાર કરો

    • ભુતનાથ મહાદેવ મંદિર
    • મુંજીયાસર બંધ /ખોડિયાર મંદિર
    • સ્વામીનારાયણ મંદિર
    • બાલ કૃષ્ણ હવેલી
    • બાઘેશ્વર મંદિર
    • પુતળેશ્ચર મહાદેવ મંદિર
  • જાફરાબાદ
  • ઇતિહાસફેરફાર કરો

    બ્રિટિશ શાસન દરમિયાન જાફરાબાદ સિદીઓ વડે શાસિત રજવાડું હતું. ઇ.સ. ૧૭૫૯થી તે જંજીરા રજવાડા સાથે ભેળવી દેવાયું હતું.[૧]

    વસ્તીફેરફાર કરો

    ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે,[૨] જાફરાબાદની વસ્તી ૨૭,૧૬૭ હતી જેમાં પુરુષોની સંખ્યા ૧૩,૭૩૭ અને સ્ત્રીઓની સંખ્યા ૧૩,૪૩૦ હતી. જાફરાબાદની સરેરાશ સાક્ષરતા ૬૭.૧૦% હતી જે રાજ્યની સરેરાશ સાક્ષરતા ૭૮.૦૩% કરતાં ઓછી હતી. પુરુષોમાં સાક્ષરતા દર ૭૭.૪૨% અને સ્ત્રીઓમાં સાક્ષરતા દર ૫૬.૫૮% હતો. વસતીની ૧૨.૪૨% સંખ્યા ૬ વર્ષથી નીચેની વય ધરાવતી હતી.

    અર્થતંત્રફેરફાર કરો

    જાફરાબાદ ખાતે મીઠાના અગરો
    જાફરાબાદમાં દરિયાકાંઠે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટની ફેક્ટરી
    જાફરાબાદ દરિયાકાંઠે આવેલું નગર છે, જેથી મોટાભાગની વસ્તી માછીમારી પર નભે છે. અમુક લોકો દરિયાકાંઠે આવેલ મીઠાના અગરોમાં કામ કરે છે. અલ્ટ્રાટેક સિમેન્ટની ઉપકંપની નર્મદા સિમેન્ટ વર્કસ સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડે છે.
  • ખાંભા
  • કુંકાવાવ
  • લાઠી
  • લાઠી

    ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
    લાઠી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનુંવહીવટી મથક છે.
    લાઠી
    —  નગર  —
    લાઠીનુ
    ગુજરાત અને ભારતમાં સ્થાન
    અક્ષાંશ-રેખાંશ21°43′32″N 71°23′20″E / 21.7256502°N 71.3888633°E
    દેશ ભારત
    રાજ્યગુજરાત
    જિલ્લોAmreli
    વસ્તી૨૧,૧૭૩ (૨૦૧૧)
    અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
    સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)
    વિસ્તાર
    • ઉંચાઇ

    • 141 metres (463 ft)
    લાઠી ખાતેનું કલાપી-તીર્થ સંગ્રહાલય

    ભૂગોળફેરફાર કરો

    લાઠી 21°43′N 71°23′E / 21.72°N 71.38°E પર સ્થિત છે.[૧] તેની સરેરાશ ઉંચાઇ 141 metres (463 ft) છે.

    વસતીફેરફાર કરો

    ૨૦૧૧ની વસતી ગણતરી[૨] વખતે લાઠીની વસતી ૨૧,૧૭૩ હતી.

    લાઠી રજવાડુંફેરફાર કરો

    તખ્તસિંહજી સૂરસિંહજી ગોહિલ, કલાપી
    લાઠી રજવાડાની સ્થાપના આશરે ૧૨૬૦માં થઇ હતી. આ રજવાડાંના રાજવીઓ ગોહિલ વંશના હતા.[૩]

    શાસકોફેરફાર કરો

    • ... - ૧૮૭૮ સૂરસિંહજી ગોહિલ
    • ૪ નવેમ્બર ૧૮૭૮ - ૧૯૦૦ તખ્તસિંહજી સૂરસિંહજી ગોહિલ
    • ૧૮૯? - ૧૪ ઓક્ટોબર ૧૯૧૮ નાનાશેઠ મુનશિરામ મહેતા
    • ૧૪ ઓક્ટોબર ૧૯૧૮ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પ્રહલાદસિંહજી (જન્મ ૧૯૧૨)
    લાઠીના અન્ય જાણીતા વ્યક્તિઓમાં એર માર્શલ જનક કુમાર અને લાઠીના પ્રવીણસિંહજી, ભૂપેન્દ્રસિંહજી વગેરેનો સમાવેશ થાય છે.
  • ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી’ (૨૬મી જાન્યુઆરી ૧૮૭૪, જૂન ૯ ૧૯૦૦) નો જન્મ લાઠી (જિ. અમરેલી)ના રાજકુટુંબમાં થયો હતો. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલશોને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું. દરમિયાન ૧૮૮૯ માં રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન થયા. પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫ માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. રમા સાથે આવેલી ખવાસ જાતિની દાસી મોંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા, અને એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે એમણે ૧૮૯૮માં શોભના સાથે લગ્ન કર્યું. ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદીત્યાગનો દ્રઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું.
    સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
    Sursinhji Gohil Kalapi.jpg
    સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'
    જન્મસુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
    ૨૬મી જાન્યુઆરી ૧૮૭૪
    લાઠી
    મૃત્યુ૯મી જૂન ૧૯૦૦
    લાઠી
    વ્યવસાયલાઠી, ગોહિલવાડ, સૌરાષ્ટ્રના રાજવી
    રાષ્ટ્રીયતાભારતીય
    સમયગાળો૧૮૯૨-૧૯૦૦
    મુખ્ય રચના(ઓ)કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહિલ (દીર્ઘકાવ્ય), કાશ્મીરનો પ્રવાસ, સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર

    સહી
    ઘણું ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી. ગુજરાતી તથા ઈતર ભાષાઓના સાહિત્યગ્રંથોના વાચને તેમ જ વાજસૂરવાળા, મણિલાલ, કાન્ત, ગોવર્ધનરામ,ન્હાનાલાલ, સંચિત વગેરેના સંપર્કે એમની સાહિત્યિક દ્રષ્ટિ અને સજ્જતા કેળવવામાં યોગદાન કર્યું હતું.

    અભ્યાસફેરફાર કરો

    • ૧૮૮૨-૧૮૯૦ રાજકુમાર કોલેજ, રાજકોટમાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી
    • અંગત શિક્ષકો પાસે સંસ્કૃત, ઉર્દૂ, ફારસી સાહિત્યનો અભ્યાસ

    કુટુંબ, પત્નીફેરફાર કરો

    રાજબા ઉર્ફે રમા
    કેસરબા ઉર્ફે આનંદીબા
    મોંઘીબા ઉર્ફે શોભના
    • રમાબા ઉર્ફે રાજબા - રૂહા, કચ્છનાં કુંવરી (૧૮૮૯ - ૧૫ વર્ષની વયે); એમનાંથી ૮ વર્ષ મોટા
    • આનંદીબા ઉર્ફે કેસરબા - કોટડા, સૌરાષ્ટ્રનાં કુંવરી (૧૮૮૯ - ૧૫ વર્ષની વયે); એમનાંથી ૨ વર્ષ મોટા
    • શોભના - રમાબા સાથે પિયરથી ૭-૮ વર્ષની ઉંમરે આવેલ મોંઘી નામની દાસી (૧૮૯૮); એમનાંથી ૭-૮ વર્ષ નાના

    પ્રદાનફેરફાર કરો

    • પ્રજાવત્સલ રાજવી
    • ખુદવફાઇવાળા ઊર્મિકવિ જેણે ગુજરાતી કલા સાહિત્યને સમૃધ્ધ કર્યું.
    • પ્રવાસ લેખન

    જીવન ઝરમરફેરફાર કરો

    • ૨૧ વર્ષની વયે રાજ્યાભિષેક ( ૨૧મી જાન્યુઆરી ૧૮૯૫)
    • નાનપણથી જ લાગણીપ્રધાન, સાહિત્ય અને કુદરતી સૌંદર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઇચ્છા
    • માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેવો જ પ્રેમ રાખતા
    • આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી
    • રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં ૨૦ વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો
    • શોભના સાથેના પ્રણયને કારણે રાજખટપટ અને ગાદીત્યાગનો વિચાર
    • વરિષ્ઠ સાહિત્યકારોની સાથે મિત્રતા
    • સ્વીડનબોર્ગના વિચારોની ઊંડી અસર
    • ૧૬ થી ૨૬ વર્ષની ઉંમરનાં ૧૦ વર્ષના ગાળામાં જ ૫૦૦થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને ૨૫૦ થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘરેણા જેવી રચનાઓ કરેલી. (કાવ્યસર્જન ૧૮૯૨થી શરૂ થયેલ)
    • મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા; ઘણાં કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા; કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હૃદયના ભાવો રહેલા છે; પત્ર-સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃધ્ધ કર્યું છે;
    • મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મઘમઘાવે છે.
    • ૨૬ વર્ષની યુવાન ઉંમરે મૃત્યુ. (જેના વિષે એમ કહેવાય છે કે રમાબાએ યુક્તિથી ઝેર પાયું હતું)

    સર્જનફેરફાર કરો

    ૧૮૯૨ થી ૧૯૦૦ સુધીની એમની સર્વ કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ ‘કલાપીનો કેકારવ’નું કાન્તને હાથે ૧૯૦૩માં મરણોત્તર પ્રકાશન થયું. જગન્નાથ ત્રિપાઠી ‘સાગર’ ની સંવર્ધિત સટિપ્પણ આવૃત્તિ (૧૯૩૧) પછી પણ આ બૃહત્ સંગ્રહની આવૃત્તિઓ થવા પામી છે તેમજ એમાંથી પસંદ કરેલા કાવ્યોનાં અનેક સંપાદનો પણ થયાં છે. વર્ડઝવર્થ, શેલી, કીટ્સ વગેરેની રોમાન્ટિક કવિતા-પરંપરાથી પ્રભાવિત કલાપીએ એ કવિઓનાં કેટલાંક કાવ્યોનાં ભાવવાહી રૂપાંતરો ને અનુવાદો પણ કર્યા છે. નરસિંહરાવ, બાલાશંકર, મણિલાલ અને કાન્તની કવિતાની છાયા છે છતાં કલાપીનું સર્જન એમના અનુભવો રણકો લઈને આવે છે અને એમનાં ઘણાં બધાં કાવ્યો તો એમના જીવનસંવેદન અને સંઘર્ષમાંથી નીપજેલાં છે. કલાપીનો જીવનસંઘર્ષ પારાકાષ્ઠાએ હતો ત્યારે ૧૮૯૭-૯૮માં સૌથી વધારે પ્રમાણમાં અને વધુ નોંધપાત્ર કાવ્યો મળ્યાં છે એ સૂચક છે.
    વિશેષપણે પ્રેમના અને એ ઉપરાંત પ્રકૃતિ, પ્રભુપ્રેમ ને ચિંતનના ભાવોને વ્યક્ત કરતી કલાપીની કવિતા મુખ્યત્વે છંદોબદ્ધ લઘુકાવ્યો અને ગઝલો જેવા આત્મલક્ષી ઊર્મિકાવ્યના પ્રકારમાં તથા કેટલેક અંશે ખંડકાવ્ય જેવા પરલક્ષી કાવ્યપ્રકારમાં વહી છે. સંસ્કૃતવૃતબદ્ધ કવિતામાં, બોલાતી ગુજરાતી ભાષાના વિનિયોગથી નીપજેલી પ્રાસાદિક કાવ્યબાની, મસ્તરંગી સંવેદનની તીવ્રતાએ એમની ગઝલોમાં પ્રગટાવેલી લાક્ષણિક અભિવ્યક્તિછટા, ખંડકાવ્યોમાં ચરિત્રાંકનની સુઘડતા અને ઊર્મિવિચારનું મનોરમ આલેખન આગવી મુદ્રા આંકે છે. કલા સંયમના પ્રકૃતિગત અભાવને કારણે તથા કેળવણીનો પૂરતો લાભ ન પામવાને લીધે એમની કવિતામાં રચનાની શિથિલતા અને બાનીની અતિસરલતા તથા ગદ્યાળુતા જણાય છે; ખંડકાવ્ય પ્રકારની કવિતામાં પણ વસ્તુલક્ષિતા ઝાઝી સિદ્ધ કરી શકાઈ નથી; પણ હૃદયંગમ ચિંતનશીલતા અને ઋજુ સંવેદનનું માધુર્યુભર્યું નિરૂપણ એમની કવિતાને હૃદ્ય બનાવે છે. છેલ્લાં વર્ષોમાં એમની કવિતામાં પ્રૌઢિ જણાય છે. ‘કલાપીનો કેકારવ’ની ૧૯૩૧ ની આવૃત્તિમાં સમાવાયેલા, ચાર સર્ગના ‘હમીરજી ગોહેલ’ના ત્રણ સર્ગોને ૧૯૧૨ માં કાન્તે સ્વતંત્ર ગ્રંથરૂપે પ્રગટ કરેલા. સ્કૉટના ‘લેડી ઑવ ધ લેઈક’ ના સ્વરૂપને આધાર તરીકે રાખી ૧૮૯૭માં આરંભેલું આ કાવ્ય ચાર સર્ગે પણ અધૂરું જ રહ્યું છે. મહાકાવ્યરૂપે રચવા ધારેલી બે હજાર ઉપરાંત પંક્તિઓની આ ઇતિહાસ-આધારિત કૃતિ ખંડકાવ્યની વધુ નજીક છે. સંકલનની કચાશો અને નિરૂપણની દીર્ઘસૂત્રતાને લીધે શિથિલ છતાં કલાપીની રુચિર વર્ણનરીતિની દ્રષ્ટિએ તેમ જ દીર્ઘ કથાવસ્તુને આલેખતી કૃતિ લેખે એ નોંધપાત્ર છે.
    કલાપીએ પ્રવાસવર્ણન, સંવાદો, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્રો રૂપે ગદ્યલેખન પણ કર્યું છે. ૧૮૯૧-૯૨ માં કરેલા ભારતપ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે લખાયેલા ‘કાશ્મીરનો પ્રવાસ’નું જાહેર પ્રકાશન છેક ૧૯૧૨ માં ‘કાશ્મીરનો પ્રવાસ’, કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મવિચાર’ એ ગ્રંથમાં થયું છે. આ પ્રવાસકથનમાં પ્રકૃતિના સૌંદર્યદર્શનના વિસ્મયને આલેખતાં ઊર્મિરસિત ને સુરેખ વર્ણનો તથા લોકજીવનનાં ઝીણાં નિરીક્ષણો નોંધપાત્ર છે. પ્રવાસના અનુભવોનું નિરૂપણ સાહજિક રહ્યું છે ત્યાં તાજગીયુક્ત જણાતું ગદ્ય જયાં અંગ્રેજી-સંસ્કૃત ગ્રંથોના વાચનનો પ્રભાવ પડયો છે ત્યાં કંઈક આયાસી બન્યું છે.
    પ્લેટો અને સ્વીડનબોર્ગના તત્વચિંતનમાંથી વિચારસામગ્રી લઈને તથા લોકકથાઓમાંથી પાત્રો લઈને કલાપીએ લખેલા ચાર સંવાદોમાં ઊર્મિનું બળ ને વિચારના તણખા નોંધપાત્ર છે. ચિંતનાત્મક વસ્તુને સંવાદોની છટામાં મૂકી આપતા ગદ્યનું એમાં એક લાક્ષણિક રૂપ ઊપસે છે. ‘સ્વીડનબોર્ગનો ધર્મવિચાર’ મૂળ કાન્તને ઉદ્દેશીને લખાયેલો લાંબો ગંભીર પત્ર છે. કલાપીની ચિંતનક્ષમતાને એમાં સારો પરિચય મળી રહે છે.
    સાહિત્યકાર મિત્રો, સ્નેહીઓ તથા કુટુંબીજનો પર કલાપીએ લખેલા ૬૭૯ પત્રો ‘કલાપીના ૧૪૪ પત્રો’ (સં. મુનિકુમાર ભટ્ટ, ૧૯૨૫) અને ‘કલાપીની પત્રધારા’ (સં. જોરાવરસિંહજી સુરસિંહજી ગોહિલ, ૧૯૩૧)માં ગ્રંથસ્થ થયા છે; તે સિવાય ‘કૌમુદી’ વગેરેમાં પ્રકાશિત, કેટલાક ગ્રંથોમાં આંશિક રૂપે ઉદ્ધૃત અને આજ સુધી અપ્રગટ અનેક પત્રો ગ્રંથસ્થ થવા બાકી છે. પત્રોમાં કલાપીનું નિર્દંભ, નિખાલસ અને ઊર્મિલ વ્યક્તિત્વ ઊપસે છે તે ઉપરાંત એમનાં જીવનકાર્ય, સાહિત્યસાધના અને ચિંતનશીલતાનો પરિચય પણ મળે છે. આ પત્રો રોચક અને અવારનવાર વેધક બનતી ગદ્યશૈલીની દ્રષ્ટિએ પણ ધ્યાન ખેંચે છે.
    સ્વીડનબોર્ગીય ચિંતનના આકર્ષણને લીધે, એમની ધાર્મિક માન્યતાઓના કંઈક પ્રચાર જેવી, જેમ્સ સ્પેડિંગની બે અંગ્રેજી નવલકથાઓનાં રૂપાંતર કલાપીએ કરેલાં. ‘રીથ એન્ડ ધ કિંગ’ નું ‘કાન્તનો દિનચર્યાલેખ’ નામે, મે ૧૯૦૦માં કરેલું રૂપાંતર કાન્તે ૧૯૧૨માં ‘માળા અને મુદ્રિકા’ નામે પ્રકાશિત કરેલું. એ ગાળામાં આરંભેલું બીજી નવલકથા ‘ચાર્લ્સ રોબિન્સન’ નું ‘એક આત્માના ઇતિહાસનું એક સ્વરૂપ’ નામે રૂપાંતર કલાપી પૂરું કરી શકેલા નહીં. એને રમણીકલાલ દલાલ પાસે પૂરું કરાવી ૧૯૩૩ માં રમણીક મહેતાએ ‘નારીહૃદય’ નામથી પ્રગટ કરેલું. કોઈ સાહિત્યરસથી નહીં પણ ધર્મશ્રદ્ધાથી પ્રેરાઈને કલાપીએ કરેલાં આ રૂપાંતરોનું ગદ્ય પ્રાસાદિક છે.
    કલાપી નિયમિતપણે અંગત ડાયરી લખતા હોવાના તથા ૧૮૯૭ આસપાસ એમણે આત્મકથા લખવાનું આરંભ્યાના નિર્દેશો મળે છે, પણ એમનાં આ બંને પ્રકારનાં લખાણો ક્યાંયથી પ્રાપ્ત થતાં નથી.

    કલાપીનો કેકારવફેરફાર કરો

    કલાપીની ૧૮૯૨ થી ૧૯૦૦ સુધીની અઢીસો જેટલી રચનાઓને સમાવતો સર્વસંગ્રહ છે. કલાપીના અવસાન પછી, ૧૯૦૩ માં કાન્તે હાથે એનું સૌપ્રથમ સંપાદન-પ્રકાશન થયું એ પૂર્વે ૧૮૯૬માં કલાપીએ પોતે ‘મધુકરનો ગુંજારવ’ નામે, ત્યાં સુધીનાં સર્વકાવ્યો ‘મિત્રમંડળ કાજે તથા પ્રસંગનિમિત્તે ભેટસોગાદ તરીકે આપવા’ માટે પ્રકાશિત કરવાની યોજના કરેલી પણ એ કામ અવસાનપર્યત પૂરું પાડી ન શકાયેલું. ૧૯૩૧ માં કલાપીના બીજા મિત્ર જગન્નાથ ત્રિપાઠી (‘સાગર’) એ કાન્ત-આવૃત્તિમાં ન છપાયેલાં ૩૪ કાવ્યોને સમાવીને ૨૪૯ કાવ્યોની સંવર્ધિત અને સટિપ્પણ આવૃત્તિ પ્રસિદ્ધ કરી. સ્વતંત્ર મુદ્રિત ‘હમીરજી ગોહેલ’ પણ એમાં સમાવી લેવાયું. આ બૃહત્ સંગ્રહની એ પછી પણ ઘણી આવૃત્તિઓ થતી રહી છે ને એમાંથી પસંદ કરેલાં કાવ્યોના કેટલાક લઘુસંચયો પણ તૈયાર થયા છે એ કલાપીની વ્યાપક લોકચાહના સૂચવે છે.
    કલાપીનું સંવેદનતંત્ર સદ્યગ્રાહી હતું એથી સાહિત્ય ને ધર્મ ચિંતનના અનેક ગ્રંથોના વાચન--પરિશીલનના સંસ્કારો આ કવિતાના વિષયો ને એની નિરૂપણરીતિ પર પણ ઝિલાયેલા છે. ‘કેકારવ’ની પ્રકૃતિવિષયક કવિતા પર અને કલાપીની રંગદર્શી કાવ્યરીતિ પર વર્ડઝવર્થ, શેલી, કીટ્સ જેવા એમના પ્રિય કવિઓની અસર પડેલી છે. આ કવિઓના તેમ જ ટેનિસન, ગટે, મિલ્ટન, ગોલ્ડસ્મિથ આદિનાં કાવ્યોના મુક્ત અનુવાદો ને રૂપાંતરો તથા કેટલીક કૃતિઓનાં અનુસર્જનો ‘કેકારવ’માં છે. ‘મેઘદૂત’, ‘ઋતુસંહાર’, ‘શૃંગારશતક’ જેવી સંસ્કૃત કૃતિઓની અસર પણ ‘કેકારવ’ની કવિતા પર ઝિલાયેલી છે. સમકાલીન ગુજરાતી કાવ્યપરંપરાની કેટલીક છાયાઓ પણ એમાં ઝિલાયેલી જોવા મળે છે. આરંભની કવિતા પર દલપતરામની તેમ જ તત્કાલીન ધંધાદારી નાટકોનાં ગાયનો ને લાવણીઓની અસર છે ને તે પછી નરસિંહરાવ, ગોવર્ધનરામ, મણિલાલ, કાન્ત આદિની કવિતાની અસરો વિષય, છંદ, પ્રકારાદિ પર પડતી રહી છે. આ બધું છતાં કલાપીની વેદના-સંવેદના પોતીકી છે ને એના નિરુપણમાં એનો પોતાનો અવાજ રણકે છે.
    ‘કેકારવ’માં વિવિધ સ્વરૂપો પરની કવિતા મળે છેઃ ઉત્કટ ઊર્મિ ને ભાવનાશીલતાને બોલાતી ભાષાની સાહજિકતાથી અભિવ્યક્ત કરતાં હોવાથી એમાંનાં વૃત્તબદ્ધ કાવ્યો વિશિષ્ટ અસર જન્માવે છે. સ્વરૂપની દ્રષ્ટિએ કેટલીક કચાશોવાળી જણાતી ગઝલો અંતર્ગત મિજાજની-એનાં મસ્તી ને દર્દેદિલીની-દ્રષ્ટિએ ધ્યાનાર્હ છે. શરૂઆતની વ્યક્તિપ્રેમની (ઈશ્કે મિજાજી) ગઝલો કરતાં પાછળની પ્રભુપ્રેમની (ઈશ્કે હકીકી) ગઝલો કાવ્યગુણે ચડિયાતી છે. ‘આપનીયાદી’ એનું નોંધપાત્ર દ્રષ્ટાંત છે. કલાપીનાં ખંડકાવ્યોમાં કાન્તના જેવી પરલક્ષિતા નથી ને ઉર્મિલતા તથા બોધાત્મકતાએ કાવ્યબંધને જેવી પરલક્ષિતા નથી ને ઉર્મિલતા તથા બોધાત્મકતાએ કાવ્યબંધને શિથિલ કરી નાખ્યો છે; છતાં ભાવનાસહજ સરળ નિર્વહણથી, મનોરમ દ્રશ્યચિત્રોથી, પાત્રચિત્તના મંથનના અસરકારક આલેખનથી ને ખાસ તો પ્રાસાદિક ભાષાશૈલીથી એ પોતાનું આગવાપણું સિદ્ધ કરે છે. ‘બિલ્વમંગળ’ એમનું ઉત્તમ ખંડકાવ્ય મનાયું છે. મહાકાવ્ય તરીકે રચવા ધારેલું એમનું બે હજાર ઉપરાંત પંક્તિઓનું, ચાર સર્ગે અધૂરું રહેલું ‘હમીરજી ગોહેલ’ ખંડકાવ્યની નજીક રહેતું ઇતિહાસવિષયક કથાકાવ્ય છે.
    વિષયનિરુપણની બાબતમાં ‘કેકારવ’માં પ્રેમવિષયક કવિતા સૌથી વધુ ધ્યાનપાત્ર છે. એક રીતે, સંગ્રહની મોટા ભાગની કવિતા એના ઊર્મિશીલ કવિની આત્મકથારૂપ છે. કલાપીના ૨૬ વર્ષના ટૂંકા આયુષ્યનાં છેલ્લા આઠેક વર્ષના અંગત પ્રેમજીવનનો જ, બહુધા, એમાં ચિતાર છે. સ્વભાવોકિતભર્યા ઈન્દ્રિયસ્પર્શી ચિત્રો રૂપે આલેખાયેલી પ્રકૃતિની કવિતા પણ રુચિર છે ને કવિની સૌંદર્યદ્રષ્ટિની પરિચાયક છે. કવિના આયુષ્યનાં છેલ્લાં બે વર્ષની કવિતા પ્રભુભક્તિની ને ચિંતનલક્ષી છે. અંગત જીવનના સગાવેગો શમતાં ચિત્તમાં પડેલા વૈરાગ્યસંસ્કારો જાગ્રત થવાથી ને સ્વીડનબોર્ગ આદિના ગ્રંથોના વાચનથી કવિ પરમ તત્ત્વની ખોજની દિશામાં વળેલા. એ સંવેદન પ્રૌઢ કાવ્યરૂપ પણ પામ્યું છે.
    ‘કેકારવ’ની કવિતાની નોંધપાત્ર વિશેષતા એને મળેલી વ્યાપક લોકચાહના છે. કલાપીએ સાક્ષર કવિઓ દ્વારા લખાતી દુર્બોધ કવિતાના સમયગાળામાં એ વખતે પ્રચલિત સ્વરૂપોમાં ને બદ્ધ- વૃત્તોમાં કાવ્યરચના કરી હોવા છતાં એમાં થયેલા પ્રાસાદિક ભાષાના સહજ વિનિયોગે ને પારદર્શી સંવેદનના વેધક આલેખને તેમ જ એમાંના રાગાવેગી પ્રેમસંબંધોના નિરૂપણે તથા ઊર્મિ-ઉદગારોમાં ભળેલા રંગદર્શી કવિના ભાવનાશીલ ચિંતને આ કવિતાને હૃદયસ્પર્શી ને લોકપ્રિય બનાવી છે. એટલે ક્યાંક કાવ્યભાવનાની મુખરતામાં તો ક્યારેક એના નિરૂપણના પ્રસ્તારમાં વરતાતી કલાસંયમની ઓછપ છતાં ને કવિના કંઈક સીમિત રહી જતા અનુભવની મર્યાદા છતાં ‘કેકારવ’ની કવિતા પોતાની આગવી વિશિષ્ટતાઓથી પોતાનું મહત્ત્વ ટકાવી રાખે છે.

    સન્માનફેરફાર કરો

    લાઠી ખાતેનું કલાપી-તીર્થ સંગ્રહાલય
    • ‘રાજવી કવિ કલાપી’ નામનું એમનાં જીવન વિશેનું પુસ્તક.
    • એમના નામથી આઈ.એન.ટી નો ‘કલાપી એવોર્ડ' - ગઝલ માટે.
    • ૧૯૬૬માં ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’ બનાવાયું જેમાં અભિનેતા સંજીવ કુમારે કલાપીની ભૂમિકા ભજવેલી.
    • કલાપી તીર્થ

      લાઠીના રાજવી કવિ કલાપી.
      કલાપી તીર્થ અથવા કલાપી તીર્થ સંગ્રહાલય ગુજરાતી ભાષાના સાહિત્યકાર કવિ કલાપીની યાદમાં બનાવવામાં આવેલું કલાપીના જીવન સાથે સંબંધ ધરાવતી ચીજોનું સંગ્રહાલય છે. તે ગુજરાતના અમરેલી જિલ્લામાં કલાપીના જન્મસ્થાન લાઠી ખાતે આવેલું છે.[૧] કલાપીએ સ્વહસ્તે લખેલા કાવ્યો, પત્રો, તેમણે ઉપયોગમાં લીધેલી દુર્લભ ચીજો, રાજાશાહીકાળના રાચરસીલાનો અહીં વિશાળ સંગ્રહ છે. કલાપી જ્યાં રહેતા હતા તે રાજમહેલ, જેનાં કાંઠે બેસીને કાવ્યો લખતા હતા તે તળાવ વગેરે યાદોને પણ કલાપી તીર્થ સાથે સાંકળી લેવામાં આવી છે. ગુજરાતના સાહિત્યરસિકો માટે આ સ્થાન આકર્ષણનું કેન્દ્ર છે.

      ઇતિહાસ અને પરિચયફેરફાર કરો

  • લીલીયા
  • રાજુલા
  • સાવરકુંડલા
  • સાવરકુંડલા ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશનાઅમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું વહીવટી મથક છે. સુપ્રસિદ્ધ કાંટા ઉદ્યોગના કારણે તે ગુજરાતમા અનોખુ સ્થાન ધરાવે છે. હાલમાં અમરેલી જિલ્લાના એક વિશાળ તાલુકા તરીકે જાણીતુ સાવરકુંડલા પહેલા ભાવનગર રાજ્યનુ અને બાદમાં તે જિલ્લાનું શહેર હતુ.
  • જોગીદાસ ખુમાણ ભાવનગર રાજ્યના કુંડલાના અંબારડી (હવે, સાવરકુંડલા)ના ગરાસિયા હતા. તેઓ અને તેમના પિતા હાદા ખુમાણ ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા.[૧][૨]
    જોગીદાસ ખુમાણ
    ભાવનગરના દરબાર વજેસિંહે તેમના પૂર્વજોએ આપેલા ગામો પાછાં લઇ લેતાં તેઓ રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા અને છેવટે ભાવનગરના રાજવીએ સમાધાનનો પ્રસ્તાવ મૂકતા બંનેની વચ્ચે સમાધાન થયું હતું.

જોવાલાયક સ્થળોફેરફાર કરો

અમરેલીફેરફાર કરો

  • અમરેલીનો ટાવર
  • રાજમહેલ,અમરેલી
  • ગિરધરભાઇ સંગ્રહાલય, અમરેલી
  • રેલ્‍વે સ્‍ટેશન, અમરેલી
  • સરકારી જિલ્‍લા પુસ્‍તકાલય, અમરેલી
  • નાગનાથ મંદિર, અમરેલી
  • જુમ્‍મા મસ્‍િજદ
  • જીવન મુક્તેશ્વર મંદિર
  • કામનાથ મહાદેવ મંદિર
  • કૈલાસ મુક્ત‍િધામ
  • દ્વારકાધીશ હવેલી
  • ભોજલરામ ધામ, ફતેપુર
  • સ્‍વામિનારાયણ મંદિર નાના માચિયાળા
  • કવિ ઇશ્વરદાન સમૃતિ મંદિર ઇશ્વરીયા
  • કત્રી ગુરુદત્ત મંદિર
  • મહાત્‍મા મુળદાસ બાપુની જગ્‍યા
  • કામનાથ ડેમ
  • સ્‍વામિનારાયણ ગુરુકુળ, તરવડા
  • સિદ્ધ‍િ વિનાયક મંદિર
  • બાલભવન જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી
  • બાલભવન કોમ્પ્યુટર સેન્ટર, અમરેલી

લાઠીફેરફાર કરો

  • ચાવંડ દરવાજો
  • શાહગૌરા વાવ
  • કલાપી તીર્થ
  • ભુરખીયા હનુમાન મંદિર

લીલીયાફેરફાર કરો

  • ઉમિયામાતા મંદિર, લીલીયા મોટા
  • અંટાળીયા મહાદેવ

બાબરાફેરફાર કરો

  • પાંડવકુંડ
  • રાંદલમાતા મંદિર, દડવા

ધારીફેરફાર કરો

  • ખોડિયાર મંદિર, ધારી
  • શ્યામ સુંદર મંદિર, સરસીયા
  • ખોડિયાર ડેમ, ધારી
  • દાનગીગેવ મંદિર, ચલાલા

ખાંભાફેરફાર કરો

  • વનવહિર - મિતિયાળા ફોરેસ્‍ટ બંગલો
  • મહાદેવ મંદિર, અંટાળીયા
  • હનુમાનગાળા, ખાંભા

કુંકાવાવફેરફાર કરો

  • કૃષ્‍ણવલ્‍લભાચાર્ય સ્‍મૃતિ મંદિર, કુંકાવાવ
  • સ્‍વામીનારાયણ મંદિર, વડીયા
  • સંત વેલનાથ સમાધિ અને કુકાવાશાપીર દરગાહ, ખડખડ

રાજુલાફેરફાર કરો

  • બલાડમાતા મંદિર - રજ્જુ ભેરાઇ
  • વિકટર ગામે ઇજનેરનું સ્‍મૃતિસ્‍થાન, રાજુલા
  • રાજુલાનો ટાવર
  • ચાંચ બંગલો, રાજુલા
  • રાજુલાનો સમુહકાંઠો
  • પીપાવાવ પોર્ટ, રાજુલા
  • અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ ફેકટરી, રાજુલા
  • પીપાભગનું મંદિર, પીપાવાવ
  • ચાંચ બંદર, રાજુલા
  • રામદાસ બાપુની જગ્યા, રામપરા

જાફરાબાદફેરફાર કરો

  • શિયાળબેટ
  • વારાહસ્‍વરૂપ મંદિર
  • જાફરાબાદ પૌરાણિક કિલ્‍લો
  • લુણસાપુરિયા દાદાની મૂર્ત‍િ

સાવરકુંડલાફેરફાર કરો

  • વારાહી માતા મંદિર, હઠીલા

1 ટિપ્પણી:

  1. અમરેલીના ત્રણ ભાગદારમાં જોલીયા કાઠી અહી લખ્યું છે એ સુધારી જેબલિયા કાઠી કરો આ વિકિપીડિયાની ભૂલ બધા દોહરાવે છે.

    જવાબ આપોકાઢી નાખો

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...