બુધવાર, 22 ઑગસ્ટ, 2018

જામનગર જિલ્લો

જામનગર જિલ્લો


 
જામનગર જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં જામનગર જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં જામનગર જિલ્લાનું સ્થાન
Coordinates: 22°13′N 69°42′E
દેશ  ભારત
રાજ્ય ગુજરાત
વસ્તી (૨૦૧૧)
 • કુલ ૨૧,૫૯,૧૩૦
સમય વિસ્તાર ભારતીય માનક સમય (UTC+૫:૩૦)
ગુજરાતમાં સૌરાષ્ટ્રના જિલ્લા
જામનગર જિલ્લો ભારતનાં ગુજરાત રાજ્યમાં આવેલો છે. જામનગર આ જિલ્લાનું મુખ્ય શહેર, વહીવટી મથક અને મહા નગરપાલિકા છે. મહારાજા રણજીતસિંહજીના સમયમાં આ જિલ્લો નવાનગરના નામે જાણીતો હતો. જામનગર જિલ્લો કચ્છના અખાતમાં સહેજ દક્ષિણે આવેલો છે.

જામનગર

Jump to navigation Jump to search
જામનગર
નવાનગર
—  શહેર  —
લખોટા તળાવ
લખોટા તળાવ
જામનગરનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°28′13″N 70°03′29″E
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
વસ્તી
• ગીચતા
૬,૦૦,૯૪૩ (૨૦૧૧)
• 4,680/km2 (12,121/sq mi)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વેબસાઇટ [http://www.mcjamnagar.com www.mcjamnagar.com]
જામનગરભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું એક મહત્વનું શહેર છે. આ શહેર સૌરાષ્ટ્રના ઉત્તર સીમાડે દરિયાકિનારે આવેલું છે. જામનગર ગુજરાતનાં મુખ્ય ચાર શહેરો પછીનાં મોટાં શહેરો પૈકીનું એક છે. જામનગર ખાતે જામનગર જિલ્લા તેમજ જામનગર તાલુકાનું વહીવટી મુખ્યમથક આવેલું છે. આ શહેરનું વહીવટી સંચાલન જામનગર મહાનગરપાલિકા કોર્પોરેશન કરે છે.

ઉદ્યોગો
રિલાયન્સ ઈન્ડસ્ટીઝ - ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપનીએ જામનગર જિલ્લાની નજીક મોટી ખાવડી ગામે વિશ્વની સૌથી મોટી રિફાયનરી સ્થાપ્યા બાદ જામનગરનું મહત્વ વધ્યું છે. આ ઉપરાંત એસ્સાર ઓઈલ, બીજી એક મહત્વની ઓઈલ રિફાયનરી પણ આ જિલ્લામાં આવેલી છે. આ ઉપરાંત જામનગરનું નામ પિત્તળની વસ્તુઓ બનાવવામાં વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંનો પિત્તળ ઉદ્યોગ ઇસ. ૧૯૬૦થી શરુ થયો છે. જામનગર જિલ્લામાં પિત્તળનાં અસંખ્ય કારખાનાઓ પણ આવેલા છે જેમાં ઉત્પાદન થતી વસ્તુઓ ભારતના અન્ય રાજ્યો ઉપરાંત વિદેશમાં પણ વેચાણ અર્થે જાય છે.

વસતી

૨૦૧૧ની વસતી ગણતરી મુજબ જામનગર જિલ્લાની વસતી ૨૧,૫૯,૧૩૦ હતી.[૧] જે નામિબિયાની વસતી જેટલી[૨] અથવા અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્ય જેટલી હતી.[૩] વસતીની દ્રષ્ટિએ તેનો ભારતના ૬૪૦ જિલ્લાઓમાંથી ૨૧૨મો ક્રમ હતો.[૧] જિલ્લાની ગીચતા 153

ઇતિહાસ

જામનગર આઝાદી પહેલા નવાનગર તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રનું એક રજવાડું હતું. જામનગરની સ્થાપના જામ રાવળના હસ્તે ઇ.સ. ૧૫૪૦માં થયાનું ઇતિહાસકારો માને છે.[૧] કચ્છમાંથી આવેલા જાડેજા વંશના ક્ષત્રિયોએ કચ્છના કિનારેથી નાનું રણ ઓળંગીને સેના સાથે આવી અહીંના જેઠવા, દેદા, ચાવડા અને વાઢેર શાખાના રાજપુતોને હરાવીને નવાનગર રાજ્યની સ્થાપના કરી હતી. સૌરાષ્ટ્ર પ્રદેશમાં જાડેજાના સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટા રજવાડું રાજ્યો પૈકીનું એક હતું.
ઐતિહાસિક અહેવાલો અનુસાર, બહાદુરશાહ, ગુજરાતના સમ્રાટ, પામાગઢની ઘેરાબંધીમાં તેમની ભૂમિકાને માન્યતા આપવા માટે જામ લામાજીને બાર ગામોને આપવામાં આવ્યા હતા.તેમ છતાં, ગામોનો કબજો લઈ લીધા પછી તેના પિતરાઈ ભાઈઓ તમાચી દેડા અને જામ હમીરજી જાડેજા દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેના પુત્ર જામ રાવલે તેના પિતાના હત્યારાઓની હત્યા કરી અને કચ્છના શાસક બન્યા હતા. હમીરજીના બે પુત્રો કેનગરજી અને સાહિબજી મુઘલ સમ્રાટ હુમાયુના શરણમાં દિલ્હી ભાગી ગયા. સિંહના શિકાર દરમિયાન, બે ભાઈઓએ સિંહ દ્વારા ઘવાયેલા સમ્રાટને બચાવી લીધા હતા અને  તેમના બહાદુરી માટે પુરસ્કાર તરીકે, તેમના સામ્રાજ્ય ફરીથી મેળવવા માટે સૈન્ય મોકલવામાં આવ્યું હતું. જ્યારે જામ શ્રી રાવલજીએ બે રાજકુમારોને કચ્છમાં શાહી લશ્કર સાથે પાછા આવતા સાંભળ્યા ત્યારે તેમણે યુદ્ધ માટે તૈયાર કર્યા હતા.[૨]
એક રાત્રે, રાજપૂતોના જાડેજા કુળના સર્વોચ્ચ દેવી આશાપુરા, સ્વપ્નમાં જામ રાવલજીને આવ્યા હતા અને તેમને શપથ લેતા કહ્યું હતું કે  હમીરજીને મારવા નહીં, ભલે તે તેના મૃત્યુ માટે જવાબદાર વ્યક્તિ હતા, પણ તેણીએ તેને સજા કરતા અટકાવ્યો કારણ કે તેમણે અન્ય તમામ સમયે તેને સન્માનિત કર્યા હતા, પરંતુ તેમને હવે કચ્છમાં રહેવું ન હતું. જામ રાવલજી અને તેમના મંડળએ કૂચ કરી, તેમના પિતાની હત્યામાં મુખ્ય કાવતરાખોર તમિખી દેડા પર હુમલો કર્યો અને હત્યા કરી, પિતાના અમરાન અને તેના મૂળ નગર પર વિજય મેળવ્યો. જામ રાવલજીએ તેમના નાના ભાઈ હૃધ્રોલજીને ધ્રોલ પ્રાંતનું શાસન આપ્યું, જે પાછળથી ખંભાળયા નજીક મિથુઓના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા, તેની ગાદી તેમના મોટા પુત્ર જાસોજીને સોંપવામાં આવી હતી.[૨] જામ હરી રાવલજીએ સૌરાષ્ટ્રના ભાગો જીતી લીધાં હતા અને ૯૯૯ ગામોને આ પ્રદેશનું નામ જાડેજા શાખાના મૂળપુરુષ ગાજનના પુત્ર હાલાજીના નામ પરથી હાલાર તરીકે નામ આપ્યું, ત્યાર થી આ પંથક હાલાર તરીકે ઓળખવામાં આવે છે. તે સમયના હાલાર રજવાડાની હદમાં ઉત્તરે કચ્છનો અખાત અને કચ્છનું નાનું રણ, પશ્ચિમે ઓખામઢીનું રણ અને અરબી સમુદ્ર, પૂર્વમાં મોરબી, રાજકોટ, ઘ્રોળ તથા દક્ષિણે ગોંડલ સોરઠ પ્રદેશ અને અન્ય વિસ્તાર આવતો હતો.

જાડેજા વંશ

મહારાવ દેશલજી બીજાં, ૧૮૮૩ ના સમયમાં કચ્છી પહેરવેશમાં જાડેજા નાયક
જાડેજા એ રાજપૂત જ્ઞાતિ છે જેઓ ભગવાન કૃષ્ણના વંશજ હોવાનું મનાય છે અને તેથી યદુવંશી રાજપૂત કુળમાં આવે છે,[૧] જેઓ ચંદ્રવંશી છે.[૧]
કચ્છ રજવાડામાં જાડેજા વંશે ૧૫૪૦ થી ૧૯૪૮ સુધી ભારત પ્રજાસત્તાક બન્યું ત્યાં સુધી શાસન કર્યું હતું. આ રજવાડાની સ્થાપના બાર જાડેજા કુટુંબના વડાઓને અને બે વાઘેલા રાજપૂત વડાઓને ભેગા કરીને રાજા ખેંગારજી પ્રથમે કરી હતી કરી હતી. ખેંગારજી અને તેમના વંશજોએ આ સંગઠન ભાયાત ૧૮મી સદીના મધ્ય ભાગ સુધી જાળવી રાખ્યું હતું.[૨]
ભારતની સ્વતંત્રતા પહેલાંના જાડેજા રાજપૂતોના અન્ય રજવાડાઓમાં ધ્રોલ

ધ્રોળ રજવાડું

Jump to navigation Jump to search
ધ્રોળ સ્ટેટ
ધ્રોળ રજવાડું
બ્રિટિશ ભારતનું રજવાડું
૧૫૯૫–૧૯૪૮
Location of ધ્રોળ
ધ્રોળ રિયાસતનું સૌરાષ્ટ્રમાં સ્થાન
ઇતિહાસ
 •  સ્થાપના ૧૫૯૫
 •  ભારતની સ્વતંત્રતા ૧૯૪૮
વિસ્તાર
 •  ૧૯૦૧ ૭૩૨ km2 (૨૮૩ sq mi)
વસતિ
 •  ૧૯૦૧ ૨૧,૯૦૬ 

ગીચતા ૨૯.૯ /km2  (૭૭.૫ /sq mi)
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, ed. (૧૯૧૧). એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા (૧૧મી ed.). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.
ધ્રોળ રજવાડું બ્રિટિશ રાજ દરમિયાન ચારે બાજુથી અન્ય રાજ્યોથી ઘેરાયેલ એવું ભારતનું એક રજવાડું હતું.
ઐતહાસિક એવા કાઠિયાવાડના હાલાર વિસ્તારનું ધ્રોળ શહેર તેનું પાટનગર હતું. ધ્રોળ સ્ટેટ બોમ્બે પ્રેસિડેન્સીની કાઠિયાવાડ એજન્સીનું ભાગ હતું.[૧] ધ્રોળ રજવાડાના કુટુંબ અને સ્થાપકના ગામો ધ્રોળ ભાયાત તરીકે ઓળખાતા હતા.[૨]

ભુચર મોરી

Jump to navigation Jump to search
ભુચર મોરી
ભુચર મોરી is located in Gujarat
ભુચર મોરી
Gujarat માં ભુચર મોરી નું સ્થાન
પ્રકાર સ્મારક સ્થળ
સ્થાન ધ્રોલ, જામનગર જિલ્લો નજીક, ગુજરાત, ભારત
નજીકનું શહેર રાજકોટ
અક્ષાંસ-રેખાંશ 22°34′57.97″N 70°23′51.6″E
બંધાયેલ ૧૬મી સદી
બનાવવાનો હેતુ ભુચર મોરીનું યુદ્ધ
સમારકામ ૨૦૧૫
સમારકામ કરનાર ગુજરાત સરકાર
સંચાલન સમિતિ ભુચર મોરી શહિદ સ્મારક ટ્રસ્ટ
સંદર્ભ ક્રમાંક S-GJ-84
સ્થિતિ રાજ્ય સંરક્ષિત સ્મારક
સંરક્ષિત કરનાર ગુજરાત સરકાર
ભુચર મોરી ગુજરાત રાજ્યના રાજકોટ શહેરથી ૫૦ કિમી દૂર વાયવ્યમાં આવેલા ધ્રોલ શહેરથી બે કિમી દૂર આવેલ ઉચ્ચપ્રદેશ અને ઐતહાસિક સ્થળ છે. આ જગ્યા ભુચર મોરીના યુદ્ધ અને તેને સમર્પિત સ્મારક માટે જાણીતી છે. દર વર્ષે અહીં ભુચર મોરીના યુદ્ધની યાદમાં જુલાઇ-ઓગસ્ટ મહિના દરમિયાન મેળો ભરાય છે.

નામ

ભુચર મોરી માલધારી કોમનો ગોવાળ હતો અને ગાયો ચરાવતી વખતે અહીં ટેકરી પર બેસતો હતો. તેના પરથી આ જગ્યા ભુચર મોરીનો ટીંબો તરીકે ઓળખાતી હતી. એવું કહેવાય છે કે આ જગ્યા પર પક્ષીઓના અવાજો જેવા અપશુકનો સંભળાયા હતા, જે ભવિષ્યમાં થનારા યુદ્ધના સૂચક હતા.[૧][૨][૩][૪]

ભુચર મોરીનું યુદ્ધ

ભુચર મોરીનું યુદ્ધ નવાનગર રજવાડાંની આગેવાની હેઠળ કાઠિવાવાડની સેના અને મિર્ઝા અઝીઝ કોકાની આગેવાની હેઠળના મુઘલ સૈન્ય વચ્ચે જુલાઇ ૧૫૯૧ (વિક્રમ સંવત ૧૬૪૮)માં લડાયું હતું. આ યુદ્ધ ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝ્ઝફર શાહ ત્રીજાને બચાવવા માટે હતું જેણે મુઘલ બાદશાહ અકબરથી નાસી જઇને નવાનગર રજવાડાના જામ સતાજીનું શરણ લીધું હતું. કાઠિયાવાડનું સૈન્ય જૂનાગઢ અને કુંડલા રજવાડાના સૈન્યનો સમાવેશ કરતું હતું. પરંતુ, આ બન્ને રાજ્યો છેલ્લી ઘડીએ દગો દઇને મુઘલ પક્ષમાં જોડાઇ ગયા હતા. આ યુદ્ધમાં બંને પક્ષે ભારે ખુવારી થઇ હતી. યુદ્ધનું પરિણામ મુઘલ સૈન્યના પક્ષમાં આવ્યું હતું.[૧][૫]
આ યુદ્ધ સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ ગણાય છે. તે ઘણી વખત સૌરાષ્ટ્રના પાણીપત તરીકે વર્ણવામાં આવે છે.[૧] મોટી સંખ્યામાં ખુવારી થવાના કારણે, હાલાર વિસ્તારમાં ભુચર મોરી શબ્દ હત્યાકાંડનો સમાનાર્થી બની ગયો છે.[૬][૭]

સ્મારક

અજાજીનો પાળિયો ઘોડા પરની મૂર્તિના સ્વરૂપે છે. તેની દક્ષિણમાં રહેલો હાથની આકૃતિવાળો પાળિયો તેમની પત્નિ સુરજકુંવરબાને સમર્પિત છે. આ પાળિયા પરનું લખાણ વાંચી શકાય તેવું નથી. સ્મારક પરનું લખાણ આ સ્થળ જામ વિભાજીએ પુન:નિર્માણ કરાવ્યું હતું અને અજાજીના પાળિયા પર સ્મારક બનાવ્યું હતું એમ દર્શાવે છે. સ્મારકની દિવાલની ઉત્તર દિશામાં ઘોડા પર બેઠેલા અજાજી હાથી પર બેઠેલા મિર્ઝા અઝિઝ કોકા પર આક્રમણ કરતા હોય તેવી પરંપરાગત શૈલીની ૧૬મી સદીની કલાકૃતિ આવેલી છે. પ્રાંગણમાં રામ, લક્ષ્મણ અને ભુતનાથને સમર્પિત મૂર્તિઓ આવેલી છે. સ્મારકની ઉત્તરે, જમીન પર આઠ પાળિયાઓ આવેલા છે, જેમાં એક જેશા વઝિરનો પાળિયો છે. ચાર પાળિયાઓ સમાંતર આવેલા છે અને વધુ ત્રણ મોટા પાળિયાઓ નજીકમાં છે. છ પાળિયાઓ સ્મારકની દક્ષિણે આવેલા છે, જેમાંના ત્રણ આંશિક રીતે નુકશાન પામેલા છે. ત્રણ કાળાં પથ્થરના પાળિયાઓ અતિત સાધુઓને સમર્પિત છે, જે સ્મારકની ઉત્તરે આવેલા છે. પ્રાંગણમાં કુલ ૨૩ સ્મારકો આવેલા છે. વધુ આઠ સ્મારકો પ્રાંગણની બહાર છે અને એક રાખેંગાર ઢોલીને સમર્પિત એવું સ્મારક થોડા અંતરે આવેલું છે. અહીં કુલ ૩૨ પાળિયા-સ્મારકો આવેલા છે. આ સ્થળની જામનગરના લોકો દર વર્ષે મુલાકાત લે છે અને પાળિયાઓની સિંદુર વડે પૂજા કરે છે.[૮][૨]
મુઘલ સૈન્યના સૈનિકોની આઠ કબરો દક્ષિણપશ્ચિમ દિશામાં આવેલી છે. એવું મનાય છે કે આ સૈનિકો સાથે જ દફનાવવામાં આવ્યા હતા અને તેમને સમર્પિત કબરો પછીથી બનાવવામાં આવી હતી. આ સ્થળ પર એક કૂવો અને મસ્જિદ આવેલી છે.[૮]
૧૯૯૮થી આ સ્થળ ભુચર મોરી શહીદ સ્મારક ટ્રસ્ટ દ્વારા દેખરેખ કરવામાં આવે છે. આ સ્થળ રાજ્યના પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષિત સ્મારક (S-GJ-84) છે.[૮] નરેન્દ્ર મોદી વખતની ગુજરાત સરકારે નવા સ્મારકનું બાંધકામ ૨૦૦૭માં શરૂ કરાવ્યું હતું અને તે સપ્ટેમ્બર ૨૦૧૫માં પૂર્ણ થયું હતું. અજાજીની નવી મૂર્તિ સ્થળ પર મૂકવામાં આવી હતી, જે આનંદીબેન પટેલ દ્વારા સ્થળને સમર્પિત કરાઇ હતી. ગુજરાત સરકારે આ સ્થળ પર સ્મારકને સમર્પિત વન બનાવવાની જાહેરાત કરી હતી[૯][૧૦] અને ૨૦૧૬માં ભુચર મોરી ખાતે શહીદોની યાદમાં ૬૭માં વનમહોત્સવ નિમિત્તે "શહીદ વન" બનાવવામાં આવ્યું હતું.[૧૧]
૧૯૯૨થી આ સ્થળ પર ક્ષત્રિય કોમના લોકો શીતળા સાતમના દર્શન કરે છે. શ્રાવણ વદ અમાસે (જુલાઇ-ઓગસ્ટમાં) અહીં વાર્ષિક મેળો ભરાય છે, જેની હજારો લોકો મુલાકાત લે છે.

 

ઇતિહાસ

ધ્રોળ રજવાડાની સ્થાપના ૧૫૯૫માં નવાનગર સ્ટેટના સ્થાપક જામ રાવલના ભાઇ જામ હરધોલજીએ કરી હતી.[૩] રાજવી કુટુંબ જાડેજા વંશના સૌથી અગ્રણી શાખાના રાજપૂતો હતા, જેઓ શ્રીકૃષ્ણના વંશજ હોવાનો દાવો કરતા હતા.
૧૮૦૭માં ધ્રોળ રજવાડું બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું. ૧૮૯૯-૧૯૦૦માં પડેલા દુષ્કાળથી રાજ્યની વસતી ૧૮૯૧માં ૨૭,૦૦૭ થી ૧૯૦૧માં ઘટીને ૨૧,૯૦૬ થઇ ગઇ હતી. ૫ ફેબ્રુઆરી ૧૮૪૮ના રોજ રાજ્યના છેલ્લા શાસક ઠાકુર સાહેબ ચંદ્રસિંહજી દિપસિંહજીએ ભારતમાં ભળી જવા માટેની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.[૪]

શાસકો

રાજ્યના શાસકોને 'ઠાકુર સાહેબ' બિરુદ મળેલું. તેમને ૯ તોપોની સલામીનો હક્ક મળેલો.[૫]

ઠાકુર સાહેબો

  • ૧૫૯૫ - .... હરધોલજી
  • .... - .... જસોજી હરધોલજી
  • .... - .... બમનયાનજી જસોજી
  • .... - .... ધોલજી બમનયાનજી પ્રથમ
  • .... - ૧૬૪૪ મોદીજી હરધોલજી
  • ૧૬૪૪ - ૧૭૦૬ કાલોજી પ્રથમ પંચનજી
  • ૧૭૦૬ - ૧૭૧૨ જુનોજી પ્રથમ કાલોજી
  • ૧૭૧૨ - ૧૭૧૫ કેતોજી જુનોજી
  • ૧૭૧૫ - ૧૭૧૬ કાલોજી દ્વિતિય જુનોજી (મૃ. ૧૭૧૬)
  • ૧૭૧૬ - ૧૭૬૦ વાઘજી જુનોજી
  • ૧૭૬૦ - ૧૭૮૧ જયસિંહજી પ્રથમ વાઘજી
  • ૧૭૮૧ - ૧૭૮૯ જુનોજી દ્વિતિય જયસિંહજી
  • ૧૭૮૯ - .... નાથોજી જુનોજી
  • .... - ૧૮૦૩ મોદીજી નાથોજી
  • ૧૮૦૩- ૧૮૪૪ ભૂપતસિંહજી મોદીજી
  • ૧૮૪૫- ૧૮૮૬ જયસિંહજી દ્વિતિય ભૂપતસિંહજી (જ. ૧૮૨૪ - મૃ. ૧૮૮૬)
  • ૨૬ ઓક્ટોબર ૧૮૮૬ – ૩૧ જુલાઇ ૧૯૧૪ હરિસિંહજી જયસિંહજી (જ. ૧૮૪૬ - મૃ. ૧૯..)
  • ૨ સપ્ટેમ્બર ૧૯૧૪ – ૩૧ ઓગસ્ટ ૧૯૩૭ દૌલતસિંહજી હરિસિંહજી (જ. ૧૮૬૪ - મૃ. ૧૯૩૭)
  • ૩૧ ઓગસ્ટ ૧૯૩૭ - ૧૯૩૯ જોરાવરસિંહજી દિપસિંહજી (જ. ૧૯૧૦ - મૃ. ૧૯૩૯)
  • ૧૦ ઓક્ટોબર ૧૯૩૯ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ચંદ્રસિંહજી દિપસિંહજી (જ. ૧૯૧૨ - મૃ. ....)

હાલાર

કાઠિયાવાડના હાલાર, ઝાલાવાડ, સોરઠ અને ગોહિલવાડ પ્રાંતો દર્શાવતો નકશો, ઇ.સ. ૧૮૫૫
હાલાર પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં કચ્છના અખાતને અડીને નવાનગર (હાલમાં જામનગર)ની ઉત્તર-પશ્ચિમે આવેલો ઐતહાસિક વિસ્તાર છે.

ઇતિહાસ

આ ઐતહાસિક વિસ્તારના નામનો ઉદ્ભવ અસ્પષ્ટ છે. હાલારની સ્થાપના જાડેજા રાજપૂત જામ શ્રી રાવલજી લાખાજીએ ૧૫૪૦માં કરી હતી તેવું સ્ત્રોતો જણાવે છે.[૧]
બ્રિટિશ શાસન દરમિયાન હાલાર વિસ્તાર કાઠિયાવાડનો પ્રાંત હતો અને તેનો સમાવેશ બોમ્બે પ્રેસિડેન્સીમાં હતો. આ સમયે વિસ્તારમાં સંખ્યાબંધ રજવાડાઓનો આવેલા હતા જેમાં નવાનગર, મોરબી, ગોંડલ, વાંકાનેર, ધ્રોળ અને રાજકોટ રજવાડાંઓનો સમાવેશ થતો હતો.[૨]
૧૯૦૧માં આ વિસ્તાર ૧૯,૩૬૫ ચોરસ કિમી વિસ્તાર ધરાવતો હતો અને તેની વસ્તી ૭,૬૪,૯૯૨ વ્યક્તિઓની હતી.


, ગોંડલ,[૪] મોરબી,[૫] નવાનગર,[૬] રાજકોટ,[૭] અને વીરપુરનો સમાવેશ થતો હતો.[૮]

જાણીતાં વ્યક્તિઓ

જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી
  • જામ રણજી

    Jump to navigation Jump to search
    જામ સાહેબ શ્રી સર રણજીતસિંહજી
    Ranjitsinh.jpeg
    અંગત માહિતી
    પુરું નામ નવાનગરના H.H. જામ સાહેબ શ્રી સર રણજીતસિંહજી વિભાજી
    જન્મ 10 સપ્ટેમ્બર 1872
    સડોદર, કાઠિયાવાડ, બ્રિટિશ ભારત
    મૃત્યુ 2 એપ્રિલ 1933 (60ની વયે)
    જામનગર મહેલ, બ્રિટિશ ભારત
    હુલામણું નામ રણજી, સ્મિથ
    બેટિંગ શૈલી જમણેરી
    બોલીંગ શૈલી જમણેરી ધીમા
    ભાગ બેટ્સમેન, પછીથી લેખક અને નવાનગર રજવાડાના મહારાજા
    આંતરરાષ્ટ્રીય માહિતી
    રાષ્ટ્રીય ટીમ
    ટેસ્ટ પ્રવેશ (cap ૧૦૫) ૧૬ જુલાઇ ૧૮૯૬ v ઓસ્ટ્રેલિયા
    છેલ્લી ટેસ્ટ ૨૪ જુલાઇ ૧૯૦૨ v ઓસ્ટ્રેલિયા
    સ્થાનિક ટીમ માહિતી
    વર્ષટીમ
    ૧૮૯૫-૧૯૨૦ સસેક્સ
    ૧૯૦૧-૧૯૦૪ લંડન કાઉન્ટી ક્રિકેટ ક્લબ
    ૧૮૯૩-૧૮૯૪ કેમ્બ્રિજ યુનિવર્સિટી ક્રિકેટ ક્લબ
    કારકિર્દી આંકડાઓ
    સ્પર્ધા ટેસ્ટ પ્રથમ કક્ષા
    મેચ ૧૫ ૩૦૭
    નોંધાવેલા રન ૯૮૯ ૨૪,૬૯૨
    બેટિંગ સરેરાશ ૪૪.૯૫ ૫૬.૩૭
    ૧૦૦/૫૦ ૨/૬ ૭૨/૧૦૯
    ઉચ્ચ સ્કોર ૧૭૫ ૨૮૫*
    નાંખેલા બોલ ૯૭ ૮૦૫૬
    વિકેટો ૧૩૩
    બોલીંગ સરેરાશ ૩૯.૦૦ ૩૪.૫૯
    ઇનિંગમાં ૫ વિકેટો
    મેચમાં ૧૦ વિકેટો
    શ્રેષ્ઠ બોલીંગ ૧/૨૩ ૬/૫૩
    કેચ/સ્ટમ્પિંગ ૧૩/– ૨૩૩/–
    Source: Cricinfo, ૨ એપ્રિલ ૧૯૩૩
    જામ રણજી,
  • રણજીતસિંહજી GCSI GBE (૧૦ સપ્ટેમ્બર ૧૮૭૨ – ૨ એપ્રિલ ૧૯૩૩),[note ૧] જેઓ રણજી તરીકે જાણીતા હતા, ભારતના નવાનગર રજવાડાના ૧૯૦૭ થી ૧૯૩૩ દરમિયાન મહારાજા જામ સાહેબ અને જાણીતાં ટેસ્ટ ક્રિકેટ ખેલાડી હતા જેઓ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વતી રમ્યા હતા.[૨] તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી પ્રથમ કક્ષાનું ક્રિકેટ અને સસેક્સ પરગણાં તરફથી કાઉન્ટી ક્રિકેટ પણ રમ્યા હતા.
    જામ રણજીને વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક ગણવામાં આવે છે.[૩][૪] તેમણે ક્રિકેટની સુધરતી જતી પીચનો લાભ લઇને બેકફૂટ પ્રકારની ક્રિકેટ શૈલીનો ઉપયોગ કર્યો હતો અને તેમણે લેગ ગ્લાન્સ ની શોધ કરી હતી તેમજ તેને લોકપ્રિય બનાવ્યો હતો. ભારતની પ્રથમ કક્ષાની ક્રિકેટ પ્રતિયોગિતા રણજી ટ્રોફીને તેમનું નામ આપવામાં આવ્યું હતું, જે ૧૯૩૫માં પટિયાલાના મહારાજા ભુપિન્દર સિંહે શરૂ કરી હતી. તેમના ભત્રીજા દુલિપસિંહજી પણ ઇંગ્લેન્ડમાં પ્રથમ કક્ષાનું ક્રિકેટ અને ઇંગ્લેન્ડ તરફથી ક્રિકેટ રમ્યા હતા.[૧]
    ૧૯૦૭માં તેઓ નવાનગર રજવાડાના મહારાજા જામ સાહેબ બન્યા હતા. પછીથી તેઓ ભારતીય રાજાઓના ચેમ્બર ઓફ પ્રિન્સના ચાન્સેલર બન્યા હતા અને લીગ ઓફ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
     

  •  ક્રિકેટ ખેલાડી, ૧૯૦૭ થી ૧૯૩૩ વચ્ચેના નવાનગરના નિયુક્ત રાજા[૯] જેમના નામ પરથી રણજી ટ્રોફીનું નામ પડ્યું છે.
  • કુમાર શ્રી દુલિપસિંહજી, જામ રણજીના ભાણેજ, જાણીતાં ક્રિકેટ ખેલાડી, અનેક દેશોમાં ભારતનાં હાઇ કમિશ્્નર રહ્યા હતા.[૧૦] તેમના નામ પરથી દુલિપ ટ્રોફીની શરૂઆત થઇ.
  • એમ. કે. હિંમતસિંહજી, જાણીતાં પક્ષીવિદ્, કચ્છના રાજવી કુટુંબના જાણીતાં રાજકારણી.[૧૧]
  • જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી - ભારતીય સૈન્યના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને પછી કમાન્ડર-ઇન-ચીફ. ભારતીય સૈન્યના વડા. નવાનગરના રાજવી કુટુંબના સભ્ય.[૧૨]
  • જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી
  • જામ રણજી, ક્રિકેટ ખેલાડી, ૧૯૦૭ થી ૧૯૩૩ વચ્ચેના નવાનગરના નિયુક્ત રાજા[૯] જેમના નામ પરથી રણજી ટ્રોફીનું નામ પડ્યું છે.
  • કુમાર શ્રી દુલિપસિંહજી, જામ રણજીના ભાણેજ, જાણીતાં ક્રિકેટ ખેલાડી, અનેક દેશોમાં ભારતનાં હાઇ કમિશ્્નર રહ્યા હતા.[૧૦] તેમના નામ પરથી દુલિપ ટ્રોફીની શરૂઆત થઇ.
  • એમ. કે. હિંમતસિંહજી, જાણીતાં પક્ષીવિદ્, કચ્છના રાજવી કુટુંબના જાણીતાં રાજકારણી.[૧૧]
  • અજય જાડેજા, ક્રિકેટ ખેલાડી અને અભિનેતા.
  • રવિન્દ્ર જાડેજા

    Jump to navigation Jump to search
    રવિન્દ્રસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા જન્મ ૬ ડિસેમ્બર ૧૯૮૮ના રોજ, જામનગર, ગુજરાત, ભારત ખાતે થયો હતો. જેમણે સૌ પ્રથમ, સૌરાષ્ટ્ર તરફથી પ્રથમ દરજ્જાની ક્રિકેટ રમવાનુ શરુ કર્યુ હતુ અને ત્યારબાદ રાજસ્થાન રોયલ તરફથી ઈન્ડિયન પ્રિમિયર લીગમાં રમવા સ્થાન મળ્યું. તેઓ વિજેતા ભારતીય અન્ડર ૧૯ ક્રિકેટ ટીમના પણ ભાગીદાર રહ્યા છે કે જે ૨૦૦૮ માં મલેસિયામાં રમાયેલ વિશ્વકપ જીતી હતી. જાડેજા મધ્યમ હરોળના ડાબોડી બેટ્સમેન તેમજ મંદ ગતીના ડાબોડી ઓર્થોડોક્સ બોલર છે.

    કારકિર્દી

    આંતરરાષ્ટ્રીય કારકિર્દી

    ૨૦૦૮-૨૦૦૯ મા રણજી ટ્રોફીમાં કરેલા આર્કષક દેખાવ બાદ, કે જેમાં તેઓ વિકેટ લેવામાં પ્રથમ રહ્યા અને છ્ઠ્ઠા ક્રમે રમી બેટીંગમા પણ યોગદન આપ્યુ, જાડેજા ભારતીય ટીમમા શ્રીલંકા સામેની એકદિવસીય શ્રેણીમાં સ્થાન પામ્યા. તેઓનું આંતરરાષ્ટ્રીય પદાર્પણ ફાઇનલ મેચમાં ૮ ફેબ્રુઆરીના રોજ થયું, જેમા તેઓએ ૬૦* રન બનાવ્યા છતાં ભારત તે મેચ હાર્યું હતું.
    ૨૦૦૯ માં ભારતના ઇંગલેન્ડ સામેના પરાજયમાં તેઓ અપેક્ષિત રન રેટથી સ્કોર ન બનાવી શકતા ટીકા પાત્ર બન્યા હતા.[૧][૨]
    ૨૧ ડિસેમ્બર ૨૦૦૯, શ્રીલંકા સામેની ૩જી એકદિવસીય મેચ, કટકમાં, જાડેજા ૪ વિકેટ લેવા બદલ મેન ઓફ ધ મેચના ખિતાબથી સન્માનાયા.[૩] તેમનો શ્રેષ્ઠ બોલીંગ આંક ૩૨-૪ રહ્યો છે.

    પ્રથમ કક્ષાની ક્રિકેટ મેચો

    જાડેજાએ પ્રથમ દરજ્જાની ક્રિકેટમા ૨૦૦૬-૦૭ મા દુલીપ ટ્રોફીથી પર્દાર્પણ કર્યુ હતુ. તેઓ ઇન્ડિયા-A set-up તરફથી રમે છે. દુલીપ ટ્રોફીમાં તેઓ વેસ્ટ ઝોન તરફથી અને રણજી ટ્રોફીમાં તેઓ સૌરાષ્ટ્ર તરફથી રમતા.

    અન્ડર ૧૯ વિશ્વકપ

    તેઓ ભારતીય ક્રિકેટ ટીમ તરફથી અન્ડર ૧૯ વિશ્વકપમા ૨૦૦૬-૨૦૦૮ માં રમ્યા હતા. તેઓની બોલીંગ અને ફિલ્ડીંગની મદદથી ભારત અન્ડર ૧૯ વિશ્વકપ ૨૦૦૮ ની ફાઇનલ મેચ જીતી શક્યુ.

    ઇન્ડીઅન પ્રિમિયર લીગ

    ઇમરજન્સી મિડિયા દ્વારા માલિકી પામેલ રાજસ્થાન રોયલમાં, સૌ પ્રથમ ૨૦૦૮મા રમાયેલ ઇન્ડીઅન પ્રિમિયર લીગમા રવિન્દ્ર જાડેજા સ્થાન પામ્યા. આઈપીએલમાં તેઓના અદભૂત પ્રદર્શનથી, ટીમના કપ્તાન અને કોચ શેન વોર્નથી તેઓ પ્રશંશા પામ્યા. આઈપીએલમાં તેઓની હાજરીની અસર વર્તાય હતી અને આઈપીએલ ૨૦૦૮-મુંબઇમા રમાયેલ ફાઇનલમા ચેન્નઇ સુપર કિંગને હરાવવામાં ટીમને મહત્વપુર્ણ યોગદાન આપ્યુ હતું. તેઓએ તે આઈપીએલમાં ૧૪ મેચોમા ૧૩૫ રન બનાવ્યા હતા, તેમજ મોહાલી સામે ૧૩૧.૦૬ની સ્ટાઇક રેટથી ૩૬* રન તેઓનો શ્રેષ્ઠ સ્કોર રહ્યો.રવિન્દ્ર જાડેજા,

  •  ક્રિકેટ ખેલાડી.

સંદર્ભ

  •  
  • અજય જાડેજા
  • અજય જાડેજા

    Jump to navigation Jump to search અજય જાડેજા ભારત દેશનો ગુજરાતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ મધ્યમ ક્રમાંકના બેટધર તથા જમણેરી ધીમી ગતિના ગોલંદાજ તરીકે ટીમમાં સામેલ થયા હતા.આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.
     , ક્રિકેટ ખેલાડી અને અભિનેતા.
  • રવિન્દ્ર જાડેજા, ક્રિકેટ ખેલાડી.

 

 

વસ્તી

ભારતમાં વર્ષ ૨૦૧૧માં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે જામનગરની જનસંખ્યા ૫,૨૯,૩૦૮ છે; જેમાં ૨,૭૬,૨૦૨ પુરુષો અને ૨,૫૩,૧૦૬ સ્ત્રીઓ છે. કુલ વસ્તીના ૮૨.૫૮% (પુરુષ:૮૬.૯૭% અને સ્ત્રી:૭૭.૮૩%) સાક્ષર છે.[૩]

જોવાલાયક સ્થળો

દરબારગઢ પેલેસ

દરબારગઢ (મહારાજાનો મહેલ), જામ સાહેબનું જૂનું રાજનિવાસ અને જામનગરનું સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક સંકુલ છે. તેનું સ્થાપત્ય રાજપૂત અને યુરોપિયન શૈલીઓનું મિશ્રણ છે. અર્ધ-પરિપત્ર મહેલ સંકુલમાં ખૂબ જ સુંદર સ્થાપત્ય સુવિધાઓ અને વિગતો સાથે સંખ્યાબંધ ઇમારતોનો સમાવેશ થાય છે. તેમાં પથ્થરની કોતરણી, ભીંતચિત્રો, ફરેટવર્ક કોતરણી કરેલી જાળીઓ, સુશોભન અરીસો, કોતરેલા થાંભલાઓ અને શિલ્પના કેટલાક સુંદર ઉદાહરણો છે. બહારની તરફ ભારતીય પરંપરામાં ઝરુખાઓ કોતરવામાં આવેલા છે અને વેનેશ્યન-ગોથિક કમાનો છે. ૨૦૦૧માં આવેલા ધરતીકંપને કારણે દરબારગઢને નોંધપાત્ર નુકસાન થયું હતું.

લખોટા તળાવ અને રણજીત રાજા મ્યુઝિયમ

લખોટા તળાવ અને રણજીત રાજા મ્યુઝિયમ
નવાનગરના મહારાજાનો આ નાનો મહેલ લખોટા તળાવની મધ્યમાં એક ટાપુ પર આવેલો છે. આ કિલ્લા જેવા મહેલમાં અર્ધ ગોળાકાર ગઢ છે, ટર્ટેટ્સ, રક્ષક રૂમના આવાસ, તલવારો, પાઉડરના ટુકડા અને બંદૂક લૂપ્સ સાથેના એક પેવેલિયન છે. કમાનવાળા પથ્થરનો પુલ, એક બુલસ્ટરરેડ સાથે નગર સાથે લોખંડ પેલેસને જોડે છે. આજે તે એક નાનું સંગ્રહાલય ધરાવે છે. કિલ્લાના સંગ્રહાલયમાં શિલ્પોનો સારો સંગ્રહ છે, જે ૯મીથી ૧૮મી સદી સુધીનો સમયગાળો દર્શાવે છે અને આસપાસના વિસ્તારમાંથી મળી આવેલા છે. આ સંગ્રહાલય રણમલ તળાવની ઉત્તરીય બાજુના ટૂંકા પુલથી પહોંચી શકાય છે અને બુધવાર સિવાય દરરોજ ખુલ્લું હોય છે.

વિલિંગડન ક્રેસન્ટ

પ્રભાવશાળી વિલિંગડન ક્રેસન્ટનું નિર્માણ જામ રણજિતસિંહએ કરાવ્યું હતું, જે તેના યુરોપીયન પ્રવાસથી પ્રેરિત હતું. તેમાં ક્યુસ્પેડ કમાનોની આર્કેડ, ગ્રાઉન્ડ ફ્લોર પર મોટી અને ઉપલા માળ પર નાનું, કર્વીંગ દિવાલ પરના pilasters, અને પૅરાપેટ પરના બાથરૂસ્ટરનો સમાવેશ થાય છે. જામ સાહેબની પ્રતિમા અર્ધચંદ્રાકારની મધ્યમાં આવેલી છે. ૨૦૦૧ના ગુજરાત ભૂકંપથી આ શોપિંગ વિસ્તારમાં થોડું નુકસાન થયું હતું.

પ્રતાપ વિલાસ પેલેસ

પ્રતાપ વિલાસ મહેલ, રોયલ હાઇનેસ રણજીતસિંહજીના શાસન દરમિયાન બાંધવામાં આવેલું, વિવિધ કારણોસર મુલાકાત લેવા માટે એક અલગ સ્થળ છે. તેમાં ભારતીય કોતરણી સાથે યુરોપિયન સ્થાપત્ય છે જે તેને સંપૂર્ણપણે અલગ બનાવે છે. તે કલકત્તામાં વિક્ટોરિયા મેમોરિયલ બિલ્ડીંગની અનુગામી તરીકે બાંધવામાં આવ્યું હતું, પરંતુ તેમાં બાંધવામાં આવેલા ગુંબજો ભારતીય સ્થાપત્ય શૈલિ મુજબના છે, તેમાંના ત્રણ કાચના બનેલા છે. સ્તંભો પર વેલો, ફૂલો, પાંદડા, પક્ષીઓ અને પ્રાણીઓની કોતરણી કરવામાં આવી છે જે મહેલને જીવંત બનાવે છે. ૨૦૦૧ના ધરતીકંપમાં થયેલા નુકસાનથી કેટલાક ભાગને ઘણું નુકશાન થયું હતું અને કેટલાક ખૂણાઓમાં છત અને દિવાલો વચ્ચે મોટી તિરાડો પડી હતી. મુલાકાતીઓને અહીં પરવાનગી નથી.

અનુક્રમણિકા






મોરબી જિલ્લો

મોરબી જિલ્લો

ગુજરાતનો જિલ્લો

મોરબી જિલ્લો પશ્ચિમ ભારતના રાજ્ય ગુજરાતના સૌરાષ્ટ્રવિસ્તારમાં આવેલ એક જિલ્લો છે. જિલ્લાનું મુખ્ય મથકમોરબી છે.

મોરબી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતરાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા મોરબી જિલ્લાનોમહત્વના મોરબી તાલુકામાં આવેલું શહેર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. મોરબી જામનગરવાંકાનેરગાંધીધામજેવાં મહત્વનાં નગરો સાથે રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે.

મોરબી
—  શહેર  —
મોરબીનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ22°48′43″N 70°49′25″E / 22.811989°N 70.823619°E
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોમોરબી
વસ્તી૧,૯૪,૯૪૭ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)

મોરબી શહેર વચ્ચેથી મચ્છુ નદી વહે છે. નળિયાં, ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો માટે મોરબી વિશ્વભરમાં પ્રખ્યાત છે.[૨] એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે "પેરિસ ઓફ ધ ઇસ્ટ" તરીકે પંકાયેલુ મોરબી નગર અગિયારમી ઓગસ્ટ, ૧૯૭૯ના દિવસે ઉપરવાસમાં આવેલ મચ્છુ-૨ બંધના પાળા તુટવાને કારણે જળપ્રલયનો ભોગ બની ભારે તારાજ થયું હતું.

મણીમંદિરઝુલતો પુલ, પાડા પુલ અને મોરબીનો ટાવર મોરબીનાં મુખ્ય આકર્ષણો છે.

મોરબી રજવાડું

મોરબી રજવાડું એ ગુજરાતના કાઠિયાવાડ પ્રદેશમાં આવેલા ઐતહાસિક હાલાર વિસ્તારનું બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. ગુજરાતનું હાલનું મોરબી શહેર તેનું પાટનગર હતું.

મોરબી સ્ટેટ
મોરબી રજવાડું
બ્રિટિશ ભારતનું રજવાડું
૧૬૯૮–૧૯૪૮ 

Flag of મોરબી

ધ્વજ

Location of મોરબી
સૌરાષ્ટ્રમાં મોરબી રજવાડાનું સ્થાન
ઇતિહાસ
 • સ્થાપના૧૬૯૮
 • ભારતની સ્વતંત્રતા૧૯૪૮
વિસ્તાર
 • ૧૯૩૧૬૨૭ km2(૨૪૨ sq mi)
વસતિ
 • ૧૯૩૧૪૨,૬૦૨ 
ગીચતા૬૭.૯ /km2  (૧૭૬ /sq mi)
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, ed. (૧૯૧૧).એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા (૧૧મી ed.). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.
મોરબીના મહારાજા ઠાકોર સાહેબ સર વાઘજી દ્વિતિય રાવજી (૧૮૫૮ - ૧૯૨૨).

રાજ્યના છેલ્લા શાસક મહારાજા લખધીરજી વાઘજીએ ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ સંધિ કરી હતી.

ઇતિહાસફેરફાર કરો

મોરબી રજવાડાની સ્થાપના ૧૬૯૮ની આસપાસ કન્યોજીએ કરી હતી. જ્યારે કાકા પ્રાગમલજી પ્રથમે તેમના પિતાની હત્યા તેમના કરી નાખી ત્યારે તેઓ તેમની માતા સાથે નાસીને ભુજછોડીને મોરબી સ્થાયી થયા હતા.૧૮૦૭માં મોરબી બ્રિટિશ છત્રછાયા હેઠળ આવ્યું ત્યારે આ રાજ્ય બોમ્બે પ્રેસિડેન્સીની કાઠિયાવાડ એજન્સીનો ભાગ હતું.

૧૯૪૩માં 'જોડાણ યોજના' હેઠળ મોરબી રજવાડાનો વિસ્તાર વધુ ૩૧૦ ચોરસ કિમી અને ૧૨,૫૦૦ લોકો સાથે વધ્યો હતો, જ્યારે હડાલા તાલુકો, કોટડા-નાયાણી થાણા અને માળિયાનું નાનું રાજ્ય મોરબીમાં ભળી ગયું હતું.

શાસકોફેરફાર કરો

રાજ્યના શાસકોને 'ઠાકોર સાહેબ' કહેવાતા. મોરબી રજવાડાનું શાસન જાડેજા વંશના સૌથી ઊંચા રાજપૂતોનાહાથમાં હતું.

ઠાકોર સાહેબોફેરફાર કરો

મહારાજા વાઘજી (દ્વિતિય) રાવજી, (શા. ૧૮૭૦-૧૯૨૨)
  • ૧૬૯૮ - ૧૭૩૩ કન્યોજી રાવજી (કચ્છના) (મૃ. ૧૭૩૩)
  • ૧૭૩૩ - ૧૭૩૯ અલિયાજી કન્યોજી (મૃ. ૧૭૩૯)
  • ૧૭૩૯ - ૧૭૬૪ રાવજી અલિયાજી પ્રથમ (મૃ. ૧૭૬૪)
  • ૧૭૬૪ - ૧૭૭૨ પછાનજી રાવજી (મૃ. ૧૭૭૨)
  • ૧૭૭૨ - ૧૭૮૩ વાઘજી પ્રથમ રાવજી (મૃ. ૧૭૮૩)
  • ૧૭૮૩ - ૧૭૯૦ હમિરજી વાઘજી (મૃ. ૧૭૯૦)
  • ૧૭૯૦ - ૧૮૨૮ જયાજી વાઘજી (મૃ. ૧૮૨૮)
  • ૧૮૨૮ - ૧૮૪૬ પૃથિરાજજી જયાજી (મૃ. ૧૮૪૬)
  • ૧૮૪૬ - ૧૭ ફેબ્રુઆરી ૧૮૭૦ રાવજી દ્વિતિય પૃથિરાજજી (જ. ૧૮૨૮ - મૃ. ૧૮૭૦)
  • ૧૭ ફેબ્રુઆરી ૧૮૭૦ - ૧૧ જુલાઇ ૧૯૨૨  વાઘજી દ્વિતિય રાવજી (જ. ૧૮૫૮ - મૃ. ૧૯૨૨) (૧૬ ફેબ્રુઆરી ૧૮૮૭થી મહારાજા) (૩૦ જૂન ૧૮૮૭થી સર વાઘજી દ્વિતિય રાવજી)
  • ૧૭ ફેબ્રુઆરી ૧૮૭૦ - ૧ જાન્યુઆરી ૧૮૭૯ વાલીઓ (સંચાલન મંડળ)
    • - શંભુપ્રસાદ લક્ષ્મીલાલ
    • - ઝુનઝુનાબાઇ સખીદાસ (૧૮૭૯ સુધી)
  • ૧૧ જુલાઇ ૧૯૨૨ - ૩ જૂન ૧૯૨૬ લખધીરજી વાઘજી (જ. ૧૮૭૬ - મૃ. ૧૯૫૭)

ઠાકોર સાહેબ મહારાજાફેરફાર કરો

  • ૩ જૂન ૧૯૨૬ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ લખધીરજી વાઘજી (એસ. એ.) (૧ જાન્યુઆરી ૧૯૩૦થી સર લખધીરજી વાઘજી)

શૈક્ષણિક સ્થળોફેરફાર કરો

  • સ્નાતક કોલેજ
  • એલ. ઇ. એન્જિનિયરિંગ કોલેજ (ડિપ્લોમા અને ડિગ્રી)
  • દોશી હાઇસ્કુલ મોરબી
  • વી.સી. ટેક્નીકલ હાઇસ્કુલ
  • ગર્લ્સ હાઇસ્કુલ
  • ઓમ વિવિઆઇએમ
  • શ્રી સ્વામીનારાયણ ગુરૂકૂળ
  • આર્યાવર્ત એડયુકેશનલ એકેડેમી

મોરબીના જોવા લાયક સ્થળફેરફાર કરો

  • મયુર પુલ
  • ઝૂલતો પુલ
  • ઝૂલતો પુલ, મોરબી

    ઝૂલતો પુલ, મોરબી

    ઝૂલતો પુલ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલાગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી શહેર ખાતે મચ્છુ નદી પર બાંધવામાં આવેલ પુલ છે, જે એક યુરોપિયન શૈલીનું સ્થાપ્ત્ય છે, જે આજથી સવાસો વર્ષ પહેલાં લંડનનાં મહારાણી વિક્ટોરિયાએ નાઈટ કમાન્ડર ઓફ ધ સ્ટેટ ઓફ ઈન્ડિયાનો ખિતાબ જેમને આપ્યો હતો એવા મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવડાવ્યો હતો. આ પુલ સાતસો પાંસઠ ફૂટ લંબાઈ અને સાડાચાર ફૂટ (૪.૬ ફૂટ) પહોળાઈ ધરાવે છે[૧]. ઈ. સ. ૧૮૮૭માં આ પુલનું નિર્માણ થયું, ત્યારે તેની જમીનથી સાઠ ફૂટ ઊંચાઈ હતી[૨][૩].

  • મણીમંદિર
  • મણીમંદિર

    વેલિંગ્ડન સેક્રેટિઆટ
    વેલિંગ્ડન સેક્રેટિઆટ
    વેલિંગ્ડન સેક્રેટિઆટ
    વેલિંગ્ડન સેક્રેટિઆટની ઉદ્ઘાટન તકતી

    મણી મંદિર સ્થાપત્યનો એક અદભૂત નમુનો છે જેગુજરાતના મોરબી જિલ્લાના મોરબી શહેરમાં આવેલ છે, જે Wellingdon Secretariat ના નામે પણ ઓળખાય છે. વાઘ મહેલ તરીકે ઓળખાતું આ માળખું ૧૯૩૫માં મોરબીના મહારાજા શ્રી વાઘજી ઠાકોરે બનાવેલ છે. ૧૩૦ રૂમ તથા વચ્ચે મંદિર આવેલ છે. જેમાં લક્ષ્મી નારાયણ, કાલિકા, શ્રી રામ, રાધા કૃષ્ણ તથા શિવજીના મંદિરો છે. ત્યારના સમય માં ૩૦ લાખનો માતબર કહી શકાય તેવો ખર્ચો તેના બાંધકામમાં થયો હતો.

    "મણી" નામની છોકરીની યાદમાં આ તાજમહેલ સમાન સ્મારક છે.(સંદર્ભ આપો) ૧૯૭૯માં આવેલ મચ્છુ નદીનીભયંકર જળ હોનારત ને તો આ સ્મારક સહન કરી ગયું પણ ૨૦૦૧માં આવેલ જોરદાર ભૂકંપમાં આ પથ્થર નો અદભુત નમુનો ન ટકી શક્યો. ત્યારે આ સ્મારક મોરબી તાલુકાના વહીવટનું મુખ્ય સ્થળ હતું ને બધી મહત્વની સરકારી કચેરીઓ ત્યાં હતી.

    ભૂકંપમાં જર્જરિત થયેલ સમારકનું સમારકામ ચાલુ છે ને જેનું અંદાજીત ખર્ચો ૨૦ કરોડ થશે. ત્યાં એક સંગ્રહાલય સ્વરૂપે ગુજરાત અને સૌરાષ્ટ્રની કલા અને સંસ્કૃતિની સાચવણી થશે. આ સમારકામની જવાબદારી મોરબીના રાજવી પરિવારે લીધી છે.

  • વાઘ મહેલ
  • ગ્રીન ચોંક ટાવર
  • નહેરુ ગેટ (નગર દરવાજો )
  • ન્યુ પેલેસ (આર્ટ દેકો પેલેસ)

મોરબીજિલ્લો
ગુજરાતમાં સ્થાનદેશભારતરાજ્યગુજરાતસ્થાપનાઓગસ્ટ ૧૫, ૨૦૧૩સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)વાહન નોંધણીGJ-36વેબસાઇટmorbi.gujarat.gov.in

ઇતિહાસ

૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ ચાર તાલુકા રાજકોટ જિલ્લામાંથી અને એક તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાંથી છૂટો પાડીને કુલ પાંચ તાલુકા વાળો આ નવો જિલ્લો મોરબી બનાવવામાં આવ્યો હતો.[૧][૨]

તાલુકાઓ

મોરબી જિલ્લામાં નીચેના પાંચ તાલુકાઓનો સમાવેશ થાય છે.[૩]

મોરબી તાલુકો

મચ્છુ નદી

મચ્છુ નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતરાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબીસુરેન્દ્રનગર અને રાજકોટજિલ્લાઓમાં વહેતી મહત્વની નદી છે. ૧૩૦ કિલોમીટર જેટલી લંબાઇ ધરાવતી આ નદી મોટે ભાગે મોરબી જિલ્લામાં પોતાનો પંથ કાપે છે. માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા, મસોરો, આસોઇ, ખારોડિયો, બેટી, લાવરિયો, અંધારી, મહા જેવી નાની નદીઓ ભળી જાય છે. આ નદીનો નિતાર પ્રદેશ (catchment area) લગભગ ૨,૫૧૫ ચોરસ કિલોમીટર જેટલો છે.[૧] મચ્છુ નદી જસદણ તાલુકાના દહીંસરા ગામ પાસેથી નીકળી રાજકોટ તાલુકાવાંકાનેર તાલુકામોરબી તાલુકા થઇને અંતે માળિયા (મિ.) તાલુકાના હંજીયાસર ગામ પછી કચ્છના નાના રણમાં મળી જાય છે.

મચ્છુ નદી
Another view from the Bridge Morbi - panoramio.jpg
મચ્છુ નદી, મોરબી.
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લાઓસુરેન્દ્રનગરરાજકોટમોરબી
Basin
Main sourceજસદણ ટેકરીઓ
Basin size2,515 km2 (971 sq mi)*
Physical characteristics
Length141.75 km (88.08 mi)
Features
Tributaries
  • Left:
    બેટી, અસોઇ
  • Right:
    જંબુરી, બેણિયા, મચ્છુરી, મહા

દંતકથાફેરફાર કરો

એકવાર મહાદેવજી ક્ષીર સાગરને કિનારે પાર્વતીજીને અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા. એમની નજીકમાં એક મગર થોડા સમય પહેલાં જ એક જીવતા માણસને ગળી જઈ બેઠો હતો. શંકર ભગવાનનો ઉપદેશ સાંભળી કોઇક રીતે મગરના પેટમાંથી આ માણસ બહાર આવ્યો અને જ્ઞાની પુરુષ બન્યો. મગરમચ્છ દ્વારા બીજો જન્મ પામેલ આ માણસમત્સ્યેન્દ્રનાથ તરીકે ઓળખાયા, જેમણે હઠયોગી તરીકે ખ્યાતિ મેળવી હઠયોગ પ્રદીપિકા નામનો ગ્રંથ પણ લખ્યો હતો. મત્સ્યેન્દ્રનાથના એક ગૌરવશાળી શિષ્ય ગોરખનાથએગુરુની પુત્રો પ્રત્યેની વધુ પડતી આસક્તિ હોઇ, બંને પુત્રોને નદીકિનારે મારી નાખ્યા. આ બંને પુત્રોને નદીનાં માછલાંનો અવતાર મળ્યો. આમ મચ્છ અને મત્સ્ય પરથી આ નદી મચ્છુનદી તરીકે ઓળખાવા લાગી.

સિંચાઇફેરફાર કરો

સિંચાઇના હેતુને અનુલક્ષીને ૧૯૬૧ના વર્ષમાં વાંકાનેરનીઉપરવાસમાં, ૨૩ કિલોમીટર જેટલા અંતરે મચ્છુ-૧ બંધનું બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોરબી તાલુકામાં જોધપુર નદી ગામ પાસે, (મોરબીથી ૬ કિલોમીટર ઉપરવાસમાં) મચ્છુ-૨ બંધનું કામ શરુ થયું હતું, જે ૧૯૭૨ના વર્ષની આસપાસ પુરું થયું હતું.

જળ હોનારતફેરફાર કરો

૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ના રોજ ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી મચ્છુ-૨ જળબંધમાં પાણીનું સ્તર વધી ગયું હતું અને બપોરે ૩.૩૦ કલાકે મચ્છુ-૨ નો માટીનો પાળો તૂટી ગયો હતો. જેથી ભયંકર જળ હોનારત સર્જાઈ હતી. જેમાં હજારો લોકોનાં મૃત્યુ થયા હતા. મોરબી મચ્છુ-૨ બંધ જળ હોનારતમાં તણાઈને મૃત્યુ પામેલા દિવંગતોની સ્મૃતિમાં રાણી બાગમાં, મણિમંદિરની સામે, એક સ્મૃતિ સ્મારક ઉભુ કરવામાં આવેલ છે. આ ભયંકર જળ હોનારત ઉપર હાર્વર્ડ યુનિવર્સિટીના છાત્રોએ કરેલું સંશોધન પુસ્તક રૂપે પ્રકાશિત થયેલ છે

૧૯૭૯ મચ્છુ બંધ હોનારત

મચ્છુ બંધ હોનારત અથવા મોરબી બંધ હોનારત એ પૂર હોનારત હતી જે ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ ભારતમાંસર્જાઇ હતી. મચ્છુ નદી પર આવેલો મચ્છુ-૨ બંધ તૂટતારાજકોટ જિલ્લાના ‍(હવે, મોરબી જિલ્લામાંમોરબી શહેરમાં પાણી ફરી વળ્યું હતું.[૨] વિવિધ અંદાજ અનુસાર ૧,૮૦૦ થી ૨૫,૦૦૦ લોકોના મૃત્યુ આ દુર્ઘટનામાં થયા હતા.[૧][૩][૪]

મચ્છુ બંધ હોનારત
સ્થાનમોરબી અને રાજકોટ જિલ્લાના ગામો
મૃત્યુ૧૮૦૦-૨૫૦૦૦ (અંદાજીત)[૧]
Location of Machhu dam and Morbi

અત્યંત ભારે વરસાદ અને પૂરને કારણે ૪ કિમી લાંબા મચ્છુ-૨ બંધની દિવાલોમાં ગાબડાં પડ્યા હતા. બંધના સ્પિલવેની ક્ષમતા ૫,૬૬૩ મી³/સે હતી, જ્યારે વાસ્તવમાં પાણી બંધની ક્ષમતા કરતા ત્રણ ગણું એટલે કે ૧૬,૩૦૭ મી³/સે પર પહોંચતા બંધ તૂટી પડ્યો હતો. ૨૦ મિનિટમાં જ ૧૨થી ૩૦ ફીટ (૩.૭ થી ૯.૧ મીટર)ની ઉંચાઇના પાણી મોરબીના નીચાણ વાળા વિસ્તારમાં ફરી વળ્યાં હતા, જે બંધથી ૫ કિમી દૂર આવેલું શહેર હતું. બંધના ફરીથી બાંધકામ સમયે બંધની ક્ષમતા ચાર ગણી વધારીને ૨૧,૦૦૦ મી³/સે કરવામાં આવી હતી.[૫]

આ બંધ તૂટવાની ઘટનાને ગિનેસ બૂક ઓફ રેકોર્ડ્સમાં સૌથી ખરાબ બંધ દુર્ઘટના તરીકે નોંધવામાં આવી હતી.[૬] (૧૯૭૫ની બાન્કિઓ બંધ હોનારતની વિગતો ૨૦૦૫માં જાહેરમાં મૂકાઇ એ પહેલાં.[૭]‌) નો વન હેડ અ ટંગ ટુ સ્પિક નામના પુસ્તકમાં ટોમ વૂટેન અને ઉત્પલ સાંડેસરાએ સરકારી દાવાને નકારી કાઢ્યો હતો કે બંધ તૂટવાની ઘટના કુદરતી આફત હતી અને તેમણે બાંધકામ અને સંદેશાવ્યવહાર ખામીઓને કારણે દુર્ઘટના ઘટી અને વિસ્તરી હોવાનું જણાવ્યું છે.[૮] વધુમાં, નાણાંકીય નુકશાન પણ ભારે થયું હતું. પૂરને કારણે પાક અને અનાજ ઉત્પાદનની ક્ષમતા પર ભારે અસર પડી હતી.


ટંકારા તાલુકો

વાંકાનેર તાલુકો

હળવદ તાલુકો

માળિયા (મિયાણા) તાલુકો

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...