રવિવાર, 26 ઑગસ્ટ, 2018

ગીર સોમનાથ જિલ્લો

ગીર સોમનાથ જિલ્લો

ગુજરાતનો એક જિલ્લો

ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે અને વેરાવળ તેનું વડુંમથક છે. વર્ષ ૨૦૧૩માંજૂનાગઢ જિલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી. આ જિલ્લો એશિયાઈ સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય અનેસોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે.

ગીર સોમનાથ જિલ્લોજિલ્લો

વેરાવળ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

વેરાવળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતરાજ્યના ગીર સોમનાથ જિલ્લાનું મહત્વનું શહેર છે અનેવેરાવળ તાલુકાનું મુખ્ય મથક છે.

વેરાવળ
—  શહેર  —
વેરાવળનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ20°54′53″N 70°21′56″E / 20.914825°N 70.365672°E
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોગીર સોમનાથ
વસ્તી૧,૫૩,૬૯૬ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 0 metres (0 ft)

ભૂગોળફેરફાર કરો

વેરાવળ સોમનાથ નકશો, ૧૯૧૧

વેરાવળ સોમનાથથી ૭ કિ.મી.ના અંતરે આવેલું છે. વેરાવળ20°54′N 70°22′E / 20.9°N 70.37°E પર સ્થિત છે. તેની સરેરાશ ઊંચાઈ ૦ મીટર (૦ ફુટ) છે

ઇતિહાસફેરફાર કરો

૧૩મી-૧૪ સદીમાં રાજપૂત રાવ વેરાવળજી વઢેર દ્વારા વેરાવળની સ્થાપના કરવામાં આવી હતી. વેરાવળ એક સમયેજુનાગઢના રાજવી પરિવારના કિલ્લાબંધ બંદરનું એક નગર હતું. તે ૧૯૪૭ સુધી જુનાગઢના રાજ્યનો એક ભાગ હતું. શહેર હજુ પણ જૂના નવાબી વારસાના કેટલાક અવશેષો ધરાવે છે, જેમાં સુંદર નવાબી ઉનાળાના મહેલનો સમાવેશ થાય છે. વેરાવળની આસપાસ નવાબી કિલ્લા અને નવાબી દ્વારોના ખંડેરો છે. બંદરની જૂની દિવાલો હવે ખંડેર બની છે. જુનાગઢ દ્વાર અને પાટણ દરવાજો ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે.

નવાબી મહેલ જે મુખ્ય આકર્ષણોમાંથી એક છે, તે સોમનાથ કોલેજ તરીકે જાણીતું છે (આ મહેલને નવાબ દ્વારા છોડી દેવામાં આવ્યા પછી કૉલેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો). હાલમાં તે સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં ફેરવાઈ છે. આ શહેરને ઘણીવાર સોમનાથના ભવ્ય મંદિરના પ્રવેશદ્વાર તરીકે અને પ્રભાસ પાટણ અને ભાલકાનાયાત્રાધામો તરીકે ઓળખવામાં આવે છે. વેરાવળ ગીર અભ્યારણ્યનું (૪૨ કિ.મી. દૂર) સૌથી નજીકનું શહેર છે.

સુરતના ઉદય પહેલાં, વેરાવળ મક્કાના યાત્રાળુઓ માટેનું મુખ્ય બંદર હતું. તેનું મહત્વ હવે માછીમારી બંદર તરીકે છે, જે ભારતમાં સૌથી મોટું છે. કોઈ પણ આધુનિક તકનીકીના ઉપયોગ વિના માછીમારો દ્વારા લાકડાની માછીમારી બોટ હજુ પણ બનાવવામાં આવે છે. આ પરંપરાગત કુશળતા પિતાથી પુત્ર સુધી પસાર થાય છે. વેરાવળથી આશરે ૨૫ કિલોમીટર દૂર ઐતિહાસિક સવાની ગામ આવેલું છે.

વસ્તીવિષયકફેરફાર કરો

૨૦૧૧ની ભારતની વસ્તી ગણતરી મુજબ, વેરાવળની વસ્તી ૧,૫૩,૬૯૬ હતી. કુલ વસ્તીના ૫૧% પુરુષો છે અને સ્ત્રીઓ ૪૯% છે. વેરાવળનો સરેરાશ સાક્ષરતા દર ૬૨% છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫% કરતા વધારે છે. પુરૂષ સાક્ષરતા ૭૧% છે અને સ્ત્રી સાક્ષરતા ૫૩% છે. વેરાવળમાં, ૧૪% વસ્તી ૬ વર્ષથી ઓછી ઉંમરની છે.

લોકોફેરફાર કરો

વેરાવળની મુખ્ય ગુજરાતી વસ્તી છે. જૈન (ઓસવાલ), સોની,ખારવાઆહીર બ્રહ્મ સમાજ અને કોળી, રાજવાડી ભોઇ, હાડી, લોહાણા, મલિક, મેમણો , પટણી અને રાયકા જ્ઞાતિની વસ્તી છે. સિંધી ની પણ મોટી વસ્તી છે. શહેરમાં ગુજરાતી અને હિન્દી સૌથી વધુ બોલાતી ભાષાઓ છે.

ઉદ્યોગોફેરફાર કરો

મત્સ્યોદ્યોગ હંમેશાથી નગરનો મુખ્ય ઉદ્યોગ રહ્યો છે અનેખારવા (માછીમારો) નો તેમાં પ્રભુત્વ છે. મોટેભાગે પરંપરાગત નાવડા પર માછીમારી કરવામાં આવે છે. વેરાવળમાં મોટા નાવડા બનાવવાના ઉદ્યોગો પણ છે. વેરાવળ જીઆઇડીસી(ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) માં મોટી સંખ્યામાં માછલી સમારવાના કારખાનાઓ છે જે અમેરિકા,જાપાન, દક્ષિણ-પૂર્વ એશિયાઆરબ અને યુરોપિયન યુનિયનના દેશો માટે ઉત્તમ ગુણવત્તાની માછલીઓ અને અન્ય દરિયાઈ ખોરાક નિકાસ કરે છે. મત્સ્યઉદ્યોગ, જે સરકારી પહેલ દ્વારા શરૂ કરવામાં આવી હતી તે હવે ખુબ ખીલ્યું છે અને ઘણા આયાતકારો વિશ્વભરથી વેરાવળ તરફ આકર્ષાય છે. વેરાવળ સ્થિત CIFT અને CMFRIના પ્રાદેશિક સંશોધન કેન્દ્રોએ ગુજરાતમાં ફિશરિઝ સેક્ટરના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે.

વેરાવળમાં આદિત્ય બિરલા નુવો લિમિટેડ (અગાઉ: ઇન્ડિયન-રેયોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ) નું કારખાનું છે, જે ભારતની સૌથી મોટી રેયોન બનાવનાર કંપનીઓ પૈકી એક છે.

વેરાવળની આસપાસ વિવિધ રાસાયણિક, દોરા અને સિમેન્ટ કંપનીઓ છે જે સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડે છે. વેરાવળ માં ગુજરાત અંબુજા સિમેન્ટ લિમિટેડ, ગુજરાતસિધ્ધિ સિમેન્ટ લિમિટેડ અને ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડના કારખાના છે.

પરિવહનફેરફાર કરો

વેરાવળ જંકશન પશ્ચિમ રેલવે માટે ખૂબ જ વ્યસ્ત રેલવે જંકશન સ્ટેશન છે અને 14 પ્રાદેશિક અને લાંબી-અંતર માટેની રેલગાડીઓ દ્વારા સેવા અપાય છે.

દૈનિક (અથવા બહુવિધ દૈનિક) રેલગાડીઓ ગુજરાતમાંઅમદાવાદ , ભરૂચ , જામનગર , જુનાગઢ , પોરબંદર ,રાજકોટ , સુરત અને વડોદરા જેવા મુખ્ય શહેરોને જોડે છે. ગુજરાતમાં કેશોદ , જેતલસર , ગોંડલ , વાંકાનેર , સુરેન્દ્રનગરવિરમગામ , નડીઆદ , આણંદવલસાડ , વાપી , દાહોદઅને ગોધરા જેવા અન્ય શહેરોમાં દૈનિક જોડાણૉ પણ ઉપલબ્ધ છે.

દૈનિક લાંબા અંતરની રેલગાડીઓ ભારતના ઘણા શહેરો સાથે વેરાવળને જોડે છે જેમાં ભોપાલ , જબલપુર , ઈટારસી ,રતલામ , ઉજ્જૈન અને મુંબઇનો સમાવેશ થાય છે. પૂણે ,ત્રિવેન્દ્રમ , કોચી , કોલ્મમ , કોટ્ટાયામ , થ્રિસુર , કોઝાઈકોડ ,કુન્નુર , મેન્ગલોર , કરવર , મડગાંવ , રત્નાગિરી અને પાનવેલજેવા કેટલાક શહેરો સાપ્તાહિક લાંબા અંતરની રેલગાડીઓ થી જોડાયેલા છે.

નજીકના વિમાનમથક દીવ અને રાજકોટ છે . દૈનિક ઉડાનો રાજકોટ અને દીવથી મુંબઇ સુધીની છે. આ સેવા જેટ એરવેઝ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

હવામાનફેરફાર કરો

વેરાવળની આબોહવા
મહિનોજાન્યુફેબ્રુમાર્ચએપ્રિલમેજૂનજુલાઇઓગસપ્ટેઑક્ટનવેડિસેવર્ષ
રેકોર્ડ ઉચ્ચતમ °સે (°ફે)૩૩૩૬૪૨૪૦૪૦૩૯૩૮૩૯૩૮૩૮૩૭૩૭૪૨
સરેરાશ ઉચ્ચતમ °સે (°ફે)૨૭૨૭૩૦૩૦૩૧૩૧૩૦૨૮૩૦૩૨૩૧૨૮૨૯.૬
સરેરાશ લઘુતમ °સે (°ફે)૧૬૧૭૨૦૨૩૨૬૨૮૨૭૨૬૨૬૨૪૨૧૧૮૨૨.૭
રેકોર્ડ લઘુતમ °સે (°ફે)૧૮૨૦૧૬૧૬૨૦૨૧૧૯૧૧
% ભેજ૬૦૬૬૭૩૮૧૮૫૮૫.૫૮૮૮૮.૫૮૬૭૮૬૬.૫૬૧.૫૭૬.૬
સરેરાશવરસાદી દિવસો૧૬૧૬૫૯
સંદર્ભ: Weatherbase[૧]

મહત્વફેરફાર કરો

વેરાવળ મત્સ્ય બંદર

વેરાવળ એક અગત્યનું બંદર અને રમણિય પર્યટન સ્થળ છે. વેરાવળ-સોમનાથનું પ્રાચીન મહત્વ પુરાણોમા પણ મળી આવેલ છે. વેરાવળ-સોમનાથ ની વચ્ચે ભાલકા તીર્થ, ભીડ ભંજન, ગીતા મંદિર, શ્રી કૃષ્ણ દેહોત્સર્ગ અને મહાપ્રભુજીની બેઠક જેવા ધાર્મિક સ્થળો પણ આવેલા છે. વેરાવળથી ૨૦કિમી દુર ઇશ્વરીયા ગામની બાજુમાં પાંડવ તપોવન ભૂમિ નામનું રમણિય પર્યટન સ્થળ આવેલું છે. કહેવામાં આવે છે કે પાંડવોએ પોતાના ગુપ્તવાસ દરમ્યાન અહિં વસવાટ કર્યો હતો

સોમનાથ મંદિર

સોમનાથ

ભારતમાં આવેલા ૧૨ શિવ જ્યોતિર્લિંગોમાંનું એક

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનુંએક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે.[૧] સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

સોમનાથ મંદિર
Somnath-current.jpg
સોમનાથ મંદિર
સોમનાથ is located in Gujarat
સોમનાથ
ગુજરાતમાં સ્થાન
સામાન્ય માહિતી
સ્થાનપ્રભાસ પાટણ, વેરાવળ
ભૌગોલિક સ્થાન20°53′16.9″N70°24′5.0″E / 20.888028°N 70.401389°E
જોડાણહિંદુ
દેવી-દેવતાશિવ (સોમનાથ)
તહેવારમહાશિવરાત્રી
જિલ્લોગીર સોમનાથ
રાજ્યગુજરાત
દેશભારત
સંચાલન સમિતિશ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત
સ્થાપત્ય માહિતી
સ્થાપત્ય પ્રકારચાલુક્ય શૈલી
પૂર્ણ૧૯૫૧ (હાલનું મંદિર)

ઇતિહાસફેરફાર કરો

સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજામૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના અારબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું.[૨]૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી. લુંટ કર્યા પછી, મંદિરના અસંખ્ય યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો. ૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણનાસોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. ૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો.[૩] ૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો. ૧૭૦૬ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબેફરીથી મંદિર તોડી પાડ્યું.[૪][૫]

પુન:નિર્માણફેરફાર કરો

ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. જ્યારે ડિસેમ્બર ૧, ૧૯૯૫ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. ૧૯૫૧માં જ્યારે ભારતનાપ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે".(સંદર્ભ આપો) શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.

ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.(સંદર્ભ આપો) સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.

ચિત્રો

ભાલકા તીર્થ

ભાલકા તીર્થ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રપ્રદેશમાં પ્રભાસ ક્ષેત્રમાં વેરાવળ શહેર ખાતે આવેલ છે.

ભાલકા તીર્થ
ભાલકા તીર્થ
ભાલકા તીર્થ is located in Gujarat
ભાલકા તીર્થ
ભાલકા તીર્થ
ગુજરાતમાં સ્થાન
અક્ષાંસ-રેખાંશ:20°53′16.9″N70°24′5.0″E / 20.888028°N 70.401389°E
નામ
ખરૂં નામ:ભાલકા તીર્થ
દેવનાગરી:भालका तीर्थ
સ્થાન
દેશ:ભારત
રાજ્ય:ગુજરાત
જિલ્લો:ગીર સોમનાથ
સ્થાપત્ય અને સંસ્કૃતિ
મુખ્ય દેવતાઓ:શ્રીકૃષ્ણ
મહત્વના તહેવારો:જન્માષ્ટમી
સ્થાપત્ય શૈલી:હિંદુ
ઇતિહાસ
મંદિર બોર્ડ:શ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત
વેબસાઇટ:somnath.org

મહત્વફેરફાર કરો

કૃષ્ણ તરફ તીર તાકીને ઉભેલા શિકારીઓ

સોમનાથ મંદિર થી ૪ કિલોમીટર દૂર સ્થિત આ તીર્થ વિશે માન્યતા છે કે અહીં વિશ્રામ કરતી વેળાએ જ ભગવાન શ્રીકૃષ્ણને જર નામના શિકારીએ ભૂલથી તીર માર્યું હતું, ત્યાર પછી તેઓએ પૃથ્વી પર પોતાની લીલા સંકેલી નિજધામ પ્રસ્થાન કર્યું હતું.[૧][૨]

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સ્થાનને એક ભવ્ય યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.

આવાગમનફેરફાર કરો

સોમનાથ, વેરાવળ અને ભાલકા વગેરે સ્થળો સુધી પહોંચવું એકદમ સરળ છે, કારણ કે આ વિસ્તાર સડક માર્ગ, રેલ માર્ગ અને હવાઈ માર્ગ દ્વારા રાષ્ટ્રીય ધોરણે સારી રીતે જોડાયેલ છે. નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ અને નજીકનાં હવાઈમથકો દીવ અને રાજકોટ છે.[૩]

ચિત્ર-દર્શનફેરફાર કરો

ગુજરાતમાં જિલ્લાનું સ્થાનદેશ ભારતરાજ્યગુજરાતમુખ્યમથકવેરાવળવિસ્તાર[૧] • કુલ૩,૭૫૫વસ્તી (૨૦૧૧[૧]) • કુલ૯,૪૬,૭૯૦સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)

ઇતિહાસ

૧૫મી ઓગષ્ટ ૨૦૧૩ના રોજ ગુજરાતમાં સાત નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા, તે સમયે જૂનાગઢ જિલ્લામાંથી આ જિલ્લો છૂટો પાડવામાં આવ્યો હતો.[૨][૩]

તાલુકાઓ

ગુજરાતમાં ગીર-સોમનાથ જિલ્લો

આ જિલ્લામાં ૬ તાલુકાઓનો સમાવેશ થાય છે:

ઉનાકોડીનારગીર-ગઢડાતાલાલાવેરાવળ (પાટન વેરાવળ)સુત્રાપાડા

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...