શનિવાર, 15 સપ્ટેમ્બર, 2018

મહિસાગર જિલ્લો

મહીસાગર કે મહિસાગર જિલ્લો

 ગુજરાત રાજ્યમાં આવેલો જિલ્લો છે. લુણાવાડા આ જિલ્લાનું મુખ્ય મથક છે.

મહીસાગર જિલ્લો
મહિસાગર જિલ્લોજિલ્લો
ગુજરાતમાં સ્થાનCoordinates: 23°07′59″N 73°37′00″E / 23.133°N 73.6167°Eદેશ ભારતરાજ્યગુજરાતસ્થાપના૨૬ જાન્યુઆરી ૨૦૧૩નામ વ્યુત્પત્તિમહી નદીસરકાર • પ્રકારજિલ્લા પંચાયતવસ્તી (૨૦૧૧) • કુલ૯,૯૪,૬૨૪ભાષાઓ • અધિકૃતગુજરાતીહિંદીઅંગ્રેજીસમય વિસ્તારIST (UTC+૫:૩૦)ટેલિફોન કોડ+૯૧૨૬૯૦વાહન નોંધણીGJ-35વેબસાઇટhttp://mahisagar.gujarat.gov.in/

ઇતિહાસ

મહીસાગર જિલ્લો ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૩એ પંચમહાલ અને ખેડા માંથી છુટો પડ્યો હતો.[૧][૨] ખેડા જિલ્લામાંથી બાલાસિનોર અને વિરપુર તાલુકાઓ વિભાજીત થઈ નવા મહીસાગર જિલ્લામાં જોડાયા, જ્યારે ફાગવેલ અને ગળતેશ્વર નવા તાલુકાઓ બની ખેડા જિલ્લામાં રહ્યા.[૩]પંચમહાલ જિલ્લામાંથી લુણાવાડા, ખાનપુર, કડાણા અને સંતરામપુર તાલુકાઓનો સમાવેશ આ નવા બનેલા જિલ્લામાં થયો છે.[૧]

તાલુકાઓ

મહીસાગર જિલ્લામાં ૬ તાલુકાઓનો સમાવેશ થાય છે.

લુણાવાડાખાનપુરકડાણાસંતરામપુરબાલાસિનોરવિરપુર

લુણાવાડા રજવાડું

લુણાવાડા રજવાડું બ્રિટિશ શાસન દરમિયાનનું ભારતનું એક રજવાડું હતું. તેના છેલ્લા શાસકે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ ભારતીય સંઘમાં ભળી જવા માટેની સંધિ પર સહી કરી હતી.

લુણાવાડા રજવાડું
લુણાવાડા રજવાડું
બ્રિટિશ ભારતનું રજવાડું
૧૪૩૪–૧૯૪૮ 
FlagCoat of arms
ધ્વજCoat of arms
ઇતિહાસ
 • સ્થાપના૧૪૩૪
 • ભારતની સ્વતંત્રતા૧૯૪૮
વિસ્તાર
 • ૧૯૦૧૧,૦૦૫ km2(૩૮૮ sq mi)
વસતિ
 • ૧૯૦૧૬૩,૯૬૭ 
ગીચતા૬૩.૬ /km2  (૧૬૪.૮ /sq mi)
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, ed. (૧૯૧૧). એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા (૧૧મી ed.). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.

લુણાવાડા રજવાડાનો વિસ્તાર ૧,૦૦૫ ચોરસ કિમી હતો[૧]અને બોમ્બે પ્રેસિડેન્સીની તે રેવા કાંઠા એજન્સી હેઠળ આવતું હતું જે પછીથી બરોડા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીમાં ભળ્યું હતું. તેની રાજધાની લુણાવાડા નગર હતી.

ઇતિહાસફેરફાર કરો

આ રજવાડાની સ્થાપના ૧૨૨૫માં અણહિલવાડ પાટણના સિદ્ધરાજ જયસિંહના વંશજો દ્વારા વિરપુર રાજ્ય તરીકે થઇ હતી. ઇસ ૧૪૩૪માં રાણા ભિમસિંહજીએ રાજધાની લુણાવાડા ખાતે મહી નદીના સામેના કાંઠા પર ખસેડી. અહીં શહેર વસ્યું એ પહેલા આ વિસ્તાર પર સંતરામપુર રજવાડામાં પુવાર રાજપૂતોના આધિપત્ય હેઠળ હતો.

૧૮૨૬માં લુણાવાડા રાજ્ય બ્રિટિશ રક્ષિત બન્યું અને રેવા કાંઠા એજન્સીનું બીજા વર્ગનું રજવાડું હતું. તેની રાજધાની લુણાવાડા નગર હતું. ૧૯૦૧ની વસતી ગણતરી પ્રમાણે દુષ્કાળના કારણે પાછલા દાયકા કરતાં તેની વસતીમાં ૨૮%નો ઘટાડો થયો હતો.[૨]

શાસકોફેરફાર કરો

રજવાડાના શાસકો સોલંકી વંશના રાજપૂતો હતા. વખત સિંહજી (૧૮૬૭–૧૯૧૯) રજવાડાના જાણીતાં શાસક હતા.[૩] રજવાડાંના શાસકો 'રાણા'નું બિરુદ ધરાવતા હતા અને બ્રિટિશરો દ્વારા ૯-તોપોની સલામીઓ મેળવતા હતા.[૪]

રાણાઓફેરફાર કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...