સોમવાર, 24 સપ્ટેમ્બર, 2018

છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લો

ગુજરાતનો જિલ્લો

છોટાઉદેપુર જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે, જેની રચના ઇ.સ. ૨૦૧૩માં કરવામાં આવી હતી. છોટાઉદેપુરઆ જિલ્લાનું વડુ મથક છે, જે છોટાઉદેપુર તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં ખનિજ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે.

છોટાઉદેપુર જિલ્લોજિલ્લો

છોટાઉદેપુર

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

છોટાઉદેપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતરાજ્યના છોટાઉદેપુર જિલ્લાના મહત્વના છોટાઉદેપુર તાલુકાનું નગર છે જે જિલ્લા અને તાલુકાનું મુખ્ય મથક પણ છે.

છોટાઉદેપુર
—  નગર  —
છોટાઉદેપુરનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ22°19′12″N 74°0′36″E / 22.32000°N 74.01000°E
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોછોટાઉદેપુર
વસ્તી૨૭,૧૬૬ (૨૦૦૧[૧])
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)

ઇતિહાસફેરફાર કરો

છોટાઉદેપુર રજવાડાનું પ્રતિક

છોટાઉદેપુર નગર છોટાઉદેપુર રજવાડાનું પાટનગર હતું, જેની સ્થાપના ચાંપાનેરના પતઇ રાવલના વંશજ રાવલ ઉદયસિંહજીએ ૧૭૪૩માં કરી હતી. આ રજવાડું રેવા કાંઠા એજન્સીનું બીજા દરજ્જાનું રજવાડું હતું અને ૧૦ માર્ચ ૧૯૪૮ના રોજ ભારતીય સંઘમાં ભળી ગયું હતું.

ભૂગોળફેરફાર કરો

આ નગર ઓરસંગ નદીને કિનારે વસેલું છે.

ઉદ્યોગફેરફાર કરો

અહીં ખનિજ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણ થયો છે.


ગુજરાતમાં સ્થાનદેશ ભારતરાજ્યગુજરાતરચના૧૫ ઓગસ્ટ ૨૦૧૩વિસ્તાર • કુલ૩,૦૮૭વસ્તી (૨૦૧૧) • કુલ૯,૬૧,૧૯૦સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)હવામાનઆંશિક સૂકુંસરેરાશ વાર્ષિક તાપમાન૧૨-૪૩ °સેસરેરાશ ઉનાળુ તાપમાન૨૬-૪૩ °સેસરેરાશ શિયાળુ તાપમાન૧૨-૩૩ °સે

ઇતિહાસ

આ જિલ્લો વડોદરા જિલ્લામાંથી ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૩ના રોજ છૂટો પડ્યો જ્યારે ગુજરાતમાં સાત નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા.[૧][૨] ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીનરેન્દ્ર મોદીએ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ છોટાઉદેપુર ખાતે આદિવાસી મહાસંમેલનમાં ગુજરાતના નવા જિલ્લા તરીકે છોટાઉદેપુર જિલ્લો રચવાની ઘોષણા કરી હતી.[૩]

વહિવટ

આ જિલ્લાનું વિભાજન કુલ ૬ તાલુકાઓમાં કરવામાં આવ્યું છે.

છોટાઉદેપુરનસવાડીસંખેડાબોડેલીજેતપુર પાવીકવાંટ

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના સચિવ મહેશ જોશી દ્વારા છોટાઉદેપુર જિલ્લાની ૪ તાલુકા પંચાયતનાં સીમાંકન જે જૂન ૨૦૧૫માં પ્રસિદ્ધ કરાયાં તેમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા ૨૩ થી વધારીને ૨૬ કરાઇ હતી. નસવાડી તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા ૧૭થી વધારીને ૨૨ કરાઇ અને નવરચિત બોડેલી તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા ૨૬ નક્કી કરવામાં આવી હતી, જ્યારે સંખેડા તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા ૨૩થી ઘટાડીને ૧૮ કરવામાં આવી હતી.

છોટાઉદેપુર તાલુકા પંચાયતની રચના માટે તાલુકાની ૨,૧૫,૫૯૦ની વસ્તી ધ્યાને લેવાઇ છે. નસવાડી તાલુકા પંચાયતની રચના માટે તાલુકાની ૧,૫૫,૫૪૩ની વસ્તી ગણતરીમાં લેવાઇ છે. જ્યારે સંખેડા તાલુકા પંચાયત માટે તાલુકાની ૧,૦૫,૯૫૨ની જનસંખ્યા અને બોડેલી તાલુકા પંચાયત માટે તાલુકાની ૧,૮૩,૮૫૦ની વસ્તી ધ્યાને લેવામાં આવી છે.

સંખેડા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

સંખેડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતરાજ્યના છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.

સંખેડા
—  ગામ  —
સંખેડાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ22°10′19″N 73°34′54″E / 22.171904°N 73.581758°E
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોછોટાઉદેપુર
તાલુકોસંખેડા
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)
સગવડોપ્રાથમિક શાળાપંચાયતઘરઆંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાયખેતીખેતમજૂરીપશુપાલન, સુથારીકામ
મુખ્ય ખેતપેદાશમકાઈબાજરીતુવરશાકભાજી

મહત્વફેરફાર કરો

સંખેડા રાચરચીલું (ફર્નીચર)

આ ગામ તેમાં બનાવાતા સંખેડા રાચરચીલા[૧] માટે વિશ્વ પ્રસિદ્ધ છે. વિશિષ્ઠ પ્રકારનાં ચિત્રો અને લીકર વર્કથી બનતું ફર્નિચર આખાય ગુજરાતની અનેરી ઓળખ છે. આ રાચરચીલું સાગના અથવા અન્ય વૃક્ષના લાકડામાંથી બનાવાય છે અને સાદા લાકડા ઉપર આ પ્રકારના કામને કારણે ઊભરી આવતી આ કલાને કારણે ફર્નિચર હસ્તકલાના અદ્ભુત નમૂનાની વિશ્વભરમાં નિકાસ થાય છે.[૨]

ભૂગોળફેરફાર કરો

આ નગર ઓરસંગ નદી અને ઉચ્છ નદીના કાંઠે વસેલું છે. સંખેડા છોટાઉદેપુરથી ૫૫ કિમી દૂર આવેલું છે. નજીકમાં શહેરો ડભોઇ ‍(૨૧ કિમી), બોડેલી (૨૧ કિમી) અને વાઘોડિયા(૨૧ કિમી) આવેલાં છે

સંખેડા ફર્નિચર

સંખેડા ફર્નિચરથી સજાવેલ એક બેઠક ખંડ

સંખેડા ફર્નિચર (અંગ્રેજી:Sankheda furniture) એ રંગબેરંગી સાગી લાકડાંનું ફર્નિચર છે, જે ભારત દેશના ગુજરાત રાજ્યમાં પ્રવાહી વડે પ્રક્રિયા કરીને તેમ જ પરંપરાગત તેજસ્વી મરુન અને સોનેરી રંગોથી બનાવવામાં આવે છે.[૧] આ ફર્નિચર માત્ર સંખેડા ખાતે જ બનાવવામાં આવતું હોઈ તેને સંખેડા ફર્નિચર કહેવામાં આવે છે. આ ગામ વડોદરા થી 45 kilometres (28 mi) જેટલા અંતરે આવેલ છે.[૨]

તાજેતરના વર્ષોમાં, રંગોમાં નવીનતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જેમાં કાળા, વાદળી, લીલા, આઇવરી, તાંબુ, ચાંદી અને બર્ગન્ડી રંગમાં આ ફર્નિચર બનાવવામાં આવે છે. આ ઉત્પાદનનું વ્યાપક માર્કેટિંગ ભારતમાં મોટું નથી, પરંતુ યુરોપ અને પશ્ચિમ એશિયા સહિત ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. હવે આધુનિકતાની સાથે કદમ મિલાવી પરંપરાગત કાર્બનિક રંગોને અને કેવડા (fragrant screw pine)ના પાંદડાના માવાનો રંગ આધાર તરીકે ઉપયોગ કરવાને બદલે રાસાયણિક રંગોનો ઉપયોગ કરી ઘણા રંગોમાં ફર્નિચર બનાવવામાં આવે છે. જો કે "કલાઈના વરખની ભાત સાથે પારદર્શક લાખના આવરણ"ની મૂળભૂત પરંપરાગત પદ્ધતિ ચાલુ રહેલ છે,[૨] જેને અકીક વડે પોલિશ કરવામાં આવે છે.[૩]

આ ફર્નિચર શૈલી ભારત સરકારના જ્યોગ્રાફિકલ ઈન્ડીકેશન ઓફ ગુડ્સ (રજીસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન) એક્ટ (GI Act) ૧૯૯૯ હેઠળ સુરક્ષિત કરવામાં આવી હતી. તે કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ ડિઝાઈન અને ટ્રેડમાર્ક દ્વારા ૫ જુલાઈ, ૨૦૦૭ના રોજ "સંખેડા ફર્નિચર" શીર્ષક હેઠળ રજીસ્ટર કરવામાં આવી હતી અને તેનો જીઆઇ અરજી ક્રમાંક-૧૦૦ના વર્ગ ૨૦ હેઠળ ૫ જુલાઈ ૨૦૦૭ના રોજ હસ્તકલાની વસ્તુ તરીકે યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.[૪][૫][૬]

ઇતિહાસફેરફાર કરો

સંખેડા ફર્નિચર - કોર્નર ટેબલ

ઐતિહાસિક રેકોર્ડ અનુસાર આ પ્રકાર ના ફર્નિચરની 17 મી સદીમાં જ્યોર્જ રોકયુસ (George Rocques) નામના એક ફ્રેન્ચ લેખક અને જેમ્સ ફોર્બ્સ, એક બ્રિટિશ અધિકારી દ્વારા વિશ્વને જાણ કરવામાં આવી હતી. તે સમયે આ ફર્નિચર બનાવવા માટે સાગનું લાકડું વલસાડથી પરિવહન કરી લાવવામાં આવતું હતું અને રંગકામ માટે સ્વદેશી રંગો વાપરવામાં આવતા હતા. આ ઉત્પાદનની નિકાસ સુરત અને ખંભાત બંદરો ખાતેથી કરવામાં આવતી હતી.

સ્થાનિક દંતકથા સાંભળ્યા અમુસાર મૂળ આ ફર્નિચર-કળા સંખેડા આવી એક ઝૂંપડીમાં રોકાયેલા અધ્યાત્મ લક્ષી વ્યક્તિએ મુઘલ આક્રમણકારોને ટાળવા માટે એક કઠિયારો કે જે તેની દેખરેખ રાખતો, તેને શીખવાડી હતી. તેની સાથે લાંબા ગાળા માટે રહીને પછી તે અચાનક અદ્રશ્ય થઇ ગયા. જો કે રાત્રે અદ્રશ્ય થઇ ગયેલી વ્યક્તિ કઠિયારાના સ્વપ્નમાં આવી અને આ સાધુ જેવા વ્યક્તિએ તેને સુથારીકામમાં કુશળતાના આશિર્વાદ આપ્યા હતા. આ ઘટના પછી તે કઠિયારામાંથી સુથાર બન્યા અને રંગીન ભાત તેમ જ લાખના આવરણવાળા આ ફર્નિચર બનાવવાની શરૂઆત કરી છે.

આ કારીગરીને પ્રોત્સાહન આપવા માટે એક તાલીમ સંસ્થાની અમદાવાદમાં સ્થાપના કરવામાં આવી છે .[૭]

ઉત્પાદનોફેરફાર કરો

પરંપરાગત ફર્નિચર ઉપરાંત વિશાળ શ્રેણીમાં ત્રણ ભાગ સોફા સેટ, પલંગની પીઠ, પલંગ, બગીચાનો હિંચકો, ડ્રેસિંગ ટેબલ, ઝુલણ ખુરશી, ટેબલ, પડદીઓ, દિવાન વગેરે[૮][૯] અન્ય હાથબનાવટના ફર્નિચરમાં દિવાલ પરનાં કાષ્ટચિન્હો, ઊંચા દિવડા, ફુલદાની અને પેન સ્ટેન્ડ, રમકડાંઓ, રસોઈનાં ફર્નિચર અને ઝુલાના આધાર વગેરે ફર્નિચર આધુનિકતા સાથે રજૂ કરવામાં આવે છે. આ ફર્નિચર નાજુક ડિઝાઇનમાં દેખાય છે, છતાં ટકાઉ હોય છે અને લાંબા ગાળા માટે ચાલે છે.[૧૦]સામાજિક વહેવારમાં ગુજરાતી સમુદાય માટે લગ્ન દરમિયાન પરંપરાગત ભેટ તરીકે આ ફર્નિચર શુભ ગણાય છે.

કવાંટ (તા. કવાંટ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

કવાંટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાંઆવેલા કવાંટ તાલુકામાં આવેલું એક ગામ અને તાલુકાનું વડું મથક છે. કવાંટ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ,તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળાપંચાયતઘરઆંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

કવાંટ
—  ગામ  —
કવાંટનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ22°05′33″N 74°03′23″E / 22.09259°N 74.05648°E
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોછોટાઉદેપુર
તાલુકોકવાંટ
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)
સગવડોપ્રાથમિક શાળાપંચાયતઘરઆંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાયખેતીખેતમજૂરીપશુપાલન
મુખ્ય ખેતપેદાશમકાઈતુવરશાકભાજી

આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે. આ ગામ ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે.

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...