બુધવાર, 29 ઑગસ્ટ, 2018

ભાવનગર જિલ્લો ગુજરાતનો જિલ્લો

ભાવનગર જિલ્લો

ગુજરાતનો જિલ્લો
ભાવનગર જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલ છે. જિલ્લાનું મુખ્યમથક ભાવનગર શહેર છે. ભાવનગર જિલ્લાનો વિસ્તાર ૨૧.૫ થી ૨૨.૧૦ ઉત્તર અક્ષાંશ અને ૭૧.૦૩ થી ૭૨.૦૩ પૂર્વ રેખાંશ ની વચ્ચે ૯૯૪૦.૫ ચોરસ કીલોમીટરમાં ફેલાયેલો છે.
ભાવનગર જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું સ્થાન
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકભાવનગર
વસ્તી (૨૦૧૧)[૧]
 • કુલ૨૩,૮૮,૨૯૧
સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)
વાહન નોંધણીGJ-4

સૌરાષ્ટ્રના જિલ્લાઓ

ઇતિહાસફેરફાર કરો

બ્રિટિશ રાજ દરમિયાન ભાવનગર રજવાડું હતું,[૨] જેના શાસકો ગોહિલ રાજપૂતો હતા.[૩]
ઓગસ્ટ ૨૦૧૩માં ભાવનગર જિલ્લામાંથી નવો બોટાદ જિલ્લો રચવામાં આવતા તેના બે તાલુકાઓ બોટાદ તાલુકોઅને ગઢડા તાલુકો ઓછા થયા હતા.

ભાવનગર

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
ભાવનગર શહેર (HindiभावनगरBhāvnagar) એભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક અને ગુજરાત રાજ્યનું પાંચમાં નંબરનું મોટુ શહેર છે.(સંદર્ભ)ભાવનગરની સ્થાપના ૧૭૨૩માં ભાવસિંહજી ગોહીલ (૧૭૦૩-૧૭૬૪) દ્વારા કરવામાં આવી હતી. ભારતનાં ગણતંત્રમાં ભળ્યુ એ પહેલા સુધી તે એક રજવાડુ હતું. ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરથી ભાવનગરનું અંતર ૨૨૦ કિ.મિ. છે. ભાવનગર ખંભાતના અખાતની પશ્ચિમે આવેલ છે.
ભાવનગર
भावनगर/Bhavnagar
ભાવસભર ભાવેણું
—  શહેર  —
ભાવનગરનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ21°45′52″N 72°09′07″E / 21.764473°N 72.151930°E
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોભાવનગર
મેયરનીમૂબેન બાભંનીયા
વસ્તી
• ગીચતા
૫,૯૩,૭૬૮ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)
વિસ્તાર
• ઉંચાઇ
[convert: invalid number]
• 24 metres (79 ft)

ઈતિહાસફેરફાર કરો

સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. ઇ.સ. ૧૨૬૦માં તેઓએ ગુજરાતની હદમાં સાગરકાંઠા તરફ આવીને સેજકપુર, ઉમરાળા અને સિહોર એમ ત્રણ રાજધાની બનાવી. ૧૭૨૨-૧૭૨૩માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે એમ માનીને ૧૭૨૩માં સિહોરથી ૩૦ કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત ૧૭૭૯ની વૈશાખ સુદ ૩-અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે [૧]નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. દરિયાઇ વ્યાપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું. સ્વાભાવિક રીતે જ ભાવનગર શહેર ભાવનગર રજવાડાની રાજધાની બન્યું. જૂના ભાવનગરની નગર રચના સૌરાષ્ટ્રના બીજા અગત્યના શહેરો તરફ ખૂલતા દરવાજાવાળા કિલ્લા ધરાવતી હતી. બે દાયકા સુધી એ આફ્રિકા, ઝાંજીબાર, મોઝામ્બિક, સિંગાપુર અને આરબ દેશો સાથે વ્યાપારી સંબંધ ધરાવતું અગત્યનું બંદર બની રહ્યુ.
હાલમાં રાજવી કુટુંબના સભ્યોમાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, મહારાણી સંયુક્તાકુમારી, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને રાજકુમારી બ્રિજેશ્વરીકુમારી છે.
ભાવનગરનો મહેલ નિલમબાગ ખાતે આવેલ છે. દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલસાથે સૌ પ્રથમ સહમત થનાર અને પોતાનું રાજ્ય ધરનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા.[૧] ભાવનગર પાસે આવેલું અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.(સંદર્ભ આપો)

ભાવનગર રજવાડાના સ્વાતંત્ર્યસેનાનીઓફેરફાર કરો

  • ગુણવંતભાઈ પુરોહિત
  • અખીલેશ્વરીબેન મહેતા
  • ગજાનન પુરોહિત
  • રાજાભાઈ લખાણી

વર્તમાન ભાવનગર શહેરફેરફાર કરો

ગંગાજળીયા તળાવ અને એના વચ્ચે આવેલી ગંગાદેરીનું દૃષ્ય
ગંગાજળીયા તળાવ અને એના વચ્ચે આવેલી ગંગાદેરીનું દૃષ્ય

વસતિ વિષયકફેરફાર કરો

૨૦૧૧ની વસતી ગણત્રી પ્રમાણે ભાવનગરની વસતી ૫,૯૩,૭૬૮ લોકોની હતી. સાક્ષરતા દર ૮૬% જે રાષ્ટ્રીય઼ સરેરાશ ૫૯.૫ કરતા ઘણો વધારે છે.

ભાવનગર હવાઇ મથક

અલંગમાં ૧૯૯૭ના વર્ષ દરમ્યાન ભાંગવા માટે લવાયેલું Princess Marguerite નામનું કેનેડીયન જહાજ
  • અલંગ શીપ-બ્રેકીંગ યાર્ડ
  • કેન્દ્રિય ક્ષાર અને સમુદ્રિ રસાયણ અનુસન્ધાન સંથાન

કલાનગરીફેરફાર કરો

૨૦મી સદીના પ્રારંભે ગુજરાતમાં ચિત્રક્લાની આગેવાની ક્લાગુરુ રવિશંકર રાવળે લીધી હતી. તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો. રંગોના રાજા ગણાતા સોમાલાલ શાહની કર્મભૂમિ પણ ભાવનગર છે એ સમયે એમણે ધર્મકુમારસિંહજીના પક્ષીવિષયક ગ્રંથ "ધિ બર્ડ્ઝ્ ઓફ સૌરાષ્ટ્ર" માં રંગીન અને પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ ના પંખી જગત નામના પુસ્તકોમાં પક્ષીઓના રેખા-ચિત્રો દોર્યા છે. લોક કલાના ખ્યાતનામ ચિત્રકાર શ્રી ખોડીદાસ પરમાર પણ ભાવનગરના. તેમના ચિત્રોમાં લોક સહિત્યની છાંટ પ્રદર્શિત થાય છે.

જોવા લાયક સ્થળોફેરફાર કરો

વિક્ટોરીયા પાર્ક આરક્ષિત શહેરી વન વિસ્તાર

ભાવનગર શહેરમાં આવેલ આરક્ષીત શહેરી વન વિસ્તાર
વિક્ટોરીયા પાર્ક એ ભારતના ગુજરાતના ભાવનગર શહેરમાં આવેલ આરક્ષિત શહેરી વન વિસ્તાર છે. આ વન વિસ્તાર ૨૦૨ હેક્ટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે[૧].
વિક્ટોરીયા પાર્ક આરક્ષીત શહેરી વન વિસ્તાર
આઈ.યુ.સી.એન. શ્રેણી ૫ (આરક્ષીત ભૂમિ/ દરીયાઈ પ્રદેશ)
Victoria Park, Bhavnagar.svg
વિક્ટોરિયા પાર્ક સાથે દુરના છેડે ગૌરીશંકર તળાવ અનેભાવવિલાસ પેલેસ
Map showing the location of વિક્ટોરીયા પાર્ક આરક્ષીત શહેરી વન વિસ્તાર
Map showing the location of વિક્ટોરીયા પાર્ક આરક્ષીત શહેરી વન વિસ્તાર
સ્થળભાવનગરગુજરાતભારત
નજીકનું શહેરભાવનગર
વિસ્તાર૨૦૨ ha
સ્થાપિતમે ૨૪, ૧૮૮૮

વિગતફેરફાર કરો

આ વન વિસ્તારની સ્થાપના ૨૪ મે ૧૮૮૮[૧]ના રોજ ભાવનગર રજવાડાંનાં તત્કાલીન મહારાજા તખ્તસિંહજી જસવંતસિંહજી(૧૮૫૮–૧૮૯૬) દ્વારા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં એક ભોજનશાળા અને બાળકો માટેનું રમતગમતનું ઉદ્યાન પણ આવેલ છે. આ પાર્કની અંદર કૃષ્ણકુંજ તળાવ આવેલું છે. જેમાં વચ્ચે એક ટાપુ પર અનેક પ્રકારના બગલા, ચમચા અને જળકાગડા પ્રકારના પક્ષીઓના માળાની વસાહત બને છે. કૃષ્ણકુંજ તળાવની પશ્ચિમ દિશામાં બકી હીલ તરીકે ઓળખાતી ટેકરી આવેલી છે, જેના ઉપરથી આખા વિક્ટોરીયા પાર્ક, કૃષ્ણકુંજ તળાવ અને ગૌરીશંકર તળાવનું અવલોકન શક્ય છે.

પાર્કનો નક્શો
આ પાર્કમાં ૧૬૬ પ્રકારના પક્ષીઓ, ૨૪૧ પ્રકારની વનૌષધિઓ અને ૬૯ પ્રકારનાં વૃક્ષો જોવા મળે છે.[૧] ૧૩ પ્રકારનાં સાપ પણ આ વિસ્તારમાં જોવા મળે છે.[૧] આ ઉદ્યાનની પશ્ચિમ-દિશામાં ગૌરીશંકર તળાવને કિનારે એક ટેકરી પર સુંદરાવાસ બંગલો નામની રજવાડા સમયની ઈમારત આવેલી છે. ૨૦૦૫ સુધી વન ખાતાના કબ્જામાં રહેલી એ જગ્યા હાલમાં ખાનગી માલિકીની છે.[૨].

સમાચારમાંફેરફાર કરો

  • ૨૩ જૂન, ૨૦૧૩ના દિવસે છપાયેલા સમાચાર પ્રમાણે આગલી રાત્રે રાજ્યના મંત્રી પુરૂષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી અને જયેશ કોટકના જુથ વચ્ચે આ બંગલો અને એના આસપાસની જમીનની માલીકી અંગે મારામારી થઇ હતી.[૩]
  • ૨૬ એપ્રિલ, ૨૦૧૫ના દિવસે આ પાર્કની ઉત્તર-દિશાની ૫ કિમીથી વધારે લાંબી દિવાલ પર ૧૭૦૦થી વધારે ચિત્રકારોએે દ્વારા ૧૭૦૦થી વધારે ચિત્રો દોરવામાં આવ્યા હતા.[૪]

છબીઓફેરફાર કરો

દ્વિતિય પ્રવેશદ્વાર તરફથી દેખાતો રસ્તો
વિક્ટોરીયા પાર્ક આરક્ષિત શહેરી વન વિસ્તારના ગૌશાળા પ્રવેશદ્વારની છબીઓ
Victoria-park-bhavnagar01.jpg
Victoria-park-gaushala-gate.jpg
Victoria-park-bhavnagar02.jpg
ગૌશાળા પ્રવેશદ્વારની ડાબીબાજુ પર લગાડેલી તક્તીગૌશાળા પ્રવેશદ્વારગૌશાળા પ્રવેશદ્વારની જમણીબાજુ પર લગાડેલી તક્તી
વિક્ટોરીયા પાર્ક આરક્ષિત શહેરી વન વિસ્તારના દ્વિતિય પ્રવેશદ્વારની છબીઓ
Victoria-park-information-board-on-gate-no2.jpg
Victoria-park-information-board-3-on-gate-no2.jpg
Victoria-park-information-board-2-on-gate-no2.jpg
માહિતિ તક્તી ૧મુલાકાતની સમયમર્યાદા દર્શાવતી તક્તિમાહિતિ તક્તી ૨

બાર્ટન પુસ્તકાલય

ભાવનગર શહેરમાં આવેલું એક પુસ્તકાલાય
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલા ભાવનગર શહેરમાંબાર્ટન પુસ્તકાલયની સ્થાપના ૩૦ ડીસેમ્બર ૧૮૮૨ના દિવસે કરવામાં આવી હતી[૧]. સાર્વજનીક લાઇબ્રેરીનૌ પ્રવૃત્તિતો ભાવનગરમાં ૧૮૬૦થી ચાલુ કરવામાં આવી હતી પણ ૩૦ ડીસેમ્બર ૧૮૮૨થી એનો હાલ જે મોટી માજીરાજ કન્યાશાળાનું મકાન છે તેમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો[૧]. સને ૧૮૯૫ના વર્ષમાં આ પુસ્તકાલયનું નવું ભવ્ય મકાન બાંધવામાં આવ્યું હતું અને લાઇબ્રેરી ત્યાં ખસેડવામાં આવી[૧]. મહાત્મા ગાંધી જ્યારે ભાવનગરમાં ભણતા ત્યારે તેમણે આ પુસ્તકાલયનો ઉપયોગ કર્યો હતો[૧].
સને ૧૯૩૬ના વર્ષમાં આ પુસ્તકાલયમાં ૧૫,૯૮૦ પુસ્તકો હતા. તે ૨૦૦૪ સુધીમાં વધીને ૬૧,૭૬૩ પુસ્તકો સુધી પહોચેલી હતી. ૨૦૦૯ના વર્ષ દરમ્યાન પુસ્તકોનો આંકડો ૬૮૦૦૦ને પાર કરી ચુક્યો હતો. ૨૦૧૨ના વરસના અંતે આ આંકડો ૭૨,૦૦૦ અને હાલમાં ૭૫,૦૦૦ કરતા વધારે પુસ્તકો આ પુસ્તકાલયમાં છે

ગોપ ડુંગર (ગોપનાથ મહાદેવ)

ગુજરાતમાં આવેલું એક શિવ મંદિર
ગોપ ડુંગર અથવા ગોપનાથ મહાદેવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારનાજામનગર જિલ્લામાં આવેલા જામજોધપુર તાલુકામાંઆવેલા મોટી ગોપ ગામ નજીક આવેલું શિવ મંદિર છે.[૧] આ મંદિર પર લાલપુરથી ભાણવડ જતા ત્રણ પાટીયા રસ્તાથી ગોપના ડુંગર પર ૬ (છ) કિલોમીટર જેટલા સડક માર્ગ દ્વારા અથવા પાંચસો જેટલાં પગથિયાં ચડી પહોંચી શકાય છે. આ ડુંગર દરિયાઈ સપાટીથી આશરે ૩૩૦ મીટર (૧૦૮૨ ફૂટ) જેટલી ઊંચાઈ અને આશરે ૨ (બે) ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. તળેટીથી આ ડૂંગર આશરે ૧૫૦ મીટર (૪૯૨ ફૂટ) જેટલી ઊંચાઈ ધરાવે છે.

કથાફેરફાર કરો

સ્થાનિક કથા મુજબ પાંચ હજાર વર્ષ પહેલા ગોપ બાળાઓનેઝીણાવારી ગામ પાસે એક રાક્ષસ દ્વારા ભોંયરામાં કેદ કરવામાં આવી હતી, આ ગોપીઓની પ્રાર્થના સાંભળીશ્રીકૃષ્ણ ભગવાન ગોપ આવ્યા હતા અને ભોયરામાંથી ગોપીઓને છોડાવી હતી તથા રાક્ષસનો વધ કર્યો હતો. ત્યારબાદ અહીંથી ગોપ ડુંગર પર પહોંચી ગોપનાથ મહાદેવની સ્થાપના કરી હતી. ઝીણાવારી ગામે આજે પણ પ્રાચીન ગુફા, ભોંયરૂ તેમ જ નદી કિનારે શિવાલય અને કૃષ્ણ ભગવાનના પગલાંની છાપ જોવા મળે છે. આમ શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત આ ગોપનાથ મહાદેવ મંદિર પાંચ હજાર વર્ષ જૂનું છે[૨].
પહેલાં ગોપનાથ મહાદેવના દર્શન માટે ડુંગર પર પગથીયાં ચડી જવું પડતું હતું, પણ મંદિરના મહંત દ્વારા ડુંગર ચઢવાનો રસ્તો બનાવી છેક ઉપર સુધી વાહનો ચડી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. મંદિર નજીક ગુરૂઓની સમાધી પણ છે. ડુંગર પરથી તળેટીમાં આવેલ મોટી ગોપ ગામ ઉપરાંત ચોતરફ ઝરણાં, ચેકડેમ, તળાવ તથા અન્ય ડુંગરો આવેલા છે, જે ચોમાસામાં લીલાંછમ બનતાં અત્યંત આહ્લાદક લાગે છે. આ ઉપરાંત ડુંગરની ઉત્તર-પૂર્વ દિશા તરફની તળેટીમાં ટપકેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલુ છે

ભાવનગર રજવાડું

બ્રીટીશ શાસન તળેના ભારતનું એક રજવાડું
ભાવનગર રજવાડું કે ભાવનગર રાજ્ય એ ગુજરાતનાંકાઠીયાવાડ ભૂશીર વિસ્તારમાં આવેલા એક રજવાડાનું નામ હતું.
ભાવનગર સ્ટેટ
ભાવનગર રજવાડું
भावनगर रियासत
બ્રિટિશ ભારતનું રજવાડું
 ૧૭૨૩–૧૯૪૮ 
FlagCoat of arms
ધ્વજCoat of arms
Location of ભાવનગર
ભાવનગર રજવાડાનો નકશો, ૧૯૨૨
ઇતિહાસ
 • સ્થાપના૧૭૨૩
 • ભારતની સ્વતંત્રતા૧૯૪૮
વિસ્તાર
 • 1872૭,૨૧૦ km2(૨,૭૮૪ sq mi)
 • 1891૭,૬૬૯ km2(૨,૯૬૧ sq mi)
વસતિ
 • 1872૪,૨૮,૫૦૦ 
ગીચતા૫૯.૪ /km2  (૧૫૩.૯ /sq mi)
 • 1891૪,૬૪,૬૭૧ 
ગીચતા૬૦.૬ /km2  (૧૫૬.૯ /sq mi)
આજે ભાગ છેભારત
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, ed. (૧૯૧૧).એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા (૧૧મી ed.). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.

ઈતિહાસફેરફાર કરો

સુર્યવંશી ગોહીલવંશના રાજાઓ આ રજવાડા પર શાસન કરતા આવ્યા છે. તેમનું મુળ વતન મારવાડ હતું. સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. એ કારણે મારવાડ છોડીને ગુજરાત બાજુ આવ્યા. ગુજરાતમાં એમણે સૌ પ્રથમ રાજધાની ઇ.સ. ૧૧૯૪માં સેજકપુર ને બનાવ્યું. ત્યાંથી તેઓ આગળ વધીને ઇ.સ. ૧૨૫૪માં રાણપુરમાં રાજધાની બદલી. ઇ.સ. ૧૩૦૯માં રાજધાની રાણપુરથી ખસેડી ઉમરાળામાં સ્થાપી. ઇ.સ. ૧૫૭૦માં સિહોરમાં રાજધાની સ્થાપી. ૧૭૨૨-૧૭૨૩માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે એમ માનીને ૧૭૨૩માં સિહોરથી ૩૦ કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત ૧૭૭૯ની વૈશાખ સુદ ૩-અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે [૧]નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. ૧૮૦૭થી ભાવનગર બ્રિટીશ સંરક્ષણ હેઠળનું રાજ્ય બન્યું.
દરિયાઇ વ્યાપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું. ભાવનગર રાજ્યનો વિસ્તાર કરવામાં વખતસિંહજીનું યોગદાન મોટું છે. આપત્તિના સમયમાં ભાવનગરના રાજવીઓએ પ્રજાને હંમેશા ઉદાર હાથે મદદ કરી છે. ભાવનગરના રાજવીઓ તથા તેમના દિવાનો જેવાકે ગગા ઓઝાશામળદાસ અને પ્રભાશંકર પટ્ટણી ખૂબ જ પ્રજાવત્સલ હતા.

મહેલ અને અન્ય સ્થાપત્યફેરફાર કરો

ઇ.સ. ૧૮૭૮થી લઇને ઇ.સ. ૧૮૯૬ સુધી મોતિબાગ પેલેસ એ ભાવનગરના રાજવીનું મુખ્ય નિવાસ સ્થાન રહ્યુ઼ં. આ પહેલાના રાજવીના નિવાસ સ્થાનની પશ્ચિમ દિશામાં રાજવીના લગ્ન સમારંભના મુળ હેતુ માટે બનાવાયેલ સ્થાઇ શામિયાણાને પછીથી પર્સિવલ માર્કેટ નામની બજારમાં તબદીલ કરી નાખવામાં આવ્યો હતો. દેસાઈ છગનલાલ પુસ્તકાલયની ૧૮૮૦માં શરૂઆત થઇ. ૩૦ ડીસેમ્બર ૧૮૮૨ના દિવસે નવા મકાનમાં બાર્ટન પુસ્તકાલય રૂપે ખુલ્લુ મુકવામાં આવ્યું. દિવાનપરા વિસ્તારમાં પર્સિવલ ફુવારાનું બાંધકામ પણ રજવાડાના સમયમાં કરવામાં આવ્યુ હતુ. જશોનાથ મહાદેવ મંદિર, ગંગા છત્રી (ઇ.સ. ૧૮૭૫) અને જસવંતસિંહજી જાહેર દવાખાનું પણ ભાવનગર રજવાડા સમયનાં બાંધકામ છે.

રાજવીઓફેરફાર કરો


ભાવનગરના ઠાકોરસાહેબ, ૧૮૭૦નો દાયકો
ક્રમનામશાસન વર્ષખિતાબ
રતનજી(બીજા) (મૃ. ૧૭૦૩)૧૬૬૦–૧૭૦૩ઠાકોર સાહેબ
ભાવસિંહજી(પહેલા) રતનજી (૧૬૮૩–૧૭૬૪)૧૭૦૩–૧૭૬૪ઠાકોર સાહેબ
અખેરાજજી(બીજા)ભાવસિંહજી (૧૭૧૪–૧૭૭૨)૧૭૬૪–૧૭૭૨ઠાકોર સાહેબ
વખતસિંહજી અખેરાજજી (૧૭૪૮–૧૮૧૬)૧૭૭૨–૧૮૧૬ઠાકોર સાહેબ
વજેસિંહજી વખતસિંહજી (૧૭૮૦–૧૮૫૨)૧૮૧૬–૧૮૫૨ઠાકોર સાહેબ
અખેરાજજી(ત્રીજા)ભાવસિંહજી (૧૮૧૭-૧૮૫૪)૧૮૫૨–૧૮૫૪ઠાકોર સાહેબ
જસવંતસિંહજી ભાવસિંહજી (૧૮૨૭–૧૮૭૦)૧૮૫૪ – ૧૧ એપ્રલ ૧૮૭૦ઠાકોર સાહેબ
તખ્તસિંહજી જસવંતસિંહજી (૧૮૫૮–૧૮૯૬)૧૧-એપ્રીલ ૧૮૭૦ – ૨૯ જાન્યુઆરી ૧૮૯૬ઠાકોર સાહેબ
ભાવસિંહજી(બીજા)તખ્તસિંહજી (૧૮૭૫–૧૯૧૯)૨૯-જાન્યુઆરી ૧૮૯૬ – ૧-જાન્યુઆરી ૧૯૧૮ઠાકોર સાહેબ
૧ જાન્યુ ૧૯૧૮ – ૧૭ જુલાઇ ૧૯૧૯મહારાજા રાઓલ
૧૦કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી (૧૯૧૨–૧૯૬૫)૧૭-જુલાઇ ૧૯૧૯ – ૧૫ ઓગષ્ટ ૧૯૪૭મહારાજા રાઓલ
૧૧વિરભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ (૧૯૩૨–૧૯૯૪) ^૧-એપ્રિલ-૧૯૬૫ થી ૨૬-જુલાઇ-૧૯૯૪મહારાજા રાઓલ
૧૨વિજયરાજસિંહજી વિરભદ્રસિંહજી ગોહીલ (૧૯૬૮) ^૨૬-જુલાઇ-૧૯૯૪ થી હાલમાં જીવિતમહારાજા રાઓલ
^ સત્તા-વિહીન-પદવી

જાણીતા કારભારીઓફેરફાર કરો

રાજ્ય-વ્યવસ્થાફેરફાર કરો

ઇ.સ. ૧૯૧૮માં સ્થાનિક સ્વશાસન લાવવાના હેતુથી ભાવસિંજી બીજા દ્વારા ભાવનગર સુધરાઈનો વહીવટ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા થાય એ માટે એક ઠરાવ પસાર કર્યો હતો.[૨] આ ઠરાવ મુજબ સુધરાઇના વહીવટની દેખરેખ માટે ૩૦ સભ્યોની સમિતિની રચના દરબાર શ્રી દ્વારા કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં દસ સભ્યો દરબારશ્રી તરફથી નિમવામાં આવતા અને બાકીના ૨૦ સભ્યોને લોકશાહી ઢબથી ગુપ્ત મતદાન દ્વારા ચૂંટી કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.[૨] આ ૨૦ સભ્યો માંથી ૧૭ સભ્યોની વોર્ડવાર ચૂંટણી થતી જ્યારે બાકીના ત્રણ સભ્યો ખાસ વર્ગના મતદાતાઓ જ ચૂંટી શકતા. આ ખાસ વર્ગમાં નીચે પ્રમાણેના લોકોનો સમાવેશ થતો.[૨]
  1. ઓનનરી મેજીસ્ટ્રેટ્સ
  2. વિશ્વવિદ્યાલયના ફેલો અને સ્નાતકો
  3. હાઇકર્ટના એડવોકેટ્સ અથવા સોલીસીટર્સ અથવા રાજ્યની પ્રથમ દરજ્જાના સનદી વકીલો
  4. આકારણિકારો
  5. ભાવનગર રાજ્યના ભાયાત અને મુળ ગરાસિયા
  6. મહિને રૂ ૫૦થી વધારે પગાર મેળવતા રજવાડાના કર્મચારીઓ અને સ્ટેટ રેલ્વેના કર્મચારીઓ
  7. મહિને રૂ ૨૫થી વધારે પેંશન મેળવતા કર્મચારીઓ
મતદાન ૧૮ વરસથી વધુ વયની વ્યક્તિ કરી શકતી અને મતદાન યાદી દર વરસે બનાવીને પ્રસિદ્ધ કરવામાં આવતી[૨].

ભૂગોળફેરફાર કરો

ભાવનગર રાજ્ય ૧૦ મહાલ અથવા પરગણાનું બનેલું હતું.[૩]
  1. દસક્રોહી
  2. સિહોર
  3. મહુવા
  4. કુંડલા
  5. લીલીયા
  6. ઉમરાળા
  7. બોટાદ
  8. ગઢડા
  9. ભાલ
  10. તળાજા

વસતિની માહિતિફેરફાર કરો

૧૮૭૨ની ભાવનગર રાજ્યની વસતી આ પ્રમાણે હતી[૩].
જ્ઞાતિપેટા જ્ઞાતિવસતિ
વૈશ્નવરામાનુજ૭૮૨૪
વૈશ્નવવલ્લભાચાર્ય૧૧૭૩૭૨
વૈશ્નવકબીર પંથી૧૯૫૬૨
વૈશ્નવમાધવાચાર્ય--
વૈશ્નવસ્વામીનારાયણ૫૦૮૬૧
શૈવપંથીશંકર સમર્થકો૯૭૮૧૦
શૈવપંથીલિંગાયત--
જૈન--૪૬૯૪૮
પારસીશહેનશાહી૪૪
પારસીકદમી૧૮
મુસલમાનશીયા૮૩૭૭
મુસલમાનસુન્ની૨૮૪૦૧
અન્ય--૫૦૮૬૦
કુલ૩,૯૧,૨૩૭

નાણું અને વેપારફેરફાર કરો

૮મી સપ્ટેમ્બર ૧૮૪૦ના દિવસે ભાવનગર રાજ્યના ઠાકોર વજેસિંગ અને બ્રીટીશ સત્તા વચ્ચે થયેલા કરાર મુજબ ભાવનગરનું ચલણી નાણું ઇમ્પિરીયલ રૂપીયો હતું[૩]. એ પહેલા ભાવનગરનાં ચલણ છાપખાનામાં ભાવનગર રાજ્ય પોતાના તાંબા અને ચાંદીના સિક્કા છાપતું હતું


તાલુકાઓફેરફાર કરો

જોવાલાયક સ્થળોફેરફાર કરો

  • પર્યટન સ્થળો:
    • અલંગ - જહાજ તોડવાનું કારખાનુ
    • મહુવા - સૌરાષ્ટ્રનું કાશ્મીર
    • વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનવેળાવદર
    • ગોપનાથ
    • ગોપનું મંદિર

      પ્રાચીન ગોપ મંદિર ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાનાજામજોધપુર તાલુકામાં ઝીણાવારી ગામમાં આવેલું છે. તે આશરે ઇ.સ. ૫૭૫-૬૫૦ના સમયનું છે અને ગુજરાતમાં પથ્થરોથી બનેલા અને બાકી રહેલા મંદિરોમાંનું એક છે.[૧] તેનું સ્થાપત્ય ગાંધાર કળા અને ઉત્તર અને દક્ષિણ ભારતના મંદિરોનો પ્રભાવ ધરાવે છે. આ મંદિરમાં ગર્ભગૃહ ચોરસ છે જેની આજુબાજુ બેવડા ચોગાનો આવેલા છે. તે વિશિષ્ટ પ્રકારનું શિખર ધરાવે છે.
      ગોપનું મંદિર
      ગોપનું મંદિર
      Old temple, general view from the north-west, Gop, Gujarat.jpg
      ગોપ મંદિર is located in Gujarat
      ગોપ મંદિર
      ગોપ મંદિર
      ગુજરાતમાં સ્થાન
      ગોપ મંદિર is located in India
      ગોપ મંદિર
      ગોપ મંદિર
      ગોપ મંદિર (India)
      અન્ય નામોગોપ સૂર્ય મંદિર
      સામાન્ય માહિતી
      પ્રકારમંદિર
      સ્થાનઝીણાવારીજામજોધપુર તાલુકોજામનગર જિલ્લો,ગુજરાત
      દેશભારત
      અક્ષાંસ-રેખાંશ22°1′43″N 69°55′44″E / 22.02861°N 69.92889°E
      ઉંચાઇ૨૩ ફીટ
      વિગતોરાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-133)
      ગોપનું મંદિર
      Plan of Gop temple, Gujarat, India.png
      મંદિરનો નકશો
      સામાન્ય માહિતી
      જોડાણહિંદુ
      દેશભારત
      સ્થાપત્ય માહિતી
      સ્થાપત્ય શૈલીવિવિધ પ્રભાવો સાથેનું શરૂઆતી હિંદુ મંદિર સ્થાપત્ય
      પૂર્ણઆશરે ઇ.સ. ૫૭૫-૬૫૦
      દિશાપૂર્વ
      શિલાલેખોહા

      સ્થાનફેરફાર કરો

      તે વર્તુ નદીના કાંઠા પર અને બરડા પર્વતમાળાના ગોપ શિખરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલું છે. ગોપ શિખર પરગોપેશ્વર અથવા ગોપનાથ તરીકે ઓળખાતું શિવ મંદિર આવેલું છે. શિખર પર નાની ગુફાઓ આવેલી છે જ્યાં શ્રદ્ધાળુઓ આશરો લે છે. ઝીણાવારી ગામ નાની ગોપ અથવા જૂના ગોપ તરીકે પણ ઓળખાય છે, જે ઘુમલીની ઉત્તર દિશામાં આવેલું છે.[૨][૩]

      ઇતિહાસફેરફાર કરો

      આ પ્રાચીન ગોપ મંદિર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં સૌથી જુનું હયાત એવું પથ્થરનું બનેલું મંદિર ગણાય છે.[૧][૨][૪][૫][૫] તેનો સમય જોકે વિદ્વાનોમાં વિવાદાસ્પદ છે. સૌથી વધુ સંભવિત સમય ૬ઠ્ઠી સદીના અંત ભાગ (મૈત્રકકાળ) થી ૭મી સદીનો પ્રથમ અડધો ભાગ પરંતુ જુનાગઢની ઉપરકોટની ગુફાઓ કરતા પહેલા ગણવામાં આવે છે.[૬][૭][૮][૨] આ મંદિર ભારત સરકારના પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત સ્મારક છે અને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-133) છે.
      આ મંદિર સાથે ગોપી અને કૃષ્ણની લોકકથા જોડાયેલી છે.[૪]

      સ્થાપત્યફેરફાર કરો


      છતનો નકશો (ઉત્તર બાજુ), બારી અને મંદિરના નીચલા ભાગ સાથે.

      દરવાજાની ડાબી બાજુ પરનો શિલાલેખ
      મંદિરનું પ્રાંગણ ચોરસ ગર્ભગૃહ અને બેવડા ચોગાનો ધરાવે છે. શિખર વિશિષ્ટ પ્રકારનું ચોરસ છે. ગર્ભગૃહ અંદર થી ૧૦ ફીટ ૯ ઇંચ માપ ધરાવે છે. તે ૨૩ ફીટ ઊંચી અને ૨ ફીટ ૬ ઇંચ જાડી દિવાલો ધરાવે છે. આ દિવાલો કોઈપણ સજાવટ વગરની છે અને કાટખૂણે ૧૭ ફીટ ઊંચાઇ ધરાવે છે અને પછી તે ભેગી થઇને પિરામિડ આકારનું શિખર રચે છે. તેની દિવાલો યોગ્ય રીતે બાંધવામાં આવી છે. દરેક ખાંચો ૮ ઇંચ ઉંડો છે અને કાળજીપૂર્વક જોડાયેલો છે. આ રીતે તે કોઇ પણ પ્રકારના સિમેન્ટ વગર બંધાયેલ છે. તળિયાથી ૧૧ ફીટના અંતરે, આગળની પાછળની દિવાલો પર ૧૪ ઇંચના ચાર છિદ્રો અને બાજુની દિવાલો પર ૬ નાના છિદ્રો આવેલા છે. આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે. આગળની દિવાલ પડી ગઇ છે અને અંદરની બાજુએથી ફરી બાંધવામાં આવી છે, જે આંતરિક પથ્થરોને જકડી રાખતી દર્શાવે છે. દરવાજાની ડાબી બાજુએ એક શિલાલેખ આવેલો છે, જે યોગ્ય રીતે ઉકેલી શકાતો નથી. તે કદાચ બ્રાહ્મી લિપિની સ્થાનિક આવૃત્તિ છે.[૮][૨][૯][૬][૩][૧૦]
      મંદિરનું શિખર છ અથવા ૭ ખૂણાઓ સાથે ચોરસ બાજુઓ ધરાવે છે અને છેલ્લી ટોચ એક જ ભાગ વડે આવરિત છે. તેનો આંતરિક ભાગ પોલો છે. બહારની બાજુથી તેના ચોખ્ખા ત્રણ ભાગ પડે છે. સૌથી નીચેના ભાગમાં દરેક બાજુએ ચૈત્ય બારી આવેલી છે અને સૌથી ઉપરના ભાગમાં એક બારી છે. ટોચ પર એક સળંગ પથ્થર છે. આ ચૈત્ય બારીઓ પર મૂર્તિઓ આવેલી છે. પશ્ચિમ બાજુએ ગણેશજીની મૂર્તિ સ્પષ્ટ જોઇ શકાય છે અને ઉત્તરની બાજુએ એક દેવ મૂર્તિ છે. ૨.૫ ફીટના છિદ્રો થાંભલાઓને આધાર આપવા માટે આવેલા છે, જે વડે પહેલા અંદરના પ્રાંગણની છતને આધાર અપાતો હશે.[૮][૨][૯][૧૦]
      બે પ્રાંગણોમાં અંદરનું પ્રાંગણ મોટાભાગે ખંડિત છે. તે ૩૫ ફીટ ૨ ઇંચના ચોરસ વિસ્તારનું તેમજ પૂર્વ બાજુથી ૧૮ ફીટ ૪ ઇંચ x ૭ ફીટ ૩ ઇંચનો ભાગ ધરાવતું હતું. તે કદાચ મંદિરની પરિક્રમા કરવા માટે બનાવાયું હશે તેમ મનાય છે.[૫] તેનો પાયાનો ભાગ ચારે બાજુથી શણગારાયેલો હતો. આ ભાગ મોટાભાગે ભગવાનની નાની મૂર્તિઓ ધરાવતો હતો. બહારનું પ્રાગંણ ૯.૫ ફીટ પહોળું હતું. તે કદાચ ખૂલ્લું હશે એવું મનાય છે.[૮][૨][૯][૧૦][૬]
      મંદિરના ગર્ભગૃહમાં પીળા પથ્થરોથી બનેલી બે મૂર્તિઓ છે. તે ચોક્કસપણે કોની છે તે નક્કી થઇ શક્યું નથી. સ્થાનિક લોકોમાં તે રામ અને લક્ષ્મણ મનાય છે. રામની મૂર્તિ પર મુકુટ છે, જ્યારે લક્ષ્મણની મૂર્તિ પર નાનો મુકુટ, લાંબા કુંડળો, વીંટી અને જમણા હાથમાં ભાલો પકડેલો છે.[૮][૨] કેટલાક ઇતિહાસકારો વડે આ મૂર્તિ વિષ્ણુ અને સ્કંદની છે તેમ નક્કી કરાયું છે. કેટલાક એવું માને છે કે તે સૂર્યની મૂર્તિ છે.[૩] આ સ્થાન શૈવ સંપ્રદાય સાથે પણ સંકળાયેલું છે.[૪][૧૦]

      પ્રભાવ અને સમાનતાફેરફાર કરો

      આ મંદિર નાગર શૈલીનું એક અસામાન્ય સ્થાપત્ય ધરાવે છે. તે પાટ્ટડકલ અને ઐહોલેના શરૂઆતી દ્રવિડ મંદિરો સાથે સામ્યતા ધરાવે છે. તે છતની ગોઠવણી અને અંદરના પ્રાગંણની બાહ્ય દિવાલોમાં કાશ્મીરના મંદિરો સાથે સામ્યતા ધરાવે છે.[૧૧] આવા મંદિરોમાં માર્તંડનું સૂર્યમંદિર, પાંડરેથાન અને પાયાર મંદિરોનો સમાવેશ થાય છે, જોકે તેઓ બધાં ૮મી સદી કરતાં જૂનાં છે. આ મંદિર પર ગાંધાર સ્થાપત્યનો પ્રભાવ છે, જે કુશાન સમયગાળા દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતીય પરંપરા હતી, જે કદાચ બૌદ્ધો સિંધથી કાઠિયાવાડમાં લાવ્યા હશે જેનો કાશ્મીરી સ્થાપત્ય પર પણ પ્રભાવ છે. ગુપ્તસમયના મંદિરોની જેમ, આ મંદિરનો પાયો ઉંચો અને ચોરસ છે અને પૂર્વ દિશામાં મુખ ધરાવે છે, પરંતુ પાયો વધુ ઉંચો છે અને મોટા પથ્થરોથી બનેલો છે, જે સ્થાનિક લાક્ષણિકતા દર્શાવે છે.[૫][૧૨] આ મંદિર જૂનાગઢની ઉપરકોટની ગુફાઓની જે ચૈત્ય બારીઓ ધરાવે છે. પરંતુ તેનો વેદિકા તરીકેનો ઉપયોગ થયો નથી, જેથી તે પાછળથી ઉમેરવામાં આવી હશે. મિરપુર ખાસના કાહુ-જો-દરો શિલ્પ ગોપ મંદિરના શિલ્પો જોડે સમાનતા ધરાવે છે. ૪થી અને ૫મી સદીનું હોવાથી ગોપ મંદિર કદાચ આ સમયગાળાના સમાન હોઇ શકે છે.[૮][૨]મંદિરની આજુબાજુ મળેલા લાલ માટીના વાસણો પરથી તે પશ્ચિમી સત્રપ સમયગાળાનું હોઇ શકે છે. મંદિરના લાકડાના મોભની રેડિયોકાર્બન વય મંદિર ઇ.સ. ૫૫૦નું હોવાની ખાત્રી કરે છે.[૪][૧૦]

      ચિત્રોફેરફાર કરો

    • હાથબ
  • લોકમેળાઓ:
    • ઢેબરા-તેરસનો મેળો, પાલિતાણા
    • રૂવાપરીનો મેળો
    • શીતળાદેરીનો મેળો
    • શ્રી નિષ્કલંક મહાદેવનો મેળો
    • માળનાથ મહાદેવનો મેળો
    • ગૌતમેશ્વર મહાદેવનો મેળો, શિહોર

વસ્તીફેરફાર કરો

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભાવનગર જિલ્લાની કુલ વસ્તી ૨૩,૮૮,૨૯૧ વ્યક્તિઓની હતી.[૧] જે જમૈકા દેશની વસ્તી[૫] અથવા અમેરિકાના કેન્સાસ રાજ્યની વસ્તી બરાબર છે.[૬] ભાવનગર ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાં વસ્તીની દ્રષ્ટિએ ૧૩૩મો ક્રમ ધરાવે છે.[૧] જિલ્લાની વસ્તી ગીચતા 288 inhabitants per square kilometre (750/sq mi) છે.[૧] ૨૦૦૧ થી ૨૦૧૧ સુધીનો વસ્તી વધારાનો દર ૧૬.૫૩% રહ્યો હતો.[૧] ભાવનગરનો સ્ત્રી પુરુષ દર ૯૩૧ છે અને સાક્ષરતા દર ૭૬.૮૪% છે.[૧] ભાવનગર જિલ્લામાં ૭૮૩ વસ્તી ધરાવતા ગામ અને ૧૦ વસ્તી ન ધરાવતા ગામ આવેલા છે[૭]. ભાવનગર જિલ્લો ગુજરાતના કુલ વિસ્તારના ૫.૧૧ ટકા વિસ્તારમાં ફેલાયેલો છે. અને જિલ્લાની વસતી ઘનતા દર ચોરસ કિમિ દીઠ ૨૮૭ માણસો છે[૭].

પરિવહનફેરફાર કરો

ભાવનગર શહેરમાં ભાવનગર હવાઇ મથક આવેલું છે, જ્યારેભાવનગર જૂના બંદરભાવનગર નવા બંદરઘોઘા અને સરતાનપર ભાવનગર જિલ્લામાં આવેલા બંદર છે. જેમાં હાલમાં ભાવનગર જૂના બંદર પર માલવહનનું કાર્ય બંધ છે

કૃષ્ણકુમારસિંહ ગોહીલ

ભાવનગર રજવાડાના મહારાજા
ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહ નો જન્મ૧૯ મે૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા[૧][૨].
કૃષ્ણકુમારસિંહ ગોહીલ
Victoria-park-bhavnagar11-Maharaja-krishanakumarsinhji-painting.jpg
માતાનંદકુંવરબા
પિતાભાવસિંહજી દ્વિતીય
જન્મની વિગત19 May 1912 Edit this on Wikidata
મૃત્યુની વિગત2 April 1965 Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી, રાજવી&Nbsp;edit this on wikidata
પુરસ્કારકેસીએસઆઈ Edit this on Wikidata

શરુઆતનું જીવનફેરફાર કરો

કૃષ્ણકુમારસિંહનો જન્મ ૧૯ મે ૧૯૧૨ના રોજ ભાવનગરમાંથયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) (૧૮૭૫-૧૯૧૯, શા. ૧૮૯૬-૧૯૧૯)ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા. કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી.

રાજગાદીફેરફાર કરો

ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને ભાવનગર રાજ્યની "ધારાસભા" ની રચના વગેરે આગળ ધપાવ્યા. પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા. છતાં તેઓ હંમેશા "ભારતની સ્વતંત્રતા" માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા(સંદર્ભ આપો).

અંગત જીવનફેરફાર કરો

બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહની મુલાકાત યોજાઈ, જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા. પ્રભાશંકર પટ્ટણીના સાનિઘ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા. રાજકોટનીરાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો. ઈ.સ. ૧૯૩૧માં કૃષ્ણકુમારસિંહ પુખ્ત વયનાં થતાં રાજ્ય વહીવટની ઘૂરા સંભાળી લીધી. તે જ વરસે ગોંડલના યુવરાજ ભોજરાજનાં પુત્રી વિજયાબા સાથે તેમનાં લગ્ન લેવાણાં. ઈ.સ. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહના લગ્ન ગોંડલનાં મહારાજા ભોજિરાજસિંહના પુત્રી અને મહારાજા ભગવતસિંહજીના પૌત્રી વિજયાબાકુંવરબા સાથે થયા. આ લગ્નથી એમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળીને પાંચ સંતાનો થયા.

જીવનનાં પાછલા વર્ષોમાંફેરફાર કરો

ઇ.સ. ૧૯૪૮માં કૃષ્ણકુમારસિંહ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું. એજ વર્ષે એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા. ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ. ૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે ૫૨ વર્ષની ઊંમરે અને ૪૬ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયુ.
ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, આ અંગેનું વિધેયક મંગળવારે ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૧૨માં સર્વાનુમતે પસાર થયું હતું. જેને લીધે ભાવનગર યુનિવર્સિટી અધિનિયમ પણ હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી અધિનિયમ તરીકે ઓળખાય છે. ઉલ્લેખનીય છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહએ કરેલા અભુતપૂર્વ(સંદર્ભ આપો) ધાર્મિક-સાહિત્યિક-શૈક્ષણિક-સામાજિક પ્રદાન બદલ તેઓને માનાંજલી અર્પવા માટે આ યુનિવર્સિટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ દ્વારા આ નામાભિધાન અંગેનો ઠરાવ કર્યો હતો. તેના અનુસંધાનમાં આ વિધેયક છેક ૨૦૧૨માં વિધાનસભામાં રજૂ થયું હતું અને સર્વાનુમતે પસાર થયું.

લોકચાહનાફેરફાર કરો

મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા. તેઓના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતઃસ્મરણીય એવું બિરૂદ લગાડવામાં આવે છે. ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે.
હિન્દુસ્તાનને આઝાદી બાદ અખંડ રાષ્ટ્ર તરીકે જોવાના સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સૌ પ્રથમ સાકાર કરવામાં ભાવનગરના પ્રાત: સ્મરણિય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અપ્રતિમ યોગદાન આપ્યું. તેઓએ ૧૫મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ પોતાની સઘળી સંપત્તિ સાથે ભાવનગર રાજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણે ધરણી દઈ પ્રથમ પુનિત આહૂતિ આપી.
તો આઝાદી બાદ ઈ.સ. ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો. બાળપણમાં જ માતાપિતા ગુમાવી ચૂકેલા મહારાજા એકાંતપ્રિય અને વિચારશીલ બન્યા હતા. કુશળ રાજનીતિજ્ઞ, અભ્યાસી અને દૂરંદેશી ધરાવનાર પ્રભાશંકર પટ્ટણી દ્વારા તેમનું ઘડતર થયું હતું. વિશાળ વાચન, સરળ જીવન, કુદરતપ્રેમ અને સ્વતંત્ર દષ્ટિના કારણે ભારતના બદલાઈ રહેલા ઇતિહાસનાં પગરણ તેઓ પિછાની શક્યા. આવી દૂરંદેશી અને વાસ્તવની સમજ બહુ ઓછા રાજવીઓમાં હતી. આથી સૌરાષ્ટ્રના રાજવીઓમાં તો તેમનું વ્યક્તિત્વ અનેક રીતે જુદું પડતું હતું.

આઝાદી વખતેફેરફાર કરો

સૌરાષ્ટ્રનાં ૨૨૨ રજવાડાંઓમાં કે દેશભરમાં પણ ગાંધીજીને અને દેશકાળને સમજીને ઇતિહાસનાં પરિવર્તનોને પારખનારા રાજવીઓ ઓછા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી તેમાં અપવાદરૂપ હતા. દેશને સ્વતંત્રતા મળી ગઈ, પાકિસ્તાન જુદું પડી ગયું, પણ દેશી રાજ્યોનો પ્રશ્ન હજી ઉકેલાયો નહોતો. કેટલાયે રાજવીઓ સ્વતંત્ર બની સત્તા ટકાવી રાખવાનાં સપનાં સેવી રહ્યા હતા. કાયદે આઝમ ઝીણા અને તેમના સાથીદારો પાકિસ્તાનમાં જોડાઈ જવા રાજવીઓને લલચાવી રહ્યા હતા. કૃષ્ણકુમારસિંહજીને રાજવીઓનાં જૂથોમાં જોડાવાનો આગ્રહ થતો હતો. પણ તેમણે પ્રજાને જવાબદાર તંત્ર આપવાની વિચારણા શરૂ કરી હતી. ડિસેમ્બર, ૧૯૪૭માં તેમણે નિર્ણય કરી લીધો. દીવાન અનંતરાય પટ્ટણી હાજર નહોતા. બળવંતરાય મહેતા પણ દિલ્હી ગયા હતા. તેમણે બીજા રાજકીય અગ્રણી જગુભાઈ પરીખને બોલાવીને જણાવ્યું કે પોતે ભાવનગરની પ્રજાને જવાબદાર રાજતંત્ર આપી દેવાનો નિર્ણય કરી લીધો છે. જગુભાઈએ તેમનો નિર્ણય આવકારીને આનંદ વ્યક્ત કર્યો તથા દિલ્હી જઈ સરદારસાહેબને મળવા અભિપ્રાય આપ્યો. મહારાજાએ તેમનો અભિપ્રાય સાંભળી લીધો.
તે પછી તેમણે જાતે નિર્ણય કર્યો કે દિલ્હી જઈ ગાંધીજીને મળવું. તેમણે ગઢડાથી શેઠ મોહનલાલ મોતીચંદને બોલાવ્યા. તેમને કામ સોંપ્યું કે દિલ્હી જઈ ગાંધીજી સાથેની પોતાની મુલાકાતની વિગતો નક્કી કરી આવે. ગાંધીજીએ આપેલી તારીખ પ્રમાણે મહારાજા ૧૭ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ રાત્રે ૧૧ વાગ્યે મળવા ગયા. મનુબહેન ગાંધીએ ‘દિલ્હીમાં ગાંધીજી’ ભા.૧ માં મહારાજાની ગાંધીજી સાથેની મુલાકાતનું વર્ણન આપ્યું છે. સમય નજીક જણાતાં ગાંધીજીએ મનુબહેનને બહાર કાર સામે જઈ મહારાજાને માનપૂર્વક લઈ આવવા જણાવ્યું. જ્યારે મહારાજા તેમના ખંડમાં પ્રવેશ્યા ત્યારે તેઓ પોતાના હાથમાં મધ અને લીંબુ સાથેના પાણીનો પ્યાલો હતો તે મનુબહેનના હાથમાં સોંપી ઊભા થઈ ગયા. અને મહારાજાને સ્વાગતમાં નમસ્કાર કર્યા. દીવાન અનંતરાય પટ્ટણી સાથે હતા, પણ મહારાજાએ ગાંધીજીને એકલા જ મળીને વાતચીત કરી હતી. મહારાજાએ ગાંધીજીને નમ્રતાપૂર્વક જણાવ્યું કે મારું રાજ્ય હું આપનાં ચરણોમાં સોંપી દઉં છું. મારું સાલિયાણું, ખાનગી મિલકતો વગેરે અંગે આપ જે નિર્ણય કરશો તે જ હું સ્વીકારીશ. આપની આજ્ઞા પ્રમાણે જ બધું કરીશ. ગાંધીજી મહારાજાની આવી ઉદાર અને ઉમદા રજૂઆતથી ખૂબ રાજી થયા. છતાં પૂછ્યું, ‘આપનાં રાણીસાહેબ અને ભાઈઓને પૂછ્યું છે ?’ મહારાજાનો જવાબ હતો કે મારા નિર્ણયમાં તેમનો અભિપ્રાય પણ આવી જાય છે. ગાંધીજીએ આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલને મળી વિગતે વાત કરવા જણાવ્યું.
મહારાજા દિલ્હી રોકાયા હતા અને સરદારસાહેબ, જવાહરલાલ નહેરુ, લોર્ડ માઉન્ટબેટન વગેરે સૌ પદાધિકારીઓને મળ્યા હતા. ફરી ગાંધીજીને મળવા જતા હતા ત્યારે અન્ય આવેલા રાજવીઓને કહેતા કે તમે પૂછતા હતાને કે અમારે હવે શી રીતે વરતવું ? તો તમે ભાવનગરના આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ઉદાહરણ લો અને તેમણે જે રસ્તો લીધો તેવો તમે પણ લો તેવી મારી ભલામણ છે. મનુબહેને પાછળથી ગાંધીજીને પૂછેલું : ‘બાપુ, આપની પાસે તો વાઈસરોય જેવા ઘણા મોટા લોકો આવે છે. પણ આપ ક્યારેય ઊભા થતા નથી અને કાર સામે જવાનું કહેતા નથી. તો આ મહારાજા તેમાં અપવાદ કેમ ?’ ગાંધીજીએ કહ્યું : ‘મનુ, તું જાણે છે ના કે હું ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યો છું. એટલે એક વખતનો પ્રજાજન કહેવાઉં. તે મહારાજા છે. એટલે મારે તેમને માન આપવું જોઈએ.’ આવા મહાન હતા ભાવનગરના મહારાજા અને ખરા અર્થમાં પ્રજાહદૃયસમ્રાટ મહારાજા કૃષ્ણકુમારસિંહજી.

ખિતાબફેરફાર કરો

ક્રમસમયગાળોવર્ણન
૧૯૧૨-૧૯૧૯મહારાજા કુમાર શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ ગોહિલ, ભાવનગરના યુવરાજ સાહેબ
૧૯૧૯-૧૯૩૭હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા
૧૯૩૭-૧૯૩૮લેફ્ટનંટ હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા
૧૯૩૮-૧૯૪૩લેફ્ટનંટ હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા, કે.સી,એસ.આઇ.
૧૯૪૩-૧૯૪૫કેપ્ટન હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા, કે.સી,એસ.આઇ.
૧૯૪૫-૧૯૪૬લેફ્ટનંટ-કર્નલ હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા, કે.સી,એસ.આઇ.
૧૯૪૬-૧૯૪૮કર્નલ હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા, કે.સી,એસ.આઇ.
૧૯૪૮-૧૯૬૫કમાંડર હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા, કે.સી,એસ.આઇ.

સન્માનફેરફાર કરો

ક્રમસમયગાળોવર્ણન
૧૯૩૫કીંગ જ્યોર્જ ૪ રજત જયંતિ ચંદ્રક
૧૯૩૭કીંગ જ્યોર્જ ૫ કોરોનેશન ચંદ્રક
૧૯૩૮કે. સી. એસ્. આઇ. (Knight Commander of the Order of the Star of India)
૧૯૩૯-૧૯૪૫યુદ્ધ માટેનો ચંદ્રક
૧૯૪૫રક્ષણ માટેનો ચંદ્રક
૧૯૪૭ભારતની આઝાદી માટેનો ચંદ્રક
૨૦૧૨ગુજરાત વિધાનસભાએ વિધેયક પસાર કરીને ભાવનગર યુની. નું નામાભિધાન મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુની. કર્યુ

પ્રભાશંકર પટ્ટણી

પ્રભાશંકર પટ્ટણી ભાવનગર રાજ્યના દિવાન હતા. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ માટે ઓળખાતા હતા. બ્રિટીશરાજથી છાનાં તેમણે પ્રખર ક્રાંતિકાર પૃથ્વીસિંહ આઝાદને ૧૨ વર્ષ સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો. તેઓ લોકશાહીના સમર્થક હતા. ૧૯૨૪માં તેમણે પ્રથમસાવરકુંડલા મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તે મુજબ વહિવટી વ્યવસ્થા રાજ્યભરમાં સ્થાપવા કાયદો કર્યો હતો.[૧]
પ્રભાશંકર પટ્ટણી
Prabhashankar Pattani Portrait - 1.jpg
પ્રભાશંકર પટ્ટણી, ૧૯૨૩ (ચિત્ર: National Portrait Gallery, London)
જન્મની વિગત૧૫ એપ્રિલ ૧૮૬૨
મોરબી
મૃત્યુની વિગત૧૬ ફેબ્રુઆરી ૧૯૩૮
વ્યવસાયભાવનગર રાજ્યના દિવાન (૧૯૦૩થી ૧૯૩૮)
ખિતાબસર
જીવનસાથીકુંકી, રમા

અભ્યાસ અને અંગત જીવનફેરફાર કરો

તેમનો જન્મ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં, ૧૮૬૨માં,મોરબી ખાતે થયો હતો. ગુજરાતી સાત ચોપડી પુરી કરી તે મેટ્રિક કરવા રાજકોટ ગયા. સમસ્ત કાઠિયાવાડમાં પહેલે નંબરે ઉત્તિર્ણ થયા(સંદર્ભ આપો). ૧૮૭૮માં તેમના પ્રથમ લગ્ન પ્રસિધ્ધ વૈદ્યરાજ ઝંડુ ભટજીના પૈસાદાર પરિવારની પુત્રી કુંકી સાથે થયું હતું. એકવાર કોઈક સાસરિયાએ તેમના કુટુંબની મધ્યમ સ્થિતી વિષે ટીકા કરી(સંદર્ભ આપો). પોતે સ્વમાની પુરુષ હતા અટલે પોતાની અટક ભટ્ટમાંથી પટ્ટણી બદલી નાખી(સંદર્ભ આપો). પત્નિ કુંકીનું અકાળે મૃત્યુ થતાં ફરી તેજ પરિવારની કન્યા રમા સાથે ૧૮૮૧માં લગ્ન થયા.

ભાવનગર રાજનું દિવાન પદફેરફાર કરો

મેટ્રિકમાં ઉત્તિર્ણ થઈ પ્રભાશંકર મુંબઈ મેડિકલ કોલેજમાં દાખલ થયા. ત્યાં તબિયત લથડતાં મેડિકલ અભ્યાસ પડતો મુકી ૧૮૮૬માં માણાવદર પાછાં ફર્યા. એક-બે શાળાના શિક્ષકની નોકરી કરી તેમણે રાજકુમાર કોલેજમાં શિક્ષક્ની નોકરી સ્વિકારી. આ કાળ દરમ્યાન, કવિ કાન્તબ.ક.ઠાકોરજેવા રસિક મિત્રો અને ભવિષ્યના સાક્ષરો સાથેના વિદ્યાવ્યાસંગથી પોતે પણ સિધ્ધહસ્ત લેખક અને કવિ બન્યા. તે સમયે ત્યાં ભાવનગરના મહારાજકુમાર ભાવસિંહજી પણ વિદ્યાર્થી હતા. પ્રભાશંકરને તેમના શિક્ષક તેમજ ટ્યુટર તરીકે નિમવામાં આવ્યાં. આગળ જતાં તે સમયના દિવાન વિઠ્ઠલદાસ મહેતાએ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યું. ૧૯૦૩માં મહારાજાએ પ્રભાશંકરની જ દિવાનપદે વરણી કરી. ત્યારથી ૧૯૩૮ સુધી તે ભાવનગર રાજ્યના દિવાનપદ પર રહ્યા.

સરનું બિરૂદફેરફાર કરો

આ દરમિયાન, ૧૯૧૨માં બ્રિટીશ રાજ્યના ખાસ આગ્રહથી તેમણે  મુંબઇ ગવર્નરની એક્ઝિક્યુટીવ કાઉન્સીલનું સભ્યપદ સ્વિકાર્યુ, ગોળમેજી પરિષદમાં જઈ આવ્યા, સાથે ગાંધીજીનેપણ આમંત્ર્યા. સરકારે તેમને સર નો ખિતાબ આપીને તેમની સુંદર સેવાઓ માટે બહુમાન કર્યું.

મહારાજ કૃષ્ણકુમારસિંહજી સાથેફેરફાર કરો

૧૯૧૯માં ભાવસિંહજીનુ મૃત્યુ થયું તે પહેલાં મહારાજાએ મિત્ર પ્રભાશંકરને તેમના સગીર વારસદારકૃષ્ણકુમારસિંહજીના ઉછેર અને તાલિમની જવાબદારી આપી ગયા હતાં. કૃષ્ણકુમારસિંહજીનો ૧૯૩૧માં રાજ્યાભિષેક થયો ત્યાં સુધી પોતાની ફરજ બજાવી. ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ સંમેલનમાં જતાં ટ્રેનમાં તેમનું અવસાન થયું.[૧]

અવતરણોફેરફાર કરો

"ચારિત્ર્ય એટલે શું ? તો કે માણસ અંધારામાં રહીને જે કરે છે તે. એટલે કે અંધારામાં એકલા હોઈએ, કોઈ દેખે નહિ અને સામે સૌંદર્ય કે રત્નના ભંડાર આપણી માલિકીના ન હોય તેવા પડેલા હોય, છતાં તે લેવા હાથ લાંબો ન થાય કે મન ચંચળ ન થાય અને હલકું કામ ન કરે તેનું નામ ચારિત્ર્ય. ચારિત્ર્ય વગરનું વાચન તે મારે મન તો કોથળામાં રાખેલાં રત્ન જેવું-કિંમત વગરનું છે. વર્તન જાણવા માટે મિત્રો કોણ એમ પૂછવામાં આવે છે; પણ હું તો મિત્રો કરતાં તે ક્યાં પુસ્તકો વાંચે છે તે જાણું તો તુરત જ કહી દઉં કે આ ભાઈ આ સ્વભાવના કે આવા વર્તનવાળા છે. જે જાતનાં પુસ્તક વાંચે તે ઉપરથી તે માણસનું ચારિત્ર્ય કેવું છે તે ચોક્કસ કહી શકાય. તેથી જે પુસ્તકો ચારિત્ર્ય સુધારે નહિ, ઉપયોગી જ્ઞાન આપે નહિ તેવાં પુસ્તકો પુસ્તકાલયમાં નહિ જોઈએ. દરેક યુવક પુસ્તક વાંચે અને તેનો મંત્ર વા નિચોડ શોધી તે ચારિત્ર્યમાં ધારણ કરે તેનું નામ ખરું વાચન અને તે ઉદ્દેશ સફળ કરી શકે તેવી સંસ્થા હોય તે જ ખરું પુસ્તકાલય."
 રવિશંકર રાવળ (૧૮૯૨-૧૯૭૭) ગુજરાતના ચિત્રકાર, શિક્ષર, કલા વિવેચક, પત્રકાર અને નિંબધકાર હતા. તેમણે ૧૯૨૧ સુધી (પ્રકાશન બંધ થયું ત્યાં સુધી) વીસમી સદી સામયિકમાં કામ કર્યું હતું અને સાહિત્યિક સામયિક કુમારની સ્થાપના કરી હતી.
રવિશંકર રાવળ
Ravrav3.jpg
જન્મની વિગત1 August 1892 Edit this on Wikidata
ભાવનગર Edit this on Wikidata
મૃત્યુની વિગત9 December 1977 Edit this on Wikidata
અમદાવાદ Edit this on Wikidata
અભ્યાસનું સ્થળસર જમશેદજી જીજીભોય સ્કુલ ઓફ આર્ટ્સ Edit this on Wikidata
વ્યવસાયચિત્રકાર, પત્રકાર&Nbsp;edit this on wikidata
પુરસ્કારરણજિતરામ સુવર્ણચંદ્રક, પદ્મશ્રી (કળા માટે) Edit this on Wikidata
વીસમી સદીના મધ્યાંતે જ્યારે ગુજરાતમાં ચિત્રકારની જાણ માત્ર દુકાનોના પાટિયા લખતા ચિતારા તરીકે હતી ત્યારે કલાનુ પુન:પ્રતિષ્ઠાન કરવાનું માન રવિશંકર રાવળને (મિત્રો અને સબંધીઓના રવિભાઈ) ફાળે જાય છે. ચોવીસ વર્ષની વયે તેમને જે. જે. સ્કુલ ઑફ આર્ટ્સનો મેયો ચંદ્રક પ્રદાન થયો, ૧૯૩૦માં સાહિત્યકારોએ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રકઅર્પ્યો, ઇ. સ. ૧૯૩૩માં કવિસમ્રાટ બ.ક.ઠાકોરે ચિત્રકલાને કવિતાની માજણી બેનડી કહી, ઇ. સ. ૧૯૩૬માં ગાંધીજીએકહ્યું, "મારી છાતી તેમના ચિત્રો જોઈ ઊછળી", આગળ જતાંકાકા કાલેલકરે તેમને ગુજરાતના કલાગુરુના સ્થાને બિરદાવ્યા અને ભારત સરકારે તેમનું પદ્મશ્રીથી બહુમાન કર્યું.
ઇ. સ. ૧૭૨૩ માં ભાવનગરના તોરણ બંધાયા ત્યારથી વસેલા ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો. આપમેળે આગળ વધેલા પિતા રાવ સાહેબ મહાશંકર રાવળ સૌરાષ્ટ્રનીએક માત્ર બેંક “ભાવનગર દરબાર બેંક”ના પ્રણેતા હતા, તેમને કલાના સ્રોત રવિભાઈને તેમના બા (માતાજી) માણેકબા પાસેથી મળ્યાં. ઇ. સ. ૧૯૦૯માં તેમના લગ્ન શિવશંકર ત્રવાડીના પુત્રી રમાબેન સાથે થયા. "વીસમી સદી"ના અધિષ્ઠાતા હાજીમહમદ અલારખિયા શિવજી પાસેથી તેમને મૈત્રી અને કલાના પુનરુત્થાનની પ્રેરણા મળ્યાં. રવિભાઈએ એક સિદ્ધહસ્ત ચિત્રકાર, કલામિમાંસક, કલાશિક્ષક, પત્રકાર અને વિચારક તરીકે ગુજરાતને નીચેનો વારસો આપ્યો.
૧. "કુમાર" માસિક
૨. કનુ દેસાઈ, રસિકલાલ પરીખ, સોમાલાલ શાહ, છગંનલાલ જાદવ, સી નરેન વગેરે તેમના હાથ નીચે કલાનું શિક્ષણ પામેલા, મશહૂર બનેલા ચિત્રકારો.
૩. તેમના કલાચિત્રોનો સંગ્રહ
૪. ફોટોગ્રાફી અને છાપકામ કલાની શરૂઆત

ઉપલબ્ધિઓફેરફાર કરો


રવિશંકર કલા ભવન, અમદાવાદ ખાતે રવિશંકર રાવળનું બાવલું.
રવિશંકર રાવળે 'કુમાર' ઉપરાંત અન્ય સામાયિકોમાં કલા વિશેના અનેક લેખો લખ્યા હતા. આ ઉપરાંત કલા વિશે સ્વતંત્ર પુસ્તકો પણ લખ્યાં છે. જેમાં 'અજંતાના કાલમંડપો', 'કલાચિંતન', 'કલાકારની સંસ્કારયાત્રા' અને 'આત્મકથાનક' જેવાં પુસ્તકોનો સમાવેશ થાય છે.
તેઓએ અમદાવાદમાં 'ગુજરાત કલાસંઘ'ની સ્થાપના કરી હતી. તેઓએ 'ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી'ના વાઇસ ચેરમેનના પદને શોભાવ્યું હતું. કલાક્ષેત્રના ધુરંધર એવા રવિશંકરજીને ઇ. સ. ૧૯૩૦ના વર્ષમાં સાહિત્યક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર 'રણજિતરામ સુવર્ણચંદ્રક' એનાયત કરવામાં આવ્યો હતો. ઇ.સ. ૧૯૬૬ના વર્ષમાં શ્રી રવિશંકર રાવળને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
બાળકો માટેના સામાયિક 'ચાંદાપોળી', પ્રસિધ્ધ પુસ્તકો 'કૈલાસમાં રાત્રિ', 'હેમચંદ્રાચાર્ય', 'અખો' તેમ જ 'કનૈયાલાલ મુનશીની પાત્રસૃષ્ટિ'ના ચિત્રો કલાગુરુ રવિશંકર રાવળની ચિત્રકલાના નોંધપાત્ર નમૂનાઓ છે.

સવિશેષ પરિચયફેરફાર કરો

આત્મકથાલેખક, પ્રવાસલેખક. જન્મ ભાવનગરમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. ૧૯૧૦માં મૅટ્રિક. મુંબઈની આર્ટ સોસાયટીમાં પાંચ વર્ષના ચિત્રકલાના અભ્યાસમાં ઉત્તીર્ણ થતાં ૧૯૧૬માં મેયો મૅડલ. હાજી મોહમ્મદ અલારખિયાના સંપર્કથી પ્રેરાઈને ૧૯૨૪માં અમદાવાદમાં ‘કુમાર’ કાર્યાલયની સ્થાપના અને તેનું સંચાલન. સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, વડોદરામાં માનાર્હ કલા-અધ્યાપક. કલાપ્રવૃત્તિ માટે ગુજરાત વિદ્યાસભા દ્વારા ૧૯૩૦ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૫માં ભારત સરકારનો પદ્મશ્રી ખિતાબ. ૧૯૭૦માં લલિતકલા અકાદમીના ફેલો. અમદાવાદમાં અવસાન.
જાપાન અને ઉત્તરભારત તથા કુલુમનાલીની કલાયાત્રાનું વર્ણન કરતું ‘કલાકારની સંસારયાત્રા’ (૧૯૪૭) તથા વિયેના અને મોસ્કોની વિશ્વશાંતિ પરિષદ નિમિત્તે કરેલી વિદેશયાત્રાના અનુભવો નિરૂપતું ‘મેં દીઠાં નવાં માનવી’ (૧૯૫૬) એમનાં પ્રવાસપુસ્તકો છે. ગુજરાતી કલા અને સંસ્કૃતિની વિકાસરેખા નિરૂપતી એમની આત્મકથા ‘આત્મકથાનક’ (૧૯૬૭) પણ નોંધપાત્ર છે.
એમણે અવનીન્દ્રનાથ, જમનબાબુ, બુરાકામી અને કાર્ટૂનિસ્ટ શંકર જેવા કલાવિદો વિશેના ચરિત્રલેખોનો સંગ્રહ ‘કલાકારની કલમે’ (૧૯૫૬) અને ‘ભારતની સંસ્કૃતિના પૂજક જેમ્સ કઝીન્સ’ (૧૯૫૯) જેવાં પુસ્તકો આપ્યાં છે. ઉપરાંત એમણે અજંતાની શિલ્પચિત્રસમૃદ્ધિનું નિરૂપણ કરતું, રંગીન ચિત્રોથી યુક્ત પુસ્તક ‘અજંતાના કલામંડપો’ (૧૯૩૬) ઉપરાંત કલાનું સ્વરૂપ, તેનું મહત્વ અને મૂલ્ય સમજાવતાં કલાવિષયક લખાણો અને ભાષણોનો સંગ્રહ ‘કલાચિંતન’ (૧૯૪૭) તેમ જ ‘સોળ સુંદર ચિત્રો’ (૧૯૨૫) જેવાં કલાવિવેચનો પણ આપ્યાં છે.
ગુજરાતી સાહિત્ય પરિષદના કરાંચીમાં મળેલા અધિવેશનમાં કલા વિભાગના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન ‘ચિત્રસૃષ્ટિ’ (૧૯૩૭), મુનશી ષષ્ઠિપૂર્તિ નિમિત્તે દોરેલાં તેમની કથાસૃષ્ટિનાં પાત્રોનાં કાલ્પનિક રંગીન ચિત્રો ‘ક. મા. મુનશીની પાત્રસૃષ્ટિ’ (૧૯૫૩), ચરોતર ચિત્રશિક્ષક સંઘ અયોજિત વિદ્યાર્થી ચિત્રપ્રદર્શનના ઉદઘાટન નિમિત્તે કરેલ પ્રવચન ‘ચિત્રશિક્ષા’ (૧૯૩૯) વગેરે એમનું તદ્વિષયક પ્રકીર્ણ પ્રદાન છે.👟

અલંગ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
અલંગ (અક્ષાંશ-રેખાંશ વિકિડેટા પ્રમાણે: 21°24'43"N, 72°12'10"E) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાંતેમ જ અરબ સાગરમાં આવેલા ખંભાતના અખાતમાં દરિયાકિનારે આવેલું નગર છે.
અલંગ
—  ગામ  —
અલંગનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ21°23′57″N 72°10′24″E / 21.399137°N 72.173352°E
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોભાવનગર
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)

અલંગના કાંઠે ભાંગવા માટે લાંગરેલા જહાજો, સેટેલાઈટ તસ્વીર, ૨૦૧૭

અલંગ ખાતે ભાંગવામાં આવી રહેલું જહાજ

જહાજવાડોફેરફાર કરો

આ ગામનો જહાજવાડો વર્તમાન સમયમાં વિશ્વભરમાં જહાજ તોડવાના સ્થળ તરીકે જાણીતો થયેલ છે. અંગ્રેજીભાષામાં અલંગને શીપીંગ બ્રેક યાર્ડ કહેવામાં આવે છે. એશીયા નું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ અહિંયા છે, જ્યાં દરેક જાતનાં નાનાં-મોટાં જહાજો (ટેન્કર, મુસાફરવાહક, માલવાહક વગેરે) ભાંગીને દરેક ભાગ અલગ કરવામાં આવે છે.
જહાજને તોડી નાખવાથી મળતા લોખંડ, કાંચ, પ્લાસ્ટિક,એલ્યુમિનિયમ, લાકડાંનું રાચરચીલું તેમ જ અન્ય વસ્તુઓને લગતા વેપારધંધા તેમજ ઉદ્યોગો પણ અહીં વિકાસ પામ્યા છે.

આંકડાકીય માહિતીફેરફાર કરો

જહાજ ભાંગવાના ઉદ્યોગમાં ૨૦૧૪ થી સતત ત્રણ વરસ નબળા ગયા હોવાનો અહેવાલ વર્તમાનપત્રમાં પ્રકાશિત થયા છે[૧]. એ જ અહેવાલમાં હાલનું વરસ તેજીનું છે એવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

રાષ્ટ્રીય ઉદ્યાન
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલ ભાવનગર જિલ્લાનાવલ્લભીપુર તાલુકાના વેળાવદર ગામની પાસે આવેલું છે.
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન)
Antilope cervicapra from velavadar.JPG
નર કાળિયાર હરણ
Map showing the location of કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
Map showing the location of કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
સ્થળભાવનગર જિલ્લોગુજરાત,ભારત
નજીકનું શહેરભાવનગર
અક્ષાંશ-રેખાંશ22°02′N 72°03′E / 22.033°N 72.050°E
વિસ્તાર[convert: invalid number]
સ્થાપિત૧૯૭૬
નિયામક સંસ્થાForest Department of Gujarat

વિગતફેરફાર કરો

ઇ. સ. ૧૯૭૬ના વર્ષમાં સ્થાપિત આ ઉદ્યાન સૌરાષ્ટ્ર પ્રદેશના ભાલ ક્ષેત્રમાં આવેલ છે. આ ભાલ વિસ્તારમાં આવેલાં ઘાસનાં મેદાનો કાળિયારને ખુબ જ માફક આવે છે. આ ઉદ્યાન જિલ્લા મુખ્ય મથક ભાવનગર શહેરથી ૪૫ કિમી દૂર છે. ખંભાતના અખાતને કિનારે આવેલ આ ક્ષેત્ર ૩૪.૦૮ ચો કિમી જેટલું મોટું છે. આ સ્થળ પહેલાં ભાવનગરના રજવાડાની "વીડી"(ઘાસ ભૂમિ) હતી. આ ઉદ્યાન ઉત્તર તરફ ખેતરો અથવા વગડાઉ જમીન આવેલ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનને 4B ગુજરાત - રજવાડાનું ઉપ-શુષ્ક જીવ-ભૌગોલિક જૈવિક ક્ષેત્ર તરીકે વર્ગીકૃત કરાયું છે
સપાટ જમીન, સુકાયેલું ઘાસ અને કાળિયારના ઝૂંડ હમેંશાથી પ્રવાસીઓને આ ઉદ્યાન તરફ આકર્ષિત કરતાં રહ્યાં છે જેમાં અનોખી ઘાસભૂમિ પારિસ્થિકી છે જેના પર કાળિયાર વરુ અને ઘોરાડ (બસ્ટર્ડ પક્ષી)ના સંવર્ધનનું કાર્ય સફળતા પૂર્વક ચાલી રહ્યું છે. સંપૂર્ણ રીતે ભારતીય પ્રજાતિ હોય એવા ઘોરાડ પક્ષીઓ જે એક સમયે સંપૂર્ણ ભારત ઉપ મહાદ્વીપમાં જોડવા મળતા હતાં, તેમની વસતિ હાલના દાયકમાં સમગ્ર ભારતમાં ઘટતી ચાલી છે. આજે, આ પક્ષીઓનો સૌથી મોટું સમૂહ આ ઉદ્યાનમાં રહે છે.

ભૂગોળફેરફાર કરો


વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનનો નક્શો
જુલાઈ ૧૯૭૬માં જ્યારે આ ઉદ્યાનની સ્થાપના કરવામાં આવી ત્યારે આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર માત્ર ૧૭.૮૮ ચો.કિમી જેટલો હતો. સમયાંતરે ૧૯૮૦માં વધારાના ૧૬.૨૨ ચો.કિમી ક્ષેત્રને તેમાં ઉમેરવામાં આવ્યું. જેથી તેનું કુલ ક્ષેત્રફળ ૩૪.૦૮ ચો.કિમી. થયું.
આ ઉદ્યાનનો દક્ષિણ ભાગ સમુદ્રની ભરતીના છાયા ક્ષેત્રમાં આવે છે. જે ભરતી સમયે જળમગ્ન થઈ જાય છે. જોકે આનું અર્ધ શુષ્ક વાતાવરણ, ભરતીની આવક-જાવક, વરસાદના સમયે જમીનનું પાણીમાં ગરકાવ થવું, એ આ ઉદ્યનનિવાસી પ્રાણીઓને પ્રાકૃતિક આવાસ પુરું પાડે છે.
અંતરીક્ષાવલોકન - (રીમોટ સેંસીંગ)- ભૂસ્તર શાસ્ત્રના પ્રાકૃતિક નિવાસના અભ્યાસ દ્વારા આ ક્ષેત્રને નીચે મુજબ વર્ગીકૃત કરાય છેઃ
  • ૭.૫૭ ચો.કિમી - ગીચ ઘાસભૂમિ અને ૯.૯૧ ચો કિમી છૂટીછવાઈ ઘાસભૂમિ
  • ૫.૦૫ ચો.કિમી - ગાંડા બાવળથી આચ્છાદિત ઝાંખરભૂમિ
  • ખારોપટ - ૫.૧૩ ચો.કિમી.
  • ભરતી/ઓટના કળણવાળા વિસ્તારો ૫.૦૮ ચો.કિમી.

વન્યજીવનફેરફાર કરો

આ ઉદ્યાનની પ્રાણી સૃષ્ટિમાં ખાસ કરીને કાળિયાર, વરુ, લોમડી, શિયાળ, સસલા, જંગલી બિલાડી મુખ્ય પ્રાણીઓ છે. અન્ય પ્રજાતિઓમાં ઘોરાડ, હુબારા, જંગલી ડુક્કર અને મૂષક છે. સવાના ક્ષેત્રના કાંટાળા ઝાંખરા પણ અહીં દેખાય છે. અહીં ઇ. સ. ૨૦૦૯ના વર્ષમાં જૂન માસમાં ગણતરી કરાતાં કુલ ૩,૩૨૬ કાળિયારનો વસવાટ હોવાનું માલુમ પડયું હતું.[૧]
ખેચર સૃષ્ટીમાં, ઉજળી ઢોંક અથવા સફેદ ઢોંક, ખડમોર, તેતર અને ચંડોળ (ચંડુલ) અહીં મોટી સંખ્યામાં દેખાય છે. પટ્ટાઇ (હેરીઅર) વિષેના બ્રિટિશ નિષ્ણાત રોજર ક્લાર્ક અનુસાર અહીં શીયાળા દરમ્યાન રાતવાસા માટે એકઠા થતા હેરિયર જાતિનાં શીકારી પક્ષીની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે. દર વરસે ઠંડા પ્રદેશોમાંથી વિહાર કરીને સમગ્ર દેશમાંથી ફક્તગુજરાતના ભાવનગર જિલ્લાના વેળાવદર અભયારણ્યમાં જ સૌથી વધુ સામૂહિક રાત્રીરોકાણ સાથે મુકામ કરતાં યાયાવર પક્ષી પટ્ટાઇ પક્ષીઓની સંખ્યા અંદાજે ૩૦૦૦ જેટલી હોય છે.

ચિત્રગેલેરીફેરફાર કરો

પ્રવાસી માહિતીફેરફાર કરો

આ ઉદ્યાન આમતો આખું વર્ષ ખુલ્લું હોય છે, ચોમાસા અને શિયાળાની વચ્ચેનો સમય (સામાન્ય રીતે મધ્ય જૂન થી માર્ચ ના અંત સુધીનો સમય) સલાહ યોગ્ય છે. અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય ડિસેમ્બરથી માર્ચ વચ્ચેનો છે કેમકે આ સમય દરમ્યાન ઘણાં સ્થળાંતર કરનારા પક્ષીઓ અહીં આવે છે. જેમકે પટ્ટાઇની ત્રણ પ્રજાતિઓ લેસર ફ્લોરીકન, ગરુડ, સારસ અને અન્ય જળ પક્ષીઓ શિયાળો અહીં ગાળે છે.
ભાવનગર હવાઈમથક દરરોજની હવાઈસેવા દ્વારા મુંબઈના આંતરરાષ્ટ્રીય હવાઈમથક સાથે જોડાયેલ છે. ભાવનગર રેલ્વે સ્ટેશન ૪૫ કિમી દુર છે. વલ્લભી પુર નામનું ઐતિહાસિક શહેર અહીંથી ૧૫ કિમી દૂર છે.
આ ઉદ્યાનમાં સરકારી વન વિભાગ દ્વારા રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે જેમાં અગાઉથી રજા લઈને ભાડેથી રહી શકાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...