મંગળવાર, 7 જુલાઈ, 2015

સમગ્ર ગુજરાત વિશે માહિતી

                               સમગ્ર ગુજરાત વિશે માહિતી

                     
ગુજરાતની વાસ્‍તવિકતા


http://gujaratindia.com/images/india-gujarat.jpg
http://gujaratindia.com/images/area-or.jpg
વિસ્‍તાર
:
,૯૬,૦૨૪ ચોરસ કિ.મી.
http://gujaratindia.com/images/popu-or.jpg
જનસંખ્યા
:
૬૦,૩૮૩,૬૨૮
http://gujaratindia.com/images/capital-or.jpg
રાજધાની
:
ગાંધીનગર
http://gujaratindia.com/images/lit-or.jpg
મુખ્‍ય ભાષા
:
ગુજરાતી

અન્‍ય ભાષા
:
અંગ્રેજી, હિન્‍દી તેમજ અન્‍ય ભારતીય ભાષા
http://gujaratindia.com/images/literacy-or.jpg
સાક્ષરતા દર
:
૭૯.૩૧ %
http://gujaratindia.com/images/rain-or.jpg
સરેરાશ વરસાદ
:
૯૩.૨ સે.મી.
http://gujaratindia.com/images/temp-or.jpg
તાપમાન
:
ઉનાળામાં (માર્ચ થી મે): લઘુતમ ૨૫ ડિગ્રીથી મહત્તમ ૪૫ ડિગ્રી
શિયાળામાં (ફેબ્રુઆરી થી નવેમ્બર):લઘુતમ ૧૫ ડિગ્રીથી મહત્તમ ૩૫ ડિગ્રી


શા માટે ગુજરાત
http://gujaratindia.com/images/spacer.gif
એ રાજ્ય કે જ્યાં
http://gujaratindia.com/images/quote-left.jpgજો તમને ઉચ્‍ચ જીવન જીવવાની ઉત્‍કંઠતા હોય,
જો તમે વિકાસ અને સંવર્ધન પામવા ઇચ્‍છતા હોવ,
જો તમારૂં ધ્‍યેય" વસુધૈવ કુટુંમ્‍બકમ્હોય તો ",
ગુજરાત તમારા માટે જ છે. http://gujaratindia.com/images/quote-right.jpg

વ્‍યૂહાત્‍મક સ્‍થ્‍ળ
દેશના પશ્ચિમી દરિયાકાંઠાથી જોડાયેલું ગુજરાત રાજ્ય જમીની સરહદોથી ઉત્તર તેમજ મધ્‍યમાં ભારતના રાજ્યો સાથે જોડાયેલું.

પરિવર્તનનો જયઘોષ
ગુજરાત રાજ્યના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીના વડપણ હેઠળ રાજ્યમાં પરિવર્તનનું રણશિંગુ ફુંકાયું છે. જેઓ માને છે ગુજરાતને એક ભવિષ્‍ય છે. સ્‍વભાવગત તાકાત અને અમાપ તકો સાથે ગુજરાત રાજ્ય રાષ્‍ટ્રના સર્વોચ્ચ શિખરે પહોંચશે.

ગોરવવંતો માર્ગ આગળ :
ગુજરાત ઉત્‍કૃષ્‍ઠતા અને ઝડપી વિકાસ સાથે પરિવર્તનના ઉચ્‍ચ શિખરો સર કરી રહ્યું છે. સામાન્‍ય માનવીના જીવનધોરણમાં બદલાવ આવી રહ્યો છે.
http://gujaratindia.com/images/jan-shakti.gif
http://gujaratindia.com/images/spacer.gif
જન શક્તિ
શિક્ષણ, આરોગ્‍ય ઉપરાંત અન્‍ય ક્ષેત્રોમાં પ્રજાની શક્તિનો ક્રિયાત્‍મક સહયોગ મેળવવાનો દ્રષ્‍ટિકોણ.



http://gujaratindia.com/images/gyan-shakti.gif
http://gujaratindia.com/images/spacer.gif
જ્ઞાન શક્તિ
જ્ઞાન એ શક્તિ છે, ગુજરાતમાં બહુવિધ શ્રેષ્‍ઠતા અને સ્‍થાપિત પ્રણાલિઓમાં સકારાત્‍મક ફેરફારો સાથે કૂનેહ અને પ્રૌદ્યોગિક વિજ્ઞાનનો વિકાસ અહીં ધ્‍યેય સિદ્ધિ માટે.



http://gujaratindia.com/images/urja-shakti.gif
http://gujaratindia.com/images/spacer.gif
ઊર્જા શક્તિ
ગુજરાતે વીજ-વ્યવસ્‍થાપન માટે સમય માળખું ઊભું કર્યું છે. બ્રોડબેન્‍ડ જોડાણ અને ગ્રામીણ વિકાસ માટે અવિરત વીજ પુરવઠો ઉપલબ્‍ધ બનાવ્‍યો.



http://gujaratindia.com/images/jal-shakti.gif
http://gujaratindia.com/images/spacer.gif
જળ શક્તિ
કુદરતી જળ સંસાધનો દ્વારા વરસાદી જળસ્‍ત્રોત પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી વૈજ્ઞાનિક ઢબે જળ વ્‍યવસ્‍થાપન.



http://gujaratindia.com/images/raksha-shakti.gif
http://gujaratindia.com/images/spacer.gif
રક્ષા શક્તિ
નાગરિકો માટે સલામતી ઉપરાંત વ્‍યક્તિગત, સામાજીક, આર્થિક સલામતી માટે લક્ષ.
 
http://gujaratindia.com/images/spacer.gif
http://gujaratindia.com/images/top-header-left.jpg
સમગ્ર
ગુજરાત વિષે
http://gujaratindia.com/images/about-right.jpg
http://gujaratindia.com/images/spacer.gif

http://gujaratindia.com/images/spacer.gif

ગુજરાતનો ઇતિહાસ

http://gujaratindia.com/images/minister.jpg
http://gujaratindia.com/images/quote-left.jpgગુજરાત-મહાવીરોની ધરતી http://gujaratindia.com/images/quote-right.jpg
ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે. જેનો ઉત્તર સીમા પાકિસ્‍તાન અને રાજસ્‍થાન સાથે પૂર્વ સીમા મધ્‍યપ્રદેશ સાથે, દક્ષિણ સીમા મહારાષ્‍ટ્ર, કેન્‍દ્રશાસિત પ્રદેશ દિવ, દમન, દાદરા અને નગર હવેલી અને પૂર્વ અને દક્ષિણ સીમા અરબી મહાસાગર સાથે જોડાયેલી છે.

ગુજરાત : રાજ્યનું નામ ગુજરાત ગુજ્જર, પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.

પ્રાચીન ઇતિહાસ
સૌ પ્રથમ ગુજરાત પ્રાંતમાં ગુજ્જરોએ વસવાટ કર્યો. જે ભારત અને હાલના પાકિસ્‍તાન અને અફઘાનિસ્‍તાનનો ભાગ છે. હુણોએ ઉત્તર ભારત અને સૌરાષ્‍ટ્રના આક્રમણ કર્યું. તે જાતિના નામ પરથી ગુજર થયું. જે પછીથી હિંદુ, મુસ્‍લિમ, ખ્રિસ્‍તી અને શીખ ધર્મમાં પરિવર્તિત થયું.

ભૂસ્તર શાસ્‍ત્રીઓને ભૂમિ ઉત્ખનન દરમિયાન પાષણ યુગના અવશેષો ગુજરાતની ભૂમિમાંથી તેમજ સાબરમતી અને મહી નદી પાસેના પ્રદેશમાંથી મળી આવ્‍યા. હડપ્‍પા સંસ્‍કૃતિ સમયના શહેરો લોથલ, રામપુર, અચરજ અને બીજા જગ્‍યાઓના પણ અવશેષો મળી આવેલ છે.

પ્રાચીન ગુજરાત પર મોર્ય શાસકે પણ શાસન કરેલું. ગુજરાતના કેટલાક સ્‍થળો સમ્રાટ ચંદ્રગુપ્‍ત મોર્યએ જીતેલા. જ્યારે તેના પૌત્ર સમ્રાટ અશોકે તેમાં વિસ્‍તાર કરેલો. શરૂઆતના ત્રણ મૌર્યના સ્તૂપો મળી આવેલ હતાં. ઇ.સ. પૂર્વ ૨૩૨ સમ્રાટ અશોકનું મૃત્‍યુ થવાથી તેના સામ્રાજ્યમાં રાજકીય મતભેદોને લીધે તે અંત તરફ આગળ વધ્‍યું. રાજા શુંગારુએ રાજકીય કૂનેહથી મૌર્ય સામ્રાજ્યનો અંત કર્યો.

મૌર્ય સામ્રાજ્યના પતન પછી કેથેલિસ્‍ટએ આ પ્રાંતમાં ઇ.સ. ૧૩૦થી ૩૯૦ શાસન કર્યું. રૂદ્ર દમનના શાસન હેઠળ સામ્રાજ્યમાં માલવા (મધ્‍યપ્રદેશ), સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને રાજસ્‍થાન મેળવ્‍યા. ઇ.સ. ૩૦૦થી ૪૦૦ દરમિયાન આ વિસ્‍તાર ગુપ્‍ત સામ્રાજ્યના તાબા હેઠળ આવ્‍યું જે પછીથી મૈત્રકા નામથી ઓળખાયું. ધ્રુવસેનાના શાસન કાળ દરમિયાન મહાન ચાઇનીઝ પ્રવાસી અને વિચારક હુ-એન-ત્‍સાંગએ ઇ.સ. ૬૪૦માં ભારતની મુલાકાત લીધી.

મૌર્ય સામ્રાજ્યના પતન અને સંપ્રતી સૌરાષ્‍ટ્ર આવવાના દરમિયાન, ડેમેટ્રીસ્‍ટના તાબા હેઠળ ગ્રીક આક્રમણ ગુજરાત પર થયેલ હતું. સ્‍થાનિય રજવાડાઓની સંખ્‍યા ૨૩ હતી. તેમાના મુખ્‍ય ત્રણ હિન્‍દુ રજવાડાઓ ચાવુરા, સોલંકી અને બાઘીલાહ હતા તેમણે ભારત પર ૫૭૫ વર્ષ સુધી શાસન કર્યું. જ્યારે ગુજરાત મોહંમેદન્‍સના કબ્‍જામાં હતું. ચવુરા જાતિએ ૧૯૬ વર્ષ સુધી શાસન કર્યું. તેમના પછી સોલંકી જાતિએ શાસન કર્યું.

ઇ.સ. ૯૦૦ દરમિયાન સોલંકી શાસન આવ્યું. સોલંકી શાસન દરમિયાન ગુજરાતનો સૌથી વિશાળ વિસ્‍તાર તેમના તાબામાં હતું. ગુર્જરો સોલંકી જાતિની સાથે સંકળાયેલ હતાં. કારણકે પ્રતિહારાઓ, પરમારો અને સોલંકી ગુજરોને મળતા આવે છે. પ્રાચીન ગુજરાતના છેલ્‍લા હિન્‍દુ શાસક સોલંકી અને રાજપુત હતા. જેમણે ઇ.સ. ૯૬૦ થી ૧૨૪૩ સુધી શાસન કર્યું. એમ માનવામાં આવે છે કે ગુજરાતના છેલ્‍લા હિન્‍દુ શાસક કરનદેવ વાઘેલા ઇ.સ. ૨૯૭માં દિલ્‍હીના સુલતાન અલાદ્દીન ખીલજીથી પરાજય પામ્‍યા હતાં.

મધ્‍યકાલીન આક્રમણો :
મુસ્‍લિમોનું શાસન ૪૦૦ વર્ષ સુધી રહ્યું. ઝફરખાન મુઝફ્ફરે તે સમયના નબળા દિલ્‍હીના સુલતાનનો ફાયદો ઉઠાવીને ગુજરાતનો પહેલો સ્‍વતંત્ર સુલતાન બન્‍યો. તેણે પોતાનું નામ મુઝફ્ફર શાહ જાહેર કર્યું. અહમદ પહેલો, જેણે ગુજરાત પ્રાંતમાં પ્રથમ સ્વતંત્ર મુસ્‍લિમ શાસક તરીકે ઇ.સ. ૧૪૧૧માં સાબરમતી કિનારે અમદાવાદ વિકસાવ્‍યું.

આ અગાઉ, ઇ.સ. ૧૦૨૬ મોહંમદ ગજનીએ ગુજરાત પર આક્રમણ કર્યું. તે મૂર્તિ પૂજાનો વિરોધી હતો. તેણે રાજ્યમાં મૂર્તિઓનો નાશ કરાવ્યો, કાફિરોને માર્યા, યુદ્ધમાં પકડાયેલા સૈનિકોને બંદી બનાવ્યા અને સમૃદ્ધ ગુજરાતની સંપત્તિની લૂંટ ચલાવી. જે સંપત્તિ - વૈભવ માટે ગુજરાત જગ મશહુર હતું. ત્યારબાદ અલાઉદ્દીન ખીલજી ઇ.સ. ૧૨૯૮માં ગુજરાતમાં આવ્‍યો.

ગુજરાતના તત્કાલિન સુલતાન ઇ.સ. ૧૫૭૬ સુધી સ્‍વતંત્ર રહ્યા. મુગલ સમ્રાટ અકબરે ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ભેળવી દીધું. તેણે મલવા અને ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ઇ.સ. ૧૫૭૦માં સામેલ કર્યા. મુગલોએ બે સદીઓ સુધી શાસન કર્યું. ૧૮મી સદીના મધ્‍યમાં મહાન મરાઠા સેનાપતિ છત્રપતિ શિવાજીએ પોતાના પ્રભાવ અને કૂનેહથી ગુજરાત પ્રાંન્ત કબજે કર્યો.

અદ્યતન પદ્ધતિનો પ્રભાવ :
ઇ.સ. ૧૬૦૦માં ડચ, ફ્રેન્‍ચ, અંગ્રેજ અને પોર્ટુગીઝ, દરેક ગુજરાતના દરિયા કિનારેથી આવ્યા અને પોતાના વિસ્‍તારો વિકસાવ્‍યા જેમાં દમણ, દીવ અને દાદરા અને નગરહવેલીના પ્રદેશો મુખ્ય હતાં.

બ્રિટિશ ઇસ્‍ટ ઇન્‍ડિયા કંપનીએ પોતાના વેપારી કામકાજો ઇ. સ. ૧૬૧૪માં સુરત ખાતે શરુ કર્યા. પરંતુ ઇ.સ. ૧૬૬૮ પોર્ટુગીઝે પાસેથી મુંબઇનો કબજો લીધા બાદ તેઓએ તેમના વેપારી કામકાજો મુંબઇ લઇ ગયા. કંપનીએ ગુજરાતના મોટા ભાગનો અંકુશ મરાઠા શાસક પાસે રહ્યો. ઘણા સ્‍થાનિક શાસક જેમકે વડોદરાના મરાઠા ગાયકવાડ પોતાની શાંતિવાર્તા બ્રિટિશ સરકાર સાથે કર્યા બાદ બ્રિટિશ શાસન હેઠળ તેમણે પોતાનું શાસન ચલાવ્‍યું.

ગુજરાતની શાસન વ્‍યવસ્‍થા તત્કાલિન બોમ્‍બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ.૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્‍તારો જેવાકે કાઠિયાવાડ, કચ્‍છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્‍યના જિલ્‍લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંન્તો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં.

મોહનદાસ કરમચંદ ગાંધીના સ્‍વતંત્રતાના આંદોલનથી નવા યુગની શરૂઆત થઇ. જેમાં તેમની સાથે સરદાર વલ્‍લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ, મોહનલાલ પંડયા, ભુલાભાઇ દેસાઇ, રવિશંકર મહારાજ વગેરે જેવા ગુજરાતી નેતાઓએ આપ્‍યો. ગુજરાત ઘણી રાષ્ટ્રીય ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. સત્‍યાગ્રહ, બારડોલીનો સત્‍યાગ્રહ, બોરસદનો સત્‍યાગ્રહ અને મીઠાનો સત્‍યાગ્રહ.

મહાગુજરાત આંદોલન :
સ્‍વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્‍તી ધરાવતા વિસ્‍તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી અને ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના રોજ સંયુક્ત મુંબઇ-ગુજરાતનું વિભાજન કરી મહારાષ્‍ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્‍તારમાં ગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવી લીધો.

રાજકીય વ્‍યવસ્‍થા :
ઇ.સ. ૧૯૪૭માં સ્‍વતંત્રતા મેળવ્‍યા બાદ, ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસે મુંબઇ રાજ્ય પર શાસન કર્યું. (બોમ્‍બે આજનું મહારાષ્‍ટ્ર અને ગુજરાત દર્શાવે છે.) વિભાજન બાદ પણ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન ચાલું રહ્યું. ઇ.સ. ૧૯૭૫-૧૯૭૭ દરમિયાનમાં લાદવામાં આવેલી કટોકટીને પરિણામે કોંગ્રેસની સ્‍થિતી ગુજરાતમાં નબળી પડી. છતાં પણ કોંગ્રેસે સને ૧૯૯૫ સુધી ગુજરાતમાં રાજ કર્યું.

વિભાજન બાદ ઇ.સ. ૧૯૬૦થી ગુજરાતમાં ૧૪ મુખ્‍યમંત્રી આવ્‍યા. ગુજરાતના પ્રથમ મુખ્‍યમંત્રી ડૉ. જીવરાજ નારાયણ મહેતા બન્યા. જેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્‍ટેમ્‍બર ૧૯૬૩ સુધી શાસન કર્યું. ઇ.સ. ૧૯૯૫ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો અને ભારતીય જનતા પાર્ટીના શ્રી કેશુભાઇ પટેલે રાજ્યની શાસન ધૂરા સંભાળી.

સને ૨૦૦૧માં, શ્રી નરેન્‍દ્ર મોદી શાસનમાં આવ્‍યા હતા. ભારતીય જનતા પાર્ટીએ ૨૦૦૨ ની ચુંટણીમાં પણ બહુમત મેળવ્‍યો અને નરેન્‍દ્ર મોદી ૭ ઓકટોબર ૨૦૦૧થી ૨૧ મે ૨૦૧૪ સુધી મુખ્‍યમંત્રી તરીકે ની ફરજ બજાવી. ૧ જુન, ૨૦૦૭ ના રોજ તેઓ સૌથી લાંબો શાસન કરનાર મુખ્‍યમંત્રી બન્‍યાં હતા.


મુખ્‍ય શહેરો અને સ્‍થળો
ભૌગોલિક તેમજ વ્‍યૂહાત્‍મક સ્‍થાન ધરાવતા ગુજરાતમાં વૈવિધતામાં બેજોડ છે. ગુજરાતનું ખમીર અને તેની સમૃદ્ધ સાંસ્‍કૃતિક વિરાસત તેના દરેક શહેરો અને સ્‍થળોના સ્થાપ્ત્ય કળા, સંગીત, સાહિત્‍ય, પ્રાદેશિક રીતરિવાજો, રાંધણકળા, મેળાની ઉજવણી અને તહેવારોની આસ્થામાં જોવા મળે છે.

ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે. રાષ્‍ટ્રપિતા પૂ. ગાંધીજીના નામ સાથે જોડાયેલું ગાંધીનગર રાજ્યના મુખ્‍ય શહેર અમદાવાદથી ૩૨ કિ.મી. ના અંતરે આવેલું છે. દેશના શ્રેષ્‍ઠ અને હરિયાળા શહેરોની ગણતરીમાં તે ગૌરવવંતુ સ્‍થાન ધરાવે છે.

રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મુખ્‍ય શહેરો છે. જે તેમના સ્‍થાન, રીતરિવાજો, ઇતિહાસ, સ્‍થાપત્‍યો, સંસ્‍કૃતિ અને વિચારસરણી સાથે વિપુલ સંપત્તિ, સૌંદર્ય અને સુખસગવડ અને ત્યાંની જીવનશૈલીને પ્રતિબિંબિત કરે છે.

અહીંનું સામાજીક જીવન, વિવિધ સ્થાનિય ભાષ-બોલી, રિત-રીવાજો, તહેવારો, ઉત્‍સવો, પહેરવેશ, ખાણીપાણીનાં રિવાજો અને ગુજરાતના વિવિધ પ્રાંતોમાં રહેતા લોકોના રહેઠાણોની તેના વૈવિધતા સભર વારસાને ઉજાગર કરે છે.. ગુજરાતમાં સ્‍વભાવે માયાળુ, ખંતીલી પ્રકૃતિ અને મહેનતકશ ગુજરાતી લોકો શહેરો, ગામડાંઓ અને નાના કસબામાં રહી તેની આર્થિક ઉપાર્જન પ્રવૃતિ કરે છે, ગુજરાતના ઉદ્યોગપતિઓ તેમજ કસબીઓએ પોતાના ધંધા-વ્‍યવસાયનો વ્‍યાપ ગુજરાતમાં અને પરપ્રાંતની સાથે સાથે દેશના સીમાડા ઓળંગી સમુદ્રપારના દેશોમાં પણ વિકસાવ્‍યો છે.

ગુજરાત રાજયના મુખ્ય શહેરો ચાર વિભાગમાં વહેચાયેલા છે.


ગુજરાતમાં સ્‍વભાવે માયાળુ, ખંતીલી પ્રકૃતિ અને મહેનતકશ ગુજરાતી લોકો શહેરો, ગામડાંઓ અને નાના કસબામાં રહી તેની આર્થિક ઉપાર્જન પ્રવૃતિ કરે છે, ગુજરાતના ઉદ્યોગપતિઓ તેમજ કસબીઓએ પોતાના ધંધા-વ્‍યવસાયનો વ્‍યાપ ગુજરાતમાં અને પરપ્રાંતની સાથે સાથે દેશના સીમાડા ઓળંગી સમુદ્રપારના દેશોમાં પણ વિકસાવ્‍યો છે.
ભાષા આપણી લાગણીને જીવંત રાખતું પરિબળ છે. ગુજરાતની મુખ્‍ય ભાષા ગુજરાતી છે. અંગ્રેજી ભાષાને વ્‍યવસાયી સ્‍તરે સ્‍વીકારેલી છે. ઉપરાંત ગુજરાતમાં બાર ગાઉએ બોલી બદલાયતે ઉક્તિને પ્રમાણ માની ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્‍ટ્ર કચ્‍છ તેમજ મધ્‍ય ગુજરાતમાં ગુજરાતી ભાષાની બોલી ધર્મ-જ્ઞાતિ-રિવાજ મુજબ બોલાય છે. સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં કાઠિયાવાડી અથવા કચ્‍છી બોલી બોલાય છે. તેવી રીતે મધ્‍ય ગુજરાતમાં ચરોતરી બોલી બોલાય છે.
મુખ્‍ય શહેરો અને નગરો

મહત્‍વના પ્રવાસ ધામો









ધાર્મિક સ્‍થાનો
http://gujaratindia.com/images/spacer.gif
http://gujaratindia.com/images/quote-left.jpgધર્મમાં આસ્થા એ એવો દીવો છે જે અંધકારને વિખેરી તો નાંખે છે સાથે જ્ઞાનનું અજવાળું ફેલાવે છે. શ્રદ્ધા ટકાવી રાખો... http://gujaratindia.com/images/quote-right.jpg


ગુજરાતમાં ધાર્મિક - પ્રવાસનનો વ્‍યાપ ઘણો છે. સર્વધર્મો અને સંપ્રદાયને એકબીજા પ્રત્‍યે સદભાવના, પ્રેમભાવ, સહિષ્ણુતા અને એકતા તેનું મુખ્‍ય કારણ છે. ગુજરાતમાં હિન્‍દુધર્મો, જૈનધર્મ અને બૌદ્ધ ધર્મ મુખ્‍ય છે. મુસ્‍લિમ, ખ્રિસ્‍તી, પારસી, સિંધી ઉપરાંત અન્‍ય ઘણા ધર્મો અને સંપ્રદાય પ્રત્‍યે શ્રદ્ધા ધરાવતો મોટો વર્ગ સમગ્ર ગુજરાતમાં પથરાયેલો છે.

પૌરાણિક સમયથી ગુજરાત મંદીરોની ભૂમિ રહી છે. બાર જ્યોર્તિલિંગોમાંનું સૌ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદીર ગુજરાતમા આવેલું છે. ભગવાન શ્રી શીવજીનું શાશ્વત અનાદી સ્‍વરૂપ સોમનાથ મંદીર ૨૦મી સદીના અંતમાં નિર્માણ પામ્‍યું. પૌરાણિક કથા અનુસાર મહાભારતના સમયમાં સોમેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત હતું. ભગવાન સોમનાથ દિવ્‍ય અનુભૂતિ આપતાં દરેક યુગમાં જુદા જુદા નામોથી પ્રચલિત હતાં. સતયુગમાં ભૈરેશ્વર, ત્રેતાયુગમાં સર્વનિકેશ્વર અને દ્વાપરયુગમાં શ્રીગલતેશ્વરના નામથી પ્રચલિત હતાં.

પર્વતોના શિખરે બિરાજમાન આરાસુરના મા અંબાજી, પાવાગઢમાં મા કાલિકા, જૈનોના તીર્થકર સ્‍વામી મહાવીર પાલિતાણામાં શિખરો તળેટી, કંદરાઓમાં ઐતિહાસિક અને ધાર્મિક સ્‍વરૂપો શોભાયમાન છે. ગુજરાતમાં પાલિતાણા જૈન ધર્મનું મુખ્‍ય સ્થાનક છે. કુલ ૮૬૩ જેટલાં નાના-નાના દેરાસરોથી સમગ્ર પાલિતાણા જૈન યાત્રાળુઓ માટે આસ્થાનું સ્‍થળ છે. આરસપહાણના પત્‍થરોને કલાત્‍મક રીતે કંડારી સ્‍થાપત્‍યના બેનમૂન સ્‍થાપ્ત્યો પાલિતાણામાં જોવા મળે છે.
http://gujaratindia.com/images/spacer.gif


ગુજરાતમાં અન્‍ય મહત્‍વના ધાર્મિક સ્‍થળો :
http://gujaratindia.com/images/bullet-new.gif
http://gujaratindia.com/images/bullet-new.gif
http://gujaratindia.com/images/bullet-new.gif
http://gujaratindia.com/images/bullet-new.gif
http://gujaratindia.com/images/bullet-new.gif
http://gujaratindia.com/images/bullet-new.gif
http://gujaratindia.com/images/bullet-new.gif
http://gujaratindia.com/images/bullet-new.gif
http://gujaratindia.com/images/bullet-new.gif



અંબાજી

શ્રદ્ધા અને આસ્‍થાના પ્રતીક રૂપે માઅંબાજીના દર્શને દેશ-વિદેશમાંથી દર વર્ષે લાખ્‍ખોની સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ આવે છે. અંબાજી માનું મંદિર ૫૧ શક્તિપીઠમાંની એક શક્તિપીઠ છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમ વર્ષનો મોટામાં મોટો ઉત્‍સવ-મેળાનું આયોજન થાય છે. જે એક સપ્‍તાહ સુધી ચાલે છે. વર્ષાઋતુ પછીના સમયગાળા દરમિયાન ખેતીકામથી નવરાશના સમયગાળામાં ખેડૂત અને કૃષિ સંબંધિત વ્‍યાપાર-ધંધા સાથે જોડાયેલો મોટો વર્ગ માઅંબાના દર્શને આવે છે.

માઅંબાજીના મંદિરમાં માના પ્રાગટ્ય વિશે હજુ કોઇ જાણી શક્યું નથી. માના સ્‍વરૂપનું મંદિર ગબ્‍બર પર્વતની ટોચ પર આવેલું છે. પુરાણોની કથા અનુસારમાઅંબા પૃથ્‍વી પરથી વિચરણ કરી ગયા ત્‍યારે તેમનું સ્‍વરૂપ વીશાયંત્ર - ત્રિકોણાકાર જેની મધ્‍યમાં શ્રીઅને આંગળીઓના પ્રતીકરુપે દશ્યમાન છે. આ સ્‍વરૂપ લાખો શ્રદ્ધાળુંમાં માપ્રત્‍યેની શ્રદ્ધા જગાડે છે. અહીં માનું સ્‍વરૂપ મૂર્તિ સ્‍વરૂપે નથી. છતાં માપ્રત્‍યેની શ્રદ્ધા મુજબ તેના ભક્તોને દર્શન આપે છે.

ભાદરવી પૂનમ (સપ્‍ટે.) ના પર્વ નિમિત્તે વર્ષનો સૌથી મોટો ઉત્‍સવ યોજાય છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્‍થાન ટ્રસ્‍ટ દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવે છે. ભાદરવી પૂનમના અંબાજી ખાતે યોજાતા મેળામાં અંદાજે ૧૮થી ૨૦ લાખ શ્રદ્ધાળું માના ભક્તો દર્શનાર્થે આવે છે.
http://gujaratindia.com/images/spacer.gif

કેવી રીતે પહોંચશો - અંબાજી
http://gujaratindia.com/images/spacer.gif
http://gujaratindia.com/images/air.gif
સૌથી નજીકનું હવાઇ મથક અમદાવાદ. અંબાજીથી ૧૭૯ કિ.મી. ના અંતરે


http://gujaratindia.com/images/rail-way.gif
નજીકનું રેલવે મથક પાલનપુર. જે રોડ રસ્‍તે અંબાજીથી ૯૦ કિ.મી.ના અંતરે


http://gujaratindia.com/images/road.gif
અમદાવાદથી ૧૭૯ કિ.મી.ના અંતરે અંબાજી
http://gujaratindia.com/images/spacer.gif

http://gujaratindia.com/images/spacer.gif
અંબાજી મંદિરમાં વર્ષ દરમિયાન ઉજવાતા મહત્‍વના પ્રસંગો :

કાર્તિક સુદ:
એકમ નવા વર્ષ નિમિત્તે અન્‍નકૂટ
નું આયોજન મંદિરના ટ્રસ્‍ટ દ્વારા કરાય છે.


અશ્વિની નવરાત્રી:


પોષ સુદ પૂનમ:
માઅંબાજીનો જન્‍મોત્‍સવ
ચાચરના ચોકમાં નવ દિવસીય ગરબા તેમજ આઠમે યજ્ઞનું આયોજન દાતા રાજ્યના સંચાલન ટ્રસ્‍ટ દ્વારા


ચૈત્રી નવરાત્રી:
જયઅંબે માની અખંડ ધૂનનું આયોજન
ઉપરાંત અંબાજી ખાતે જન્‍માષ્‍ટમી, દશેરા અને રથયાત્રા પર્વોની ઉજવણી


શ્રાવણ વદ-૧૩થી અમાસ:
યજ્ઞ, હવન અને અન્‍નકૂટનું આયોજન
આદિવાસી મેળાનું આયોજન


ભાદરવી પૂનમ:
વર્ષનો સૌથી મોટો મેળો ચાર દિવસ માટે
ઉત્‍સવનું આયોજન.



ગુજરાત તથા દેશ-વિદેશમાંથી માના ભક્તો લાખ્‍ખોની સંખ્‍યામાં અંબાજી ખાતે આવે છે. ભાદરવી પૂનમનાં ઉત્‍સવની ઉજવણીનો લાહવો લેવો એ જીંદગીનો અનેરો અવસર બની રહે છે. બોલ મારી અંબે....જય ... જય.... અંબેના જયઘોષ સાથે લાખ્‍ખોની સંખ્‍યામાં ભક્તજનો અંબાજી તરફ પગપાળા પ્રવાસ કરે છે. અબીલ-ગુલાલ-કુમકુમ અને પુષ્‍પોની છોળો વચ્‍ચે શ્રદ્ધાળુઓ મોટા જૂથમાં માના દર્શન માટે આવે છે. પોતાની માનતાપૂરી કરવા ભક્તો માને ધજા અર્પણ કરે છે. અંબાજી માતાના મંદિરના પ્રવેશ માટે ત્રિસુલાઘાટ તથા સમગ્ર શહેરમાં ધજા-પતાકા, તોરણ અને રંગબેરંગી કલાત્‍મક લાઇટોના શણગારથી સમગ્ર વિસ્‍તાર ભવ્‍ય અને ભક્તિમય બને છે.

ભાદરવી પૂનમે અંબાજી આવવા માટે રાજ્યના દરેક સ્‍થળોએથી ભક્તોના નાના-મોટા સંઘો નીકળે છે. આ સંઘોમાં અબાલ-વૃદ્ધ, યુવાન, કિશોર-કિશોરીઓ ઉમંગભેર અને ભક્તિભાવપૂર્વક પગપાળા અંબાજી આવે છે. રસ્‍તામાં સંઘોની આગતા-સ્‍વાગતા ખૂબ જ આદરપૂર્વક અને ભક્તિપૂર્વક કરાય છે. તેમને જમવાની સગવડ તથા આરામ કરવા માટેની સગવડો વિનામૂલ્‍યે સામાજીક સેવાભાવી મંડળો - વ્‍યક્તિઓ કરે છે.

એવું મનાય છે કે અંબાજી માના મંદિરમાં અંબામાની મૂર્તિનું સ્‍થાપન નથી. તેમની મૂર્તિને બદલે શ્રીયંત્રમાં માઅંબા ભવાનીનું સ્‍વરૂપ પૂજાય છે. ભક્તો અને શ્રદ્ધાળુઓને પોતાની શ્રદ્ધા અને માપ્રત્‍યેના ભાવ જેવા દર્શન માઆપે છે.

સમી સાંજે અંબાજી ખાતે ભવાઇલોકકથા, ડાયરો તથા ગરબાનું આયોજન થાય છે. ભક્તો દુર્ગા-સપ્‍તશતીના પાઠનું વાંચન કરે છે. આમ ભાદરવી પૂનમનો ઉત્‍સવ ગુજરાતનો સૌથી મોટો ઉત્‍સવ બની રહે છે. જેમાં અંદાજે ૨૦ લાખની સંખ્‍યામાં ભક્તો માના દર્શને આવે છે.


ગિરનારCapturel.JPG

હિન્‍દુ અને જૈન ધર્મના પવિત્ર સ્‍થળોમાં જૂનાગઢ જિલ્‍લામાં આવેલો પર્વત ગિરનાર છે. જૈન ધર્મ તેને નેમિનાથ પર્વત તરીકે ઓખળે છે. દંતકથા મુજબ વૈદિક કાળમાં સિદ્ધહાસે તપસ્‍યા કરવા માટે આ સ્‍થાન પસંદકર્યું હતું. અંદાજે ૩૬૬૦ ફૂટની ઊંચાઇ ધરાવતા આ ઐતિહાસિક અને ધાર્મિક ગૌરવ ધરાવતા પર્વત સાથે વૈદિક અને પુરાણકાળની ઘણી વાર્તા જોડાયેલી છે. જેમાં ભગવાન કૃષ્‍ણના પ્રસંગો પણ જોડાયેલા છે.

ગિરનારજુદા જુદા સમયમાં જુદા જુદા નામે પ્રચલિત હતો. કાયક્રમે તે અલગ અલગ નામોથી ઓળખાતો. ગિરનાર સૌ પ્રથમ ઉજ્જયંત, મણીપુર, ચંદ્રકેતુપુર, રૈવતનગર, પુરાતનપુર, ગિરીવર અને ગિરનાર. અહીં બીજા પાંચ ધાર્મિક મહત્વ ધરાવતા આસ્થાના સ્‍થાનકો આવેલા છે. જેમાં મા અંબાજીનું મંદિર, ગોરખનાથની ગુફા, ઔગઢનું સ્‍થાનક, ગુરુ દત્તાત્રેયની ટૂંક અને મા કાલિકાની ગોખ.

પર્વતના શિખરે પહોંચવા માટે યાત્રાળુઓએ ૯૯૯૯ પગથિયાં ચઢવા પડે છે. અહીં હિન્‍દુ મંદિરોની આસપાસ જૈન ધર્મના મુખ્‍ય પાંચ દેરાસરોનું નિર્માણ કરાયું છે.
http://gujaratindia.com/images/spacer.gif

ગિરનાર તમે કંઇ રીતે પહોંચશો ?
http://gujaratindia.com/images/spacer.gif
http://gujaratindia.com/images/air.gif
કેશોદ હવાઇ મથક જે જુનાગઢથી ૩૫ કિ.મી.ના અંતરે છે.


http://gujaratindia.com/images/rail-way.gif
ગિરનાર એક્સપ્રેસ મુંબઇ-ગિરનારને જોડતી રેલ સેવા ઉપલબ્‍ધ છે.


http://gujaratindia.com/images/road.gif
રાજ્યના દરેક મથકો સાથે ગિરનાર રાજ્ય પરિવહન તથા ખાનગી બસ સેવાઓથી જોડાયેલું છે.
http://gujaratindia.com/images/spacer.gif

ભગવાન નેમિનાથ જે જૈન ધર્મના રરમા તીર્થકર છે. તેમનું દેરાસર ઇ.સ. ૧૧૨૮થી ઇ.સ. ૧૧૫૯ના સમયગાળા દરમિયાન બાંધવામાં આવ્‍યું હતું. તેમની મૂર્તિ કાળા આરસપહાણના પથ્‍થરમાંથી બનાવાઇ છે. અને તેમના નેત્રો કિંમતી રત્‍નથી બનાવાયા છે. અહીંનું સમગ્ર સંકુલ સ્‍થાપત્‍ય કળાના નમૂનાથી ભરપૂર છે. ત્‍યાંથી આગળ મા અંબાનું મંદિર આવે છે. અહીં નવપરણિત નવદંપતિઓ સુખ-સમૃદ્ધિની કામના સાથે મા અંબાજીના દર્શને આવે છે અને સુખી લગ્‍નજીવનના આર્શીવાદ પામે છે.

જૈન ધર્મના ૧૯મા તીર્થકર ભગવાન મલ્‍લીનાથનું દેરાસર ઇ.સ. ૧૨૩૧માં વસ્‍તુપાલ અને તેજપાલ બંધુઓને બંધાવ્‍યું હતું. નેમિનાથ ભગવાનની મૂર્તિ ઘેરા વાદળી રંગની દેખાય છે. ૨૪મા તીર્થકર ભગવાન ઋષભદેવનું દેરાસર સોનેરી રંગમાં બનાવ્‍યું છે. ૧૫મી સદીમાં ભગવાન પાર્શ્વનાથનું દેરાસર બાંધવામાં આવ્‍યું હતું. જે મેરાવાસી તરીકે પ્રખ્‍યાત છે. ભગવાન દત્તાત્રેયની ટૂંક ગિરનારના પરિક્રમાના માર્ગની વચ્‍ચે છે.

ગિરનારની પરિક્રમા માટે પરોઢિયાનો સમય ઉત્તમ રહે છે. ભગવાન શિવજીનું ભવનાથ મંદિરપરિક્રમાના માર્ગમાં પહેલું આવે છે. ત્‍યાર પછી રાજા ભર્તુહરિની ગુફા, સોરઠ મહલ, ભીમકુંડ અને અન્‍ય મહત્‍વના સ્‍થાનકો પરિક્રમાના માર્ગે આવેલાં છે. ગિરનાર પર્વતીય ક્ષેત્રમાંથી એકત્રિત થયેલું પાણી ગૌ-મુખીકુંડમાં એકઠું થાય છે. આમાં સૌથી ધ્‍યાનાકર્ષક હનુમાન ધારાનંદ કમંડલ સ્‍થાન છે.

ડાકોર
http://gujaratindia.com/images/spacer.gif
મધ્ય ગુજરાતના ખેડા જિલ્‍લામાં આવેલું ડાકોર ખાતે ભગવાનશ્રી રણછેડરાયજીનું ભવ્‍ય અને ઐતિહાસિક મંદિર છે. ભગવાન કૃષ્‍ણ દ્વારકા છોડીને અહીં આવવાની પણ વાત છે. તે પ્રમાણે શ્રી કૃષ્‍ણ ભગવાનના ભક્ત ભોલાનાથ દર રાત્રિએ કૃષ્‍ણની પૂજા કરવા માટે જતા હતા. આ વાતની કૃષ્‍ણ ભગવાનને જાણ થતાં તેમણે પોતાના ભક્તને કહ્યું કે હવે તારે ચાલીને દ્વારકા સુધી આવવાની જરૂર નથી. હું ડાકોરમાં જ રહીશ. તેને કારણે કૃષ્‍ણ દ્વારકા છોડીને ડાકોર આવ્‍યા.
http://gujaratindia.com/images/spacer.gif

કેવી રીતે પહોંચશો. - ડાકોર
http://gujaratindia.com/images/spacer.gif
http://gujaratindia.com/images/road.gif
વડોદરાથી ડાકોર ૪૭ કિ.મી.ના અંતરે અને અમદાવાદ ૯૦ કિ.મી.ના અંતરે આવેલું છે.
http://gujaratindia.com/images/spacer.gif

કુદરતી વાતાવરણમાં આવેલું ડાકોર મંદિરનો નજારો એ બેનમુન છે. અહીં ભગવાન કૃષ્‍ણને રણછોડરાયના નામે પૂજવામાં આવે છે. રણછોડનો અર્થ યુદ્ધ મેદાનમાંથી ભાગી જનાર થાય છે તેનું કારણ એમ છે કે જ્યારે કલ્‍યાણ પર જરાસંઘે આક્રમણ કર્યું ત્‍યારે કૃષ્‍ણ મેદાન છોડીને ભાગી ગયા હતાં. દ્વારકાના પૂજારી ભોલાનાથને એક ગરીબ વ્‍યક્તિ તરીકે જાણતા હતા. તો પૂજારીએ ભોલાનાથને ભગવાન કૃષ્‍ણના બદલામાં સોનું આપવાની લાલચ આપી. ભોલાનાથ પાસે ફક્ત તેની પત્‍ની પાસે નાકની નથણી સોનાની હતી. જ્યારે બંને વસ્‍તુઓ મુકવામાં આવે ત્‍યારે બંનેનું વજન સરખું થયું. જે કૃષ્‍ણના દ્વારીકા છોડીને ડાકોર આવવાની વાર્તા છે. ડાકોરની કૃષ્‍ણની મૂર્તિ મૂળે દ્વારીકાની મૂર્તિ છે.

ડાકોરમાં નગરયાત્રા ફેબ્રુઆરી અને માર્ચ (હોળીના તહેવાર દરમિયાન) માં નીકળે છે. શરદ પૂર્ણિમા તથા નવરાત્રીના તહેવારોની ઉજવણી પણ ભવ્ય રીતે થાય છે. એમ મનાય છે કે આજ દિવસે ભગવાન કૃષ્‍ણ દ્વારકા છોડીને ડાકોર આવ્‍યા હતાં. જે પોતાના ભાઇને આપેલું વચન તેમણે પૂરું કર્યું હતું. યાત્રાળુંઓ જન્‍માષ્‍ટમીના દિવસે પણ ડાકોરની મુલાકાત લે છે.
દ્વારકાધિશ મંદિર
http://gujaratindia.com/images/spacer.gif
દ્વારકા (જામનગર જિલ્‍લો) એ પ્રાચીન સૌરાષ્‍ટ્રની પાટનગર હતું. જે ભગવાન શ્રીકૃષ્‍ણએ વસાવ્‍યું હતું. શ્રી કૃષ્‍ણએ કંસનો વધ કર્યા બાદ ગોકુલ છોડીને અહીં વસ્‍યા હતા. જે કુસસ્‍થલી કહેવાઇ. કુસસ્‍થલી તેમની માતૃભૂમિ હતી. રાયવતા પોતાનું રાજ્ય હારતા સુરક્ષા માટે તેઓ મથુરા આવ્‍યા હતાં. રાયવતા જેમણે કુસસ્‍થલી વિકસાવી હતી. જે કૃષ્‍ણના વંશજ હતા. એટલા માટે શ્રી કૃષ્‍ણ દ્વારિકા આવ્‍યા.

દ્વારિકા સ્‍વર્ણ નગરી તરીકે પ્રખ્‍યાત હતી. દ્વારિકા મંદિર અસંખ્‍ય યાત્રીઓને ભગવાન શ્રીકૃષ્‍ણ તરફ આકર્ષે છે. દ્વારિકા સ્‍વર્ણ નગરી અરબ સાગરમાં ડૂબી ગઇ હતી. તેના અવશેષો પણ સાગરના ઉંડાણમાં જોવા મળે છે. એમ કહેવાય છે કે મુખ્‍ય દ્વારિકા નગરી ટાપુ હતી. જે શહેરથી કેટલાક કિલોમીટર દૂર હતી.

દ્વારિકા (જગત મંદિર) નું શિખર ૧૭૦ ફૂટ ઉંચું છે. દ્વારિકાની ધજા દિવસમાં ત્રણ વખત બદલવામાં આવે છે.

ધજાના પૈસા યાત્રાળુઓના દાનમાંથી આવે છે. તેને સીવવા માટે પણ એક અલગ દરજી છે. ધજા ફરકાવતા પહેલા એકવાર તેની મંદિર પ્રદક્ષિણા કરવામાં આવે છે. પાંચ રૂમોવાળા મંદિરમાં ૬૦ પિલ્‍લરો આવેલા છે. યાત્રાળુઓ સ્‍વર્ગ દ્વારામાં પ્રવેશીને મોક્ષ દ્વાર ને પ્રાપ્‍ત કરે છે.
http://gujaratindia.com/images/spacer.gif

કેવી રીતે પહોંચશો - દ્વારકા
http://gujaratindia.com/images/spacer.gif
http://gujaratindia.com/images/air.gif
હવાઇ મથક જામનગર
(
૧૪૬ કિ.મી.)


http://gujaratindia.com/images/rail-way.gif
જામનગરથી ૧૩૨ કિ.મી.ના અંતરે મુંબઇ થી ૯૪૫ કિ.મી.ના અંતરે રાજકોટથી ૨૭૦ કિ.મી.ના અંતરે અમદાવાદથી ૪૫૩ કિ.મી.ના અંતરે


http://gujaratindia.com/images/road.gif
જુદા જુદા પરિવહનના સાધનો ગુજરાતના દરેક સ્થળોએથી મળી રહે છે.
http://gujaratindia.com/images/spacer.gif


મંદિરના સ્થાપ્ત્યમાં બેનમુન કોતરણી કામ કરવામાં આવેલું છે. ગોમતી નજીક મંદિરને શાહી અંદાજમાં બનાવવામાં આવેલ છે.

દ્વારકાના બીજા મંદિર ત્રિકોણ મંદિર, કલ્‍યાણી મંદિર, પટરાણી મંદિર, દુવાસા મંદિર, વગેરે આવેલા છે. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલ ચાર મઠોમાં એક મઠ તથા જ્યોર્તિલિંગ અહીં છે.

અક્ષરધામ
http://gujaratindia.com/images/spacer.gif
ગાંધીનગર સ્‍થિત અક્ષરધામ ગુજરાતના હિન્‍દુ મંદિરોમાંનું સૌથી વિશાળ મંદિર છે. અક્ષરધામમાં કળા, સ્‍થાપત્‍ય, શિક્ષણ પ્રદર્શન અને સંશોધનકાર્ય જેવી પ્રવૃત્તિઓ એક છત નીચે જોવા મળે છે. ગાંધીનગર જિલ્‍લામાં ૨૩ એકર જમીનમાં ફેલાયેલા આધ્‍યાત્‍મિક સંકુલ ગુલાબી પથ્‍થરોમાંથી નિર્માણ પામેલું છે. ૧૦૮ ફુટની ઊંચાઇ અને ૬૦૦૦ ટન પથ્‍થરો તેના નિર્માણ કાર્યમાં વપરાયેલા છે. વાસ્‍તુશાસ્‍ત્રના ઉચ્‍ચતમ ધોરણોની જાળવણી સાથે આધુનિક હિન્‍દુત્‍વના સિમાચિહ્ન સ્‍વરૂપ અક્ષરધામના નિર્માણમાં લોખંડનો ઉપયોગ નહિવત્ કરાયેલો છે.

અક્ષરધામએક જ શિલામાંથી બનાવેલા અંદાજીત ૨૧૦ કલાત્‍મક થાંભલા, ૫૭ જેટલા બેનમૂન બારીઓ, ઘૂમ્‍મટો અને આઠ જેટલા નકશીકામની ભરપુર ઝરૂખાથી શોભી રહ્યું છે. ભગવાન શ્રી સ્‍વામિનારાયણની અંદાજીત ૯.૨ ટનની ભવ્‍ય મૂર્તિ સોનાના ઢોળ ચઢાવેલ અક્ષરધામના ગર્ભગૃહમાં સ્‍થાપિત કરેલી છે. સ્‍વામિનારાયણ સંપ્રદાય જેમના નામ પરથી પ્રચલિત થયો તે ભગવાન સ્‍વામિનારાયણની મૂર્તિ ૭ ફૂટ ઊંચી છે. ઉચ્‍ચ આસન પર બિરાજમાન ભગવાન સ્‍વામિનારાયણ તેમના જમણા હાથની અભય મુદ્રા સાથેનું તેમનું સ્વરુપ ઓલૌકિક છે. તેમની જમણી બાજુ સ્‍વામી ગુણાતીતાનંદ તથા ડાબી બાજુ સ્‍વામી ગોપાળાનંદ વંદન-અર્ચન કરતા દ્રશ્‍યમાન થાય છે. બંને તેમના અનુયાયીઓ, સ્‍વામી ગુણાતીતાનંદ કહેતા અક્ષરધામભગવાનને પામવાનું અંતિમધામ છે. સ્‍વામિનારાયણ સંપ્રદાયની ફિલસૂફી પ્રમાણે ભગવાન સ્‍વામિનારાયણને સમર્પિત ભક્તોને અક્ષરધામમાં તે પોતાની સાથે લઇ જશે.
http://gujaratindia.com/images/spacer.gif

અક્ષરધામ પહોંચવાનો માર્ગ
http://gujaratindia.com/images/spacer.gif
http://gujaratindia.com/images/air.gif
નજીકનું હવાઇ મથક અમદાવાદ


http://gujaratindia.com/images/rail-way.gif
નજીકનું રેલવે સ્‍ટેશન ગાંધીનગર અને અમદાવાદ


http://gujaratindia.com/images/road.gif
રાજ્યના વિવિધ સ્‍થળોથી રાજ્ય પરિવહન નિગમની બસો તેમજ ખાનગી ઓપરેટરો દ્વારા સંચાલિત લકઝરી કોચની સુવિધા છે.
http://gujaratindia.com/images/spacer.gif


બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થાના ગુરુ પરંપરાના દ્વિતીય સંત ગુણાતીતાનંદ સ્‍વામી અક્ષરપુરુષથી પણ ઓળખાતા.
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થાએ અક્ષરધામનું નિર્માણ કર્યું. ભવ્‍ય ઇતિહાસ ધરાવતા "સનાતન ધર્મને" ઉજાગર કરતું સ્થાપ્ત્ય અને જીવન-પ્રેરણાદાયી ધ્‍વનિ અને પ્રકાશ આયોજનના માધ્‍યમ દ્વારા મુલાકાતીઓને દિવ્‍યજીવનની અનુભૂતિ થાય છે. આ કાર્યક્રમ દ્વારા હિન્‍દુત્‍વના વિભિન્‍ન પાંસાઓની પ્રસ્‍તુતિ આલેખવામાં આવી છે. નવેમ્‍બર રજી, ૧૯૯૨થી પ્રારંભ થયેલા આ સાંસ્‍કૃતિક સ્‍મારકની મુલાકાત દેશ-દુનિયાભરના લોકોએ કરી. હિન્‍દુધર્મના મૂલ્‍યોની જાણકારી સાથે વૈશ્વિક શાંતિ અને વસુધૈવ કુટુમ્‍બકમની ભાવનાનું પ્રસારણ અક્ષરધામથકી થઇ રહ્યું છે.
અક્ષરધામના સ્‍થાયી પ્રદર્શન વિભાગમાં વૈદિક યુગની પ્રતિકૃતિ, પુરાણકથાઓની પ્રસ્‍તૃત કરાઇ છે. મુલાકાતીઓ સ્‍વયં આપણી માતૃભૂમિના ગૌરવપૂર્ણ ઇતિહાસની અનુભૂતિ કરે છે.
અક્ષરધામસાંસ્‍કૃતિક સંકુલમાં આધુનિક અને પરંપરાગત મૂલ્‍યોનો સમન્‍વય જોવા મળે છે. આપણા ધાર્મિકગ્રંથો રામાયણ - મહાભારતના પ્રસંગો જેવા કે સીતાહરણ, શ્રવણના માતુ-પિતૃ ભક્તિ, હસ્‍તિનાપુરના મહેલમાં પાંડવોની ચોપાટની રમતમાં કૌરવો સાથેની પાંડવોની હાર વગેરે પ્રસંગોની રજુઆત જીવંત અને વાસ્‍તવિકતાની પ્રતિતી કરાવે છે. ઉપરાંત પંપાસરોવર ખાતે શ્રીરામની વાટ જોતી ભીલ નારી શબરી તથા કોરવોની સભામાં દ્રૌપદીના ચિરહરણના પ્રસંગો મુલાકાતીઓના હ્યદયને સ્‍પર્શી જાય છે.
અહીં સર્વધર્મ સમભાવ કાર્યક્રમ હેઠળ વિશ્વના તમામ ધર્મોની વાત દ્રશ્‍ય-શ્રાવ્‍ય કાર્યક્રમ દ્વારા બતાવવામાં આવે છે. ૩૬૫ પથ્‍થરના થાંભલા સાથે આ વિશાળ સ્‍થાપત્‍ય નિર્માણ પામેલું છે.
 
પાલિતાણા
http://gujaratindia.com/images/spacer.gif
ભાવનગર જિલ્‍લામાં શેત્રુંજય પર્વતના રમણીય અને કુદરતી સૌંદર્યથી આચ્‍છાદિત વિસ્‍તારમાં જૈન ધર્મની આસ્‍થાનું સ્‍થાનક પાલિતાણા આવેલું છે. સમગ્ર પર્વતીય વિસ્‍તારમાં ૯૦૦ જેટલા ભવ્‍ય અને નયનોને રોમાંચિત કરે તેવા દેરાસરો આવેલાં છે. સ્‍થાપત્‍ય અને શિલ્‍પકળાની બેનમૂન કલા-કારીગરી દરેક દિવાલો-છત અને ખંડોમાં ઊભરી આવી હ્યદયને રોમાંચિત કરે છે.પાલિતાણાઅદ્વિતીય કળા વૈભવ અને આસ્‍થાના સ્‍થાનક સમું છે. જે અગણિત જૈનો અને શ્રદ્ધાળું - યાત્રીકોને પોતાના તરફ આકર્ષે છે. પાલિતાણાના નિર્માણમાં સમય, શક્તિ અને નાણાની સાથે સાથે શ્રદ્ધાળુઓની આસ્‍થા-શ્રદ્ધાનું સિંચન દ્વારા તેનું નિર્માણ થયું હતું..

જૈન ધર્મના તીર્થકર ભગવાન નેમિનાથ ને મોક્ષ-ગતિ અહીં પ્રાપ્‍ત થઇ હતી. આ કારણે જૈન ધર્મના અલૌકિક ઇતિહાસ સાથે સંકળાયેલ પાલિતાણાસૌ જૈન શ્રદ્ધાળુને પોતાની તરફ આકર્ષિત કરે છે. પાલિતાણાને સિદ્ધક્ષેત્રતરીકે પછી ઓળખવામાં આવે છે. સિદ્ધક્ષેત્ર મોક્ષનું દ્વારતરીકે પણ પ્રખ્‍યાત છે. જૈન ધર્મના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ દેરાસર આ નિર્માણ પામેલું છે. જેમને આદિનાથતરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંથી તેમણે ૯૩ વખત પરિક્રમા કરી હતી.
http://gujaratindia.com/images/spacer.gif

પાલિતાણાકેવી રીતે પહોંચશો.
http://gujaratindia.com/images/spacer.gif
http://gujaratindia.com/images/air.gif
નજીકનું હવાઇ મથક ભાવનગર
(
૩૬ કિ.મી. ના અંતરે)


http://gujaratindia.com/images/rail-way.gif
નજીકનું રેલવે સ્‍ટેશન પાલિતાણા
(
૫ કિ.મી. ના અંતરે)


http://gujaratindia.com/images/road.gif
ભાવનગરથી (૩૬ કિ.મી) અને અમદાવાદથી (૨૦૩ કિ.મી.)
http://gujaratindia.com/images/spacer.gif


પાલિતાણાના ભવ્‍ય દેરાસરનું શૃંખલાનું નિર્માણ બાબુ ધનપતસિંહ દ્વારા કરવામાં આવ્‍યું જે મુર્શિદાબાદના રહેવાસી હતા. ઇ.સ. ૧૩ મી સદીના સમયગાળામાં આ પર્વત પર દેરાસરોની શ્રુંખલાનું નિર્માણ શરૂં થયું હતું. જૈન ધર્મના શ્રેષ્‍ઠ વસ્‍તુપાલ દ્વારા પાલિતાણાનું નિર્માણ થયું હતું. ૧૮૦૦ ફૂટ ઊંચા પર્વતીય સ્‍થન પર પહોંચવા ૩૭૯૫ પગથિયાં બનાવવામાં આવ્‍યાં છે. પર્વતના શિખર પર પહોંચવાના રસ્‍તે તીર્થકારોના પદચિહ્નો દ્રશ્‍યમાન થાય છે. યાત્રાળું માટે રસ્‍તામાં પાણીની પરબની વ્‍યવસ્‍થા કરવામાં આવેલી છે. રસ્‍તામાં ખાણી-પીણીની ચીજવસ્‍તુઓ પ્રતિબંધિત છે. સમગ્ર સંકુલમાં આવેલાં સ્‍થાપત્‍યો અને મૂર્તિઓનું નિર્માણ પાછળ ધીરજ શ્રદ્ધા અને કસબના જળનું સિંચન કરાયું છે. જેને પરિણામ શ્રદ્ધાનું અલૌકિક સ્‍થાનક નિર્માણ પામ્‍યું.

સમયાંતરે આ સંકુલના દેરાસરોનું સંવર્ધન થતું રહ્યું. મુખ્‍ય દેરાસર કે જેમાં ભગવાન આદિનાથની ભવ્‍ય મૂર્તિ છે. તેના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્‍ય બને છે. વિક્રમ સંવત ૧૦૧૮ માં આ દેરાસરનું ૧૩ મી વખત પુનઃનિર્માણ કરવામાં આવ્‍યું.

પાલિતાણાનું મુખ્‍ય દેરાસર મૂળ લાકડાંમાંથી બનાવવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ સમયાંતરે તેમાં પુનઃનિર્માણ થયું ગયું. તેના પરિણામે રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા તેમના મંત્રી ઉદય મહેતાએ આરસપહાણના પથ્‍થરોમાંથી અંદાજે રૂપિયા ૨.૯૭ કરોડના ખર્ચે તત્‍કાલિન સમયમાં તેનું નિર્માણ કર્યું. રાજા સિદ્ધરાજના વંશજ અને દાનવીર શ્રેષ્‍ઠી કુમારપાળે દેરાસરને આખરી સ્‍વરૂપ આપી વિસ્‍તાર્યું.

હાલનું દેરાસરનું ઇ.સ. ૧૬૧૮ માં નિર્માણ કરવામાં આવ્‍યું. દાદાની ટૂંક સ્‍થિત આ દેરાસર સુધી પહોંચવાના નવ રસ્‍તાઓ આવેલાં છે.

પાલિતાણાના પર્વતીય સ્‍થાનકોમાં પ્રખ્‍યાત દેરાસરો નિર્માણ પામેલાં છે. જેમાં ભગવાન આદિનાથ, કુમારપાળ, વિમલશા સાંપ્રતિ રાજા તેમજ શિખરની સૌથી ટોચ પરનાં ચૌમુખ મુખ્‍ય છે. આ પર્વતીય માળાના ભવ્‍યતમ સ્‍થાનકોમાં હિન્‍દુ ધર્મના દેવી-દેવતાઓના મંદિરો પછી આવે છે. પર્વતની તળેટીમાં મા સરસ્‍વતીનું મંદિર છે. ઉપરાંત ભગવાન શિવજી, રામભક્ત હનુમાનજીના મંદિરો નિર્માણ પામ્‍યા છે. શિખરની ટોચ પર અંગાર પીરની જગ્‍યા છે. અહીં પુત્રકામનાની ઇચ્‍છાથી સ્‍ત્રીઓ પોતાની આસ્‍થાના દર્શન કરાવે છે.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...