બુધવાર, 22 ઑગસ્ટ, 2018

મોરબી જિલ્લો

મોરબી જિલ્લો

ગુજરાતનો જિલ્લો

મોરબી જિલ્લો પશ્ચિમ ભારતના રાજ્ય ગુજરાતના સૌરાષ્ટ્રવિસ્તારમાં આવેલ એક જિલ્લો છે. જિલ્લાનું મુખ્ય મથકમોરબી છે.

મોરબી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતરાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા મોરબી જિલ્લાનોમહત્વના મોરબી તાલુકામાં આવેલું શહેર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. મોરબી જામનગરવાંકાનેરગાંધીધામજેવાં મહત્વનાં નગરો સાથે રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે.

મોરબી
—  શહેર  —
મોરબીનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ22°48′43″N 70°49′25″E / 22.811989°N 70.823619°E
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોમોરબી
વસ્તી૧,૯૪,૯૪૭ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)

મોરબી શહેર વચ્ચેથી મચ્છુ નદી વહે છે. નળિયાં, ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો માટે મોરબી વિશ્વભરમાં પ્રખ્યાત છે.[૨] એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે "પેરિસ ઓફ ધ ઇસ્ટ" તરીકે પંકાયેલુ મોરબી નગર અગિયારમી ઓગસ્ટ, ૧૯૭૯ના દિવસે ઉપરવાસમાં આવેલ મચ્છુ-૨ બંધના પાળા તુટવાને કારણે જળપ્રલયનો ભોગ બની ભારે તારાજ થયું હતું.

મણીમંદિરઝુલતો પુલ, પાડા પુલ અને મોરબીનો ટાવર મોરબીનાં મુખ્ય આકર્ષણો છે.

મોરબી રજવાડું

મોરબી રજવાડું એ ગુજરાતના કાઠિયાવાડ પ્રદેશમાં આવેલા ઐતહાસિક હાલાર વિસ્તારનું બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. ગુજરાતનું હાલનું મોરબી શહેર તેનું પાટનગર હતું.

મોરબી સ્ટેટ
મોરબી રજવાડું
બ્રિટિશ ભારતનું રજવાડું
૧૬૯૮–૧૯૪૮ 

Flag of મોરબી

ધ્વજ

Location of મોરબી
સૌરાષ્ટ્રમાં મોરબી રજવાડાનું સ્થાન
ઇતિહાસ
 • સ્થાપના૧૬૯૮
 • ભારતની સ્વતંત્રતા૧૯૪૮
વિસ્તાર
 • ૧૯૩૧૬૨૭ km2(૨૪૨ sq mi)
વસતિ
 • ૧૯૩૧૪૨,૬૦૨ 
ગીચતા૬૭.૯ /km2  (૧૭૬ /sq mi)
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, ed. (૧૯૧૧).એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા (૧૧મી ed.). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.
મોરબીના મહારાજા ઠાકોર સાહેબ સર વાઘજી દ્વિતિય રાવજી (૧૮૫૮ - ૧૯૨૨).

રાજ્યના છેલ્લા શાસક મહારાજા લખધીરજી વાઘજીએ ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ સંધિ કરી હતી.

ઇતિહાસફેરફાર કરો

મોરબી રજવાડાની સ્થાપના ૧૬૯૮ની આસપાસ કન્યોજીએ કરી હતી. જ્યારે કાકા પ્રાગમલજી પ્રથમે તેમના પિતાની હત્યા તેમના કરી નાખી ત્યારે તેઓ તેમની માતા સાથે નાસીને ભુજછોડીને મોરબી સ્થાયી થયા હતા.૧૮૦૭માં મોરબી બ્રિટિશ છત્રછાયા હેઠળ આવ્યું ત્યારે આ રાજ્ય બોમ્બે પ્રેસિડેન્સીની કાઠિયાવાડ એજન્સીનો ભાગ હતું.

૧૯૪૩માં 'જોડાણ યોજના' હેઠળ મોરબી રજવાડાનો વિસ્તાર વધુ ૩૧૦ ચોરસ કિમી અને ૧૨,૫૦૦ લોકો સાથે વધ્યો હતો, જ્યારે હડાલા તાલુકો, કોટડા-નાયાણી થાણા અને માળિયાનું નાનું રાજ્ય મોરબીમાં ભળી ગયું હતું.

શાસકોફેરફાર કરો

રાજ્યના શાસકોને 'ઠાકોર સાહેબ' કહેવાતા. મોરબી રજવાડાનું શાસન જાડેજા વંશના સૌથી ઊંચા રાજપૂતોનાહાથમાં હતું.

ઠાકોર સાહેબોફેરફાર કરો

મહારાજા વાઘજી (દ્વિતિય) રાવજી, (શા. ૧૮૭૦-૧૯૨૨)
  • ૧૬૯૮ - ૧૭૩૩ કન્યોજી રાવજી (કચ્છના) (મૃ. ૧૭૩૩)
  • ૧૭૩૩ - ૧૭૩૯ અલિયાજી કન્યોજી (મૃ. ૧૭૩૯)
  • ૧૭૩૯ - ૧૭૬૪ રાવજી અલિયાજી પ્રથમ (મૃ. ૧૭૬૪)
  • ૧૭૬૪ - ૧૭૭૨ પછાનજી રાવજી (મૃ. ૧૭૭૨)
  • ૧૭૭૨ - ૧૭૮૩ વાઘજી પ્રથમ રાવજી (મૃ. ૧૭૮૩)
  • ૧૭૮૩ - ૧૭૯૦ હમિરજી વાઘજી (મૃ. ૧૭૯૦)
  • ૧૭૯૦ - ૧૮૨૮ જયાજી વાઘજી (મૃ. ૧૮૨૮)
  • ૧૮૨૮ - ૧૮૪૬ પૃથિરાજજી જયાજી (મૃ. ૧૮૪૬)
  • ૧૮૪૬ - ૧૭ ફેબ્રુઆરી ૧૮૭૦ રાવજી દ્વિતિય પૃથિરાજજી (જ. ૧૮૨૮ - મૃ. ૧૮૭૦)
  • ૧૭ ફેબ્રુઆરી ૧૮૭૦ - ૧૧ જુલાઇ ૧૯૨૨  વાઘજી દ્વિતિય રાવજી (જ. ૧૮૫૮ - મૃ. ૧૯૨૨) (૧૬ ફેબ્રુઆરી ૧૮૮૭થી મહારાજા) (૩૦ જૂન ૧૮૮૭થી સર વાઘજી દ્વિતિય રાવજી)
  • ૧૭ ફેબ્રુઆરી ૧૮૭૦ - ૧ જાન્યુઆરી ૧૮૭૯ વાલીઓ (સંચાલન મંડળ)
    • - શંભુપ્રસાદ લક્ષ્મીલાલ
    • - ઝુનઝુનાબાઇ સખીદાસ (૧૮૭૯ સુધી)
  • ૧૧ જુલાઇ ૧૯૨૨ - ૩ જૂન ૧૯૨૬ લખધીરજી વાઘજી (જ. ૧૮૭૬ - મૃ. ૧૯૫૭)

ઠાકોર સાહેબ મહારાજાફેરફાર કરો

  • ૩ જૂન ૧૯૨૬ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ લખધીરજી વાઘજી (એસ. એ.) (૧ જાન્યુઆરી ૧૯૩૦થી સર લખધીરજી વાઘજી)

શૈક્ષણિક સ્થળોફેરફાર કરો

  • સ્નાતક કોલેજ
  • એલ. ઇ. એન્જિનિયરિંગ કોલેજ (ડિપ્લોમા અને ડિગ્રી)
  • દોશી હાઇસ્કુલ મોરબી
  • વી.સી. ટેક્નીકલ હાઇસ્કુલ
  • ગર્લ્સ હાઇસ્કુલ
  • ઓમ વિવિઆઇએમ
  • શ્રી સ્વામીનારાયણ ગુરૂકૂળ
  • આર્યાવર્ત એડયુકેશનલ એકેડેમી

મોરબીના જોવા લાયક સ્થળફેરફાર કરો

  • મયુર પુલ
  • ઝૂલતો પુલ
  • ઝૂલતો પુલ, મોરબી

    ઝૂલતો પુલ, મોરબી

    ઝૂલતો પુલ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલાગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી શહેર ખાતે મચ્છુ નદી પર બાંધવામાં આવેલ પુલ છે, જે એક યુરોપિયન શૈલીનું સ્થાપ્ત્ય છે, જે આજથી સવાસો વર્ષ પહેલાં લંડનનાં મહારાણી વિક્ટોરિયાએ નાઈટ કમાન્ડર ઓફ ધ સ્ટેટ ઓફ ઈન્ડિયાનો ખિતાબ જેમને આપ્યો હતો એવા મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવડાવ્યો હતો. આ પુલ સાતસો પાંસઠ ફૂટ લંબાઈ અને સાડાચાર ફૂટ (૪.૬ ફૂટ) પહોળાઈ ધરાવે છે[૧]. ઈ. સ. ૧૮૮૭માં આ પુલનું નિર્માણ થયું, ત્યારે તેની જમીનથી સાઠ ફૂટ ઊંચાઈ હતી[૨][૩].

  • મણીમંદિર
  • મણીમંદિર

    વેલિંગ્ડન સેક્રેટિઆટ
    વેલિંગ્ડન સેક્રેટિઆટ
    વેલિંગ્ડન સેક્રેટિઆટ
    વેલિંગ્ડન સેક્રેટિઆટની ઉદ્ઘાટન તકતી

    મણી મંદિર સ્થાપત્યનો એક અદભૂત નમુનો છે જેગુજરાતના મોરબી જિલ્લાના મોરબી શહેરમાં આવેલ છે, જે Wellingdon Secretariat ના નામે પણ ઓળખાય છે. વાઘ મહેલ તરીકે ઓળખાતું આ માળખું ૧૯૩૫માં મોરબીના મહારાજા શ્રી વાઘજી ઠાકોરે બનાવેલ છે. ૧૩૦ રૂમ તથા વચ્ચે મંદિર આવેલ છે. જેમાં લક્ષ્મી નારાયણ, કાલિકા, શ્રી રામ, રાધા કૃષ્ણ તથા શિવજીના મંદિરો છે. ત્યારના સમય માં ૩૦ લાખનો માતબર કહી શકાય તેવો ખર્ચો તેના બાંધકામમાં થયો હતો.

    "મણી" નામની છોકરીની યાદમાં આ તાજમહેલ સમાન સ્મારક છે.(સંદર્ભ આપો) ૧૯૭૯માં આવેલ મચ્છુ નદીનીભયંકર જળ હોનારત ને તો આ સ્મારક સહન કરી ગયું પણ ૨૦૦૧માં આવેલ જોરદાર ભૂકંપમાં આ પથ્થર નો અદભુત નમુનો ન ટકી શક્યો. ત્યારે આ સ્મારક મોરબી તાલુકાના વહીવટનું મુખ્ય સ્થળ હતું ને બધી મહત્વની સરકારી કચેરીઓ ત્યાં હતી.

    ભૂકંપમાં જર્જરિત થયેલ સમારકનું સમારકામ ચાલુ છે ને જેનું અંદાજીત ખર્ચો ૨૦ કરોડ થશે. ત્યાં એક સંગ્રહાલય સ્વરૂપે ગુજરાત અને સૌરાષ્ટ્રની કલા અને સંસ્કૃતિની સાચવણી થશે. આ સમારકામની જવાબદારી મોરબીના રાજવી પરિવારે લીધી છે.

  • વાઘ મહેલ
  • ગ્રીન ચોંક ટાવર
  • નહેરુ ગેટ (નગર દરવાજો )
  • ન્યુ પેલેસ (આર્ટ દેકો પેલેસ)

મોરબીજિલ્લો
ગુજરાતમાં સ્થાનદેશભારતરાજ્યગુજરાતસ્થાપનાઓગસ્ટ ૧૫, ૨૦૧૩સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)વાહન નોંધણીGJ-36વેબસાઇટmorbi.gujarat.gov.in

ઇતિહાસ

૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ ચાર તાલુકા રાજકોટ જિલ્લામાંથી અને એક તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાંથી છૂટો પાડીને કુલ પાંચ તાલુકા વાળો આ નવો જિલ્લો મોરબી બનાવવામાં આવ્યો હતો.[૧][૨]

તાલુકાઓ

મોરબી જિલ્લામાં નીચેના પાંચ તાલુકાઓનો સમાવેશ થાય છે.[૩]

મોરબી તાલુકો

મચ્છુ નદી

મચ્છુ નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતરાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબીસુરેન્દ્રનગર અને રાજકોટજિલ્લાઓમાં વહેતી મહત્વની નદી છે. ૧૩૦ કિલોમીટર જેટલી લંબાઇ ધરાવતી આ નદી મોટે ભાગે મોરબી જિલ્લામાં પોતાનો પંથ કાપે છે. માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા, મસોરો, આસોઇ, ખારોડિયો, બેટી, લાવરિયો, અંધારી, મહા જેવી નાની નદીઓ ભળી જાય છે. આ નદીનો નિતાર પ્રદેશ (catchment area) લગભગ ૨,૫૧૫ ચોરસ કિલોમીટર જેટલો છે.[૧] મચ્છુ નદી જસદણ તાલુકાના દહીંસરા ગામ પાસેથી નીકળી રાજકોટ તાલુકાવાંકાનેર તાલુકામોરબી તાલુકા થઇને અંતે માળિયા (મિ.) તાલુકાના હંજીયાસર ગામ પછી કચ્છના નાના રણમાં મળી જાય છે.

મચ્છુ નદી
Another view from the Bridge Morbi - panoramio.jpg
મચ્છુ નદી, મોરબી.
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લાઓસુરેન્દ્રનગરરાજકોટમોરબી
Basin
Main sourceજસદણ ટેકરીઓ
Basin size2,515 km2 (971 sq mi)*
Physical characteristics
Length141.75 km (88.08 mi)
Features
Tributaries
  • Left:
    બેટી, અસોઇ
  • Right:
    જંબુરી, બેણિયા, મચ્છુરી, મહા

દંતકથાફેરફાર કરો

એકવાર મહાદેવજી ક્ષીર સાગરને કિનારે પાર્વતીજીને અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા. એમની નજીકમાં એક મગર થોડા સમય પહેલાં જ એક જીવતા માણસને ગળી જઈ બેઠો હતો. શંકર ભગવાનનો ઉપદેશ સાંભળી કોઇક રીતે મગરના પેટમાંથી આ માણસ બહાર આવ્યો અને જ્ઞાની પુરુષ બન્યો. મગરમચ્છ દ્વારા બીજો જન્મ પામેલ આ માણસમત્સ્યેન્દ્રનાથ તરીકે ઓળખાયા, જેમણે હઠયોગી તરીકે ખ્યાતિ મેળવી હઠયોગ પ્રદીપિકા નામનો ગ્રંથ પણ લખ્યો હતો. મત્સ્યેન્દ્રનાથના એક ગૌરવશાળી શિષ્ય ગોરખનાથએગુરુની પુત્રો પ્રત્યેની વધુ પડતી આસક્તિ હોઇ, બંને પુત્રોને નદીકિનારે મારી નાખ્યા. આ બંને પુત્રોને નદીનાં માછલાંનો અવતાર મળ્યો. આમ મચ્છ અને મત્સ્ય પરથી આ નદી મચ્છુનદી તરીકે ઓળખાવા લાગી.

સિંચાઇફેરફાર કરો

સિંચાઇના હેતુને અનુલક્ષીને ૧૯૬૧ના વર્ષમાં વાંકાનેરનીઉપરવાસમાં, ૨૩ કિલોમીટર જેટલા અંતરે મચ્છુ-૧ બંધનું બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોરબી તાલુકામાં જોધપુર નદી ગામ પાસે, (મોરબીથી ૬ કિલોમીટર ઉપરવાસમાં) મચ્છુ-૨ બંધનું કામ શરુ થયું હતું, જે ૧૯૭૨ના વર્ષની આસપાસ પુરું થયું હતું.

જળ હોનારતફેરફાર કરો

૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ના રોજ ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી મચ્છુ-૨ જળબંધમાં પાણીનું સ્તર વધી ગયું હતું અને બપોરે ૩.૩૦ કલાકે મચ્છુ-૨ નો માટીનો પાળો તૂટી ગયો હતો. જેથી ભયંકર જળ હોનારત સર્જાઈ હતી. જેમાં હજારો લોકોનાં મૃત્યુ થયા હતા. મોરબી મચ્છુ-૨ બંધ જળ હોનારતમાં તણાઈને મૃત્યુ પામેલા દિવંગતોની સ્મૃતિમાં રાણી બાગમાં, મણિમંદિરની સામે, એક સ્મૃતિ સ્મારક ઉભુ કરવામાં આવેલ છે. આ ભયંકર જળ હોનારત ઉપર હાર્વર્ડ યુનિવર્સિટીના છાત્રોએ કરેલું સંશોધન પુસ્તક રૂપે પ્રકાશિત થયેલ છે

૧૯૭૯ મચ્છુ બંધ હોનારત

મચ્છુ બંધ હોનારત અથવા મોરબી બંધ હોનારત એ પૂર હોનારત હતી જે ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ ભારતમાંસર્જાઇ હતી. મચ્છુ નદી પર આવેલો મચ્છુ-૨ બંધ તૂટતારાજકોટ જિલ્લાના ‍(હવે, મોરબી જિલ્લામાંમોરબી શહેરમાં પાણી ફરી વળ્યું હતું.[૨] વિવિધ અંદાજ અનુસાર ૧,૮૦૦ થી ૨૫,૦૦૦ લોકોના મૃત્યુ આ દુર્ઘટનામાં થયા હતા.[૧][૩][૪]

મચ્છુ બંધ હોનારત
સ્થાનમોરબી અને રાજકોટ જિલ્લાના ગામો
મૃત્યુ૧૮૦૦-૨૫૦૦૦ (અંદાજીત)[૧]
Location of Machhu dam and Morbi

અત્યંત ભારે વરસાદ અને પૂરને કારણે ૪ કિમી લાંબા મચ્છુ-૨ બંધની દિવાલોમાં ગાબડાં પડ્યા હતા. બંધના સ્પિલવેની ક્ષમતા ૫,૬૬૩ મી³/સે હતી, જ્યારે વાસ્તવમાં પાણી બંધની ક્ષમતા કરતા ત્રણ ગણું એટલે કે ૧૬,૩૦૭ મી³/સે પર પહોંચતા બંધ તૂટી પડ્યો હતો. ૨૦ મિનિટમાં જ ૧૨થી ૩૦ ફીટ (૩.૭ થી ૯.૧ મીટર)ની ઉંચાઇના પાણી મોરબીના નીચાણ વાળા વિસ્તારમાં ફરી વળ્યાં હતા, જે બંધથી ૫ કિમી દૂર આવેલું શહેર હતું. બંધના ફરીથી બાંધકામ સમયે બંધની ક્ષમતા ચાર ગણી વધારીને ૨૧,૦૦૦ મી³/સે કરવામાં આવી હતી.[૫]

આ બંધ તૂટવાની ઘટનાને ગિનેસ બૂક ઓફ રેકોર્ડ્સમાં સૌથી ખરાબ બંધ દુર્ઘટના તરીકે નોંધવામાં આવી હતી.[૬] (૧૯૭૫ની બાન્કિઓ બંધ હોનારતની વિગતો ૨૦૦૫માં જાહેરમાં મૂકાઇ એ પહેલાં.[૭]‌) નો વન હેડ અ ટંગ ટુ સ્પિક નામના પુસ્તકમાં ટોમ વૂટેન અને ઉત્પલ સાંડેસરાએ સરકારી દાવાને નકારી કાઢ્યો હતો કે બંધ તૂટવાની ઘટના કુદરતી આફત હતી અને તેમણે બાંધકામ અને સંદેશાવ્યવહાર ખામીઓને કારણે દુર્ઘટના ઘટી અને વિસ્તરી હોવાનું જણાવ્યું છે.[૮] વધુમાં, નાણાંકીય નુકશાન પણ ભારે થયું હતું. પૂરને કારણે પાક અને અનાજ ઉત્પાદનની ક્ષમતા પર ભારે અસર પડી હતી.


ટંકારા તાલુકો

વાંકાનેર તાલુકો

હળવદ તાલુકો

માળિયા (મિયાણા) તાલુકો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...