ગુરુવાર, 23 ઑગસ્ટ, 2018

દેવભૂમિ દ્વારકા જિલ્લો

દેવભૂમિ દ્વારકા જિલ્લો

ગુજરાત રાજ્યનો એક જિલ્લોદેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતના ગુજરાત રાજ્યમાં આવેલો જિલ્લો છે. ખંભાળિયા આ જિલ્લાનું વહીવટી મથક છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં સ્થાન
ગુજરાતમાં સ્થાન
Coordinates: 22°12′N 69°39′E / 22.200°N 69.650°E
દેશ ભારત
રાજ્યગુજરાત
વિસ્તારસૌરાષ્ટ્ર
રચના૧૫ ઓગસ્ટ ૨૦૧૩
મુખ્ય મથકખંભાળિયા
વસ્તી (૨૦૧૧)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારIST (UTC+૫:૩૦)
વાહન નોંધણીGJ-૩૭
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ

ઇતિહાસફેરફાર કરો

દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ સાત નવરચિત જિલ્લાઓ સાથે થઇ હતી. આ જિલ્લોજામનગર જિલ્લામાંથી છૂટો પડાયો હતો.

પ્રવાસનફેરફાર કરો

આ જિલ્લામાં પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાબેટ દ્વારકા, નાગેશ્વર વિગેરે જેવા પ્રવાસન સ્થળો આવેલા છે.

વસ્તીફેરફાર કરો

દેવભૂમિ દ્વારકા જિલ્લાની વસ્તી ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૭,૫૨,૪૮૪ અને વિસ્તાર ૪,૦૫૧ ચોરસ કિમી છે.[

દ્વારકા

દ્વારકા  ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતરાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે.

દ્વારકાद्वारका/Dwarikaરણછોડરાયજીની નગરી—  નગર  —

દ્વારકાધીશનું મંદિર

ગુજરાતમાં આવેલું પવિત્ર યાત્રાધામ દ્વારકા દંતકથા સમાન ઈતિહાસ ધરાવે છે. કહેવાય છે કે આ દ્વારકા નગરી ભગવાન શ્રી કૃષ્ણએ ૩પ૦૦થી ૪૦૦૦ વર્ષ પહેલા વસાવેલી. મહાભારતમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે દ્વારકા સમુદ્રમાં ડુબી ગયેલી હતી. હરિવંશમાં આવેલા ઉલ્લેખ પરથી પ્રતિપાદિન થાય છે કે દ્વારકા નગરી ગોમતી નદીના કિનારે વસેલી હતી. જ્યાં સાગરનો અંતિમ કિનારો આવેલો છે. સુવર્ણ નગરી દ્વારકાના ડુબી જવા અંગે મળેલી ઐતિહાસિક બાબતો પુરાતત્વ અને દરિયાઈ સંશોધન માટે રસપ્રદ છે.

હાલનું દ્વારકાધીશનું મંદિર આ શ્રેણીમાં પાંચમીવાર બાંધવામાં આવેલું મંદિર છે. આ ૧થી પ વખત બંધાયેલા મંદિર ત્રણથી સાત સુધીના દ્વારકાના નવસર્જનના સમાંતર છે. હાલનું દ્વારકા ગામ એ દ્વારકાનું આઠમું રૃપાંતરણ છે. દ્વારકાધીશનું ૪૩ મીટર ઉંચુ સાત માળનું વિશ્વપ્રસિધ્ધ જગદમંદિર ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થળે આવેલું છે. મંદિરના અંદરનો ભાગ ૧૩મી સદીનો હોય એવું દ્રષ્ટિગોચર થાય છે. જ્યારે અન્ય હિસ્સાઓ જેમકે મધ્યખંડ, જે લાડવા મંડપ તરીકે ઓળખાય છે. તે ઉપરાંત પ્રેરણારુપ શિખરો પંદરમી સદીની શિલ્પકલાનું પ્રમાણ છે. ગોમતી નદીના તટ પર અન્ય અનેક પુરાતન મંદિરો પણ આવેલા છે.

હજારો વર્ષ પહેલા મોટી નૌકાઓ ગોમતીઘાટ પર લાંગરવામાં આવતી. ૧૮૯૦માં મહારાજા ગાયકવાડે ત્યાં પથ્થરની દીવાલ બનાવી લીધી. આ દીવાલના અવરોધને કારણે ગોમતી ઘાટનું પાણી સમુદ્રમાં ઠલવાતું અટકી ગયું. આ સ્થળે પિૃમમાં દરિયાઈ દેવ સમુદ્રનારાયણનું મંદિર આવેલું છે. આ મંદિર સંશોધનનો રસપ્રદ વિષય બની શકે તેમ છે. આ કથા સ્તર મળી આવેલા રાતા રંગના અવશેષો તેમજ ૧૦ અને ૧૦બ પર મળી આવેલા પદાર્થો સાબિત કરે છે કે પ્રાગૈતિહાસિક કાળમાં વહન થઈ આવેલા પદાર્થો ત્યાં જમા થયા હશે.

દ્વારકાના ખોદકામ દરમિયાન મળી આવેલા પાણી ગરમ કરવાના દેગડા, અન્ય પ્રતિકૃતિઓ રંગપુરથી મળી આવેલા વાસણો ત્યાં જ છે. ૧૯૭૯થી ૧૯૮૦ના ખોદકામે દ્વારકાની ઈ.સ. પંદમી સદીથી વિક્રમ સંવતની ૧પમી સદીની પ્રાચીનતાને ઉજાગર કરી છે. અને ૩પ૦૦ વર્ષ પહેલાના દ્વારકાના ભૂસ્તરોના કિનારે થયેલી ભૂસ્તરીય હિલચાલ ઉપરાંત જે કંઈ દરિયાઈ પરિબળને કારણે ફેરફાર થયા છે તેનો ખ્યાલ આવે છે.

પહેલી વખતના સ્થાપન બી સીની ૧પમી સદીમાં કરવામાં આવેલ. જે ડૂબી ગયું અથવા ધોવાઈ ગયું. બીજું ૧૦મી સદીમાં કરવામાં આવેલ. ત્યારબાદ ઘણાં અંતરાલ પછી ત્રીજું સ્થાપન કરવામાં આવ્યું. જ્યારે દરિયાના મોજા કે તોફાનમાં પહેલું મંદિર નષ્ટ થઈ ગયું ત્યારે બીજું મંદિર એ જ જગ્યાએ બનાવવામાં આવ્યું. બીજું મંદિર પણ ક્ષ્ષ્ટ થયું ત્યારે વિષ્ણુંનું મંદિર નવમી સદીમાં જેને શક્યતઃ બારમી સદીમાં વાવઝોડાને કારણે નુકસાન પહોંચ્યું. તોફાની હવાને કારણે એના છાપરા ઉડી ગયા હશે. જેથી પ્લીન્થ અને દીવાલો ખુલ્લા રહી ગયા હશે. મોટું મંદિર તેના તરતના સમયમાં બાંધવામાં આવ્યું. ચોથા સંશોધન કાર્ય વખતે ત્રણ તરફથી જોડી શકાય, પકડ ધરાવતા પથ્થર મળી આવ્યા હતા. જે બી.સી.ની બારમી અને ચૌદમી સદીમાં સાયપ્રસ અને સિરિયામાંથી મળી આવતા હતા.

 દ્વારકા 

દ્વારકાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ22°14′N 68°58′E / 22.23°N 68.97°Eદેશ ભારતરાજ્યગુજરાતજિલ્લોદેવભૂમિ દ્વારકાવસ્તી૩૮,૮૭૩[૧] (૨૦૧૧)અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)વિસ્તાર

દ્વારકા શહેર

અહીં દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણીઓવાળુ છે. ૬૦ થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્રારેથી મંદિરની બહાર નિકળે છે. દ્વારકાથી ત્રીસ કિ.મી. દુર બેટદ્વારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્વારકાથી બોટમાં બેસીને જળમાર્ગે બેટ દ્વારકા જવાય છે. અહિંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે

સોનાની દ્વારકા ક્યાં છે ?

શ્રીકૃષ્ણ અને યાદવો મથુરા છોડીને સૌરાષ્ટ્રના સમુદ્રતટે આવ્યા, ત્યારે નગરીના નિર્માણ માટે વિશાળ સાગરતટ પ્રદેશ પર તેમની નજર ઠરે છે, અને વિશ્વકર્માજીને આહ્વવાન કરે છે, અને દ્વારકા નગરીના નિર્માણ માટે કહે છે. જો સમુદ્રદેવ દ્વારકાનગરીના નિર્માણ માટે થોડી ભૂમિ આપે તો જ આ કાર્ય પાર પડે તેમ હતું. શ્રી વિશ્વકર્માએ શ્રી કૃષ્ણને આ વાત જણાવી, ત્યારે શ્રી કૃષ્ણએ સમુદ્રદેવની આરાધના કરી અને પ્રસન્ન થઈને સમુદ્રદેવે બાર જોજન જેટલી જમીન સમર્પિત કરી. તેના પર વિશ્વકર્માજીએ સોનાની દ્વારકા નગરીનું નિર્માણ કર્યું. આ નગરીને દ્વારાવતી તથા કુશસ્થલીના નામથી પણ ઓળખાય છે.

મહાભારતના યુદ્ધના 36 વર્ષ પછી શ્રીકૃષ્ણ ભગવાને રચેલી દ્વારકા સમુદ્રમાં સમાઈ જાય છે. ત્યાર પછી એક દંતકથા મુજબ કૃષ્ણના જીવનનો અંત સોમનાથ પાસેના ભાલકાતીર્થમાં પારધીના બાણથી ઘવાયા હતા અને અરબી સમુદ્રના તટે સોમનાથની તીરે ત્રિવેણી સંગમ ખાતે શ્રીકૃષ્ણે દેહોત્સર્ગ કર્યો હતો. તે સમય પછી આ પ્રાચીન દ્વારકા નગરી સમુદ્રના પેટાળમાં હંમેશને માટે સમાઈ ગઈ હતી. મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરનું રાજતિલક થયું ત્યારે કૌરવોની માતા ગાંધારીએ મહાભારતના યુદ્ધ માટે શ્રીકૃષ્ણને જવાબદાર ગણીને શ્રાપ આપ્યો હતો કે કૌરવોના વંશનો જે રીતે નાશ થયો છે, તે રીતે જ યદુવંશનો પણ નાશ થશે. તે પ્રમાણે જ અર્જુન આવીને દ્વારકાવાસીઓને પોતાની સાથે લઈ જાય છે, પણ તે પહેલાં કૃષ્ણના પરિવારજનો સ્વર્ગે સીધાવે

મહાભારતમાં કહેવાયું છે કે આખરે પ્રલયમાં દ્વારકા નગરી ડૂબી ગઈ. દ્વારકાના સાગરકાંઠે આર્કિયોલોજી દ્વારા થયેલા સંશોધનોમાં પાણી નીચે નગરના અવશેષો મળ્યાં છે. ઈસવીસન પૂર્વે 1500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિનું તે નગર મનાય છે. શ્રદ્ધાળુઓ તેને કૃષ્ણની સોનાની દ્વારકા જ માને છે.

ઈતિહાસકારોમાં દ્વારકા ક્યા હતી એ અંગે અનેક મતમતાંતર છે. કૃષ્ણયુગ પુરો થયો ને પાંચ હજાર વર્ષ પુરા થઈ ગયાં છે, પણ હજી કૃષ્ણની દ્વારકા કયાં હતી, તે પ્રશ્ન એમનો એમ રહ્યો છે. દરિયાના તળિયે સોનાની દ્વારકા ડૂબી ગઈ તેની દંતકથા છે. માટે સમુદ્રના પાણીમાં દ્વારકા નગરી હોવાની માન્યતા પ્રબળ છે. અને એ દિશામાં સંશોધન થઈ રહ્યું છે. પણ હજી સુધી નક્કર કહી શકાય તેવા કોઈ પુરાવા મળ્યાં નથી.

આજની દ્વારકા નગરી તે જ મૂળ દ્વારકા નગરી હોવાનું મનાય છે. ભક્તકવિ નરસિંહ મહેતાએ શામળિયાને હૂંડી લખી હતી તેમાં જે સરનામું ટાંકયું હતું, ‘ સ્વસ્તી શ્રીમંત શુભ સ્થાન દ્વારામતી, રાય રણછોડને કરું પ્રણામ, સાગરબેટમાં ઠેઠ મધ્યે વસો, શામળા શેઠ પ્રસિદ્ધ નામ’. તે મુજબ જોઈએ તો બેટદ્વારકા એ અસલ દ્વારકા છે. બીજી તરફ આદ્ય શંકરાચાર્ય હાલની દ્વારકાને ઓરિજનલ દ્વારકા ગણે છે. માટે તેમણે શારદાપીઠની સ્થાપના કરી હતી. પુરાત્વ જાણકારો પણ આ દ્વારકાને અસલ દ્વારકા ગણે છે. બીજી વાત એવી છે કે મહાભારતના ઉલ્લેખ પ્રમાણે દ્વારકા રૈવતક નામના પર્વત પાસે હતું. આજનું દ્વારકા જ્યાં છે, તો કોઈ પર્વત નથી. એક શકયતા એ છે કે જૂનાગઢને દ્વારકા તરીકે રજૂ કરાઈ રહ્યું છે, પણ કોઈ પુરાવા કે સંકેત મળતા નથી.

કોડીનાર પાસે મૂળ દ્વારકા નામનું ગામ છે. અહીંથી ઈસવીસન દસમી સદીના અવશેષો મળી આવ્યાં છે. ખોદકામ દરમિયાન અહીંથી ગોળાકાર બાંધકામ મળ્યું હતું. અને આ બાંધકામ પંદર ફૂટ ઊંચું હતું. સૌરાષ્ટ્રની પ્રાચીન દીવાદાંડી પણ મળી છે. જાણીતા પુરાત્વશાસ્ત્રી દ્વારકા અહીં હોવાનું માનતાં હતાં.

જો કે દ્વારકાના અનેક સરનામા મળ્યાં છે, પણ હજુ સુધી કોઈ નક્કર પુરાવા કે સંકેતો મળ્યાં નથી. પણ સોનાની દ્વારકા હતી તે વાત સાચી છે. જો કે શોધસંશોધન પૂરતું થયું નથી. હવે આજે 7 ઓકટોબર, 2017ના રોજ પીએમ મોદીએ જાહેર મંચ પર પોતાના સંબોધનને અંતે સોનાની દ્વારકાનો ઉલ્લેખ કરીને એક્સપર્ટને કામ સોંપ્યું છે, અને સોનાની દ્વારકા શોધવા માટે બીડું ઝડપ્યું છે. જો ખરેખર અને હકીકતમાં દ્વારકાની શોધ કરાશે તો 100 ટકા પુરાવા મળશે જ.

સ્થાપત્ય ઇતિહાસ : 

હિન્દુ સાહિત્ય પ્રમાણે મગધદેશના રાજા જરાસંઘના ત્રાસથી કંટાળીને ભગવાન કૃષ્ણ, જેને વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. તેઓ દ્વારિકામાં આવીને વસ્યા. આ માટે તેઓએ ઓખામંડળના કાબાઓ સાથે સંઘર્ષ કરવો પડયો હતો.

શ્રી કૃષ્ણએ પોતાની રાજધાની ગોમતી ઘાટે ‍દ્વારકાને પોતાની રાજધાની બનાવી.

હાલનું ત્રૈલોક્યસુંદર જગદમંદિર કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભે બંધાવ્‍યું હતું. જે પોતાની ધર્મપ્રિયતા માટે લોકપ્રિય હતો. હિંદુઓમાં એવી માન્‍યતા છે કે આ મંદિર રાતોરાત એટલે કે માત્ર એક જ રાતમાં કોઈ દૈવીશક્તિથી વ્રજનાભના માર્ગદર્શન હેઠળ બંધાયું છે

શ્રી કૃષ્‍ણની આગેવાની હેઠળ યાદવોએ સૌરાસ્ટ્રનો પશ્ચિમ પ્રદેશ અને હવેના જુનાગઢ અને જામનગર જિલ્લાઓને એક કર્યા હતા. પરંતુ પોતાના આજ વૈભવને કારણે તેઓ દારુ અને જુગારની બદીને લીધે છાકટા બની અંદરોઅંદર યુદ્ધે ચડ્યા. સમગ્ર યાદવકુળના અંત પછી ભગવાન શ્રી કૃષ્ણે પણ યોગ દ્વારા પ્રાણત્‍યાગ કર્યો અને દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ. દ્વારકાના મૂળ રહેવાસીઓ કાબાના નામે ઓળખાતા. આ સિવાયની અન્‍ય જાતિઓ મોડ, કાલા વગેરે હતી કાબા અને મોડા જાતિનું અસ્તિત્‍વ રહ્યું નથી. કાબાઓએ બીજી સદીમાં દ્વારકા પર ફરી વિજય મેળવ્‍યો, ત્‍યારબાદ સિરિયન શુકર બેલિયમે આ પ્રદેશ જીત્‍યો અને આ સમયગાળામાં દ્વારકા સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ. શુકર બેલિયમને અન્‍ય સિરિયન મહેમ ગુડુકાએ આ પ્રદેશમાંથી હાંકી કાઢયા..

૧૩મી સદીમાં રાઠોડોએ હેરુલ-ચાવડાઓ વચ્‍ચેના ઝઘડાનો લાભ લીધો બાકી બચેલા ચાવડાઓ અને હેરુલ વાઘેરોની જ્ઞાતિમાં ભળી ગયા. હવે ઓખા મંડળના સર્વસત્તાધીશ તરીકે વેરાવલજી રાઠોડ હતો. ત્‍યારબાદ ભીમજીના શાસન દરમ્‍યાન ગુજરાતના સુલતાન તરીકે જાણીતા મહંમદ બેગડાએ ઓખામંડળ પર આક્રમણ કર્યું અને મંદિરને ધ્‍વસ્‍ત કર્યું. એ પછીના થોડા સમયમાં વાઘેરોએ ફરી મુસ્લિમોને હાંકી કાઢયાં.

ત્‍યારપછીનો ૧૮૦૦ સુધીનો ઓખામંડળનો ઈતિહાસ ખાસ કશીજ નોંધનીય ઘટના વગરનો રહ્યો છે.

 

વર્ષ

ઘટનાઓ

ઈ.સ. ૧૮૦૭

કર્નલ વોકરને ૧૧,૦૦૦ રૂ.નો વેરો વસૂલવા ઓખામંડળ તરફ પ્રસ્‍થાન કરવા આદેશ અપાયો.

ઈ.સ. ૧૮૧૬

કર્નલ ઈસ્‍ટે આ વેરો ઘટાડ્યો અને આ જિલ્‍લાને ગાયકવાડના વહીવટમાં સામેલ.

ઈ.સ. ૧૮૪૫-૪૭

ગાયકવાડની સંચાલન વ્‍યવસ્‍થા નબળી હોવાને કારણે બે વખત શાસનવ્‍યવસ્‍થા વેરવિખેર થઈ ગઈ. આ વખતે બ્રિટીશ સરકારે બધું વ્‍યવસ્થિત કરવા લેફ. બાર્ટનની નિમણુંક કરી.

ઈ.સ. ૧૮૬૮

વાઘેરો ઓખામંડળ ગાયકવાડની આગેવાની નીચેના અમરેલીના જિલ્‍લાનો ભાગ બનવા માટે સહમત થયા.

ઈ.સ. ૧૯૪૭

સ્‍વતંત્ર પ્રાપ્‍તિ પછી ઓખામંડળ બરોડા રાજ્યનો હિસ્સો બની ગયું.

ઈ.સ. ૧૯૪૯

બરોડા રાજ્ય જેનો ઓખામંડળ એક ભાગ હતો, એ બોમ્‍બે રાજ્યમાં વિલિન થઈ ગયું.

ઈ.સ. ૧૯૪૯

ત્‍યારબાદ ઓખા અમરેલી જિલ્‍લાનો એક ભાગ રહ્યું.

ઈ.સ. ૧૯૫૯

આ સમયગાળા દરમ્‍યાન ઓખામંડળનો જામનગર જિલ્‍લામાં સમાવેશ કરવામાં આવ્‍યો અને તાલુકાનો દરજ્જો આપવામાં આવ્‍યો.

 

દ્વારકા નગરી- ડુબી ગયેલ દ્વારકા

ગુજરાત રાજયના જામનગર જિલ્‍લામાં ૨૨.૧૫ =. અક્ષાંશથી ૬૯ પૂર્વ રેખાંશવૃતો પર આવેલું પવિત્ર યાત્રાધામ દ્વારકા દંતકથા સમાન ઈતિહાસ ધરાવે છે. કહેવાય છે કે આ દ્વારકા નગરી ભગવાન શ્રી કૃષ્‍ણએ ૩૫૦૦ થી ૪૦૦૦ વર્ષ પહેલા વસાવેલી મહાકાવ્‍ય મહાભારતમાં કરવામાં આવેલ ઉલ્‍લેખ મુજબ દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયેલ હતી. હરિવંશમાં આવેલ ઉલ્‍લેખ પરથી એમ પ્રતિપાદિત થાય છે કે દ્વારકા નગરી ગોમતી નદીના કિનારે વસેલી હતી. જ્યાં સાગરનો અંતિમ કિનારો આવેલ છે. સુવર્ણનગ‍રી દ્વારકા ના ડૂબી જવા અંગે મળેલી ઐતિહાસિક બાબતો પુરાતત્વ અને દરિયાઈ સંશોધન માટે રસપ્રદ છે. કારણ કે આ અંગે કરવામાં આવેલા સંશોધનો પરથી જાણવા મળે છે કે આ દિશામાં કરવામાં આવેલ સંશોધન પરથી પ્રાપ્‍ત થતી વિગતો ભારતના ઈતિહાસની અગત્‍યતા, અંધારામાં રહેલી બાબત પર પ્રકાશ પાડી શકશે.

દ્વારકાધીશનું ૪૩ મી. ઉંચુ સાત માળનું વિશ્વપ્રસિદ્ધ જગદમંદિર ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમ સ્‍થળે આવેલું છે. મંદિરનો અંદરનો ભાગ ૧૩મી સદીનો હોય એવું દ્રષ્ટિગોચર થાય છે. જ્યારે અન્‍ય હિસ્‍સાઓ…. જેમકે મધ્‍યખંડ, જે લાડવા મંડપ તરીકે ઓળખાય છે. તે ઉપરાંત પ્રેરણારુપ શિખરો પંદરમી સદીની શિલ્‍પકલાનું પ્રમાણ છે. ગોમતી નદીના તટપર અન્‍ય અનેક પુરાતન મંદિરો પણ આવેલા છે.

દ્વારકાધીશ મંદિર સંકુલમાં પ્રદ્યુમનજી, દેવકીજી, પુરુષોત્તમજી, કુશેશ્વર મહાદેવ અને આદ્ય જગદગુરૂ શંકરાચાર્યએ નવમી સદીમાં સ્‍થાપેલ શારદાપીઠ પણ જોવા મળે છે. હજારો વર્ષ પહેલા મોટી નૌકાઓ ગોમતીઘાટ પર લાંગરવામાં આવતી. પરંતુ ૧૮૯૦માં મહારાજા ગાયકવાડે ત્‍યાં પથ્‍થરની દિવાલ બનાવી લીધી. આ દિવાલના અવરોધને કારણે ગોમતી ઘાટનું પાણી સમુદ્રમાં ઠલવાતું અટકી ગયું.

આ સ્‍થળે પશ્ચિમ દિશામાં દરિયાઈ દેવ સમુદ્રનારાયણનું મંદિર આવેલું છે. જે વરુણદેવના નામે પણ ઓળખાય છે. આ મંદિર પુરાતત્‍વની દષ્ટિએ, ઐતિહાસિક બાબતોના સંશોધનનો રસપ્રદ વિષય બની શકે એમ છે. જે પુરાણા બંદર પાસે આવેલ છે. ભૂસ્‍તરીય હિલચાલને પરિણામે જે સ્‍તરો બનેલા એના નમૂના પરથી એમની ઐતિહાસિક અને ભૂતકાળમાં બનેલી સામુહિક ઘટનાઓનો ખ્‍યાલ આવે છે. આ કથા સ્‍તર મળી આવેલા રાતા રંગના અવશેષો તેમજ ૧૦ અને ૧૦બ પર મળી આવેલા આ પદાર્થો સાબિત કરે છે કે પ્રાગૈતિહાસિક કાળમાં વહન થઈ આવેલા પદાર્થો ત્‍યાં જમા થયા હશે. નવમાં સ્‍તરમાં પીળી રેતી તથા દશમાં સ્‍તરમાં રાખોડી સ્‍લીટ મળી આવે છે. જ્યારે દશમાં સ્‍તરમાં ગુલાબી ગીમ ધરાવતી રેતી અને ૧૧માં સ્‍તરમાં કશાય વિશેષ પદાર્થો વગરનું છે.

દ્વારકા ના ખોદકામ દરમ્‍યાન મળી આવેલ પાણી ગરમ કરવાના દેગડા, અન્‍ય પ્રતિકૃતિઓ રંગપુરથી મળી આવેલ વાસણો ત્‍યાં જ છે. ૧૯૭૯ થી ૧૯૮૦ના ખોદકામે દ્વારકા ની ઈ.સ.ની પંદરમી સદીથી વિક્રમ સંવતની ૧૫મી સદીની પ્રાચીનતાને ઉજાગર કરી છે. અને ૩૫૦૦ વર્ષ પહેલાના દ્વારકાના ભૂસ્‍તરોનાં કિનારે થયેલી ભૂસ્‍તરીય હિલચાલ ઉપરાંત જે કંઈ દરિયાઈ પરિબળને કારણે ફેરફાર થયા છે. તેનો ખ્‍યાલ આવે છે. લગભગ આઠેક વખત થયેલા ફેરફારો અને તેના પુન: સ્‍થાપનને કંઈક આ રીતે વર્ણવી શકાય. (આઈ.એ.આર. ૧૯૭૯-૮૦-૨૨) પહેલી વખતના સ્‍થાપન બી.સી.ની ૧૫મી સદીમાં કરવામાં આવેલ જે ડૂબી ગયું અથવા ધોવાઈ ગયું. બીજું ૧૦મી સદીમાં કરવામાં આવેલ. ત્‍યારબાદ ઘણા લાંબા અંતરાલ પછી ત્રીજુ સ્‍થાપન કરવામાં લાલ રેખાઓ નજરે ચડે છે. જે દર્શાવે છે કે વર્કિંગ લેવલ કરતાં ઉંચું જોઈ શકાય એ માટે પ્‍લીંન્‍થ ખુલ્‍લી રાખવામાં આવેલી.

જ્યારે દરિયાના મોજા કે તોફાનને કારણે પહેલું મંદિર નષ્‍ટ થઈ ગયું. ત્‍યારે બીજું મંદિર એ જ જગ્‍યાએ બનાવવામાં આવ્‍યું. જ્યારે બીજુ મંદિર પણ નષ્‍ટ થયું ત્‍યારે વિષ્‍ણુનું મંદિર નવમી સદીમાં જેને શક્યતઃ બારમી સદીમાં વાવાઝોડાને કારણે નુકસાન પહોંચ્‍યું, તોફાની હવાને કારણે એના છાપરા ઉડી ગયા હશે. જેથી પ્‍લીન્‍થ અને દિવાલો ખુલ્‍લા રહી ગયા હશે. મોટું મંદિર તેના તરતના જ સમયમાં બાંધવામાં આવ્‍યું.

હાલનું દ્વારકાધીશનું મંદિર આ શ્રેણીમાં પાંચમીવાર બાંધવામાં આવેલ મંદિર છે. આ ૧ થી ૫ વખત બંધાયેલ મંદિર ત્રણથી સાત સુધીના દ્વારકાના નવસર્જનના સમાંતર છે. હાલનું દ્વારકા ગામ એ દ્વારકા નું આઠમું રૂપાંતરણ છે.

ત્રીજા સંશોધન કાર્ય વખતે મધ્‍યમ કદની ટ્રાન્સિસ્‍ટ લાઈનના સ્‍ટ્રક્ચર્સ (થાપણા) મળેલ. જે ૨૦૦ થી ૫૦૦ મી. એસએન મંદિરથી દરિયાની દિશામાં દૂર હતી. વનસ્‍પતિ અને કાદવીયા સ્‍તરોને દૂર કરતાં આ બાબત ધ્‍યાનમાં આવી હતી. તેનો અભ્‍યાસ કરતી એક બાબત ખાસ ધ્‍યાનાકર્ષક બની હતી કે એકસરખા મોટા ચૂનાના પથ્‍થરના ચોસલા પ્‍લીંમ્‍પ કે (૧.૫×૧×૦.૫ અને ૧× ૦.૭૫×૦.૩ મી) જે માપણ બાંધકામમાં વાપરવામાં આવેલ હતાં.

અભ્‍યાસની અનુકૂળતા માટે આ પથ્‍થરોને ચાર વર્ગમાં વિભાજીત કરવામાં આવેલ હતા. જેને એ અને ડી વર્ગીકૃત કરવામાં આવેલ હતાં. જે મુજબ એસ.એન. થી ૧૨ – ૧૩ અંતરે આવેલ બ વિભાગમાં તેમજ ૨૬,૨૭ થી નજીક આવેલ અને એસ.એન.થી સૌથી ૧૨ મળી આવેલ નમૂનાઓનો ડી માં સમાવેશ કરવામાં આવ્‍યો હતો. એ પ્રકારના બાંધકામમાં બે બાજુઓ હતી એ કહેવું મુશ્‍કેલ હતું કે તે એક મોટી ઈમારતનો કોઈ ભાગ હોય. પરંતુ ક્રિએન્ટિક પ્‍લાન અને થોડેક નજીકથી મળી આવેલા ચંદ્ર પથ્‍થર પરથી એ માન્‍યતાને પુષ્ટિ મળે છે કે આ બાંધકામ એ જગદમંદિર નો હિસ્‍સો છે. કારણ કે મંદિરના પ્રવેશદ્વાર પાસે જ પ્રથમ સોપાન ચંદ્ર પથ્‍થર મૂકવામાં આવે છે. આ બન્‍ને પથ્‍થરોમાનાં એક પથ્‍થરમાં ફાટ જોવા મળેલ છે. જે બાજુના પથ્‍થરને જોડવા માટે બનાવવામાં આવે છે.

ઈ.સ. ૧૯૮૬માં ચોથા સંશોધન કાર્ય દરમ્‍યાન જાણવા મળ્યું કે મેશનરીની દિવાલનાં ઉપરના ભાગના પથ્‍થરોને સમુદ્રના પ્રવાહ અને ભરતીને કારણે નુકશાન પહોંચેલું હતું. હકીકતમાં આ પથ્‍થરો કાદવ અને વનસ્‍પતિના જાડા થર નીચે આવેલ હતાં. આ વધારાના ભારને હટાવીને દિવાલને બીજી બાજુથી ખુલ્‍લી કરવામાં આવી અને આજુબાજુથી ખોદકામ કરીને ઓછામાં ઓછી બે દિવાલોનો અભ્‍યાસ કરી શકાય એ રીતે ખુલ્‍લું કરવામાં આવ્‍યું.

આ ચોથું સંશોધનકાર્ય થોડા સમય માટે વિકટ બની ગયું હતું. આ વખતે એ જાણવા મળ્યું કે ત્‍યાંથી મળી આવેલા ત્રણ તરફથી જોડી શકાય, પકડ ધરાવતા પથ્‍થર મળી આવ્‍યા હતાં. જે બી. સી. ની ચૌદમી અને બારમી સદીમાં સાયપ્રસ્‍ત અને સિરિયામાં મળી આવતાં હતાં. આ પથ્‍થરોમાંથી એકને કાળજીપૂર્વક બહાર કાઢી લેવામાં આવ્‍યો. થોડું નુકશાન થયું હોવા છતાં પણ એ ઘણી જ જહેમત પછી કાઢી શકાયો.

વર્ષના જુદા જુદા સમયગાળા દરમ્‍યાન ઓકટોબરથી મે સુધી કરવામાં આવેલ ખોદકામ દરમ્‍યાન એ તારણ કાઢવામાં આવ્‍યું કે દરિયાઈ સંશોધન કાર્ય માટેની સૌથી સારી ઋતુ નવેમ્‍બરના મધ્‍યથી ફેબ્રુઆરીના મધ્‍ય સુધી અનુકૂળ રહે છે. નવેમ્‍બર અને ડિસેમ્‍બર મહિનામાં પણ કયારેક કાશ્‍મીરમાં ભારે બરફ વર્ષાના કારણે ઉદભવતા અતિશય ઠંડા પવનોને કારણે સૌરાષ્‍ટ્ર – કચ્‍છ વિસ્‍તારમાં ભારે ઠંડી પડે છે. અને દરિયો અચાનક જ તોફાની બની જતો હોય છે.

અંતે, ૧૩મી ડિસેમ્‍બર ૧૯૮૬માં દરિયો ખૂબ જ તોફાની બન્‍યો. ૫ થી ૬ મી ઉંચે સુધી ઉછળતા તોફાની મોજાઓ ૨૦૦મી. સુધીના કિનારા પર પછડાઈ રહ્યા હતાં. દરિયામાંના ત્રીજા અને ચોથા સંશોધનકાર્ય વખતે સ્‍ટ્રકચરના સ્‍થળ પર લોખંડના સળિયા નિશાની રૂપે ગોઠવવામાં આવેલ હતા. ઉપરાંત વનસ્‍પતિ અને કાદવના થરોને દૂર કરવામાં આવ્‍યા હતાં. પાંચમું મિશન અતિ સફળ રહ્યું. આ વખતે અન્‍ય ત્રણ સ્‍ટ્રકચર મળી આવ્‍યા. જેના આવરણો દૂર કરતાં સ્‍ટ્રકચરની બાજુના કિલ્‍લાની દિવાલો મળી આવેલ એસ.એન. મંદિરમાં આઠસો મી. ઊંડે દરિયામાં હજારો સ્‍થાપ્‍ત્યના સભ્‍યો પડેલા રહ્યાં છે.

રેતી અને અન્‍ય વનસ્‍પતિથી ઢંકાયેલા અન્‍ય પાંચ સ્‍ટ્રકચરને એરલિફટ, એરજેટ વડે સાફ કરવામાં આવ્‍યા. કેટલાક સ્‍થળોએ મેશનરીની દિવાલોના અભ્‍યાસ કરવા માટે સ્‍ટ્રકચરની આજુબાજુથી એરજેટ વડે ખોદી કાઢવા પડેલ. ખોદકામ વખતે કાદવ, રેતી અને અન્‍ય પદાર્થોથી સીલ થયેલા સ્‍ટ્રકચરમાંથી કે દિવાલોમાંથી પત્‍થર છુટા પડી ઈજા પહોંચાડી શકે એવી ભયજનક શક્યતા હંમેશા રહે છે. ભારે પ્રવાહ, વમળ, ભરતીથી આ બાંધકામને વધુ નુકશાન પામતા અટકાવવા માટે નાના બાંધકામોને ખોલવામાં નહોતા આવ્યા.

આખા સંશોધનમાં મહત્‍વની વાત એ હતી. એસએન મંદિરથી ૬૦૦ મી. દરિયાની દિશામાં મળી આવેલા પિરામીડ આકારના બ્‍લોકસમાં સમગ્ર બાંધકામનો આંશિક હિસ્‍સો દર્શાવતા હતાં. દરિયાઈ વિસ્‍તારનાં આંતરિક સ્‍તરોમાંથી મળી આવતા બાંધકામના હિસ્‍સા જેવા કે ફોર્ટની દિવાલો બિલ્ડિંગના ખૂણાઓ અને અન્‍ય અવશેષો પ્રાગૈતિહાસિક કાળના છે એ અંગેની જાણકારી પ્રાપ્‍ત થઈ શકી છે. આ બાંધકામોના પાયા સુધી પહોંચવું શકય નથી. પરંતુ અન્‍ય પરથી જોતા એ બાબત સ્‍પષ્‍ટપણે દ્રષ્ટિગોચર થાય છે કે દરિયાની સપાટી પર બોલ્‍ડરને ગોઠવીને તેના પર દિવાલો અને કોસર્ડ રબર પેશનરીનનું બાંધકામ કરવામાં આવ્‍યું છે.

 દ્વારકા નગરી- પૌરાણિક માન્યતાઓ

  •  દ્વારકામાં કૃષ્‍ણની ધર્મસભા ભરાતી. દ્વારકા કૃષ્‍ણની રાજધાની હતી, જ્યારે બેટ-દ્વારકામાં કૃષ્‍ણનો આવાસ (રહેણાંક) હતો.
  • દ્વારકાથી આશરે ૧૪ કિ.મિ. ગોપી તળાવ આવેલું છે. ગોપી તળાવની માટી વિશિષ્‍ટ પ્રકારની છે. તે રંગે પીળી અને સુંવાળી હોય છે. એમ કહેવાય છે કે કૃષ્‍ણએ વ્રજ છોડ્યું પછી ક્યારેય ફરીને વ્રજ ગયા ન હતા. કૃષ્‍ણના બાળપણમાં વ્રજમાં ગોપીઓએ કૃષ્‍ણ સાથે અનેક વખત રાસલીલા કરી હતી. આ ગોપીઓ કૃષ્‍ણ માટે સતત ઝુરતી હતી. ગોપીઓ કૃષ્‍ણને મળવા દ્વારકા આવી અને ગોપી ગામે જ્યાં ગોપી તળાવ છે ત્‍યાં શરદપુનમની રાતે ગોપીઓએ કૃષ્‍ણ સાથે રાસલીલા કરી અને છેવટે ત્‍યાંજ સમાઈ ગઈ. આથી ગોપી તળાવની માટી પવિત્ર છે.
  • દ્વારકાથી આશરે બે કિ.મિ. દૂર રુક્ષમણીજીનું મંદિર છે. દુર્વાસા ઋષિ એક વખત દ્વારકા પધારેલા ત્‍યારે દુર્વાસાજીને દ્વારકાનું દર્શન કરાવવા માટે રથમાં કૃષ્‍ણ અને રુક્ષમણીજી જોડાયાં. વચ્‍ચે રુક્ષમણીજીને તરસ લાગતાં કૃષ્‍ણએ રથ થંભાવીને પોતાના જમણા પગના અંગુઠાથી ત્‍યાં ગંગાજી પ્રગટ કર્યા, જેનું જલ રુક્ષમણીજીએ પીધું. દુર્વાસાજી ક્રોધે ભરાયા કે એને પુછયા વિના શા માટે રથ અટકાવ્‍યો આથી દુર્વાસાજીએ રુક્ષમણીને કૃષ્‍ણથી દૂર રહેવાનો શાપ આપ્‍યો.

કૃષ્‍ણ અવતાર – ‘પૂર્ણ‘ પુરુષોત્તમ

પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રી કૃષ્‍ણનો જન્‍મ થયો હતો. શ્રી કૃષ્‍ણનું જીવન ઉદેશસભર હતું. તેમણે માનવ અવતાર લઈ પૃથ્‍વી પર અવતરણ કરેલું. માનવ અવતાર તરીકેનું તેમનું જીવન, સુખ દુ;ખ અને મુસીબતોમાં આપણે કઈ રીતે જીવવું તેની પ્રેરણા આપે છે. તેમના વ્‍યક્તિત્‍વ સમાન મનુષ્‍ય શોધવો શક્ય નથી. તેઓ દરેક બાબતે સંપૂર્ણ હતા, આથી જ તેમને ‘પૂર્ણ‘ પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે.

યદુકુળ

યાદવો યદુકુળના હતા. પાણિનીની દષ્ટિએ યાદવોના બે જૂથ હતા. અંધક જૂથના યાદવો મથુરા અને આસપાસના વિસ્‍તારો પર રાજ કરતા, મહારાજા ઉગ્રસેન (શ્રી કૃષ્‍ણના દાદા) તેમના રાષ્‍ટ્રપતિ હતા, યાદવો લોકશાહી ઢબે રાજ્ય ચલાવતા. ઉગ્રસેન માટે રાજા શબ્‍દ વપરાતો પરંતુ અંધકજૂથ લોકશાહી પદ્ધતિ હેઠળ હોવાથી તેઓ રાષ્‍ટ્રપતિ તરીકે પણ ઓળખાતા. આ ઉપરાંત યાદવોનું અન્‍ય જૂથ વૃષિ‍ણી પર રાજ ચલાવતું. ત્‍યાં અક્રુરજીનું શાસન ચાલતું. વાસુદેવજી ‍ વૃષિ‍ણી જૂથના હતાં. શ્રી કૃષ્‍ણનો જન્‍મ દેવકી અને વાસુદેવને ત્‍યાં થયો હતો. આ બન્ને રાજ્યોને મગધના રાજા જરાસંઘનો ભય સતાવતો હતો. જરાસંઘની નેમ હતી કે શક્ય હોય તેટલો પ્રદેશ પોતાના વર્ચસ્‍વ હેઠળ લાવવો. જરાસંઘ લોકશાહી માટે એક ખતરો હતો. જરાસંઘને એ બાબતનો ખ્‍યાલ આવી ગયો હતો કે માત્ર યુદ્ધથી યાદવોને હરાવવા શક્ય નથી. યાદવો પોતાના લોહીના અંતિમ બુંદ સુધી લડત આપવા તૈયાર હતા, રાજ્યનો દરેક નાગરિક માતૃભૂમિ માટે લડવા તૈયાર હતો. આથી જરાસંઘે ભાગલા પાડી રાજ્ય કરવાની યોજના બનાવી.

આ યોજના હેઠળ જરાસંઘે પોતાની બન્‍ને પુત્રીઓ – અસ્તિ અને પ્રાપ્તિના લગ્‍ન રાજા ઉગ્રસેનના પુત્ર કંસ સાથે કરાવ્‍યા. કંસને પણ રાજાશાહી શાસન પ્રત્‍યે કૂણી લાગણી હતી. જરાસંઘની પુત્રીના લગ્‍ન પછી સમગ્ર મગધ રાજ્ય કંસની મદદ માટે તૈયાર હતું. લોકશાહી હેઠળ કંસને કોઈ ખાસ સવલતો મળતી નહીં. આ ઉપરાંત તેને વારસામાં શાસન પણ મળવાનું નહોતું. જરાસંઘે કંસને ઈચ્‍છુક બનાવ્‍યો. કંસ સ્‍વભાવે સત્તા ભૂખ્‍યો હોવાથી સ્‍વકેન્‍દ્રી શાસન મેળવવાની યોજના કરવા લાગ્‍યો. કંસે લોકશાહી શાસન ખતમ કરી સત્તા મેળવવાના પ્રયાસો શરુ કર્યા.

દ્વાપર યુગ (હિન્‍દું શાસ્‍ત્ર પ્રમાણે ચાર યુગમાંથી ત્રીજો યુગ)માં શાસકો અમાનવીય બની ગયા, દૈત્‍યો જેવું વર્તન કરવા લાગ્‍યા આ સમયે પૃથ્‍વીને તેમના ત્રાસથી બચાવવા શ્રી કૃષ્‍ણે પૃથ્‍વી પર અવતાર લીધો હતો. તેમનો જન્‍મ ઉત્તર ભારતમાં મથુરા ખાતે થયો હતો. શ્રી કૃષ્‍ણનું જીવનચરિત્રનું વર્ણન કરવા માટે મહાન ઋષિમુનીઓ પણ અસમર્થ રહ્યા છે. શ્રી કૃષ્‍ણનો જન્‍મ વાસુદેવને ત્‍યાં થયો હતો, પરંતુ તેમનું બાળપણ ગોકુળમાં નંદને ત્‍યાં વિત્‍યું હતું. શ્રી કૃષ્‍ણની લીલાથી ગોવાળિયાઓ ધન્‍ય થઈ ગયા હતા. બાળસ્‍વરુપ દરમિયાન જ શ્રી કૃષ્‍ણએ દૈત્‍ય – રાક્ષસોનો નાશ કરવાનું શરુ કર્યું હતું. જન્‍મના છઠ્ઠા દિવસે જ તેમણે પુતના નામની રાક્ષસીના પ્રાણ હરી લીધા હતા. શ્રી કૃષ્‍ણે આ ઉપરાંત ઋણવર્ત, કેશી, બકાસુર, ગોકુળ ખાતે લીલાની સમાપ્‍તિ બાદ શ્રી કૃષ્‍ણ મથુરા પરત ફર્યા. અહીં તેમણે પોતાના પાપી મામા કંસનો વધ કર્યો અને પોતાના માતા-પિતાને મુક્ત કર્યા હતા. તેમણે મહારાજ ઉગ્રસેનને મથુરાના રાજા તરીકે પુન;સ્‍થાપિત કર્યા ત્‍યારે સ્‍વર્ગમાંથી દેવી-દેવતાઓએ પુષ્‍પ વર્ષા કરી શ્રી કૃષ્‍ણને બિરદાવ્‍યા હતા.

મહાભારતના યુદ્ધ બાદ શ્રી કૃ્ષ્‍ણએ ઉદ્વવોને આત્‍મજ્ઞાન અંગે સમજણ આપી. અંતિમ દિવસોમાં તેમણે પાપી યાદવોના સર્વનાશ માટે યાદવાસ્‍થળી યોજી હતી. ત્‍યારબાદ આ મહાયોગીનો અવતાર પૂર્ણ થયો.

કૃષ્‍ણ અવતાર – આમ દ્વારકાધીશ કહેવાયા

શ્રી દ્વારકાધીશ બન્‍યા  

શ્રી કૃષ્‍ણ દ્વારકાધીશ કઈ રીતે બન્‍યા તે હકીકત જાણવા જેવી છે. કંસના સસરા જરાસંઘે મથુરા પર ૧૭ હુમલા કર્યા. શ્રી કૃષ્‍ણની આગેવાની હેઠળ મથુરાવાસીઓએ આ દરેક આક્રમણનો અડગ રહીને સામનો કર્યો. શ્રી કૃષ્‍ણને એ વાતનો ખ્‍યાલ આવી ગયો કે હંસ અને ધિમક જરાસંઘની મુખ્‍ય તાકાત છે. પોતાની દીર્ઘદ્રષ્ટિ વાપરી શ્રી કૃષ્‍ણે આ બન્નેને મારી નખાવ્‍યા. આ બન્નેના મોતથી જરાસંઘનો આત્‍મવિશ્વાસ ડગી ગયો અને તેનું સૈન્‍ય ડઘાઈ ગયું.

પરંતુ જરાસંઘે હિંમત કરી ફરી એક વખત મથુરા પર હુમલો કર્યો. આ સમયે યાદવસભાના વિક્રાડુએ કૃષ્‍ણને કડવું સત્‍ય જણાવ્‍યું, “કૃષ્‍ણ અમને તમારા પ્રત્‍યે અનન્ય પ્રેમ છે. આપના ઋણ અમે ચૂકવી શકીએ તેમ નથી. આ આક્રમણ આપને કારણે જ થઈ રહ્યા છે. મથુરાના લોકો પરેશાન થઈ ગયા છે. અહીં લોકોનો વિકાસ રુંધાઈ રહ્યો છે. આ સમયે વધુ એક આક્રમણનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ સંજોગોમાં લોકોની શાંતિ ખાતર આપ અમને છોડી જતા રહો. આપના હિતેચ્‍છુ લાગણીના આવેશમાં આપની પાછળ ઘેલા થઈ શકશે નહીં. આપના ભક્ત તરીકે હું આપને આ વિનંતી કરી રહ્યો છું.” આ શબ્‍દો સાંભળી સમગ્ર યાદવસભામાં સન્નાટો છવાઈ ગયો વિક્રાડુના આ સુચનને શ્રી કૃષ્‍ણના પિતા વાસુદેવે ટેકો આપ્‍યો. શ્રી કૃષ્‍ણને પરિસ્થિતિની ગંભીરતા સમજાતા તેમણે મથુરા છોડવાનું નક્કી કર્યું. તેમણે યાદવોને જણાવ્‍યું કે મેં તમને સંસ્‍કૃતિનું જ્ઞાન આપ્‍યું છે. એ મુજબ જીવનનું આચરણ રાખશો, હું મથુરા છોડી દ્વારકા જઈ રહ્યો છું. ત્‍યાર બાદ ગિરનાર પર્વત ઓળંગી શ્રી કૃષ્‍ણએ પ્રભાસ પાટણ (હવે, સોમનાથ)ની નજીક દ્વારકા નગરીની (સુવર્ણ નગરી દ્વારકા) સ્‍થાપના કરી. દ્વારકા આવ્‍યા પછી પણ ધર્મને પાયામાં રાખીને રાજ્ય સ્‍થાપવાનો તેમનો મુખ્‍ય ઉદેશ રહ્યો. તેમણે દ્વારકાને ધર્મને આધારિત રાજ્ય તરીકે પ્રસ્‍થાપિત કર્યું. દ્વારકાની ખ્‍યાતિ ધર્મરાજ્ય તરીકે ઠેર-ઠેર પ્રસરી અને આમ, દ્વારકાના રાજા તરીકે તેઓ ‘‘શ્રી દ્વારકધીશ‘‘ તરીકે ઓળખાયા. શ્રી કૃષ્‍ણના જીવનનું મહત્‍વ સમકાલીન નહીં પણ સર્વકાલીન રહ્યું છે. આથી જ આજે ૫૦૦૦ વર્ષ પછી માત્ર વૈષ્‍ણવો (વિષ્‍ણુ અને શ્રી કૃષ્‍ણના ભક્તો) જ નહીં પરંતુ દરેક લોકો દ્વારા કૃષ્‍ણજન્મ ઉજવવામાં આવે છે. તેમની જીવનશૈલી દરેક સમયે અડીખમ રહી શકી છે.

 ત્રૈલોક્ય સુંદર જગદમંદિરનો સંક્ષિપ્‍ત ઈતિહાસ

 વર્ષ

ઘટનાઓ

ઈ.સ. પૂર્વે ૪૦૦

વજ્રનાભે પોતાના પ્રપિતામહના સ્‍મરણમાં સમુદ્ર – મંથનમાં બચી ગયેલ હરિમંદિરની પૂર્વમાં છત્રી સ્‍થાપી. (હરિવંશ અને મંદિરના હાલના બાંધકામના અનુમાનથી)

ઈ.સ. પૂર્વે ૧૦૦

હરિમંદિર – (હાલના લાડવા મંદિરનો બે કે ત્રણ ભાગનો નાનો ભાગ)નો કદાચ આ સમયે જીર્ણોદ્ધાર થયો હોય એમ એની પશ્ચિમે પહેલે માળે બ્રાહ્મી લીપીમાં લખાયેલા લેખોના આધારે જણાય છે.

ઈ.સ. ૨૦૦

મહાક્ષત્રપ રુદ્રદામાએ દ્વારકાના રાજા વાસુદેવ બીજાને હરાવ્‍યો, દ્વારકાના રાજાના મૃત્‍યુ પછી એની રાણી ધીરાદેવીએ પોતાના ધર્મનાભાઈ પુલુમાવીને પૈઠણથી મદદ કરવા બોલાવ્‍યો ત્‍યારે રુદ્રદામાએ તેની સાથે સંધિ કરી પોતાની પુત્રી તેને પરણાવી અને પોતે વૈષ્‍ણવધર્મ અંગીકાર કર્યો, એ ઐતિહાસિક હકીકત ઉપરથી સમજાય છે કે ત્‍યારે દ્વારકામાં શ્રીકૃષ્‍ણ પૂજા પ્રચલિત હશે અને વજ્રનામે બંધાવેલ છત્રીમાં શ્રી કૃષ્‍ણની મૂર્તિની સ્‍થાપના કરવામાં આવી હશે. (પ્રાચિન ચરિત્રકોષ)

ઈ.સ. ૮૦૦

શ્રીમદ જગદગુરુ આદ્ય શંકરાચાર્યે દ્વારકાધીશ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, ચોથે માળે આદ્યશક્તિની સ્‍થાપના કરી.

ઈ. સ. ૮૮૫

શ્રીમદ જગદગુરુ શંકરાચાર્યના એ સમયના પીઠાધીશ શ્રીનૃસિંહાશ્રમે (પાટણમાં બૃહસ્‍પતિસૂરિ સાથે શાસ્‍ત્રાર્થ કરેલો અને જીત્‍યા હતા) મંદિરમાં સમારકામ કરાવ્‍યું (‘વિમર્શ‘ના આધારે)

ઈ.સ. ૯૦૦ થી ૯૫૦

દશમી સદીમાં ત્‍યાં શ્રીકૃષ્‍ણ મંદિર હતું (શ્રી સાંકળિયાના આધારે).

ઈ.સ. ૧૧૨૦

મીનળદેવીએ દ્વારકાની યાત્રા કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્‍યો.

ઈ.સ. ૧૧૫૬

ભક્ત બોડાણો મૂર્તિ લઈ ગયો એવો કોલાહલ થતાં દ્વારકાથી સં. ૧૨૧૨માં છ પુરુષો ત્‍યાં તપાસ કરવા ગયા. તેઓમાં મીન કુટુંબના રામજીભાઈના પુત્રો ઓધવજી અને રાઘવજી ગયા હતાં. ઈ. સ. ૧૧૬૨ માં છ વર્ષ પછી ઉદેપુરના રાણા યાત્રાએ આવ્‍યા ત્‍યારે અહીં કઈ મૂર્તિ હતી ભક્ત બોડાણાની હકીકતે જૈન ધર્મના ચમત્‍કાર સામે હિંદુઓ જૈન થતાં અટકી જાય એ માટે ઊભો કરેલો એક બનાવટી ચમત્‍કાર હશે, જેથી આ ગુગળીઓ તપાસ અર્થે ત્‍યાં ગયા.

ઈ.સ. ૧૧૬૨

ઉદેપુરના રાણા ભીમસિંહજીએ કારતક વદ ૧૩ રવિવારે સં.૧૨૧૮માં ગોમતી કાંઠે ગુગળી પૂજારીઓને ૭૦૦૦ વીઘા જમીન અર્પણ કરી (બ્રાહ્મણ કુટુંબના દસ્‍તાવેજના આધારે) ત્‍યારે એણે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હશે. એમ અનુમાન થાય છે.

ઈ.સ. ૧૨૪૧

સં. ૧૨૯૭માં અમદાવાદથી મહમદશાહ દ્વારકાધીશનું મંદિર તોડી ગયો ત્‍યારે મંદિર માટે પાંચ બ્રાહ્મણોએ (ઠાકર રાણા કુટુંબ) એમની સામે લડીને જાન આપ્‍યા તેમનાં નામ હતાં, વીરજી ઠાકર, નથુ ઠાકર, કરસન ઠાકર, વાલજી ઠાકર, તથા દેવજી ઠાકર. જેમની સમાધી હાલ મંદિરથી થોડેક દૂર છે. એને પંચપીરના નામે મુસ્લિમોએ ફેરવી નાખી છે.

ઈ.સ. ૧૨૫૦

ગુર્જર કવિ સોમેશ્વરે “ઉલ્‍લાઘરાઘવ” નામનું નાટક શ્રીદ્વારકાધીશના મંદિરમાં ભજવી દ્વારકાધીશને અર્પણ કર્યું

ઈ.સ. ૧૩૪૫

સં. ૧૪૦૧ ની સાલમાં ધ્‍વજા સંબંધી વસુદેવજીની ડેલીએ અબોટીઓ અને મીન કુટુંબ વચ્‍ચે ઝઘડો થતાં ચત્રભોજ નરભેરામ મીનનું મરણ થયું. અબોટી અને ગુગળી વચ્‍ચે મંદિરની પેદાશ વિશે વારંવાર ઝઘડા થતાં હતાં

ઈ.સ. ૧૫૦૪

સં. ૧૫૬૦માં શ્રી વલ્‍લભાચાર્યજીએ લાડવા ગામે રુકમણી માતાએ સેવેલી દ્વારકાધીશની મૂર્તિ મંદિરમાં સ્‍થાપી. મુસ્લિમ આક્રમકોથી બચવા માટે કદાચ એ સમયે મૂર્તિને સાવિત્રીવાવમાં છુપાવી રાખવામાં આવી હશે, એટલે મંદિર મૂર્તિ વિનાનું જોઈ શ્રી વલ્‍લભાચાર્યજીએ આ મૂર્તિ ત્‍યાં સ્‍થાપી. અને ઈ. સ. ૧૫૫૧ સુધી ત્‍યાં બિરાજી, દરમ્‍યાન અજીજ નામના તુર્કે દ્વારકા ઉપર હુમલો કર્યો ત્‍યારે એ મૂર્તિ બેટ લઈ જવામાં આવી ત્‍યારે સાવિત્રીવાવમાંથી મૂર્તિ કાઢીને પધરાવવામાં આવી.

ઈ.સ. ૧૫૪૦

સં. ૧૬૧૬માં શંકરાચાર્ય શ્રી અનિરુદ્ધાશ્રમે ડુંગરપરથી મૂર્તિઓ બનાવડાવી મંદિરના વિસ્‍તારમાં બીજા મંદિરોમાં પધરાવી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્‍યો. એ અરસામાં કવિ ઈસર બારોટે ‘હરિરસ’ ગ્રંથ શ્રી દ્વારકાનાથ મંદિરમાં સંભળાવી શ્રી દ્વારકાનાથને અર્પણ કર્યો ( ઈ.સ. ૧૫૪૦)

ઈ.સ. ૧૫૫૭

સં.૧૬૧૩માં શ્રી વિઠ્ઠલનાથજીએ ગુગળી બ્રાહ્મણો અને અબોટી બ્રાહ્મણો વચ્‍ચેની તીર્થ પેદાશની તકરારનું સમાધાન કરી તામ્રપત્ર લખી આપ્‍યું.

ઈ.સ. ૧૭૩૦

સં.૧૭૮૬ની અક્ષયતૃતિયાને દિવસે ગુરુવારે શ્રી પ્રકાશાનંદજીએ શંકરાચાર્યે લાખા ઠાકર પાસે વિષ્‍ણુયોગ યજ્ઞ કરાવ્‍યો અને મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. વાઘેર રાજાએ બ્રાહ્મણોનો અડધો કર માફ કર્યો.

ઈ.સ. ૧૮૬૧

મહારાજા ખંડેરાવે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, અંગ્રેજોએ વાઘેરોની લડાઈમાં તોડી પાડેલ શિખર સમુ કરાવ્‍યું.

ઈ.સ. ૧૯૦૩

મહારાજા સયાજીરાવ ગાયકવાડે દ્વારકાના જગદમંદિર ઉપર સુવર્ણ કળશ ચડાવ્‍યો, શંકરાચાર્ય શ્રીમાધવતીર્થે જીર્ણોદ્ધાર કરાવ્‍યો. (સં. ૧૯૫૮)

ઈ.સ. ૧૯૬૦

ઈ.સ. ૧૯૬૦ થી હાલ સુધી ભારત સરકાર મંદિરનો ધીમે ધીમે જીર્ણોદ્ધાર કરાવી રહી છે.

ઈ.સ. ૧૯૬૫

પાકિસ્‍તાને સ્‍ટીમર દ્વારા મંદિરનો નાશ કરવા પ્રયત્‍ન કર્યો અને એમાં એ નિષ્‍ફળ ગયા

 

ખંભાળિયા કે ખંભાલીયા અથવા જામ ખંભાળિયા ભારતદેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના તાલુકા ખંભાળિયા તાલુકામાંઆવેલું નગર છે જે જિલ્લા તેમજ તાલુકાનું મુખ્યમથક છે. ખંભાળિયાનો રાજકીય વહીવટ નગરપાલિકા હસ્તક છે.[૧]

ખંભાળિયા
જામ ખંભાળિયા / ખંભાલીયા
—  નગર  —
ટાવર, જામ ખંભાળિયા
ખંભાળિયાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ22°12′19″N 69°39′32″E / 22.2052603°N 69.6587765°E
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોદેવભૂમિ દ્વારકા જિલ્લો
વસ્તી૪૧,૭૩૪[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)

ખંભાળિયા જામનગરથી દ્વારકા જતા રાજ્ય ધોરીમાર્ગ ૬ (રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૯૪૭) પર આશરે ૫૬ કિ.મી.ના અંતરે આવેલું છે. પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અહિંથી લગભગ ૭૯ કિ.મી. જેટલું દૂર છે.

ઇતિહાસફેરફાર કરો

દ્વારકા દરવાજો, ખંભાળિયા
સરકારી તાલુકા પુસ્તકાલય, હજામ પાળા પાસે

ખંભાળિયા પર સૌપ્રથમ વાઢેલોનું શાસન હતું અને જામ રાવલે તેમની પાસેથી કબ્જે કર્યું હતું. જ્યારે નવાનગર મુઘલોના શાસન હેઠળ હતું ત્યારે ખંભાળિયા નવાનગર રજવાડાનું મુખ્યમથક હતું. જૂનું શહેર કિલ્લેબંધી ધરાવતું હતું. તે આશરે ૩૫૦ વર્ષ પહેલાં કિલ્લેબંધ કરાયું હતું.[૨] નગર દરવાજો, પોર દરવાજો, જોધપુર દરવાજો, સલાયા દરવાજો અને દ્વારકા દરવાજો - એમ પાંચ દરવાજા નગરના કોટમાં આવેલા હતા.

ધાર્મિક સ્થળોફેરફાર કરો

રામનાથ મહાદેવ મંદિર, ખામનાથ મહાદેવ મંદિર, આશાપુરી માતા, કલ્યાણરાયજી અને જડેશ્વર મહાદેવના મંદિરો અહીં આવેલા છે. અન્ય ધાર્મિક સ્થળોમાં મહાપ્રભુની બેઠક અને અજમેર પીર દરગાહનો સમાવેશ થાય છે.[૨]

બેટ (તા. દ્વારકા)

કચ્છના અખાતમાં આવેલો ટાપુ

બેટ (તા. દ્વારકા) અથવા બેટદ્વારકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા તેમજ ત્રણ બાજુએથી દરિયા વડે ઘેરાયેલા ઓખામંડળ તરીકે ઓળખાતા દ્વારકા તાલુકામાંઆવેલું એક ગામ અને ટાપુ છે.

બેટ (તા. દ્વારકા)
—  ગામ  —
બેટદ્વારકાનો નકશો
બેટ (તા. દ્વારકા)નુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ22°26′58″N 69°7′2″E / 22.44944°N 69.11722°E
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોદેવભૂમિ દ્વારકા
તાલુકોદ્વારકા
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)

ભૂગોળફેરફાર કરો

આ ટાપુ કચ્છના અખાતમાં ઓખાથી 3 km (2 mi) અંતરે આવેલો છે. ટાપુ ઉત્તરપૂર્વ થી દક્ષિણપશ્ચિમ 13 km (8 mi) અને પૂર્વ-પશ્ચિમ સરેરાશ 4 km (2 mi) અંતર ધરાવે છે.દ્વારકાથી તે 30 km (19 mi) અંતરે ઉત્તરે આવેલો છે.[૧][૨]

ઇતિહાસફેરફાર કરો

સિંધુ સંસ્કૃતિના અન્ય સ્થળો સાથે બેટ દ્વારકા (ઇ.સ. પૂર્વે ૧૯૦૦-૧૩૦૦)

પવિત્ર યાત્રાધામ બેટ – દ્વારકા વિશે

સ્થાપત્ય ઇતિહાસ :

બેટ – દ્વારકા એ અતિ પ્રાચિન રમણીય ચંદ્રાકાર ટાપુ છે. ભગવાન શ્રી કૃષ્ણએ શંખ નામના રાક્ષસનો અહિયાં ઉધ્ધાર કરેલ શંખોધ્ધાર તરીકે પણ ઓળખાય છે. બેટ – દ્વારકા હિન્દુ, મુસ્લીમ તથા શિખના પવિત્ર યાત્રાધામ તરીકે વધારે ઓળખાય છે. ઓખાથી બેટ – દ્વારકા ત્રણ નોટીકલ માઇલનાં અંતરે છે અને યાંત્રીક વહાણમાં ઓખા પેસેન્જર જેટી થી પવિત્ર યાત્રાધામ બેટ – દ્વારકા પહોંચી શકાય છે. જેમ દ્વારકાનગરી ભગવાન શ્રી દ્વારકાધીશની રાજધાની કહેવાય છે તેમ બેટ – દ્વારકા ભગવાન શ્રી દ્વારકાધીશનો રાણીવાસ અથવા નિવાસસ્થાન તરીકે ઓળવામાં આવે છે. શીખ સંપ્રદાયનાં પંજપ્યારે માહેંના ભાઇ મોહકમસિંઘની ભવ્ય ગુરૂદ્વારા પણ આવેલ છે.

ભૌગોલીક મહત્વ:

બેટ – દ્વારકાને પવિત્ર યાત્રાધામ દ્વારકાનો એક ભાગ જ ગણવામાં આવે છે. બેટ – દ્વારકા સમુદ્રથી ઘેરાયેલ ટાપુ હોવાથી રસ્તા માર્ગે તથા રેલ માર્ગે ઓખા પહોંચીને યાંત્રીક હોડીમાં બેટ – દ્વારકા જઇ શકાય છે. ભગવાન શ્રી કૃષ્ણએજે સમયે દ્વારકા રાજધાની વસાવી તે જ સમયે બેટ – દ્વારકા નુ સ્થાપન થયું તેમ માનવામાં આવે છે.  બેટ – દ્વારકામાં અનેક સંપ્રદાયોનાં તીર્થસ્થાનો આવેલ છે.

બેટ – દ્વારકામાં વિશ્વમાં જવલ્લેજ જોવા મળતી શ્રી રામ ભકત હનુમાનજી તથા મકરધ્વજની મૂર્તિ બેટ ગામથી ૮ કી.મી. નાં અંતરે હનુમાનદાંડી સ્થળે પ્રસ્થાપીત થયેલી છે. હનુમાનદાંડી થી આગળ જતાં સિધ્ધયોગી દ્વારા પ્રસ્થાપીત ચોર્યાશીધૃણા આવેલ છે જયાં અખંદ ધૃણા રાખવામાં આવેલી છે. મુસ્લીમોનાં તીર્થ સમા હાજી કિસ્માણીની દરગાહ આવેલી છે. જયાં મુસ્લીમો દુવા – માનતા પુરી કરવા માટે આવે છે. આ ઉપરાંત શીખ ધર્મનાં જે પંજ પ્યારે થઇ ગયા તે માંહેના ભાઇશ્રી મોહકમસિંધજીની ભવ્ય ગુરૂદ્વારા આવેલી છે. બેટ – દ્વારકામાં હિન્દુ, મુસ્લીમ તથા શીખ ધર્મના આસ્થાળુઓ દેશ –વિદેશથી અહિંયા પોતાની પોતાની દુવા – માનતા પુરી કરવાં અને માથુ ટેકવા માટે આવે છે.

આ ઉપરાંત બેટ – દ્વારકામાં શંખ તળાવ, પદમતીર્થ, અભ્યાયમાતાનું મંદિર, નિલકંઠ મહાદેવ અને અનેક નાના-મોટા ધર્મસ્થળો આવેલ છે.

ઔધોગીક મહત્વ :

બેટ – દ્વારકા ટાપુ હોવાથી અહિંયા ઉધોગો નો વિકાસ થયેલ નથી પરંતુ બેટ – દ્વારકા એક પવિત્ર યાત્રા ધામ હોવાથી સ્થાનીક પ્રજા યાત્રાળુની સેવા પર આજીવિકા ઉપર આધારીત છે. બેટ – દ્વારકાનાં મંદિરનો વહિવટ બેટ – દેવસ્થાન સમીતી હસ્તક છે. બેટ – દ્વારકામાં  યાત્રામાં આવતાં યાત્રીઓને દરરોજ બપોરે નિજ – મંદિર પાછળ નિ:શુલ્ક ભોજન આપવામાં આવે છે. બેટ – ટાપુની નજીક દરીયાઇજીવા- સુષ્ટિ તથા દરીયાઇ વનસ્પતીજોવા મળે છે. જો જોવા માટે મુખ્યત્વે નેચર કલ્બનાં કેમ્પ નુ આયોજન કરવામાં આવે છે.

ખેતી :

સારો વરસાદ થયો હોય ત્યારે એક પાક લિ શકાય છે. મુખ્યત્વે ઘઉં, બાજરો ઉગાડવામાં આવે છે. ટાપુ વિસ્તાર નાનો હોવાથી ખેતી પ્રમાણમાં અલ્પ છે.

વાહન વ્યવહાર:

બેટ – દ્વારકા જવા માટે ઓખા ગામ રેલ્વે અથવા વાહનમાર્ગે  આવવાં જવામાં આવે છે. પરંતુ બેટ – દ્વારકામાં દુર-દુરના ધર્મસ્થાનો એ દર્શન કરવાં જવા માટે છક્ડા રીક્ષા ભાડે મળે છે.

વસ્તી :

બેટ – દ્વારકામાં રાજપૂતો, ખવાસ, ખારવ, રબારી અને મુસ્લીમ જેવી અનેક વસ્તી અહિં જોવા મળે છે. ૨૦૧૧ પ્રમાણે ૮૦૦૦ ની વસ્તી અંદાજવામાં આવેલ છે.

શૈક્ષણીક સંસ્થા :

બેટ – દ્વારકામાં ટ્રસ્ટ સંચાલીત પ્રાથમીક શાળા, દેવસ્થાન સમીતી સંચાલીત વેદ વિદ્યાલય આવેલ છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ ઓખા તથા કોલેજ માટે દ્વારકા જવું પડે છે.

આરોગ્ય :

બેટ – દ્વારકામાં સરકારી પી.એચ.સી. છે જયાં પ્રારંભીક સારવાર ઉપલ્બ્ધ છે.


બેટ દ્વારકા ભારતીય મહાકાવ્ય મહાભારત અને સ્કંદ પુરાણમાં વર્ણવેલ પ્રાચીન દ્વારકા નગરનો ભાગ ગણાય છે. ગુજરાતી વિદ્વાન ઉમાશંકર જોષીએ સૂચન કર્યું હતું કે મહાભારતના સભા પર્વમાં વર્ણવેલ અંતરદ્વિપ બેટ દ્વારકા તરીકે ગણી શકાય છે, કારણ કે યાદવોને દ્વારકા જવા માટે હોડીનો ઉપયોગ કરવો પડતો હતો. બેટ દ્વારકાનું નામશંખોધર પણ છે, કારણ કે અહીં મોટી સંખ્યામાં શંખ મળી આવે છે. દરિયામાં મળેલા પુરાવા હડપ્પીય સંસ્કૃતિ પછીના સમયની સિંધુ સંસ્કૃતિનો સમય દર્શાવે છે. તે મૌર્ય વંશના સમયના છે એમ ચોક્કસ કહી શકાય છે. તે ઓખામંડળ અથવા કુશદ્વિપ વિસ્તારનો ભાગ હતા. દ્વારકાનો ઉલ્લેખ ઇ.સ. ૫૭૪ના તામ્રપત્રમાં મળે છે, જે મૈત્રકોના શાસન હેઠળના વલભીના મંત્રી સિંહદિત્યનો છે. સિંહદિત્ય દ્વારકાના રાજા વરાહદાસનો પુત્ર હતો.[૧]

બેટ દ્વારકા બરોડા રાજ્ય હેઠળ અમરેલી વિભાગમાં, ૧૯૦૯

આ ટાપુ, ઓખામંડળ વિસ્તારની સાથે બરોડા રાજ્યના ગાયકવાડના શાસન હેઠળ હતો. ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન, વાઘેરોએ આ વિસ્તાર કબ્જે કર્યો હતો. ત્યારબાદ બ્રિટિશરો, ગાયકવાડ અને અન્ય રજવાડાઓની સંયુક્ત સેનાઓએ ૧૮૫૯માં ટાપુ પાછો મેળવ્યો હતો.[૩][૪]

૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી તેનો સમાવેશ સૌરાષ્ટ્ર રાજ્યમાં થયો. પછીથી સૌરાષ્ટ્ર રાજ્ય બોમ્બે રાજ્યમાં ભળી ગયું. જ્યારે બોમ્બે રાજ્યમાંથી ગુજરાત રાજ્ય રચવામાં આવ્યું ત્યારે બેટ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવ્યું. ૨૦૧૩માં દેવભૂમિ દ્વારકા જિલ્લો દેવભૂમિ દ્વારકામાંથી રચવામાં આવ્યો અને બેટ દ્વારકા તેનો ભાગ બન્યું.

પુરાતત્વફેરફાર કરો

૧૯૮૦ના દાયકામાં સંશોધન દરમિયાન હડપ્પીય સંસ્કૃતિના માટીના વાસણો અને અન્ય વસ્તુઓ સીદી બાવા પીર દરગાહની નજીક મળી આવી હતી. ૧૯૮૨માં દરિયાના તોફાનથી જળગ્રસ્ત થયેલ ૫૮૦ મીટર લાંબી રક્ષણ દિવાલ મળી હતી, જે ઇ.સ. ૧૫૦૦ના સમયની હોવાનું અંદાજાયું છે. મળી આવેલ અવશેષોમાં હડપ્પીય મુદ્રા, લખાણ ધરાવતો ઘડો અને માછલી પકડવાનો તાંબાનો કાંટો વગેરેનો સમાવેશ થાય છે. વહાણોના અવશેષો અને પથ્થરના લંગરો મળી આવ્યા છે, જે પ્રાચીન ભારતીય-રોમન વ્યાપાર સંબંધોનું સૂચન કરે છે. ટાપુ પરના મંદિરો ૧૮મી સદીના અંતના સમયમાં બાંધવામાં આવ્યા છે.[૧][૨][૫][૬]

છબીઓફેરફાર કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...